ગાયો ની જવાબદારી અને મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના લોન્ચ,ગાયો નું હવે સરકાર રાખશે ધ્યાન (Gau Mata Poshan Yojana Gujarat 2023)
ઘણા જુના સમયથી ભારતમાં ગાય માતાને પૂજનીય પશુ માનવામાં આવે છે.અને તેની પૂજા કરવાંમાં આવે છે. પણ ઘણા સમયથી લોકોને ગયો પ્રત્યે ની અભિરુચિ ઓછી થઈ ગઈ છે. જેથી હવે ગુજરાતના રોડ અને રસ્તાઓમાં રખડતી ગાયો ખૂબ જ જોવા મળે છે એટલે કે લોકો હવે તેની સાર સંભાળ લેતા નથી. એટલે આ જ મુસીબતને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના ની શરૂઆત કરવામાં આવી છે.
એટલે કે આ યોજના દ્વારા કોને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે અને તેઓ ગાયોની સાર સંભાળ રાખવામાં સરકાર મદદ કરશે. એટલે કે જો તમે મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના વિશેની વધુ માહિતી મેળવવા માંગતા હોય તો આજની પોસ્ટને કાળજીપૂર્વક વાંચવા વિનંતી છે.
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના લોન્ચ,ગાયો નું હવે સરકાર રાખશે ધ્યાન ની ટુંકી વિગત
યોજના નું નામ | મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના |
સહાય | ગાય દીઠ મહિને 500 રૂપિયા |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | રખડતા ઢોર ઓછા કરવા અને પશુ ધન નો વિકાસ કરવા |
લાભાર્થી | રાજ્ય ની ગૌ શાળા અને પાંજરાપોળ |
અરજી નો પ્રકાર | હજુ ચાલુ નથી |
સંપર્ક | હજુ ચાલુ નથી |
Mukhyamantri Gau Mata Poshan Yojana 2023-24
સરકાર દ્વારા વર્ષ 2023 માટે ગૌપોષણ યોજના ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના દ્વારા ગુજરાત રાજ્યની પાંજરાપોળ અને ગૌશાળામાં રખાતી ગૌમાતાઓને વધુ સારસંભાળ અપાય અને તેને સાર સંભાળ આપતા ગૌરક્ષકોને મદદ મળી રહે તે માટેની યોજના છે. આ યોજના દ્વારા ગૌરક્ષકોને સરકાર તરફથી ગૌમાતાના વિકાસ, ખાવા પીવાનું અને ગાયોની જાતિઓ વધે તેવી તમામ જવાબદારી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.
વધુમાં સરકાર દ્વારા આગામી વર્ષમાં ઘણી અન્ય નવી ગૌશાળાઓ ખોલવામાં આવશે જેથી રખડતી અને રજળતી થી ગાયોને પણ ત્યાં રાખવામાં આવશે ને આ ગયો ના રાખ રખાવા માટે કર્મચારીઓને પણ રાખવામાં આવશે જેથી બેરોજગારી પણ ઓછી થશે.
એટલે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે રાજ્યમાં રોડને રસ્તામાં રખડતી ગાયોનું પ્રમાણ ઓછું કરવું અને લોકોને અભિરુચિ ઉત્પન્ન થાય અને ગાયોનું રખ રખાવો વધે તે અભિગમ સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે.
અન્ય યોજના :- બેટરી પંપ સહાય યોજના 2023,લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઈન અરજી
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના માં લાભ
- આ યોજના માં સરકાર દ્વારા નવી નવી ગૌ શાળાઓ ખોલવામાં આવશે.
- આ યોજના થી રખડતી ગાયો નું પ્રમાણ ઓછું થશે.
- આ યોજના થી ગૌ શાળાઓ માં ગાય માતા નાં રખ રાખાવ માટે માણસો રાખવામાં આવશે અને તેને પગાર આપવામાં આવશે.
- વધુ મા ગાયો ને ખાવા માં પૂરતું ધ્યાન આપવામાં આવશે જેથી તેઓ નું સ્વસ્થ્ય પણ સારું રહેશે.
- ગાયો રોડ રસ્તે રખડશે નહિ તથી અકસ્માત નું પ્રમાણ પણ ઓછું થશે.
ગૌ માતા પોષણ સહાય યોજના ની પાત્રતા
આ યોજના માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવતા ગૌ પાલકો અને ગૌ શાળાઓ ને પાત્ર ગણવામાં આવશે.
- અરજદાર ગુજરાત રાજ્ય નાં વતની હોવા જોઈએ.
- રાજ્ય નાં દરેક ગૌ શાળાઓ અને પાંજરાપોળ આ યોજના માં અરજી કરી શકે છે.
- નવી ગૌ શાળાઓ ખોલવા માટે પણ અરજી કરી શકો છો.
અન્ય યોજના:- આઇ ખેડૂત પોર્ટલ તાડપત્રી સહાય યોજના 2023
Gau Mata Poshan Yojana આધાર પુરાવા
જો તમારે આ યોજના નો લાભ મેળવવો હોય તો નીચે મુજબ નાં ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના હોય છે.
- અરજદાર નું આધારકાર્ડ.
- અરજદાર નું રહેણાંક નો પુરાવો.
- રેશનિંગ કાર્ડ.
- જૂની ગૌ શાળા નું નોંધણી નું પ્રમાણપત્ર.
- અરજદાર ની બેંક ની વિગતો.
- તમામ ગાયો ની વિગતો.
- અરજદાર નું મોબાઈલ નંબર.
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના ની વિશેષતા
આ યોજનાને ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023-24 ના બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે.
આ યોજનામાં જે ગૌશાળા ને પાંજરાપોળ ચાલુ છે ત્યાંના રખ રખાવ કરવાવાળાને સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવશે.
આ યોજના આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મુકેલ છે.
આ યોજના માં એક ગાય નાં રખ રખાવ માટે દર મહિને 500 રૂપિયા ની આર્થિક સહાય આપવામાં આવશે.
આ યોજના દ્વારા રાજ્ય નાં રખડતી ગાયો માટે નવી નવી ગૌશાળાઓ અને પાંજરાપોળ ખોલવામાં આવશે.
અન્ય યોજના:- આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 માટે 07/08/2023 નાં રોજ નવી યોજનાઓ જાહેર
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના માટે ની અરજી પ્રક્રિયા
આ યોજના ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત રાજ્યના અંબાજી મંદિર ખાતે આવતા નવરાત્રીના પવન ઓફિસિયલી જાહેરાત કરવામાં આવશે. એટલે કે આ યોજનામાં કઈ જગ્યાએ અને કઈ રીતે અરજી કરવાની હોય છે તેની સંપૂર્ણ માહિતી નવરાત્રી માં યોજનાની જાહેરાત થાય ત્યારબાદ અહીંયા આપવામાં આવશે.
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
વઘુ માહિતી👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય યોજનાઓ –
પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો થયો જાહેર,અહીંયા થી ચેક કરો તમારું નામ
પશુપાલન માટે લોન યોજના 2023,અરજી, ડોક્યુમેન્ટ અને સહાય
“FAQ”
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના કોના દ્વારા ચાલુ કરવામાં આવશે?
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવશે.
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના કોના માટે ની યોજના છે?
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના ગુજરાત રાજ્ય નાં ગૌ શાળાઓ અને પાંજરાપોળ ને સહાય આપવા માટે ની યોજના છે
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના માં કેટલી સહાય આપવામાં આવશે?
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના માં ગાય દીઠ મહિને 500 રૂપિયા ની સહાય આપવામાં આવશે.
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના કયારે અમલ મા મૂકવામાં આવશે?
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના આવતા નવરાત્રી મા અંબાજી ખાતે થી ચાલી કરવામાં આવશે.