મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના 2024, અરજી પ્રક્રિયા, ડોક્યુમેન્ટ લીસ્ટ, આવાક મર્યાદા, પાત્રતા અને લાભ ની સંપૂર્ણ માહિતી
મિત્રો આપડા ભારત દેશ ની કેન્દ્ર સરકાર દ્વારા દેશ ની તમામ જનતા અને લાભાર્થી માટે ઘણી પ્રકાર ની ખુબજ ઉપયોગી યોજનાઓ ચલાવવા માં આવે છે જેના થી દેશ નાં તમામ લોકો કે જેઓ ગરીબ અને પછાત છે તેઓ ને ખૂબજ મોટા પ્રમાણમાં લાભ આપવામાં આવે છે.
દોસ્તો આજે આપડે આવી જ એક યોજના ની આજ ની આ પોસ્ટ દ્વારા માહિતી મેળવવાના છીએ. આ યોજના નું નામ છે “મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના 2024”. આ યોજના માં અરજી કેમ કરવાની,ડોક્યુમેન્ટ લીસ્ટ અને લાભ કઈ રીતે આપવામાં આવે છે તેના વિશે તમામ વિગતો તપાસવાના છીએ.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના 2024 ટુંકી વિગત
યોજના નું નામ | મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના |
સહાય | 100 દિવસ સુધી ની વેતન સહાય |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | ગરીબ નાગરિકો ને 100 દિવસ ની રોજગારી પૂરી પાડવી |
લાભાર્થી | દેશ નાં તમામ નાગરિકો |
અરજી નો પ્રકાર | ઓફલાઈન |
સંપર્ક | તાલુકા પંચાયત કચેરી |
સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના લાભ
આ યોજનામાં રાજ્યમાં વસવાટ કરતા યુવાનોને 100 દિવસ સુધીની સ્વ રજવાડી પૂરી પાડવામાં આવે છે. અને આ રોજગારી ઉપર તેઓને ખાસ્સું વેતન પણ આપવામાં આવે છે.
આ યોજનામાં ગામના બેરોજગારોને જમીન સમતલ કરવા માટે વૃક્ષારોપણ માટે પદ્ધતિ માટે વગેરે ઘણા પ્રકારની સ્વરોજગારી આપવામાં આવે છે અને તેના ઉપર વેતન પણ આપવામાં આવે છે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના 2024 પાત્રતા
- આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ.
- આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવાર ભારત દેશના વતની હોવા જોઈએ.
- આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવાર પાસે રેશનકાર્ડ હોવું જોઈએ.
- આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવાર કોઈપણ કાર્ય કરવા માટે સક્ષમ હોવા જોઈએ.
રોજગાર યોજના માટે જરૂરી આધાર પુરાવા
- ઉમેદવારનું જોબ કાર્ડ.
- ઉમેદવારનું આધાર કાર્ડ.
- ઉમેદવારનું જાતિનો દાખલો.
- ઉમેદવારનું ગ્રામ સભાનો ઠરાવ.
- ઉમેદવારના જમીનની 7/12 અને 8/અ ની નકલ.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના 2024 અરજી પ્રક્રિયા
- આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જઈને અરજી કરવાની હોય છે.
- જ્યાં તમારે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પાસે કોરા કાગળ ઉપર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના ના નામે અરજી કરવાની છે.
- ઉપર જણાવ્યા મુજબ તમામ ડોક્યુમેન્ટ પણ આ અરજી સાથે જોડીને તલાટી કમ મંત્રીને અરજી આપો.
- અરજી આપ્યા બાદ ઓસી કોપીમાં તલાટી કમ મંત્રી પાસેથી સહી મેળવી લો.
રોજગાર યોજના ગુજરાત સંપર્ક
આ યોજનાની વધુ માહિતી મેળવી હોય તો તમે તાલુકા પંચાયત ખાતે જઈને પ્રોગ્રામ ઓફિસર પાસેથી માહિતી મેળવી શકો છો.
આ યોજનાની વધુ માહિતી માટે તમે જિલ્લા ગ્રામીણ એજન્સી અથવા તો જિલ્લા કોર્ડીનેટર પાસે જઈને પણ માહિતી મેળવી શકો છો.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
વઘુ વાંચો