પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024,ક્યારે શરૂ થશે,લાભાર્થી,ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, વેબસાઈટ , હેલ્પલાઇન નંબર,સહાય ની રાશી,પાત્રતા અને અન્ય જરૂરી માહિતી (Pradhan Mantri Suryoday Yojana)
વાચક મિત્રો તમને સૌને ખબર જ છે કે 22 જાન્યુઆરીએ ભારત દેશમાં રામ મંદિરની પ્રાણપત્રિષ્ઠા નો ભવ્ય સમારોહ નું આયોજન હતું. જેમાં દેશના નામી નામી વ્યક્તિઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જમા આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ યોજના નો વિચાર અમલમાં મૂકવામાં આવ્યો હતો.
“પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024” વિશે આપણા દેશના પ્રધાનમંત્રીએ 22જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. આ યોજનામાં દેશના સામાન્યથી સામાન્ય વ્યક્તિઓને લગાવવી હોય તો તેઓને મોટા પ્રમાણમાં સબસીડી આપવામાં આવશે.જેનાથી સોલર એનર્જીના ક્ષેત્રમાં પણ વિકાસ થશે અને સોલર એનર્જી બનાવતી કંપનીઓ પણ ખૂબ જ વિકાસ થશે. પરંતુ દેશના નાનામાં નાના ગરીબમાં ગરીબ વ્યક્તિઓને લાઈટ બિલ માંથી મુક્તિ અપાવવા માટે પ્રધાનમંત્રી શ્રી દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024
યોજના નું નામ | પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 |
સહાય | 75 હજાર સુધી ની સબસીડી |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
લાભાર્થી | નાના અને મધ્યમ વર્ગ નાં લોકો |
ઉદ્દેશ | લોકો સોલાર ઉર્જા સાથે જોડાઈ શકે અને વીજળી બિલ માંથી મુક્તિ મેળવે |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | હાલ મહીતી નથી |
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 શુ છે
આમ જોયું જોવા જઈએ તો ભારત દેશ એક બદલતા વાતાવરણ વાળો દેશ છે જેમાં વધુ પડતી ગરમી રહે છે. એટલે કે વાતાવરણમાં વધુ પડતો તાપ રહે છે. એથી જો લોકો સોલાર પેનલનો ઉપયોગ કરે તો તેઓને વીજળી બિલમાંથી છુટકારો મળી જાય. અને લોકો સોલાર ઉર્જા પ્રત્યે વધુ આકર્ષાય અને તેનો વધુ પડતો ઉપયોગ કરે જેથી દેશને વીજળી ઉપર થતા ખર્ચને મહદ અંશે અટકાવી શકાય.
જેથી પ્રધાનમંત્રી શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024માં દેશમાં વસતા 1.5 કરોડથી વધુ સામાન્ય લોકોને સોલાર પેનલ ખરીદવા ઉપર સબસીડી આપવામાં આવશે. જેની જાહેરાત કરવામાં આવી તે મુજબ 70,000 થી 75 હજાર સુધી ની સબસીડી સોલાર પેનલ લગાવવા ઉપર આપવામાં આવશે.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 ની વિશેષતાઓ
- આ યોજનાની શરૂઆત 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી.
- આ યોજનામાં દેશના દોઢ કરોડથી વધુ ઘરોમાં સોલાર રૂફટોપ પેનલ લગાવવામાં આવશે અને સબસીડી આપવામાં આવશે.
- પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ને એપ્રિલ મહિનામાં અથવા તો મે મહિનામાં શરૂ કરવામાં આવશે અને તેની સબસીડી આપી દેવામાં આવશે.
- ભારત દેશમાં લોકો સોલાર સિસ્ટમનો ખૂબ જ ઓછો ઉપયોગ કરે છે તેથી સોલાર સિસ્ટમમાં જાગૃતિ લાવવા અને લોકો તેનો વધુ પડતો ઉપયોગ કરે તે હેતુથી આ યોજના ને બહાર પાડવામાં આવી છે.
- જે લોકો આ યોજનાનો લાભ મેળવીને પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ પેનલ લગાવી દેશે તેઓને વીજળી બિલમાંથી સો ટકા છુંટકારો મળી જશે.
- દોડ કરોડથી વધુ પરિવારોને આ યોજના દ્વારા 70 થી 75 હજાર રૂપિયા સુધીની સબસીડી પણ આપવામાં આવશે.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 ડોક્યુમેન્ટ લીસ્ટ
22 જાન્યુઆરી 2024 ના દિવસે પ્રધાનમંત્રી શ્રી દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવેલ હતી. પરંતુ આ યોજના એપ્રિલ અથવા તો મે મહિનામાં શરૂ કરવામાં આવશે. હજુ સુધી આ યોજનામાં કયા પ્રકારના ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે તેની કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી. આ યોજનાનો અમલ શરૂ થઈ જાય ત્યારબાદ અમે તમને ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે તેની વિગતો અહીં આપશું.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 પાત્રતા( Eligibility)
- આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી ભારત દેશના વતની હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓની ઉંમર 18 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ.
- આ યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી ગરીબ અથવા મધ્યમ વર્ગના હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી ના મકાન ઉપર કે મકાનની બાજુમાં સોલાર પેનલ રહી જાય તેટલી જગ્યા હોવી જોઈએ.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 ઓનલાઈન અરજી પ્રક્રિયા
પ્રધાનમંત્રી શ્રી દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ હાલ આ યોજના શરૂ કરવામાં આવી નથી. આ યોજના એપ્રિલ 2024 અથવા તો મેં 2024 માં શરૂ થઈ જશે તેવું પ્રધાનમંત્રી શ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું. હજુ સુધી આ યોજનામાં ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની હોય તેની કોઈપણ પ્રકારની જાણકારી નથી. પરંતુ યોજના શરૂ થઈ જાય તો અહીંયા અમે તમને જણાવી દઈશું કે આ યોજનામાં કઈ રીતે ઓનલાઇન અરજી કરવાની હોય છે.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 હેલ્પલાઇન નંબર
હાલ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 માટે કોઈપણ પ્રકારના હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ નથી. આ યોજના શરૂ થાય ત્યારબાદ અહીંયા અમે તમને આ યોજનાના હેલ્પ લાઈન નંબર જણાવી દઈશું.
અમે આશા રાખીએ છીએ કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 વિશે તમને જરૂરી માહિતી મળી ગઈ છે. આ યોજનાની હાલ ફક્ત જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ યોજનાની ઓનલાઇન અરજી પ્રક્રિયા હજુ સુધી ચાલુ નથી થઈ. જેવી યોજના ની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ જશે તેવું અહીંયા અમે તમને જણાવી દઈશું.
જો અહીં આપવામાં આવેલી આ તમામ માહિતી તમને પસંદ આવી હોય તો તમે આને તમારા મિત્રો સંબંધીઓ માં શેર કરી શકો છો. અને અમારા whatsapp અને ટેલિગ્રામ અને ફેસબુકના માધ્યમ સાથે પણ જોડાઈ શકો છો.
વઘુ માહિતી👉 | હજી અપડેટ નથી |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય યોજના-
- Pm Kisan Yojana: રૂપિયા 2,000 મેળવવા માટે આ તારીખ પહેલાં eKYC પૂર્ણ કરો
- 2023 ની તમામ સરકારી યોજના Pdf લીસ્ટ ગુજરાત જુઓ
- એનિમલ IVF સહાય યોજના 2024, પશુપાલકો ને 20,000 રૂપિયા ની સહાય
- મોબાઇલ ફોન સહાય યોજના
“FAQ” વારંવાર પૂછાતા પ્રશ્નો
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 મા કેટલો લાભ મળે છે?
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 માં સોલાર પેનલ પર 75 હજાર રૂપિયા ની સબસીડી આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 ની શરુઆત ક્યારે કરવાંમાં આવી?
આ યોજના ની શરૂઆત 22 જાન્યુઆરી 2024 નાં રોજ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 કોણે શરૂ કરી?
આ યોજના ની શરૂઆત દેશ નાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 માં કેટલા લોકો ને લાભ આપવામાં આવશે?
આ યોજના માં દેશ નાં મધ્યમ વર્ગ નાં દોઢ કરોડથી વધુ લોકો ને લાભ આપવામાં આવશે.