સાત ફેરા સમુહ લગ્ન યોજના, ઓનલાઈન અરજી પ્રક્રિયા, સહાય કેટલી મળે, ડોક્યુમેન્ટ લીસ્ટ, હેલ્પલાઇન નંબર, પાત્રતા, અરજી કચેરી, લાભ લઈ રીતે મળે અને યોજના ની તમામ જરૂરી માહિતી (Sat Fera Samuh Lagna Yojana Gujarat)
પ્રિય વાચક મિત્રો નમસ્કાર, જો આપ સમૂહ લગ્ન સહાય યોજના ની વિગતવાર માહિતી મેળવવા અને આ યોજનાને સમજવા માટે આવ્યા હોય તો આપ એકદમ સાચી અને સચોટ વેબસાઈટ ઉપર આવ્યા છો અહીંયા તમને Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana 2024 વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.
પ્રિય લાભાર્થી મિત્રો આજે માઈ રમાબાઈ સાત ફેરા સમૂહ લગ્ન યોજનાની ની માહિતી વાંચ્યા બાદ આપને આ યોજના વિશે તમામ માહિતી મળી જશે જેમ કે અરજી ક્યાં કરવી, ડોક્યુમેન્ટ કયા કયા જોડવા, અને લાભ કેટલો મળશે અને કઈ રીતે મળશે. આ આજના આર્ટીકલ વાંચ્યા બાદ આપને આ યોજના વિશે તમામ માહિતી મળી જશે જે તમને અમે ખાતરી આપીએ છીએ.તો ચાલો આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ.
યોજના નું નામ | માઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના ગુજરાત |
સહાય | સમુહ લગ્ન મા ભાગ લેનાર યુગલોને 12,000/- રૂપિયા એક કન્યા દિઠ આપવામાં આવે છે આયોજક કરતી સંસ્થાને યુગલ દીઠ 3,000/- રૂપિયા લેખે વધુ માં વધુ 75,000/- હજાર રૂપિયા મર્યાદામાં આ સંસ્થાને આ પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | સમાજ માં લોકો સમુહ લગ્ન તરફ વાલે અને વધારા નાં દેખા દેખી નાં ખર્ચ માથી બચી શકાય |
લાભાર્થી | ગુજરાત રાજ્ય નાં અનુસૂચિત જાતિના સમુહ લગ્ન કરતાં યુવક અને યુવતીઓ |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | www.esamajkalyan.gujarat.gov.in |
લગ્ન સહાય યોજના 2024
ગુજરાત રાજ્ય ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા આ યોજના અમલ મા છે અને તેના દ્વારા આ યોજના રાજ્ય નાં દરેક જિલ્લા માં ચલાવવા માં આવે છે.આ યોજના નો મુખ્ય હેતુ એ છે કે લગ્ન જેવી સામાજિક બાબતો માં લોકો એકબીજા ની દેખા દેખી માં ખુબજ મોટા પ્રમાણ માં લગ્ન પ્રસંગો મા ખર્ચો કરી નાખે છે.અને જો તેઓ પાસે પૈસા ન હોઈ તો દેવું કરી ને પણ ખર્ચો કરી નાખે છે.અને ત્યાર બાદ આર્થિક મુશ્કેલી વેઠે છે.
ટૂંકમાં લોકો જો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો આવા વધારાના ખર્ચાના આર્થિક ભારણમાંથી બચી શકાય છે. અને કન્યા અને વરના માબાપ ને પણ આર્થિક રીતે સરળતા રહે છે. માટે આવા હેતુથી ગુજરાત રાજ્યમાં આ યોજનાનો અમલ થયેલ છે.
વધું વાંચો:- મૂખ્યમંત્રી બાળ સેવા યોજના
Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana Benefits- લાભ
આ યોજના ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના યુવકો અને યુવતીઓ ને લગ્ન સમયે તેમને આ યોજના નો લાભ આપવામાં આવે છે.જેના થી તેમના મા બાપને આર્થિક બાબતે બોજો ન પડે.
વઘુ માં રાજ્યના સાત ફેરા સમુહ લગ્ન મા ભાગ લેનાર યુગલોને 12,000/- રૂપિયા એક કન્યા દિઠ આપવામાં આવે છે.અને આયોજક કરતી સંસ્થાને યુગલ દીઠ 3,000/- રૂપિયા લેખે વધુ માં વધુ 75,000/- હજાર રૂપિયા મર્યાદામાં આ સંસ્થાને આ પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
વધું વાંચો:- ફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત
મા રમાબાઈ સાત ફેરા સમુહ લગ્ન યોજના પાત્રતા
આ યોજના રચના SC વર્ગના સમૂહ લગ્ન કરતા યુગલોને આપવામાં આવે છે. જેની પાત્રતા નીચે મુજબની છે.
- લાભાર્થી યુગલ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- આ યોજના ફક્ત અને ફક્ત અનુસૂચિત જાતિના યુગલોને જ આપવામાં આવે છે.
- લગ્ન સમયે યુવતી ની ઉંમર 18 વર્ષ કરતા ઓછી ન હોવી જોઈએ.
- લગ્ન સમયે યુવક ની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ.
- આ યોજનાનો લાભ સમુહ લગ્ન કરતા યુગલોને જ આપવામાં આવશે.
- સાથ ફેરા સમૂહ લગ્ન યોજના નો લાભ મેળવતા યુગલો કુંવરબાઇ નુ મામેરૂ યોજના નો લાભ પણ મેળવી શકે છે.
- સમુહ લગ્ન મા ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
સાત ફેરા સમુહ લગ્ન આવક મર્યાદા – Income Limit
સમૂહ લગ્ન કરતા યુગલ મિત્રોને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબની આવક મર્યાદા હોવી ખૂબ જ જરૂરી છે.
- ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થી ની વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- જોવી જોઈએ.
- શહેરી વિસ્તારમાં રહેતા લાભાર્થી ની વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- જોવી જોઈએ.
વધું વાંચો:- ગંગાસ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજના
Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana Documents Required- આધાર પુરાવા
આ યોજના માટે લાભાર્થીઓ ને નીચે મુજબ ના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે.
સંસ્થાઓ એ રજુ કરવાના થતાં ડોક્યુમેન્ટ્સ લિસ્ટ
- જેતે જિલ્લા ના નાયબ નિયામક/જિલ્લા સ.અ (અનુસૂચિત જાતિ) ને અગાઉથી લેખિત જાણ કરેલ હોય તે પત્ર
- જે સંસ્થા સમુહ લગ્ન નું આયોજન કરે છે તેનું નોંધણી અંગે નું પ્રમાણપત્ર
- સમુહ લગ્ન ની આમંત્રણ પત્રિકા અથવા કંકોત્રી
- સંસ્થા નાં બેન્ક ખાતા ની પાસબુક ની નકલ
યુગલો એ રજુ કરવાના ડોક્યુમેન્ટ્સ લિસ્ટ
- લાભાર્થી નાં લગ્ન ની લગ્ન કંકોત્રી
- સમુહ લગ્ન મા આયોજકોએ આપવાનું થતું પ્રમાણપત્ર
- યુગલો નું આધારકાર્ડ ની નકલ
- યુગલ નો જાતિ નો દાખલો
- કન્યા નાં પિતા નો વાર્ષિક આવક નો દાખલો
- લગ્ન કરતાં યુવક/યુવતી નુ જન્મ તારીખ નો દાખલો/શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/સરકારી તબીબી પ્રમાણપત્ર ( કોઇપણ એક પુરાવો)
વાંચતા રહો:- વિધવા સહાય યોજના ગુજરાત
Sat Fera Samuh Lagna Yojana 2024 Online Apply
આ યોજના માટે લાભાર્થી એ Esamaj Kalyan Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે. જેની માહિતી નીચે મુજબ ની છે.
સૌપ્રથમ “Google” માં “Esamaj Kalyan” સર્ચ કરવાનું રહેશે.એટલે esamaj Kalyan ની Official Website ના હોમ પેજ પર આવી જશો.
જ્યા આપને જો આપ પ્રથમ વખત આ પોર્ટલ પર “Registation” કરવાના હોઈ તો આપને નવું જ પાસવર્ડ અને આઈડી બનવાના રહેશે.
નવા પાસવર્ડ અને આઈડી બનાવી ને તેના દ્વારા લોગીન થવાનું રહેશે.અને અરજી કરવાની હોઈ છે.
હવે લોગીન થાય બાદ આપને ત્યાં બધી યોજના બાદ આપની સામે Esamaj Kalyan Portal પર ની તમામ યોજનાઓ આવી જશે.
આ તમામ યોજનાઓ માથી આપને “Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana” મા ક્લિક કરવાનું રહેશે.
હવે તેમાં તમારે કુલ 4 પ્રકારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.જે તમારે ધ્યાન પૂર્વક અને કાળજી પુર્વક ભરવાનુ રહેશે.
હવે ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા બાદ તમારે તેનું અરજી ક્રમાંક નોંધી લેવાનો રહેશે અને અરજી ની પ્રિન્ટ કાઢી ને સાચવી ને રાખવાની રહેશે.
વધું વાંચો:- વ્હાલી દીકરી યોજના ગુજરાત
Mai Ramabai Sat Fera Samuh Lagna Online Status Check
ગુજરાત સરકાર ની યોજનાઓ ની Online વેબસાઈટ E-Samaj Kalyan પર ઘણાં પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેનું લાભાર્થી Online અરજી નું Status પણ જાણી શકે છે. જો તમારે ડાયરેક્ટ અહિયાં થી જ તમારી અરજી નું Online Status જાણવું હોઈ તો નિચે એક Link આપેલી છે જ્યા તમે તમારી અરજી નું Status જાણી શકશો.
Samuh Lagan 2024 Gujarat Application Form Download
આપને જો આ યોજના નું અરજી ફોર્મ PDF મા મેળવવુ હોઈ તો આપ નીચે તેને અહીંયા થી ડાઉનલોડ કરી શકો છો.
Samuh Lagan Contact Number
આ યોજના સંબંધિત જો આપને કોઈ પણ પ્રશ્ન હોઈ તો સમાજ કલ્યાણ ખાતામાં ઇન્કવાયરી કરવી હોય કે માહિતી મેળવી હોય તો તેનો કોન્ટેક નંબર નીચે આપેલ છે.
esamaj kalyan website 👉 | Click Here |
Login Here 👉 | Click Here |
Online Status Check 👉 | Click Here |
Yojana Datails 👉 | Click Here |
વધુ વાંચો –
સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના
“FAQ” Of Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana
માઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના કોના માટે ની યોજના છે ?
આ યોજના ગુજરાત ના સમુહ લગ્ન કરતાં યુવક અને યુવતીઓ માટેની યોજના છે.
માઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના મા કેટલી સહાય આપવામાં આવે છે?
આ યોજના મા સમુહ લગ્ન કરતાં યુગલો ને 12,000/- ની સહાય આપવામાં આવે છે.
માઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના માં સમુહ લગ્ન કરાવતી સંસ્થા ને દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે?
આયોજક કરતી સંસ્થાને યુગલ દીઠ 3,000/- રૂપિયા લેખે વધુ માં વધુ 75,000/- હજાર રૂપિયા મર્યાદામાં આ સંસ્થાને આ પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
માઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના ની અરજી કયા કરવાની હોઈ છે?
આ યોજના માટે ની ઓનલાઈન અરજી esamaj kalyan portal પર જઈ ને કરવાની હોઈ છે.
માઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના માટે ની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોઈ છે ?
શહેરી વિસ્તાર માટે 1,50,000/- અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.
માઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના મા અરજી કયારે કરવાની હોઈ છે?
સમુહ લગ્ન કરતાં યુગલો ને લગ્ન નાં 2 વર્ષ ની અંદર આ યોજના નો લાભ લેવા માટે અરજી કરવાની હોઈ છે.