મહીલા સમ્માન બચત યોજના હેઠળ રાજ્ય સરકાર ની મહિલાઓ ને ભેટ, આ યોજના માં મહિલા ને મળશે 7.5% વ્યાજ તેઓ નાં પૈસા પર આપવામાં આવશે.
મહિલા સન્માન યોજનાએ મહિલાઓના નાણા નું રોકાણ કરવાની એક સારી યોજના છે. આ યોજનામાં મહિલાઓના નાણા પર ખૂબ જ સારું વ્યાજ આપવામાં આવે છે. જેનાથી મહિલાઓ તેમના નાણા ની બચત કરી શકે છે.
મહિલા સન્માન બધો જ યોજના શું છે તેમાં નાણાં કઈ રીતે અને કેટલા રોકવાના હોય છે, વ્યાજ કેટલું આપવામાં આવે છે, ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડે છે, તેનું ખાતું કઈ રીતે ખોલવાનું હોય છે, તેની સંપૂર્ણ માહિતી આજના લેખમાં આપણે જાણવાના છીએ.
રાજ્ય સરકાર ની મહિલાઓ ને ભેટ, આ યોજના માં મહિલા ને મળશે 7.5% વ્યાજ
યોજના નું નામ | મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના |
સહાય | મહિલાઓ ને તેમના નાણાં ની ઓછામાં ઓછી રોકાણની રકમ રૂ. 1,000, અને વધુમાં વધુ રોકાણ ની રકમ 2 લાખ પર 7.5% નાં દરે ચક્રવૃદ્ધિ વ્યાજ. |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | મહિલાઓ નો. સર્વાંગી વિકાસ થઈ શકે છે |
લાભાર્થી | ભારત દેશ ની તમામ મહીલઓ |
અરજી નો પ્રકાર | ઓફ લાઈન |
સંપર્ક | નજીક ની પોસ્ટ ઓફિસ ખાતે |
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર 2023 શું છે (Mahila Samman Saving Certificate Yojana)
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના એ મહિલાઓ માટેની ખૂબ જ અગત્યની યોજના છે. આ યોજના 1 એપ્રિલ 2023 નાં રોજ શરૂ કરવામાં આવી હતી.આ યોજના આખા ભારતદેશ ની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા ઉપલબ્ધ છે. આ યોજનાનો હેતુ મહિલાઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા અને તેમની નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાનો છે.
વધું વાંચો:- 5 લાખ સુધી ની લોન જોઈએ છીએ, તો તાત્કાલિક અહીંયા અરજી કરો
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોગ્યતાના માપદંડ
આ યોજના મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે આ યોજનામાં નીચે મુજબની પાત્રતા ધરાવતી મહિલાઓને લાભ આપવામાં આવે છે.
- આ યોજના માટે અરજદાર મહિલા હોવી જોઈએ.
- આ યોજના માટે મહિલા અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
- આ યોજના માટે મહિલા અરજદાર ભારતીય નાગરિક હોવો આવશ્યક છે.
- આ યોજના માટે મહિલા અરજદાર પાસે માન્ય ઓળખનો પુરાવો હોવો આવશ્યક છે, જેમ કે આધાર કાર્ડ અથવા પાનકાર્ડ વગેરે.
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની વિશેષતાઓ
આ યોજના દ્વારા મહિલાઓને ખૂબ જ મોટા પ્રમાણમાં સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં આ યોજનાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબની છે.
- મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના ખાસ કરીને મહિલાઓ માટે બનાવવામાં આવી છે.
- આ યોજના માટે ઓછામાં ઓછી રોકાણની રકમ રૂ. 1,000, અને વધુમાં વધુ રોકાણ ની રકમ 2 લાખ ની મર્યાદા છે.
- આ યોજના માટે પાકતી મુદત 2 વર્ષ છે.
- યોજના પર વ્યાજ દર વાર્ષિક 7.5% છે.
- સ્કીમ પર મળતું વ્યાજ કરપાત્ર છે.
- સ્કીમને એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે.
- આ યોજના માં લોન મેળવવા માટે આ યોજના કોલેટરલ તરીકે ગીરવે મૂકી શકાય છે.
વધું વાંચો:- આ સ્કીમ મા 5 હજાર જમા કરો ને મેળવો 8 લાખ રૂપિયા
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર વ્યાજ દર
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના માં મહિલાઓના નાણા પર પોસ્ટ ઓફિસ દ્વારા વ્યાજ આપવામાં આવશે.મહિલાઓ ને નાણાં નું વાર્ષિક વ્યાજ 7.5% નાં દરે આપવામાં આવે છે.કે ચક્રવૃદ્ધિ વ્યાજ હોઈ છે.જેમાં નાણાં ની પાકતી મુદત 2 વર્ષ ની હોઈ છે.
મહિલા સન્માન બચત પ્રમાણપત્રના ટેક્સ માં રાહત
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં કરવામાં આવેલ રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર લાભો માટે પાત્ર છે. કલમ 80C હેઠળ કર કપાત માટેની મહત્તમ મર્યાદા રૂ. 1.5 લાખ.
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના નું ખાતું ખોલાવવા નાં પગલાંઓ
મહિલાઓને આ યોજનાનો લાભ લેવા માટે પોસ્ટ ઓફિસમાં પોતાનું ખાતું ખોલવું પડ છે. ખાતુ ખોલવા માટેની પ્રોસેસની મુજબની છે.
આ યોજના નું ખાતું ખોલાવવા માટે તમારી નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે. જ્યાં તમને મહિલા સન્માન બચતપત્ર પ્રમાણપત્ર યોજના નું અરજી ફોર્મ મળી જશે
જ્યાં માગે મુજબના ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ અરજી ફોર્મ ભરીને પોસ્ટ ઓફિસમાં અરજી ફોર્મ આપવાનું રહેશે.
હવે અરજી ફોર્મ સબમિટ કરાવ્યા બાદ તમારું ખાતું ખુલી જશે અને તમને તમારા ખાતા ની પાસબુક આપવામાં આવશે.
વધું વાંચો:- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ,લાભ,અરજી,પાત્રતા સંપૂર્ણ માહિતી
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના હેલ્પલાઈન નંબર
જો મહિલાઓને આ યોજના બાબતે અન્ય કોઈ જરૂરી હોય તો માહિતી મેળવી હોય તો આપ નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ સાથે જઈને પણ વધુ માહિતી મેળવી શકો છો.
અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
પોસ્ટ ઓફિસ વેબસાઈટ👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો:-
માઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના ગુજરાત
“FAQ”
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના કયાં વિભાગ દ્વારા ચલાવવામા આવે છે?
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે.
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના કોના માટે ની યોજના છે?
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના મહિલાઓ માટે ની યોજના છે.
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના માં કેટલા રૂપિયા રોકવાના હોય છે?
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના માં 1 હજાર થી 2 લાખ સુધી રૂપિયા રોકી શકો છો.
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના માં કેટલું વ્યાજ આપવામાં આવે છે?
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના માં નાણાં ઉપર 7.5% ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવે છે.