Advertisements

પી જી સોલંકી વકીલાત સહાય યોજના 2023-24 | P. G. Solanki Yojana Assistance to Law Graduates of Scheduled Caste

Advertisements

12,000 રૂપિયા ની નાણાંકીય મદદ અને પી જી સોલંકી વકીલાત સહાય યોજના 2023-24 માં જરૂરી પાત્રતા અમાં ડોક્યુમેન્ટ લીસ્ટ (P. G. Solanki Yojana Assistance to Law Graduates of Scheduled Caste) 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો,ગુજરાત રાજ્ય માં અનુસૂચિત જાતિ અને બક્ષી પંચ નાં નાગરિકો માટે ઘણીબધી યોજનાઓ અમલ મા મુકેલ છે. આ તમામ યોજનાઓ માટે સરકાર દ્વારા “ESamaj Kalyan Portal Online Apply” બનાવવા માં આવેલ છે. જ્યા આ તમામ યોજનાઓ ની ઓનલાઈન અરજીઓ કરી શકો છો અને તેની સહાય મેળવી શકો છો.

વધુ માં જો ગુજરાત રાજ્ય જે લોકો આ વકીલાત નો અભ્યાસ પૂર્ણ કરેલ હોઈ અને તેને વકીલાત ની પ્રેક્ટીસ કરવા માટે દુકાન/શોપ મેળવવી હોઈ તો સરકાર તરફ થી તેવા લોકો ને કુલ 12,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે. આ યોજના કઈ માં કઈ રીતે અરજી કરવાની હોય,ડોક્યુમેન્ટ શું જોડવા અને પાત્રતા શું હોઈ છે તેની સંપૂર્ણ માહિતી આજે આપડે જાણવાના છીએ.

પી જી સોલંકી વકીલાત સહાય યોજના 2023-24

પી જી સોલંકી વકીલાત સહાય યોજના 2023-24

યોજના નું નામપી જી સોલંકી વકીલાત સહાય યોજના 2023-24
સહાય12,000 રૂપિયા
રાજ્યગુજરાત
ઉદ્દેશવકીલાત કરવા માંગતા ઉમેદવારો ને દુકાન ભાડે રાખવા માટે સહાય
લાભાર્થીLLB માં ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવારો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કEsamaj Kalyan Portal

ડૉ. પી. જી. સોલંકીએ વકીલોને નાણાંકીય સહાય યોજના લાભ 

આ સહાય ગુજરાત રાજ્ય નાં અનુસૂચિત જાતિ નાં વકીલો ને આપવામાં આવતી નાણાંકીય સહાય છે.જેમાં વકીલો ને દુકાન ખોલવા માટે સહાય આપવામાં આવે છે.જેના દ્વારા તેઓ ને આર્થિક મદદ મળી રહે છે.

વધું માં વાત કરીએ તો કાયદા નાં સ્નાતકોને વ્યવસાયનુ સ્થળ/ દુકાન ખરીદવા માટે રૂ.7000/- લોન અને રૂ.5000/- સહાય આપવામાં આવે છે. એમ કુલ 12,000 રૂપિયા ની આર્થિક સહાય આપવામાં આવે છે.

અન્ય વાંચો- ઈ સમાજ કલ્યાણ યોજના 2023 લિસ્ટ

પી જી સોલંકી વકીલાત સહાય યોજના પાત્રતા 

આ યોજના નો લાભ લેવા માટે ગુજરાત રાજ્ય નાં વકીલો ને નીચે મુજબ ની પાત્રતા ધરાવતા હોવા જરૂરી છે.

 • લાભાર્થી ગુજરાત રાજ્ય નો વતની હોવો જોઇએ.
 • લાભાર્થી અનુસૂચિત જાતિ નાં હોવા જોઈએ.
 • લાભાર્થી કાયદાના સ્નાતક હોવો જોઈએ.
 • લાભાર્થી ને બાર કાઉન્‍સીલ તરફથી મળેલ રજીસ્ટ્રેશન નંબર અને તારીખ હોવા જોઈએ.

પી જી સોલંકી વકીલાત સહાય યોજના આવક મર્યાદા

આ યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી ની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.600,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ.600,000/- થી વધુ ન હોવી જોઈએ.

પી જી સોલંકી વકીલાત સહાય યોજના ડોક્યુમેન્ટ્ લીસ્ટ 

આ યોજના નો લાભ મેળવવા માટે ગુજરાત રાજ્ય નાં અનુસૂચિત જાતિ નાં વકીલો ને નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના હોય છે.

 • અરજદારનું આધાર કાર્ડ.
 • અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો.
 • કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો.
 • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
 • જામીનદારનું જામીનખત (પત્રક-અ મુજબ)
 • જાત જામીનખત (પત્રક-અ મુજબ)
 • બાર કાઉન્સીલ તરફથી થયેલ રજીસ્ટ્રેશન નકલ/ફી ભર્યાની પહોચ.
 • ઓફીસના મકાનનું ભાડું એક વર્ષ માટે ભાડા ચીઠ્ઠી.
 • પરીક્ષામાં મેળવેલ વર્ગ તથા ગુણનું પ્રમાણ પત્ર.
 • વકીલાતનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવુ.
 • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

અન્ય વાંચો – સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ટ્યુશન સહાય યોજના

પી જી સોલંકી વકીલાત સહાય યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા 

જો તમારે આ યોજના ની સહાય મેળવવી હોય તો તમારે Esamaj Kalyan Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની રહેશે.જેની માહિતી અહીંયા આપવામાં આવેલ છે.

યોજના અનુસુચિત જાતિના વકિલો માટે છે. આ સહાય મેળવવા માટે સરકાર નાં esamaj kalyan Portal પર અરજદાર એ જાતે જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

સૌ પ્રથમ “Google” મા જઈ ને “E Samaj Kalyan” સર્ચ કરવાની રહેશે.જ્યા જે પેલું result આવે તેમાં જવાનું રહેશે.એટલે સરકાર ની Esamaj Kalyan વેબસાઈટ ખુલી જશે.

ત્યારબાદ જો તમારી પાસે અગાઉથી જ ID અને Passward હોય તો Enter કરવાના રહેશે નહિતર તમારે નવા આઈડી અને પાસવર્ડ માટે “New User “માં જઈને નવુ ID અને Passward બનાવવાનું રહેશે. 

જ્યાં આપની સામે “Director Scheduled Caste Walfare” ની અનુસૂચિત જાતિ ની તમામ યોજનાઓ ખુલી જશે.

હવે નવું આઈડી અને પાસવર્ડ બનાવ્યા બાદ લોગીન કર્યા બાદ જ્યાં તમારે 6 નંબર પર આપેલ “Dr.P.G. Solanki Scheme For Loan/Assistant To Law Graduate Of Schedule Cast” પર જવાનું રહેશે.

હવે આ યોજના માં જાય ને માંગ્યા મુજબ ની માહિતી ભરી ને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અન્ય વાંચો – વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2023-24

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

Advertisements
Esamaj Kalyan Portal👉અહીંયા ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય મહત્વ ની યોજનાઓ વાંચો :-

પીએમ શ્રી યોજના 2023-24, જાણો 14,500 શાળાઓ થશે અપગ્રેડ

Rte ના નિયમો 2023 – રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન અરજી, ફોર્મ ડાઉનલોડ,પાત્રતા, શાળા, ડોક્યુમેન્ટ્સ તમામ માહિતી

મફત ગણવેશ સહાય યોજના 2023-

ગ્રામ પંચાયત ની યોજનાઓ લીસ્ટ

“FAQ”

પી જી સોલંકી વકીલાત સહાય યોજના 2023-24 મા કોને સહાય આપવામાં આવે છે?

પી જી સોલંકી વકીલાત સહાય યોજના 2023-24 મા જે લોકો વકીલાત કરવા માંગતા હોય તેને સહાય આપવામાં આવે છે.

પી જી સોલંકી વકીલાત સહાય યોજના 2023-24 માં કેટલી સહાય આપવામાં આવે છે?

પી જી સોલંકી વકીલાત સહાય યોજના 2023-24 માં કુલ 12,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

પી જી સોલંકી વકીલાત સહાય યોજના 2023-24 માં અરજી ક્યાં કરવાની હોય છે?

પી જી સોલંકી વકીલાત સહાય યોજના 2023-24 માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોય છે.

પી જી સોલંકી વકીલાત સહાય યોજના 2023-24 ની ઓનલાઈન અરજી કરવા માટે ની વેબસાઈટ કઈ છે

પી જી સોલંકી વકીલાત સહાય યોજના 2023-24 ની ઑનલાઇન અરજી કરવા માટે ની વેબસાઇટ Esamaj Kalyan Portal

Leave a Comment