યુનિક હેલ્થ આઈડી કાર્ડ એ Ayushman Bharat Digital Mission નો એક ભાગ જ છે.જેમાં દરેક વ્યક્તિ ને આ કાર્ડ કાઢવાનું હવે થી જરૂરી છે.આ કાર્ડ માં વ્યક્તિ નાં આરોગ્ય ની સંપૂર્ણ માહિતી માહિતી હશે.જેમાં વ્યક્તિ ને ક્યો રોગ ચાલે છે કઈ દવા ચાલે છે ક્યાંક રિપોર્ટ કરાવેલ છે જેવી તમામ માહિતી આ કાર્ડ માં જ હશે.
આ કાર્ડ એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલવામાં આવતા આયુષ્માન ભારત પ્રોજેક્ટ અંતર્ગત બહાર પાડવામાં આવેલ છે તેથી આ કાર્ડ માટે દેશ નાં બધા જ નાગરિકો પાત્ર ગણાશે.એટલે કે આપડા દેશ માં રહેતા તમામ નાગરિકો આ કાર્ડ માટે પાત્ર ગણાશે.
આ મિશન અંતર્ગત સરકાર દેશ નાં તમામ વ્યક્તિઓ ને સ્વાસ્થ્ય સંબંધિત તમામ રોગો ની માહિતી જેમ કે બીપી, ડાયબીટીસ, કેન્સર વગેરે જેવા તમામ ને થતા રોકવા તેની સારવાર અને સ્વાસ્થ્ય સંબંધિત બીજી અન્ય બિમારીઓ ન થાય તે હેતુ થી આ મિશન ચાલુ કરવામાં આવેલ છે.જેમાં આ વ્યક્તિઓ ની તમામ રોગો ની માહિતી,સારવાર, રીપોર્ટ વગેરે જેવી માહિતી ને ડિજિટલ એકજ કાર્ડ માં સમાવેશ કરવાના આવશે.