જમીન રેકોર્ડ જોવા માટે 7/12 અને 8/અ ના ઉતારા ઓનલાઈન ઘરે બેઠા મેળવો | AnyRoR 7/12 અને 8A ના ઉતારાની નકલ ઘરે બેઠા ઓનલાઈન મેળવવાની પદ્ધતિ જાણો | Any ROR Anywhere Gujarat 2023 | 7 12 8અ ના ઉતારા, 7/12 ની નકલ online download | 7/12 8અ ગુજરાત online
જો તમે ગુજરાત લેન્ડ રેકોર્ડ ઓનલાઇન ની માહિતી મેળવવા માટે આવ્યા હોય તો તમે આજે તેની સંપૂર્ણ સચોટ માહિતી અહીંયા થી મેળવીને જશો. અમે ગુજરાત લેન્ડ ઓનલાઇન કઈ રીતે ડાઉનલોડ કરવાના હોય છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવાના છે.
ગુજરાત સરકાર ડીજીટલાઈઝેશન ક્ષેત્રે ક્રાંતિ કરી રહી છે. જેમાં ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા “Any RoR Portal” લોન્ચ કરવામાં આવેલ છે. જેમાં નાગરિકો તેમના જમીન રેકોર્ડ લેન્ડ ની માહિતી સરળતાથી અને ઝડપી મેળવી શકે છે.
સરકારની આ Any RoR પોર્ટલ એપ્લિકેશન નાગરિકો તેમના જમીન રેકોર્ડ ની માહિતી તેમના મોબાઈલ દ્વારા જ એક્સેસ કરી શકે છે. અને તેઓને અન્ય કંઈ જગ્યાએ જવાની જરૂર પડતી નથી. આજની આ માં આપડે ગુજરાત જમીન રેકોર્ડ વિશેની તમામ માહિતી, કઈ રીતે ડાઉનલોડ કરવું, સેક્સ કઈ રીતે કરવું તમામ માહિતી મેળવવાના છીએ.
જમીન રેકોર્ડ જોવા માટે 7/12 અને 8/અ ના ઉતારા ઓનલાઈન ઘરે બેઠા મેળવો
યોજના નું નામ | Any ROR Anywhere Gujarat 2023 |
સહાય | —— |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | નાગરીકો ને તેમના જમીન નાં રેકૉર્ડ માટે સરકારી કચેરી મા જવાની જરૂર રહેતી નથી અને સમય બચે છે.અને તેઓ ઘરે બેઠા આ તમામ દસ્તાવેજ ડાઉનલોડ કરી શકે છે |
લાભાર્થી | ગુજરાત રાજ્ય ના તમામ નાગરિકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | www.Anyror.In |
આ વાંચો:- ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા આપવાની સંપૂર્ણ માહિતી અહીંયા
Anyror Gujarat 7/12 Online Gujarat
Any RoR એ ગુજરાત મહેસુલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ એક જબરદસ્ત પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ ગુજરાતના દરેક લોકોને ફાયદો કરાવશે. જેવા કે જે લોકોને જમીન લેવી હોય, જે લોકોને જમીન વેચવી હોય આવા તમામ લોકોને આ પ્લેટફોર્મના માધ્યમથી જમીનની તમામ માહિતી ઓનલાઈન ઘરે બેઠા મળી જશે. એટલે કે તેઓને કોઈ પણ કચેરી પર ધક્કો ખાવાની જરૂર રહેશે નહીં.
મહેસુલ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ પોર્ટલ રાજ્યના 26 જિલ્લાઓ અને 225 તાલુકાઓના જમીન રેકોર્ડ્સને આવરી લે છે. જેમા VF7, VF 8A, VF 6, અને VF 12 જમીનના રેકોર્ડના ચકાસાયેલ સરકારી રેકોર્ડની ઍક્સેસ આપે છે. એટલે કે નાગરિકોને ઘરે બેઠા બેઠા મોબાઇલમાં જ જમીનના તમામ રેકોર્ડ ઓનલાઈન જોવા મળી જશે.
Any ROR Anywhere Gujarat 2023 નો હેતુ
મુખ્ય હેતુ તો એ છે કે લોકો ને તેઓની જમીન લે વેચ માટે સારી સુવિધાઓ મળી રહે.Anyror ગુજરાત પોર્ટલ એ રાજ્યમાં જમીનના રેકોર્ડને ડિજીટલ કરવા અને ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપવાના સરકારના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. આ માત્ર વ્યક્તિઓને જ નહીં, પરંતુ જમીન વ્યવહારોની એકંદર કાર્યક્ષમતામાં સુધારો કરશે, ભ્રષ્ટાચારમાં ઘટાડો કરશે અને વધુ સારું શાસન પ્રદાન કરશે.
એટલે કે લોકોને જમીન જોવા માટે ખરીદવા માટે કે વેચવા માટે સરકારી કચેરીઓની મુલાકાત લેવી પડતી હતી. આ તમામ ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે સરકાર દ્વારા આ “Any RoR Portal” ને શરૂ કરવામાં આવેલ છે.
આ પણ વાંચો:- સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત
Any ROR Anywhere Gujarat સેવાઓ નું લીસ્ટ
આ પોર્ટલ ની મદદથી નાગરિકો જમીન સંબંધીત માહિતી ની વિશાળ શ્રેણીમાં એક્સેસ કરી શકે છે. જેનાથી લોકોને જમીનની તમામ વિગતો પળવારમાં મળી જશે.સેવાઓની ઑનલાઇન ઉપલબ્ધતા જમીન સંબંધિત વ્યવહારોમાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરે છે, ભ્રષ્ટાચાર અથવા છેતરપિંડીની સંભાવના ઘટાડે છે. એકંદરે, ગુજરાત લેન્ડ રેકોર્ડ્સ પોર્ટલ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ રાજ્યમાં સુશાસન અને કાર્યક્ષમ જમીન વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ગુજરાત Any ROR પોર્ટલ પર નાગરિકોને નીચે મુજબની અલગ અલગ સેવાઓ આપવામાં આવે છે જેનું લિસ્ટ નીચે આપેલ છે.
- જમીન માલિક ના નામ દ્વારા સર્વે નંબર જાણી શકો છો.
- જમીન સર્વે નંબર જોવા માટે.
- 7/12 farmer certificate gujarat.
- 7/12 ની નકલ online download કરી શકો છો.
- પરિવર્તન માટે 135D સૂચના.
- માલિક નાં નામ થી ખોટા દસ્તાવેજ ને જાણો.
- મહીના વર્ષ દ્વારા જમીન નું લિસ્ટ.
- સંકલિત સર્વે નંબર ની વિગતો.
- જૂના સર્વે નંબર માંથી નવો સર્વે નંબર.
- જૂની સ્કેન કરેલ VF-16 ની એન્ટ્રી.
- VF-8A ખાતા ની વિગતો.
- VF-7 સર્વે નંબર ની વિગતો.
- VF-6 ની એન્ટ્રી ની માહિતી.
- રેવન્યુ કેસ ની માહિતી.
- જૂની સ્કેન કરેલી VF-7/12 વિગતો.
ગુજરાત લેન્ડ રેકર્ડ માં શુ હોઈ છે અને તેની વિશેષતાઓ
7/12 નાં ઉતારા એ કોઈપણ જમીનના રેકોર્ડ દસ્તાવેજ છે. જેમાં જમીનની વિગતો વર્ગીકરણ જમીન નો વિસ્તાર, હાલમાં પ્રકાર કે પાકની વિગતો તેમજ અગાઉ કે વર્તમાનમાં જમીન માલિકો કોણ કોણ હતા? જેવી તમામ વિગતો હોય છે.
કોઈપણ જમીનનો પ્રોપર્ટી કાર્ડ. પ્રોપર્ટી કાર્ડ માં ચોક્કસ મિલકત અંગેની તમામ માહિતી હોય છે. આકડમાં મિલકત ના માલિક તેમનું સ્થાન વર્ગીકરણ કદ જેવી વિગતો આપવામાં આવેલું હોય છે જે જમીનના માલિકોનું ખૂબ જ ઉપયોગી દસ્તાવેજ હોય છે.
“Form Number 135D” એ ધ ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ ની કલમ નંબર 135 ડી હેઠળ આપવામાં આવેલ પરિવર્તન માટેની નોટિસ હોય છે.જે જમીનના માલિકને પરિવર્તન પ્રક્રિયાને કારણે જમીનના રેકોર્ડમાં સૂચિત ફેરફારની જાણ કરે છે.
Gujarat RoR Anywhere માં “Form Number 6” એક અરજી ફોર્મ છે જે મિલકતના રેકોર્ડના અપડેટ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. દાખલા તરીકે માલિકનું નામ સરનામું સ્થાન વગેરે અન્ય ઘણી બધી વિગતો હોય છે. કોઈપણ કાયદાકીય વિવાદને અટકાવવા માટે મિલકતના રેકોર્ડ અપ ટુ ડેટ રાખવા જરૂરી છે.
જરૂર વાંચો👉આધાર કાર્ડ માં નામ જન્મ તારીખ એડ્રેસ સુધારો ઘરે બેઠા
Any RoR @ Anywhere નાં ફાયદાઓ
- ગુજરાત સરકાર દ્વારા આ પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે.જેમાં રાજ્યના તમામ નાગરિકોને તેમની જમીન મિલકતો માટેના ખૂબ જ બહોળા પ્રમાણમાં લાભો પ્રદાન કરે છે. જેમાં જમીનના તમામ રેકોર્ડ,7/12 અને 8અ ની વિગતો સાવ સરળ અને ઘરે બેઠા મેળવી શકાય છે.
- આ તમામ પ્રકારની જમીનની માહિતી માટે ભૂતકાળમાં સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે નાગરિકો કે જેવો જમીન લેવા માંગે છે, વેચવા માંગે છે, જમીનના રેકોર્ડ જોવા માંગે છે તેવા તમામ નાગરિકો ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ઓનલાઇન આ પોર્ટલ પર જઈને તમામ પ્રકારના જમીનના રેકોર્ડ્સ ની માહિતી મેળવી શકે છે.
- ગુજરાત લેન્ડ રેકોર્ડ પોર્ટલ નો મહત્વનો ફાયદો એ છે કે રાજ્યમાં વસવાટ કરતા તમામ નાગરિકોને તમામ સુવિધાઓ મફત મળશે.
- નાગરિકોને તેમના જમીનના રેકોર્ડ માટે જે પૈસા ખર્ચવા પડતા હતા તે પૈસા ખર્ચવા માંથી મુક્તિ મળશે.
- નાગરિકોને કોઈપણ સરકારી કચેરીમાં જઈને રેકોર્ડ માટે લાંબી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું તેમાંથી પણ મુક્તિ પડશે.
- આ પોર્ટલ જમીન-સંબંધિત વ્યવહારોમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપે છે, જે ભ્રષ્ટાચારની સંભાવનાને ઘટાડે છે અને ખાતરી કરે છે કે સિસ્ટમ બધા માટે ન્યાયી અને સમાન છે.
- બધું જોવા જઈએ તો ગુજરાત લેન્ડ રેકોર્ડ પોર્ટલ રાજ્યમાં જમીન વ્યવસ્થાપનને પ્રોત્સાહિત કરવાની ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે. જેમાં ગુજરાતના નાગરિકો વિવિધ પ્રકારના જમીન બાબતે લાભ મેળવી શકે છે.જે તેમના માટે જમીન વ્યવહારો કરવા, વિવાદોનું નિરાકરણ અને જમીન સંબંધિત મહત્વપૂર્ણ માહિતીને ઍક્સેસ કરવાનું સરળ બનાવે છે.
Any RoR એપ્લિકેશન ડાઉનલોડ કરો
એનીરવર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની પ્રક્રિયા નીચે મુજબની હોય છે.
આપના મોબાઇલ ફોનમાં “Google Play Store” માં જઈને “Any RoR Gujarat Land Record” લખો અને નીચે મુજબના વાળી એપ્લીકેશન આવે તે ડાઉનલોડ કરવાની રહેશે.
જ્યાં “Install” બટન ઉપર ક્લિક કરી ને ડાઉનલોડ કરો. આ એપ્લિકેશન તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ ઓપન થાય ત્યાં સુધી રાહ જોવાની રહેશે.
આ એપ્લિકેશન તમારા મોબાઇલમાં ડાઉનલોડ થઈ ગયા બાદ તે એપ્લિકેશન તમે તમારા જમીનના રેકોર્ડ 7/12 અને 8/અ,2 નંબર અને જંત્રી વગેરે તમામ વિગતો જોઈ શકો છો.
અન્ય વાંચો👉આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું ? મોબાઈલ દ્વારા
ઑનલાઇન ડિજિટલી Any RoR કેવી રીતે ડાઉનલોડ કરવું
ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા તમામ જમીનના ઓનલાઇન રેકોર્ડ માન્ય ગણવામાં આવેલ છે. જમા મહેસુલી દસ્તાવેજો ને હવે ઈ-સાઈન અને ઈ-સિલ નો ઉપયોગ કરવા આવેલ છે.
જેમાં હવે થી ગામ નાં નમૂના નંબર 6 અને 7/12 અને 8/અ ની નકલ ને રજના કોઈપણ નાગરિક કોઈપણ જગ્યાએથી મેળવી શકે છે.જેમાં Any RoR portal પર થી આ તમામ દસ્તાવેજો ડાઉનલોડ કરી શકાય છે અને જમીન નાં તમામ ઉતારા ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ ની પ્રોસેસ છે.
તો પ્રથમ google માં “Any ROR પોર્ટલ પર જાવ.જ્યા પોર્ટલ નાં હોમ પેજ ઉપર જ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” મેનુ મા ક્લિક કરવાનુ રહેશે.
જ્યાં હવે તમારે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. અને કેપચા દાખલ કરવાના રહેશે.
હવે કેપચા દાખલ કરીને જનરેટર “OTP” પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તમારા રજીસ્ટર મોબાઇલ ઉપર 6 આંકડાનો “OTP” આવી જશે.
આ 6 આંકડા નો “OTP” દાખલ કરો. અને લોગીન બટન ઉપર ક્લિક કરીને લોગીન કરવાનો રહેશે. લોગીન થયા બાદ તમારી સામે “Digitally Signed Village નમૂના” નું અરજી ફોર્મ ખુલી જશે.
જ્યાં ગામ નાં નમૂના નંબર અને તેની માહિતી મેળવવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ નું નામ પસંદ કરો.જાય આપને બ્લોક નંબર/ખાતા નંબર/સર્વે નંબર પસંદ કરી ને ” એડ Village Form” પર ક્લિક કરવાનું રહેશે
જા હવે તમારા ગામના નમૂના નંબરની તમામ વિગતો ની યાદી તમારી સમક્ષ આવી જશે. તે યદીનેશ કાળજીપૂર્વક ચકાસણી કરવાની રહેશે અને. પેમેન્ટ નાં ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.
હવે જો તમામ માહિતી સચોટ હોય તો “Pay Amount” બટન પર ક્લિક કરો.જ્યા જરૂર મૂજબ નાં નાણાં ચૂકવો. અહીંયા ગામના નમૂના માટેની ફી ઓનલાઈન પેમેન્ટ કરવાની હોય છે. ઓનલાઇન પેમેન્ટ ની તમામ સૂચનાઓ હોમ પેજ ઉપર દર્શાવવામાં આવેલ છે તે વાંચી લેવા વિનંતી.
ઓનલાઇન પેમેન્ટ ની પ્રોસેસ પૂરી કરેલ હોય તો ડિજિટલ ગામના નમુના RoR ડાઉનલોડ કરવાનું રહેશે.જ્યા જમણી તરફ ” Download RoR” પર ક્લિક કરો.
આ ડિજિટલ ગામના નમૂનાઓ તમે લોગીન કર્યું હોય તેના 24 કલાકની અંદર ડાઉનલોડ કરી લેવાના રહેશે નહીંતર લોગીન ડિટેલમાંથી નીકળી જશે.
ગામના સરવે નમુના દસ્તાવેજમાં ડિજીટલ સાઈન હોય છે જે દરેક જગ્યાએ માન્ય ગણાય છે.
એટલે કે જોવા જઈએ તો તમામ પ્રોસેસ ડિજિટલ હોય છે. ને નમુના ની પ્રિન્ટ નીકળે જેમાં ડિજિટલ સાઇન હોય છે. આ સાઈન વાળા નમૂના દરેક જગ્યાએ માન્ય ગણાય છે.
વીડિયો નાં માધ્યમ દ્વારા વધુ માહિતી મેળવવા માંગતા હોય તો નીચે વીડિયો આપેલ છે જે જોવા ભલામણ કરીએ છીએ.
બિનખેતી ગુજરાત ઓનલાઈન અરજી 2023
આપ ગુજરાત રાજ્યમાં જમીનોને બિનખેતી પરવાનગી બિનખેતી ઓર્ડર કે બિનખેતી પ્રીમિયમ માટે Any ROR પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકો છો.જેની તમામ માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે.
“Google” સર્ચબારમાં જઈને Any RoR Anywhere Portal ની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ. જ્યાં હોમપેજ ઉપર જ તમામ મેનુ દેખાઈ જશે.
જ્યાં “Online Apply” વિકલ્પ પસંદ કરીને તેમાં જવાનું રહેશે. જ્યાં તમે જો નવા અરજદાર હોય તો નવા અરજદાર પસંદ કરીને તમને જે વિકલ્પ લાગુ પડતો હોય તેની પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારું ગામ, તાલુકો, જીલ્લો, પસંદ કરી ને તમારુ ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરો અને જનરેટ “OTP” ઉપર ક્લિક કરો.
જયાં હવે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર એક 6 આંકડા નો “OTP” નંબર જશે. જે નંબર ને ત્યાં દાખલ કરો.
OTP નંબર દાખલ કર્યા બાદ તમારી સમક્ષ એક અરજી ફોર્મ ખુલી જશે જેમાં તમારે તમારી જરૂર મુજબની તમામ વિગતો દાખલ કરવાની રહેશે.
જા તમામ વિગતો ની સમીક્ષા કરવાની રહેશે અને “સબમિટ” બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
અન્ય👉 ગુજરાતી ભાષા મા ડાઉનલોડ કરો CoWIN વેક્સિન સર્ટિફિકેટ
ઈ-ચાવડી Any RoR ન્યૂ અપડેટ્સ
અમે આપને જણાવી દઈએ કે Any RoR Gujarat Portal નું એક નવું અપડેટ્સ આવ્યું છે. જેમાં “ઈ-ચાવડી” નો ખૂબ જ ચોકસાઈ પૂર્વક અમલ કરવા જણાવેલ છે.
જમીનની પરિવર્તનની તમામ પ્રોસેસને વ્યવસ્થિત કરવા માટે અને છેતરપિંડીવાળી જમીનના લોચા ઘટાડવા માટે ઈ-ચાવડી મહત્વનો ફાળો હોય છે. હાલ ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા ડિજિટાઈઝેશન તરફ અને લેન્ડ રેકર્ડ સિસ્ટમને વધુ સાર્થક અને લોકો માટે સરળ બનાવવાની દિશામાં પગલાં ભરે છે તે જોઈને લોકો ને ખૂબજ મદદ મળે છે.
ઈ-ચાવડી નાં અપડેટ્સ બાદ નાગરિકો ને જમીન નાં તમામ રેકોર્ડ અને વિગતો માં વધુ સરળતા રહેશે અને ખૂબ લાભ મળશે.તેઓ જમીન પરિવર્તનની સ્થિતિને સરળતાથી ઓનલાઈન ચકાસી શકશે. આનાથી જમીનનું પરિવર્તન કરાવવા માટે જરૂરી સમય અને પ્રયત્નો ઘટાડવામાં પણ મદદ મળશે, જે તેને વધુ કાર્યક્ષમ પ્રક્રિયા બનાવે છે.
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
Any RoR ઑફિસિયલ વેબસાઈટ👉 | અહિયાં ક્લિક કરો |
Any RoR એપ્લિકેશન 👉 | અહિયાં ક્લિક કરો |
i-ORA વેબસાઈટ 👉 | અહિયાં ક્લિક કરો |
Any RoR લોગીન 👉 | અહિયાં ક્લિક કરો |
Any RoR ડિજિટલ સાઈન 👉 | અહીંયા ક્લિક કરો |
ઈ – ચાવડી 👉 | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહિયાં ક્લિક કરો |
વઘુ વાંચો :-
Gujarat eNagar Mobile App સમજો સરળ ભાષા માં
ડો.આંબેડકર આવાસ યોજના 🏠 esamaj Kalyan Portal
આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને કયો નંબર લિંક છે,આ સરળ પ્રોસેસથી જાણી લો
“FAQ”
AnyROR@ Anywhere એ શું છે?
Any RoR પોર્ટલ એ ગુજરાત સરકાર નાં રેવન્યુ વિભાગ દ્વારા બનાવવાં માં આવેલ એક વેબસાઈટ છે.જેમાં તમે જમીન અને ભુલેખના રેકોર્ડ અને વિગતો ઓનલાઈન જોઈ શકે છે.
AnyRoR ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
Any RoR ની અધિકૃત વેબસાઈટ “anyror.gujarat.gov.in” છે.
Any RoR એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરી શકાય છે?
Google Play Store પરથી અથવા આર્ટિકલ માં આપેલી લિંકને અનુસરીને AnyROR – Gujarat Land Record એપ ડાઉનલોડ કરી શકો છો.
ગુજરાત Any RoR પોર્ટલ ઉપર ક્યાં રેકૉર્ડ જોઈ શકાય છે?
ગુજરાત Any RoR પોર્ટલ ઉપર શહેરી અને ગ્રામ્ય વિસ્તારનાં જમીન નાં તમામ રેકોર્ડ જોઈ શકાય છે.
Any RoR પોર્ટલ પર ડિજીટલ સાઈન વાલી નકલ મેળવવા માટે કેટલી ફી ભરવાની હોઈ છે?
લાભાર્થી એ ડિજીટલ સાઈન વાળી નકલ મેળવવા માટે રૂપિયા 5 ચુકવવા નાં હોઈ છે.