આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 પર ખેતીવાડી સબસીડી યોજનાઓ નું લીસ્ટ, ઓનલાઈન અરજી,પાત્રતા અને સહાય ની સંપૂર્ણ માહિતી (Online Apply, Benefits And Eligibility)
પ્રિય વાચક મિત્રો,ગુજરાત સરકાર નાં ખેતીવાડી વિભાગ દ્વારા રાજ્ય નાં ખેતીવાડી માટે ની અલગ અલગ સાધનો ની સાધન સહાય યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે.જેના માટે i-khedut portal બહાર પાડવામાં આવેલ છે.જેમાં ઓનલાઇન અરજી કરવાની હોય છે.
i-Khedut portal પર તમામ ખેતીવાડી ની યોજનાઓ ની ઓનલાઈન અરજીઓ કરવાની ચાલું છે જેમાં આપડે આજે “ikhedut Subsidy 2023” યોજનાઓ લિસ્ટ 2023 વિશે વિગતવાર વાત કરવાના છે.
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 પર ખેતીવાડી સબસીડી યોજનાઓ નું લીસ્ટ 2023-24, ઓનલાઈન અરજી,પાત્રતા અને સહાય ની સંપૂર્ણ માહિતી
યોજના નું નામ | i Khedut પોર્ટલ ખેતીવાડી યોજનાઓ |
સહાય | અલગ અલગ ખેતીવાડી નાં સાધનો મુજબ અલગ અલગ સબસીડી |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | ખેડૂતો ખેતી ક્ષેત્રે વિકાસ કરી શકે અને પાક મા વધારો લાવી શકે |
લાભાર્થી | રાજ્ય નાં તમામ ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | i-Khedut પોર્ટલ |
i-khedut Subsidy 2023
i-khedut Portal પર ખેતીવાડી ની જુદી જુદી યોજનાઓ ની અરજી કરવાની ચાલુ છે.જેમાં ખેતીવાડી માટે નાં સાધનો ની ખરીદી પર ખુબજ મોટા પ્રમાણ માં સહાય આપવામાં આવે છે.
વધું વાંચો:- મફત તાડપત્રી સહાય યોજના 2023
આઇ-ખેડુત પોર્ટલ ખેતીવાડી યોજનાઓ
આઇ-ખેડુત પોર્ટલ પર ઘણા પ્રકાર ની ખેતિસબંધિત યોજનાઓ ની. ઓનલાઈન અરજી કરવાની ચાલુ છે.જેનું લીસ્ટ નીચે આપેલ છે. જે જોઈ લેવા વિનંતી.
- પાણી નાં ટાકા બનાવવા સબસીડી સહાય
- રોટવેટર સબસીડી સહાય
- મોબાઈલ ફોન સબસીડી સહાય
- ખુલ્લી પાઈપ લાઈન સબસીડી સહાય
- ટ્રેક્ટર સબસીડી સહાય
- અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન સબસીડી
- તાડપત્રી સહાય
- વાવાનીયો સહાય
- પંપસેટ સહાય સબસીડી
- દવા છાંટવાના પંપ સબસીડી સહાય
- કલ્ટીવેટર સહાય
- પ્લાઉ સહાય
- પાવર થ્રેસર સહાય
- હેન્ડટુલ કીટ સહાય
- બ્રશકટર સહાય
- કંબાઈન્ડ હારવેસ્ટર
- લેન્ડ લેવલર સહાય
- પોસ્ટ હોલ ડીગર સહાય
- પોસ્ટ હાર્વેસ્ટ સાધનો સહાય
- બેલર (ટ્રેક્ટર દ્વારા સંચાલિત)
- રિઝર સહાય
- ચાફ કટર સહાય (ઈલેક્ટ્રીક મોટર ઓપરેટર)
- ચાફ કટર સહાય (ટ્રેક્ટર પાવર ટિલર ઓપરેટર)
- ગ્રાઉન્ડનટ ડીગર (મગફળી ની સાધન)
- ફેરો ઓપનર સહાય
- રોટરી પાવર ટિલર સહાય (સેલ્ફ પ્રોપેડ)
- પોટેટો પાન્ટર સહાય
- પોટેટો ડીગર સહાય
- પાવર ટિલર સહાય
- પ્લાન્ટર સહાય (અન્ય પ્રકાર ના)
- ટ્રેક્ટર ઓપરેટર સ્પેયર સહાય
- પેડીટ્રાન્સ સહાય પ્લાનર (સેલ્ફ ઓપરેટર)
- લેસર લેન્ડ લેવલર સહાય
- શ્રેડર અને મોબાઈલ ઓપરેટર શ્રેડર સહાય
- સ્ટોરેજ યુનિટ સહાય
- સબ સોઈલર સહાય
- હેરો (તમામ પ્રકાર ના)
- પાક કિંમત વધારવા માટે પ્રોત્સાહન યોજનાઓ
i-Khedut Subsidy 2023 ડોક્યુમેન્ટ લીસ્ટ
- ખેડૂત લાભાર્થી નું આધારકાર્ડ.
- 7/12 8/અ નાં ઉતારા
- ખેડૂત લાભાર્થી નું રેશનિંગ કાર્ડ.
- ખેડૂત ની જમીન માં 7/12 અને 8/અ માં જો સયુંક્ત ખાતેદાર હોઈ તો અન્ય ખાતેદાર નાં સંમતિ પત્રક નકલ.
- ખેડૂત લાભાર્થી આત્મા ની નોંધણી ધરવતા હોઈ તો તેની વિગતો.
- ખેડૂત લાભાર્થી જો દૂધ મંડળી માં સભ્ય હોઈ તો તેના કાગળો.
- ખેડૂત લાભાર્થી જો સહકારી મંડળી નાં સભ્ય હોઈ તો તેના કાગળો.
- ખેડૂત નું બેંક ખાતા ની પાસબુક ની નકલ.
વધું વાંચો:- પાણી નાં ટાંકા માટે સહાય યોજના
i-khedut Online Apply Prosess (આઇ-ખેડૂત અરજી ની પ્રક્રિયા)
i-Khedut Portal પર આ તમામ ખેતીવાડી સબંધિત યોજનાઓ ની સબસીડી લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.જેમાં આપે નજીક નાં કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે જઈ ને અરજી કરી શકો છો અથવા તો આપ ગ્રામ પંચાયત નાં ઓપરેટર પાસે થી પણ ઓનલાઈન અરજી કરાવી શકો છો.
વધું માં જો તમને જાતે અરજી કરવી હોઈ તો નીચે ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ માહિતી આપેલ છે.
સૌપ્રથમ “google” માં જઈને આઇ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ ખોલવાની રહેશે જ્યાં “યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં ખેતીવાડી સંબંધી તમામ યોજનાઓનું લીસ્ટ આપની સમક્ષ દેખાશે.
હવે જે યોજના માટે તમારે સબસીડી મેળવવી હોય તેની જમણી બાજુ શરતો અને તમામ માહિતી કાળજીપૂર્વક વાંચવાની રહેશે.
હવે સંપૂર્ણ શરતો વાંચીને ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં તમારે વ્યક્તિગત માહિતી જેમકે, નામ,સરનામું,ઉંમર અને મોબાઈલ નંબર જેવી માહિતી દાખલ કરો.
હવે આગળ નાં ઓપ્શન માં તમે ખાતેદાર ખેડૂત હોવાની તમામ માહિતી દાખલ કરો.
માંગ્યા મુજબ નાં તમામ આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે. અને તમારી સંપૂર્ણ અરજી કાળજીપૂર્વક વાંચીને સબમિટ કરવાની રહેશે.
હવે તમારે તમારી અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે. અરજી ની પ્રિન્ટ અને જરૂર તમામ ડોક્યુમેન્ટ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી ખાતે જમા કરવાનું રહેશે.
i-Khedut 2023 પોર્ટલ પર ઉપલભ યોજનાઓ
- ખેડૂત મોબાઈલ સહાય યોજના
- પાણી નાં ટાંકા બનાવવા માટે ની સહાય
વધું વાંચો:- Farmer Smartphone Scheme Gujarat ikhedut Portal 2023
આઇ ખેડૂત પોર્ટલ હેલ્પલાઈન નંબર
જો તમારે આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવામાં કોઈ પણ મુશ્કેલી પડતી હોય તો અહીંયા આપેલ લીંક પર ક્લિક કરીને આપ વધુ માહિતી મેળવી શકો છો.
અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
i-khedut portal 👉 | અહીંયા ક્લિક કરો |
ખેતીવાડી યોજનાઓ લિસ્ટ👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો-
બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023, ઓનલાઈન અરજી, ડોક્યુમન્ટ અને સહાય
પીએમ કિસાન યોજના 14મા હપ્તા માટે નાં લાભાર્થી નું લીસ્ટ જાહેર
તમારા બેંક ખાતામાં પીએમ કિસાન યોજના નાં 2,000 રૂપિયા જમાં થઈ ગયા? નાં થયા હોઈ તો શું કરશો
“FAQ”
i–Khedut Portal ખેતીવાડી ની કેટલી યોજનાઓ છે ?
i-Khedut Portal ખેતીવાડી ની 45 કરતા વધુ યોજનાઓ છે.
i-Khedut Portal પર હાલ કેટલી યોજનાઓ કાર્યરત છે?
i-Khedut Portal પર હાલ 2 યોજના કાર્યરત છે
1- ખેડૂત મોબાઈલ યોજના.
2 પાણી નાં ટાંકા બનાવવા માટેની સહાય યોજના
i-Khedut Portal માટે ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
i-Khedut Portal માટે ની ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે.