Advertisements

ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે આટલું કરો | Driving License Apply In 2024

Advertisements

ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે એટલું કરો, ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવો, ડાઉનલોડ કરો, ડોક્યુમેન્ટ અને ફી કેટલી ભરવાની હોઈ છે તેની સંપૂર્ણ માહિતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિત્રો હાલ ઘણા લોકોની ઉંમર 18 વર્ષ કરતાં નાની હશે અથવા તો 18 વર્ષ કરતા મોટી હશે પરંતુ તેઓ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હશે નહીં. 

તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી ડ્રાઇવિંગ લાઇસન્સ હવે તમે જાતે ઘરે બેઠા તમારા મોબાઇલ દ્વારા અરજી કરી શકો છો. અને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો. 

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કરવાની ખૂબ જ સરળ રીત અને કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે તેની સંપૂર્ણ માહિતી આજની પોસ્ટમાં મેળવવાના છીએ. 

ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા

ડ્રાઇવિંગ લાઇસન્સ ડોક્યુમેન્ટ 

  • મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.
  • રહેઠાણ નો પુરાવો ( રેશનકાર્ડ, આધરકાર્ડ,પાનકાર્ડ)
  • જન્મ તારીખ નો પુરાવો ( જન્મ તારીખ નો દાખલો, 10 ની માર્કશીટ)
  • આધાર કાર્ડ 
  • પાસપોર્ટ સાઇઝ ની ફોટો.
  • સહી, મોબાઈલ નંબર 
  • લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર.

Driving License Apply

સૌપ્રથમ તમારે તેની ગવર્મેન્ટ વેબસાઈટ www.sarathi.parivahan.gov.in પર જવાનું રહેશે.

ત્યાં જઈને તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે અને ત્યારબાદ ત્યાં મેનુ મા “Driving licence” મેનુ દેખાશે. ત્યાં તમારે “New Driving licence” પર ક્લિક કરવાનું રહેશે.

ક્યાં ક્લિક કર્યા બાદ હવે તમારે તમારી જન્મ તારીખ અને લર્નિંગ લાઇસન નંબર નાખવાનો રહેશે. અને આગળ નાં બટન પર ક્લિક કરવાનું રહેશે. અને તેની નિર્ધારિત ફી ભરવાની રહેશે.

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારે તમારા જરૂરી ડોક્યુમેન્ટ અને તેની રસીદ લઈને આરટીઓ ઓફિસે નિયત સમય મુજબ જવાનો રહેશે. 

મિત્રો ઉપર જે અરજી કરવાની પ્રક્રિયા આપેલી છે તેમાં સૌપ્રથમ તમારે લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ ની અરજી કરીને લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર મેળવી લેવાનો રહેશે. 

ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ 

જો મિત્રો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ફોર્મ ની શોધ કરી રહ્યા છો. તો અમે તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે હવે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે તો તમારે તેની સરકારી વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. 

એક જુન 2024 થી ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હવે ખૂબ જ સરળ બની ગયું છે જેના નિયમો નીચે મુજબના છે. 

નવું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે સંબંધિત પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO) ખાતે ટેસ્ટ લેવાની હાલની જવાબદારી નાબૂદ કરવામાં આવશે. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવનાર વ્યક્તિ પાસે તેની પસંદગીના નજીકના કેન્દ્ર પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો વિકલ્પ હશે. સરકાર ખાનગી પ્લેયરને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે અધિકૃત કરતું પ્રમાણપત્ર જારી કરશે.

માન્ય લાયસન્સ વિના વાહન ચલાવવા પર ભારે દંડ થશે. આને ₹1,000 થી વધારીને ₹2,000 કરવામાં આવશે. વધુમાં, જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેના/તેણીના માતા-પિતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને 25,000 રૂપિયાનો ભારે દંડ ફટકારવામાં આવશે. વાહનનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર પણ રદ કરવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટેશન પણ સરળ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે મંત્રાલય અરજદારોને તેઓ જે પ્રકારના લાયસન્સ મેળવવા માગે છે તેના માટે જરૂરી દસ્તાવેજો વિશે અગાઉથી જાણ કરશે.

ભારતના રસ્તાઓને પર્યાવરણની દૃષ્ટિએ વધુ ટકાઉ બનાવવા માટે, મંત્રાલય 9,000 જૂના સરકારી વાહનોને તબક્કાવાર રીતે દૂર કરવા અને અન્યના ઉત્સર્જન ધોરણોને સુધારવાના માર્ગો શોધી રહ્યું છે.

નિષ્કર્ષ

પ્રિય વાચક મિત્રો જો તમને આ પોસ્ટ ખૂબ જ ઉપયોગી લાગી હોય તો તમે આ પોસ્ટને વધુમાં વધુ શેર કરી શકો છો જેથી બીજાને પણ મદદ મળી વધુ જાણકારી માટે સરકારની અતિકૃત વેબસાઈટ પર જઈને ખરાઈ કરવા વિનંતી છે.

વધુ માહિતીઅહીંયા ક્લિક કરો
હોમ પેજ અહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ

Leave a Comment