Advertisements

Gay Sahay Yojana Gujarat 2022 | દેશી ગાય સહાય યોજના ગુજરાત

Advertisements

Cow Sahay Yojana Gujarat | Gay Sahay Yojana Gujarat 2022 | ikhedut Portal Online | khedut sahay yojana| deshi gay sahay yojana | geer gay sahay yojana | ikhedut Portal cow Sahay Yojana

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર વાચકમિત્રો,

યોજનાઓ તો સરકાર ઘણી બહાર પડે છે પરંતુ આ તમામ યોજનાઓ જેતે નાગરિકો કે લાભાર્થીઓ પાસે પહોચતી નથી. કારણ છે કે જેતે લાભાર્થીઓ ને આ તમામ યોજનાઓ વિશે જાણકારી જ હોતી નથી.એટલે તેઓ લાભ લઈ શકતા નથી.માટે જ આપડે આ વેબસાઈટ ચાલુ કરી છેકે જેતે યોગ્ય લાભાર્થી ને તેમની જરૂરિયાત મુજબ ની સરકારી તમામ યોજનાઓ ની માહિતી મળે અને તેઓ આ યોજનાઓ નો લાભ મેળવી શકે.

આજે આપડે એવા જ જરૂરિયાતમંદ લાભાર્થી માટે ની એક યોજના “Gay Sahay Yojana Gujarat 2022” વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.

જો આપને સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓ ની તમામ અને વિગતવાર માહિતી મેળવવી હોઈ તો આપ અમારી Telegram Channel સાથે જોડાઈ શકો છો.

Ikhedut પોર્ટલ તો આપ ને ખબર જ હશે. તે એક સરકાર નાં ખેડૂતો માટે ની તમામ યોજનાઓ માટે નું ઓનલાઈન પોર્ટલ છે કે જેમાં ખેડૂત લાભાર્થી ઓનલાઈન અરજી કરી ને ખેડૂતલક્ષી યોજનાઓ નો લાભ મેળવી શકે.તો ચાલો જાણીએ આ યોજના વિશે તમામ માહિતી.

યોજના નું નામGay Sahay Yojana Gujarat 2022
સહાયએક કુટુંબ ને એક ગાય ની સંભાળ માટે દર વર્ષે 10,800/- રૂપિયા ની સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન થાય તે હેતુથી યોજના અમલી બનાવેલ
લાભાર્થીગુજરાત રાજ્ય નાં નાના અને સીમાંત ખેડૂતો અને પશુપાલકો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઅહીંયા ક્લિક કરો
અરજી ક્યાં કરવી ?અહીંયા થી અરજી કરો
Gay Sahay Yojana Gujarat 2022

Gay Sahay Yojana Gujarat 2022

આપડા દેશ માં કૃષિ ક્ષેત્રે વ્યાપ વધે અને પશુપાલકો વધુ ને વધુ પશુઓ પાળે અને પશુ આધારિત ખેતી કરે તે હેતુ થી રાજ્ય સરકાર નાં પશુપાલન વિભાગ દ્વારા આ Gay Sahay Yojana Gujarat 2022 અમલ મા મુકવા નું સરકારે નક્કી કરેલ હતું.

ખેડૂતો દેશી ખેતી કરે એટલે કે પ્રાકૃતિક ખેતી કરે,ગાય આધારિત ખેતી કરે અને તેઓ આ ખેતી થી તેમની જમીન ની ફળદ્રુપતા વધારી શકે,જમીન નું ભેગ વધારી શકે,જમીન માં કેમિકલ યુક્ત દવા ન છાંટવી પડે એવા તમામ હેતુ થી આ સહાય આપવામા આવે છે. એટલે કે આ યોજના હેઠળ દેશી ગાય આધારતિ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાય આપવામાં આવશે.

વધું વાંચો :- 250 કિલોગ્રામ મફત પશુ આહાર યોજના

Benefits available under Gay Sahay Yojana – લાભ

રાજ્ય નાં તમામ પશુપાલકો અને ખેડૂતો પશુઓ ને વધુ ને વધુ રાખે અને તેના આધારિત જ ખેતી કરે તે હેતુ થી આ યોજના અમલ મા આવેલ છે. આ યોજના માં મુખ્યત્વે પશુપાલક કે ખેડૂત કુટુંબ ને એક ગાય દીઠ દર મહિને રૂ 900/- ની સહાય આપવામાં આવે છે. એટલે કે આ સહાય કુટુંબ ને વાર્ષિક રૂપિયા 10,800/- મળવાપાત્ર રહેશે.

આ સહાય માં લાભાર્થી ને ગાય નિભાવ અર્થે દર ત્રણ મહિને સહાય આપવામા આવશે.અને દર ત્રણ માસે ગાય નું ટેગ અને તે ગાય નું હયાતી ની ખરાઈ કરવામાં આવશે.

લાભાર્થી ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરતા હોઈ તેવું ગ્રામ સેવક પાસે થી દાખલો મેળવવાનો રહેશે.અને દર ત્રણ માસે તેની ખરાઈ પણ કરવામાં આવશે.

વધું વાંચો :- ખેડૂત માટે તબેલા લોન યોજના ગુજરાત

વાંચવાનું ચાલું રાખો 🙏

Eligibility for Desi Cow Assistance – પાત્રતા

દેશી ગાય સહાય યોજના માં રાજ્ય નાં પશુપાલકો અને ખેડૂતો કે જેઓ ગાય આધારિત અથવા પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છે છે.તેવા તમામ લાભાર્થી ખેડૂતો આ યોજનાઓ નો લાભ મેળવી શકે છે.જેનું પાત્રતા નીચે મુજબ ની છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
  • લાભાર્થી ખેડૂત id Tags વાળી ગયો ધરાવતો હોવો જોઈએ
  • લાભાર્થી ખેડૂત પાસે જમીન હોવી જોઈએ.
  • લાભાર્થી તે જમીન નાં તમામ રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • લાભાર્થી ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઇએ.
  • દરેક જ્ઞાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
  • જંગલ વિસ્તારમાં વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
  • Organic Farming કરતા ખેડૂતને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજના માં એક ખાતા નાં નમૂના નંબર 8/અ મુજબ એક લાભાર્થી ને જ સહાય યોજના મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી ખેડૂત એ પ્રાકૃતિક કૃષિ માસ્ટર પાસે થી પ્રાકૃતિક ખેતી માટે ની તાલીમ મેળવેલ હોવી જોઈએ.
  • તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર દ્વારા શરતો પૂર્ણ કરતા હોય તેવા લાભાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ પણ વાંચો :-👉 કિસાન ક્રેડિટ કાર્ડ યોજના

Document Requirement for Gay Sahay Yojana 2022

આ યોજના અંતર્ગત રાજ્ય નાં જેતે લાભાર્થી ને તેઓ જો દેશી ગાય ખરીદે અને તેની સંભાળ રાખે અને પ્રાકૃતિક ખેતી કરે તો આ સહાય મળવાપાત્ર છે.જેના માટે ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.જેમાં નીચે મુજબ ના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે.

  1. લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
  2. લાભાર્થી પાસે રેશનિંગ કાર્ડ હોવું જોઈએ.
  3. લાભાર્થી પાસે તેઓની જમીન નાં 7/12 અને 8/અ ની નકલ હોવી જોઈએ.
  4. લાભાર્થી જો આત્મા નું રજિસ્ટ્રેશન ધરાવતા હોઈ તો તેની માહિતી.
  5. લાભાર્થી જો SC/ST અથવા તો OBC જ્ઞાતિ ના હોઈ તો તેઓ ને જાતિ ની પ્રમાણપત્ર રજૂ કરવું.
  6. લાભાર્થી જો દિવ્યાંગ હોઈ તો દિવ્યાંગતા અંગે નુ પ્રમાણપત્ર રજૂ કરવું.
  7. લાભાર્થી એ પોતાની પાસે રાખેલ ગાયો ને ટેગ કરેલ હોવી જોઈએ.
  8. લાભાર્થી જો કોઈ મંડળી નાં સભ્ય હોઈ તો તેની માહિતી રજૂ કરવી.
  9. લાભાર્થી નાં બેંક નાં ખાતા ની પાસબુક ની નકલ.

જલ્દી વાંચો :- કિસાન માનધન યોજના

Online Apply For Gay Sahay Yojana Gujarat

ગાય સહાય યોજના 2022 માટે લાભાર્થી ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.જેના માટે લાભાર્થી ખેડૂતે સરકાર નાં ikuedut Portal પર જઈ ને અરજી કરવાની રહેશે. Cow Sahay Yojana માટે નીચે મુજબ નાં સ્ટેપ્સ દ્વારા ઓનલાઈન અરજી કરો.

Advertisements

સૌપ્રથમ “Google Crome” માં જઈ ને “ikhedut Portal” પર જવાનું રહેશે.જ્યા “ikhedut” ની સરકારી વેબસાઇટ ખુલી જશે.

Online-Registration-Process-of-Pashu-Khandan-Sahay-Yojana-20
Image Source :- ikhedut portal Government Of Gujarat

જ્યાં “Home Page” પર “Menu” માં જઈ ને “યોજના” પર ક્લિક કરવાનું રહેશે.

જ્યા તમામ યોજનાઓ ખુલી જશે.જ્યા તમારે નંબર-1 આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.

હવે નવુ પેજ ખૂલશે જેમાં “દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના (2022-23)” ની સામે “અરજી કરો” પર Click કરવાનું રહેશે.

Image Source :- ikhedut portal Government Of Gujarat

હવે તમને પૂછવામાં આવશે કે તમે પેલે થી Registration કરેલ છે હા અથવા ના. જો નાં કરેલ હોઈ ને ના કરી ને આગળ ક્લિક કરવાનું રહેશે.

Image Source :- ikhedut portal Government Of Gujarat

ત્યાર બાદ હવે તમારે Registation કરેલ નથી તેમાં નાં કરી ને Online અરજી કરવાની રહેશે.જ્યાં ikhedut Portal પર Online ફોર્મ ખુબજ ધ્યાન પૂર્વક ભરવાનું રહેશે.અને “Application Save” કરવાની રહેશે.

Image Source :- ikhedut portal Government Of Gujarat

હવે ખેડૂતો એ “Online Application” ભર્યા બાદ “ Conform” કરવાની રહેશે.જ્યા એકવાર Application Conform થયા બાદ અરજી માં કોઈપણ પ્રકાર ના સુધારા વધારા થશે નહિ.

વાંચવાનું ચાલુ રાખો 🙏

ત્યારબાદ આપે જે અરજી કરેલ હોઈ તે અરજી ની પ્રિન્ટ કાઢવાની રહેશે.જે સાચવીને રાખવાની હોઈ છે.

Gay Sahay Yojana Gujarat 2022 Application Status Check Here

જો લાભાર્થી એ ગાય સહાય યોજના માટે અરજી કરી હોઈ તો તેઓ ને જો તેમની અરજી નું Online Status Check કરવું હોઈ તો આપ નીચે આપેલ લિંક પર જઈ ને Online Status Check કરી શકો છો.

ગાય સહાય યોજના વેબસાઈટ

આ યોજના માટે આપ www.ikhedutgujarat.gov.in પર જઈ ને તમામ ખેડૂત લક્ષી યોજનાઓ ની માહિતી મેળવી શકો છો અને ત્યાં થી જ ઓનલાઈન અરજી કરી શકો છો.

મહત્વની યોજનાઓ વાંચો :-

RCC ટાંકા બનાવવા સરકારી લોન સહાય

કિસાન વિકાસ પત્ર યોજના

ખેડૂત મોબાઈલ ફોન યોજના

“FAQ” for Gay Sahay Yojana Gujarat 2022

Gay Sahay Yojana Gujarat 2022 માં કોને સહાય મળે છે ?

આ યોજના માં રાજ્ય નાં નાના,સીમાંત ખેડૂતો અને પશુપાલકો ને ગાય ની સંભાળ રાખવા સહાય આપવામા આવે છે.

Gay Sahay Yojana Gujarat 2022 માં કેટલી સહાય આપવામાં આવે છે ?

એક કુટુંબ ને એક ગાય ની સંભાળ માટે દર વર્ષે 10,800/- રૂપિયા ની સહાય આપવામા આવે છે.

Gay Sahay Yojana Gujarat 2022 માટે કયાં અરજી કરવાની હોઈ છે ?

આ યોજના નો લાભ લેવા માટે ikhedut portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.

Gay Sahay Yojana Gujarat 2022 માટે ગાયો રાખવી જરૂરી છે ?

જી,હા જો આપને આ યોજના નો લાભ મેળવવો હોઈ તો લાભાર્થી એ ગાયો રાખવી ફરજિયાત છે.

Gay Sahay Yojana Gujarat 2022 નો ઉદ્દેશ શું છે ?

રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી અને ખેડૂતો વધુ ને વધું પશુઓ રાખે તે હેતુ થી આ યોજના અમલી બનાવેલ છે.

ગાય સહાય યોજના ગુજરાત ની અરજી કરવા માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે ?

આ યોજના ની અરજી કરવા માટે આપ www.ikhedutgujarat.gov.in પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકો છો.

1 thought on “Gay Sahay Yojana Gujarat 2022 | દેશી ગાય સહાય યોજના ગુજરાત”

Leave a Comment