Advertisements

Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana | સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના

Advertisements

Marnotar Sahay Yojana Gujarat | Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana | Raja harishchandra sahay | antim vidhi Sahay | e-samaj kalyan yojana

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર વાચક મિત્રો,આપડા સમાજ માં આપ સર્વો એ ઘણી જગ્યા પર જોયું હશે કે ઘણા લોકો નાં મરણ થઈ જાય છે.અને તેમની મરણોત્તર વિધિ કરવામાં આવે છે.પરંતુ ઘણા એવા પણ પરિવારો છે જેઓ મરણોત્તર વિધિ કરવામાં માં શક્ષમ પણ હોતા નથી તે હેતુ થી જ ગુજરાત સરકાર એ Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana રાજ્ય નાં ગરીબ પરિવારો માટે અમલ મા મુકેલ છે.

આ યોજના આમ તો રાજ્ય નાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.જેમાં રાજ્ય મા વસતા અનુસૂચિત જાતિના લોકો કે જેઓ આર્થિક રીતે પછાત છે અને નબળા છે તેવા લોકો નાં પરિવાર જનો માંથી કોઈ નું મૃત્યુ થાય અને ત્યાર બાદ તેમની મરણોત્તર વિધિ કરવામાં આવે તો સરકાર તેમને સહાય આપે છે.જેનાથી તેઓ ને આર્થિક રીતે ઘણો ટેકો મળે છે.

જો આપને ગુજરાત સરકાર ની સરકારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવવી હોઈ તો અમારી Telegram Channel સાથે જોડાવ

Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana શું છે

આ યોજના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે જેમાં રાજ્ય નાં અનુસૂચિત જાતિ નાં અતિ ગરીબ અને પછાત વર્ગ નાં લોકો ને તેમના પરિવાર માંથી કોઈ નું મરણ થાય તો તેમની મરણોત્તર વિધિ માટે સરકાર તરફ થી 5,000/- રૂપિયા ની આર્થિક સહાય કરવામાં આવે છે.

આ યોજના માટે જેની મરણોત્તર વિધિ કરવાની હોઈ તેમના પરિવાર માંથી ગમે તે સભ્ય એ આ સહાય માટે esamaj kalyan Portal પર Online અરજી કરવાની હોઈ છે.ત્યારબાદ તેમને આ સહાય મળવાપાત્ર હોઈ છે.

વધું વાંચો : માં અને વાત્સલ્ય કાર્ડ યોજના

Satyavadi Raja Harishchandra Sahay Benefits- લાભ

આ યોજના માં રાજ્ય નાં અનુસૂચિત જાતિના લોકો ને લાભ મળે છે.જેમાં તેમના પરિવાર માંથી કોઈ નું મૃત્યુ થઈ ગયેલ હોઈ અને તેમની મરણોત્તર વિધિ કરવાની હોઈ તો સરકાર તરફ થી 5,000/- રૂપિયા ની આર્થિક સહાય મળે છે.જેના માટે જેની મરણોત્તર વિધિ કરવાની હોઈ તેના પરિવાર માંથી એક સભ્ય એ આ સહાય માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

યોજના નું નામસત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના
સહાય5,000/- રૂપિયા
રાજ્યગુજરાત
ઉદ્દેશઅનુસૂચિત જાતિના લોકો ને તેમના સ્વજનો નાં મૃત્યુ બાદ મરણોત્તર વિધિ માટે આર્થિક મદદ
લાભાર્થીગુજરાત રાજ્ય ના અનુસૂચિત જાતિના લોકો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઅહીંયા ક્લિક કરો
Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana

Raja Harishchandra Sahay Eligibility- પાત્રતા

આ સહાય રાજ્ય નાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય નાં અનુસૂચિત જાતિ ના લોકો ને તેમના સ્વજનો નાં મૃત્યુ ની મરણ વિધિ માટે આર્થિક મદદ કરવાના હેતુ થી આપવામાં આવે છે.જેના માટે ની પાત્રતા નીચે મુજબ ની છે.

  • અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • મૃત્યુ પામનાર વ્યક્તિ અનુસૂચિત જાતિના હોવા જોઈએ
  • અરજી કરનાર અરજદાર અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
  • જે વ્યક્તિ નું મૃત્યુ થયું હોઈ તે વ્યક્તિ નું મરણ નોંધણી નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • મરણ થયેલ વ્યક્તિ નાં પરિવાર માંથી કોઈ એકજ વ્યક્તિ ને આ સહાય મળવાપાત્ર છે.
  • અને મરણ નાં 6 માસ ની અંદર જ સહાય માટે અરજી કરવાની રહેશે.

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના આવક મર્યાદા

આ સહાય મેળવવા માટે મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવાર માથી એક સભ્યને આ સહાય મળે છે. એ પરિવારના એક વ્યક્તિ ની વાર્ષિક આવક મર્યાદા નો દાખલો રજુ કરવાનું રહેશે. જે વાર્ષિક મર્યાદા નીચે મુજબની છે.

  • ગ્રામ્ય વિસ્તાર માટે અરજદાર ની વાર્ષીક આવક મર્યાદા 1,20,000/-  રૂપિયા ની અંદર હોવી જોઇએ.
  • શહેરી વિસ્તાર માટે અરજદાર ની વાર્ષીક આવક મર્યાદા 1,50,000/- રૂપિયા ની અંદર હોવી જોઇએ.

વધું વાંચો : વિધવા સહાય યોજના

Raja Harishchandra Marnotar Sahay Documents Required- આધાર પુરાવા

આ યોજના માટે અરજદાર શ્રી એ નીચે મુજબના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  1. મૃત્યુ પામેલ વ્યક્તિ નું આધારકાર્ડ
  2. મૃત્યુ થયેલ વ્યકિત નું મરણ નું પ્રમાણપત્ર
  3. મૃત્યુ પામેલી વ્યક્તિનું રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  4. મૃત્યુ પામનાર વ્યક્તિ નાં પરિવાર નાં સભ્ય (એટલે કે અરજી કરનાર) નું આધાર કાર્ડ
  5. મૃત્યુ પામનાર વ્યક્તિ નાં પરિવાર નાં સભ્ય (એટલે કે અરજી કરનાર) નું રહેઠાણ નો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  6. અરજદાર નું વાર્ષિક આવક મર્યાદા નો દાખલો
  7. અરજદાર ની બેંક પાસબુક ની પ્રથમ પાના ની નકલ
  8. અરજદાર નું સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો

Raja Harishchandra Marnotar Sahay Yojana Pdf Form Download

આ સહાય માટે નું અરજી ફોર્મ નીચે ડાઉનલોડ કરવા માટે આપેલ છે જે આપ અહીંયા થી ડાઉનલોડ કરી શકો છો.

Raja Harishchandra Sahay Online Apply

આ યોજના માટે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને લાભાર્થીએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. E-samaj Kalyan Portal પર જઈને આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના સ્ટેપ્સ નીચે મુજબના છે.

સૌપ્રથમ ગુગલ સર્ચમાં જઈને esamaj Kalyan ટાઈપ કરવાનું રહેશે. પ્રથમ પેજ માં જે વેબસાઇટ આવે તેના પર જવાનું રહેશે. જ્યાં જો આપ પહેલીવાર અરજી કરો છો. તો આપને નવું આઈડી અને પાસવર્ડ બનાવવાનું રહેશે.

જો તમે પાસવર્ડ અને આઈડી બનાવી લીધા હોઈ તો હવે તમારે esamaj Kalyan Portal પર Login થવાનું રહેશે.જ્યા પાસવર્ડ અને આઈડી Enter કરી ને કેપચા ભરી ને લોગીન થાવ.

હવે લોગીન થાય બાદ જે પેજ ખુલશે તેમાં તમામ અનુસૂચિત જાતિની યોજનાઓ સામે દેખાશે.જેમાં તમારે Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana પર જવાનું રહેશે.

Raja-Harishchandra-Sahay-Online-Apply
Image source : esamaj kalyan Government Portal

હવે આ યોજના પર ક્લિક કર્યા બાદ આખી online અરજી ખુલી જશે.જેમાં ટોટલ 4 વિભાગ મા અરજી ભરવાની રહેશે.1-વ્યક્તિગત માહિતી, 2- અરજી ની વિગતો, 3- દસ્તાવેજ ની વિગતો અને 4- નિયમો અને શરતો.આમ આ 4 વિભાગ ને સમજી વિચારી ને ભરવાના રહેશે.

Raja-Harishchandra-Sahay-Online-Apply
Image source : esamaj kalyan Government Portal

વ્યક્તિગત માહિતી માં અરજદારનું નામ,સરનામું, જાતિ અને મોબાઈલ નંબર વગેરે માહિતી ભરવાની હોઈ છે.

Advertisements

અરજી ની વિગતો માં અવસાન પામેલ વ્યક્તિ નું નામ,સરનામું,મરણ ની તારીખ,આવક મર્યાદા વગેરે માહિતી ભરવાની હોઈ છે.

Satyvadi-Raja-Harishchandra-Marnotar-Sahay-Yojana
Image source : esamaj kalyan Government Portal

દસ્તાવેજ ની વિગતો માં તમામ ઉપર જણાવેલ આધાર પુરાવા ને ઓનલાઇન 1MB  કરતા ઓછી સાઇઝ માં documents અપલોડ કરવાના હોઈ છે.

છેલ્લે નિયમો અને શરતો વાંચી ને તમારી અરજી સબમિટ કરવાની હોઈ છે.

ત્યારબાદ એક અરજી કન્ફર્મેશન નંબર આવશે. એટલે કે તમે અરજી નો ક્રમાંક આવશે જે તમારે સાચવી ને રાખવાનો રહેશે.

વધું વાંચો : ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના

Raja Harishchandra Sahay Yojana Contact Number

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજના માં રચના અનુસૂચિત જાતિના લોકો કે તેમના પરિવારમાંથી કોઇ વ્યક્તિનું મરણ થયેલ હોય તો તેમને મરણોત્તર ક્રિયા કરવા માટે સહાય ચુકવવામાં આવે છે. ઉપરોક્ત અરજી અથવા આ સહાય માટે કોઈપણ માહિતી આપણે મેળવવી હોય તો નીચે આપેલ નંબર ઉપર અથવા તો વેબસાઇટ પર જઇને વધુ માહિતી મેળવી શકો છો.

Helpline Number : 07923259061

Official Website : www.esamajkalyan.Gujarat.gov.in

વધું વાંચો

ફ્રી સિલાઈ મશીન યોજના

પાલક માતા પિતા યોજના

વહાલી દીકરી યોજના

“FAQ” for Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana

Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana મા સહાય કેટલી મળે છે ?

આ યોજના માં ટોટલ 5,000/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana કોના માટે છે ?

આ યોજના ગુજરાત રાજ્ય ના અનુસૂચિત જાતિના લોકો નાં મૃત્યુ બાદ મરણોત્તર વિધિ કરવા માટે આ સહાય અપવામાં આવે છે.

Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana ની સહાય કોને મળે છે ?

આ યોજના માં જે વ્યક્તિ નું મરણ થઈ ગયું હોઈ તેમના પરિવાર માંથી કોઈ એક વ્યક્તિ ને આ સહાય મળવાપાત્ર છે.

Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana માટે અરજી કયાં કરવાની હોઈ છે ?

આ યોજના માટે સરકાર ની esamaj kalyan Portal પર ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.

5 thoughts on “Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana | સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના”

Leave a Comment