Advertisements

PM કિસાન eKYC કેવી રીતે કરવી? | PM Kisan e-KYC in Gujarati

Advertisements

PM કિસાન eKYC કેવી રીતે કરવી? પીએમ ઈ કેવાઈસી ની છેલ્લી તારીખ, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના e KYC સંપૂર્ણ માહિતી | PM Kisan e-KYC in Gujarati  | Pm Kisan Samman Nidhi

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ક્ષત્રિય વાચક મિત્રો જો આપ પીએમ કિસાન એ કેવાયસી ઘરે બેઠા બેઠા કઈ રીતે કરવું તેની માહિતી મેળવવા માટે આવ્યા હોય તો આપ એકદમ સાચી જગ્યા પર આવ્યા છો.

આજની આ માહિતીમાં આપણે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એમ પીએમ કિસાન e Kyc કઈ રીતે કરવું તેની જાણકારી વિગતવાર મેળવવાના છીએ.

PM કિસાન eKYC કેવી રીતે કરવું

Table of Contents

યોજના નું નામ PM કિસાન eKYC કેવી રીતે કરવી?
સહાય6,000/ રૂપિયા
રાજ્ય ગુજરાત
ઉદ્દેશદેશના તમામ ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને તેમને ખેતી માટે આત્મનિર્ભર બનાવવા
લાભાર્થી ગુજરાત રાજ્ય ના તમામ ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક નજીક ના CSC સેન્ટર પર જઈને

PM કિસાન સન્માન નિધિ યોજના 2023

1 ડિસેમ્બર 2018 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાને લોન્ચ કરવામાં આવેલ હતી. આ યોજના દ્વારા દેશના તમામ ખેડૂતોને સુખી અને સમૃદ્ધ બનાવવાનો ઉદ્દેશ છે. એટલે કે દેશના તમામ ખેડૂતોને તેમને ખેતીને લગતી મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડી શકાય છે.

કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના તમામ ખેડૂતને દર વર્ષે રૂપિયા 6,000 ની સહાય આપવામાં આવે છે. એટલે કે આ સહાય ત્રણ હપ્તામાં 2000-2000 ના હપ્તામાં આપવામાં આવે છે.

PM Kisan E-KYC નહીં કરેલ હોય તેમણે 2000 રૂપિયાનો હપ્તો બંધ થઈ જશે

રાજ્યના દરેક ખેડૂતો જે કોઈ પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મેળવતા હોય એટલે કે દર વર્ષે ₹6,000 ની સહાય મેળવતા હોય તેવા તમામ લાભાર્થી ખેડૂતોએ eKYC કરવું ફરજિયાત છે.

જો જો આપ ખેડૂત તરીકે આ યોજના નો લાભ મેળવતા હોય તો આપને એ કેવાયસી કરવું ફરજિયાત છે. નહીં તો તમારી સહાય 2000 રૂપિયા બંધ થઈ જશે.એટલે જો આ સહાય ચાલુ રાખવા માંગતા હોઈ તો આપને eKYC કરવુ ફરજીયાત છે.

અન્ય વાંચો – વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના ગુજરાત

PM કિસાન eKYC છેલ્લી તારીખ કઈ છે?

ખેડૂત મિત્રો આપને જાણીને આનંદ થશે કે પીએમ કિસાન એ કેવાયસી કરવાની તારીખમાં કેન્દ્ર સરકારે વધારો કર્યો છે.અહીંયા 31 માર્ચ 2022 સુધી એ કેવાયસી ની તારીખ હતી પરંતુ સરકારે આ તારીખ ને લંબાવી હતી.એટલે કે eKYC  કરવાની તારીખ દરેક ખેડૂત 31 મે 2022 સુધી એ eKYC પુર્ણ કરી શકશે.

પીએમ કિસાન ઈ-કેવાયસી શા કારણે બંધ હતી

દેશના નાં તમામ ખેડૂત લાભાર્થીઓ કે જેઓ કિસાન સન્માન નિધિ માં e KYC કરાવવા માટે ઘણીબધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હતો. સરકાર દ્વારા ખેડૂતો માટે તે ફરજિયાત કરવામાં આવ્યું હતું.  જેના કારણે PM Kisan Yojana ની અધિકૃત વેબસાઈટ પર ઘણું દબાણ હતું, જેના કારણે સરકારે ઓનલાઈન ekyc બંધ કરવી પડી હતી, ત્યારબાદ અત્યારે e-kyc માત્ર CSC સેન્ટર દ્વારા કરવામાં આવી રહ્યું હતું.  ખેડૂતોને e-kyc ઓનલાઈન કરાવવામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

અન્ય વાંચો- સૂર્ય શક્તિ કિસાન યોજના 2023

મોબાઈલ નંબર સાથે આધારકાર્ડ લિંક હોય તો જ E-KYC Online કરી શકાશે.

કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાં લાભાર્થીઓ ને રજિસ્ટર મોબાઈલ નંબર તેમના આધારકાર્ડ જોડે લિંક થયેલ હોઈ તો ઈ કેવાયસી કરાવી શકાશે.આ આ તમામ પ્રક્રીયા તમે ઘરે બેઠા પણ કરી શકો છો.વેરીફિકેશન પ્રક્રિયા PM Kisan ના ઓફિશિયલ પોર્ટલ પરથી વિનામૂલ્યે કરી શકો છો.

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક ન હોય તો eKYC કઈ રીતે કરવું ?

ઘણો ખેડૂત લાભાર્થીઓને તેઓના આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લીંક ન હોય તો તેઓને eKYC કરવા માટે ઘણી પ્રકારની સમસ્યાઓ નડતી હોય છે. પરંતુ જો આપના આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લીંક ન હોય તો પણ આપ ઈ-કેવાયસી કરાવી શકો છો.

જે ખેડૂત લાભાર્થીઓને કિસાન સન્માન નિધિ હેઠળ 2000 નું સહાય ચાલુ રાખવી હોય અને તેઓના આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લીંક ના હોય તો તેવા ખેડૂત મિત્રો નજીકના CSC સેન્ટર પર જઈને પણ એ કેવાયસી કરાવી શકે છે જેમાં તેઓને આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લીંક કરવું ફરજિયાત નથી.

અન્ય વાંચો- સોલાર ફેન્સીંગ યોજના અને ઝટકા મશીન માટે રૂપિયા 15000 ની સહાય

પીએમ કિસાન યોજના માટેની એ કેવાયસી ઓનલાઈન પ્રોસેસ 2023 ફરી શરૂ થઈ ગઈ છે

એ કેવાયસી કરવા માટે સરકારના અધિકૃત કિશન પોર્ટલ પર ટેકનિકલ ખામીના કારણે પ્રક્રિયા બંધ હતી પરંતુ હાલ આ પ્રક્રિયા સંપૂર્ણપણે ચાલુ કરી દેવામાં આવી છે. જો કોઈ ખેડૂત લાભાર્થી ને એ કેવાયસી કરવું હોય તો પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટ પર જઈને એ કેવાયસી કરાવી શકે છે.

PM કિસાન E-KYC માટે જરૂરી દસ્તાવેજો

પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ એ કેવાયસી કરાવવા માટે લાભાર્થી ખેડૂતોને તેઓના આધારકાર્ડ સિવાયના અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ નીચે મુજબના રજૂ કરવા પડે છે.

  • લાભાર્થી ખેડૂતનું આધાર કાર્ડ.
  • લાભાર્થી ખેડૂતના જમીનના દસ્તાવેજ 7/12 અને 8/અ.
  • લાભાર્થી ખેડૂત નો મોબાઇલ નંબર.
  • લાભાર્થી ખેડુતની બેંકની પાસબુક.
  • લાભાર્થી ખેડૂત નું ઈમેઈલ આઈડી.

અન્ય વાંચો- પાવર ટિલર સહાય યોજના ગુજરાત

PM કિસાન eKYC કેવી રીતે કરવી?

PM કિસાન eKYC કેવી રીતે કરવી?
PM કિસાન eKYC કેવી રીતે કરવી?

પીએમ કિસાન એ કેવાયસી કરવા માટે આપ જાતે પણ તેમની અદિકૃત વેબસાઈટ પર જઈને OTP મેળવીને કરી શકો છો. અથવા તો આપ નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) પર જઈને પણ કરાવી શકો છો.

Advertisements

pm kisan.ap.gov.in status check online

આપને સૌપ્રથમ જણાવી દઈએ કે જો આપના આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક હશે તો જ આપ ઘરે બેઠા બેઠા કિસાન સન્માન નિધિ યોજના હેઠળ e-KYC apdate કરાવી શકો છો.માટે આપને આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.માટે અહીંયા પીએમ કિસાન e-kyc કરવું તેની માહિતી નીચે મુજબ સમજાવેલ છે.

આ માટે આપને સૌપ્રથમ “ Google” માં ભારત સરકાર ની PM Kisan Portal સરકારી વેબસાઇટ પર જાવ.

Pm Kisan e-Kyc Online Registration 2022
image Source:- Kisan Sanman Nidhi Government Portal

હવે આપ “PM Kisan Portal” ના Home Page પર જમણી બાજુ પર નાં મેનુ પર જ્યા “e-KYC” લખેલ હશે ત્યાં ક્લિક કરો.

જ્યા ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં આપનો આધારકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.જ્યા આધાર કાર્ડ નંબર દાખલ કર્યા બાદ આપના મોબાઈલ નંબર પર એક OTP જશે.જે OTP ને અહીંયા નાખવાનું રહેશે.

આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો આ રીતે EKYC કરો
image Source:- Kisan Sanman Nidhi Government Portal

હવે “Get Aadhar” નામનું નવું Option દેખાશે ત્યાં ક્લિક કરો. જ્યા હવે છેલ્લે તમારે “Submit For Auth” બટન પર ક્લિક કરી ને વેરિફિકેશન કરવાનું રહેશે.

આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો આ રીતે EKYC કરો
image Source:- Kisan Sanman Nidhi Government Portal

જો આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે આ રીતે કરો EKYC

પીએમ કિસાન સન્માન નિધિ ગુજરાત યોજના માટે હેલ્પલાઇન નંબર

જો આ યોજના અંતર્ગત આપને અન્ય કોઈપણ સહાયતા જોઈતી હોય તો નીચે ટોલ ફ્રી નંબર આપેલ છે.

ટોલ ફ્રી નંબર / હેલ્પલાઇન નંબર – 155261 / 011-24300606

જો આપને eKYC અંગે ની વીડિયો માં માહિતી મેળવવી હોઈ તો નીચે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.

Video Credit:- Krushi Shala YouTube Channel
અધિકૃત વેબસાઈટ👉અહીંયા ક્લિક કરો
લોગીન કરો 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

જો આપને સરકારી યોજનાઓ ની વધુ માહિતી અને અપડેટ્સ મેળવવા હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

વધું વાંચો-

તાડપત્રી સહાય યોજના ગુજરાત

પાણી નાં ટાંકા માટે સહાય યોજના

રોટાવેટર ખરીદવા સહાય યોજના

PM કિસાન eKYC કેવી રીતે કરવી? “FAQ”

PM કિસાન યોજના માં દરેક ખેડૂતોએ eKYC કરવુ ફરજીયાત છે?

જીહા ,નો કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000 રૂપિયા નો લાભ મેળવવો હોય તો કિસાનો ની eKYC કરવું ફરજિયાત છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ eKYC કઈ વેબસાઈટ પર થી કરી શકાય છે?

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ eKYC https://pmkisan.gov.in વેબસાઈટ પર થી કરી શકાય છે.

ખેડૂતોએ કિસાન સન્માન નિધિ યોજના માં eKYC નાં કરેલ હોઈ તો તેને આગામી હપ્તો નહિ મળે?

જો ખેડૂતોએ eKYC નહિ કરેલ હોઈ તો તેઓ ને આગામી હપ્તો મળશે નહિ.

જો ખેડૂતો ને આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક કરેલ ન હોઈ તો તેઓ ક્યાં થી eKYC કરી શકે છે?

જો ખેડૂતો ને આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક ન હોઈ તો તેઓ નજીક નાં CSC સેન્ટર પર જઈ ને eKYC કરી શકે છે.

કિસાનો એ eKYC કઈ રીતે કરવાનુ હોઈ છે?

આ માટે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને PM કિસાન e KYC જાતે કરી શકો છો. આ લેખમાં તમને ઈ-કેવાયસી વિશે સંપૂર્ણ માહિતી મળશે. કૃપા કરીને તેને ધ્યાનથી વાંચો.

eKYC કરવા માટે ખેડૂતો ને કેટલી ફી ચુકવવી પડે છે?

ખેડૂતોને CSC સેન્ટર પર જઈ ને eKYC કરવા માટે 15-20 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે.

Leave a Comment