Advertisements

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ pdf 2024 અને ઓનલાઈન અરજી | Kuvarbai Nu Mameru Yojana 2023-24

Advertisements

કુંવરબાઈનું મામેરું યોજના pdf 2024, ડોક્યુમેન્ટ અને ઓનલાઈન અરજી પ્રક્રિયા અને અરજી ફોર્મ (Kuvarbai Nu Mameru Yojana 2023-24)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકાર ગુજરાત ની દીકરીઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે અને અવારનવાર ગુજરાત ની દીકરીઓ અને મહિલાઓ માટે સામાજિક અને આર્થિક વિકાસ થાય તે હેતુથી દીકરીઓ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે. જે યોજનાઓથી દીકરીઓનો સર્વાંગી વિકાસ થઇ શકે છે. કન્યાઓ પ્રગતિ કરી શકે છે આગળ આવી શકે છે જેવો વિકાસ થઈ શકે છે.

આ બધી યોજનાઓ પૈકી ની એક યોજના કુંવરબાઈનું મામેરું યોજના સરકાર શ્રી તરફ થી અમલમાં આવેલ છે. આ યોજનામાં ગુજરાત ની દીકરીઓ ને તેમના લગ્ન પછી સરકારશ્રીના ધારાધોરણ મુજબ અમુક રકમની સહાય કુંવરબાઇ ના મામેરા સ્વરૂપે આપવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ pdf 2024

Table of Contents

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ pdf

કુંવરબાઈનું મામેરું યોજના 2024 ટુંકી માહિતી

યોજના નું નામકુંવરબાઈનું મામેરું યોજના
સહાય12,000 રૂપિયા
રાજ્યગુજરાત
ઉદ્દેશગરીબ અને મધ્યમ વર્ગ ની દીકરીઓ ને લગ્ન મા મદદ મળે તે હેતુ થી
લાભાર્થીગરીબ અને પછાત અને અનુસૂચિત જાતિ અને ઓબીસી વર્ગ ની દીકરીઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કESamaj Kalyan Portal

કુંવરબાઈનું મામેરું યોજના online

સરકારના Women And Child Development Department Gujarat દ્વારા ઘણા પ્રકારની યોજનાઓ અમલમાં છે જેવી કે મહિલા સ્વાવલંબન યોજનાવહાલી દીકરી યોજનાone stop sakhi centre યોજનાવિધવા સહાય યોજનાગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજના જેવી ઘણી યોજનાઓ અમલ મા મુકેલ છે અને એનાથી ઘણી મહિલાઓ તેમજ દીકરીઓ નો વિકાસ પણ થયો છે.

કુવરબાઈનુ મામેરુ યોજના

ગુજરાત રચના ઘણાં પરિવારો આર્થિક રીતે નબળા છે. તે પરિવારોની દીકરીઓના લગ્ન થાય તો તેઓને સરકાર તરફથી આર્થિક મદદ મળી રહે તે દીકરીઓનું કલ્યાણ થાય અને તેઓને આર્થિક મદદના ઉદ્દેશથી આ કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં આવેલ છે. આ યોજનામાં લાભાર્થી દીકરીઓને સીધા તેમના બેંક ના ખાતામાં 12,000 રૂપિયા DBT દ્વારા આપવામા આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજના માં અનુસૂચિત જાતિની કન્યાઓ,અતિ પછાત જાતિની કન્યાઓ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓ, લઘુમતી પછાત વર્ગની કન્યાઓ અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો ની દીકરીઓ ને સીધો લાભ મળે છે જેમાં તેઓ ને સીધા DBT દ્વારા તેમનાં બેંક ના ખાતાં માં 12,000 રૂપિયા જમાં થઈ જાય છે.

(અમારા મત મુજબ આ યોજના ની સહાય ફોર્મ ભર્યા બાદ વધી ને 1 મહિના માં મળી જાય છે)

વધું વાંચો:- શ્રમયોગી Card યોજના

કુંવરબાઈનું મામેરું યોજના 2024 લાભ

આ યોજના ઘણા સમય થી અમલ છે જ અને ઘણી દીકરીઓ  એ લગ્ન પછી આ યોજના નો લાભ મેળવેલ છે. જેમાં ગુજરાત ના  આર્થિક રીતે પછાત વર્ગ નાં પરિવારો ની દીકરીઓ લગ્ન કરે તો તે દીકરીઓ ને લગ્ન પછી આ યોજના નું લાભ મેળવી ને તેઓ ને 12,000 રૂપિયા ની સહાય મળે છે.

Kuvarbai Nu Mameru Yojana Tharav
Kuvarbai Nu Mameru Yojana Tharav

આ યોજના માં તારીખ:-01/04/2021 પહેલા લગ્ન કરેલ દીકરીઓ ને 10,000 રૂપિયા ની સહાય ચુકવવામાં આવતી હતી .

પરંતુ સરકાર ના તારીખ:-01/04/2021 પછી નવા ઠરાવ પ્રમાણે જો દીકરીઓ ને 12,000 રૂપિયા નું સહાય તેમના બેંક ના ખાતા મા DBT દ્વારા આપવામા આવે છે.

વધું વાંચો:- ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023

કુવરબાઈનુ મામેરુ યોજના 2024 પાત્રતા

આ યોજના માટે ગુજરાત સરકાર તરફથી અમુક પાત્રતા નકકી કરવામાં આવેલ છે તે બધી પાત્રતા પરિપૂર્ણ કરતી હોય તેવી બધી કન્યાઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાની પાત્રતા નીચે મુજબની છે.

  • ગુજરાત રાજ્યના આર્થિક રીતે નબળા પરિવારો ની કન્યાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • આ યોજના માટે કન્યા ની ઉંમર 18 વર્ષની ઉમર ફરજિયાત છે અને તેની સાથે લગ્ન કરનાર યુવકની ઉંમર 21 વર્ષની ઉંમર ફરજિયાત છે.
  • આખા પરિવાર માં પુખ્ત વયની બે કન્યાઓને Kuvarbai Nu Mameru યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.એટલે કે જો પરિવારમાં ચાર દિકરીઓ હોય તો તેમાંથી બે દીકરીઓના લગ્ન થાય તો તે 2 દીકરીઓ ને જ આ યોજના નો લાભ મળી શકશે.
  • કન્યાના લગ્ન થઈ ગયા પછી બે વર્ષના સમયગાળા ની અંદર Kuvarbai Nu Mameru Yojana Online Apply કરી શકાશે.
  • પુનઃલગ્ન થાય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળતો નથી.
  • જો કન્યા ના લગ્ન સમૂહ લગ્નમાં થયેલ છે તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

કુંવરબાઈનું મામેરું યોજના 2024 આવક મર્યાદા

આ યોજના માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય વિભાગ દ્વારા લાભાર્થી માટે આવક મર્યાદા નક્કી કરેલ છે જે નીચે મુજબની છે.

ગામડાની લાભાર્થી કન્યાઓ માટે ની વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- નક્કી કરેલ છે.

શહેરની લાભાર્થી કન્યાઓ માટેની વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- નક્કી કરેલ છે.

વધું વાંચો:- મહિલા સમ્માન બચત પત્ર યોજના 2023, વ્યાજદર, નિયમ, ફાયદાઓ અને પાત્રતા

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ pdf

  • લાભાર્થી કન્યા  નું આધાર કાર્ડ
  • લાભાર્થી કન્યા નું પાન કાર્ડ
  • લાભાર્થી કન્યા ના માતા-પિતા નું આધાર કાર્ડ
  • કન્યા નું જાતિ નું પ્રમાણપત્ર
  • લાભાર્થી કન્યા ના પતિ નું જાતિ નું પ્રમાણપત્ર
  • લાભાર્થી કન્યા ના પિતા નો આવક નો દાખલો (પિતા હયાત ન હોઈ તો માતા નો આવક નો દાખલો)
  • રહેઠાણ અંગે નો પુરાવો ( રેશનિંગ કાર્ડ/ડ્રાઈવિંગ લાઈસન્સ/લાઇટ બીલ/ચૂંટણી કાર્ડ)
  • લગ્ન નોંધણી નું પ્રમાણપત્ર- મેરેજ સર્ટિફિકેટ
  • કન્યા નો જન્મ તારીખ નું પ્રમાણપત્ર/ લિવિંગ સર્ટિફિકેટ
  • લાભાર્થી કન્યા ના બેંક ખાતાં ની પાસબુક ની પહેલાં પાનાં ની નકલ અથવા કેન્સલ ચેક
  • લાભાર્થી કન્યા ના પિતા નું એકરારનામુ
  • લાભાર્થી કન્યા ના પિતા નું બાહેંધરી પત્રક ( જો પિતા હયાત ન હોઇ તો મરણ નો દાખલો )

Kuvarbai Nu Mameru Yojana 2024 Online Apply

આ યોજના ની અરજી કરવા માટે લાભાર્થી ને રૂબરૂ સરકારી કચેરી મા જવુ પડતું હતું પણ હવે આ યોજનાનો લાભ અતિ પછાત વર્ગ અને છેવાડા વિસ્તાર ના લોકો ને સરકારી કચેરી મા જવુ ન પડે માટે સરકારે આ કુંવરબાઇ નું મામેરું યોજના નો લાભ લેવા માટે E-Samaj Kalyan Portal બનાવેલ છે જયાં લાભાર્થી પોતે Online અરજી કરી શકે છે. આ Online અરજી કરવા માટે ની પ્રક્રિયા આપડે નીચે મુજબ જોઈ અને સમજી ને જાણીશું જેથી આપને Online અરજી કરવામાં સરળતા પડે.

Advertisements

 સૌ પ્રથમ આપના મોબાઇલ માં ગૂગલ સર્ચ બાર માં E-Samaj Kalyan ટાઇપ કરવાનું રહેશે

source- E-Samaj Kalyan Portal

ઉપરના ફોટો માં બતાવ્યાં પ્રમાણે આપ E-Samaj Kalyan ની વેબસાઇટ પર આવી જશો  ત્યાર બાદ જો આપની પાસે પહેલાં થી જ Loging ID અને Password હસે તો આપ સીધા જ Login થઈ શકશો. અને જો પહેલી વખત જ Form ભરો છો તો આપને New User માં જઈ ને નવું Password અને ID માટે Regisatration કરાવવું પડશે.

Source- E-Samaj Kalyan Portal

સફળતા પૂર્વક Login થઇ ગયા બાદ નિચે નાં ફોટો માં બતાવ્યાં પ્રમાણે Kuvarbai Nu Mameru Yojana Select કરી ને  એ પોતે Online અરજી નું આખું પેજ બતાવશે જેમા જેટલી માહિતી આપેલ હોઈ તે તમામ માહિતી યોગ્ય રીતે સમજી વિચારી ને ભરવાની રહેશે. જેમ કે લાભાર્થી ની જ્ઞાતિ- ઉંમર- આધાર કાર્ડ- વગેરે માહિતી ભરવાની રહેશે.

Source- E-Samaj Kalyan Portal

પછી આખી Online અરજી Type થઇ ગયા બાદ બધા ડોક્યુમેન્ટ Online અપલોડ કરવાના રહેશે અને પછી જ તમારી Online અરજી સફળતા પૂર્વક Sabmit krvani રહેશે.

વધું વાંચો:- માઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના ગુજરાત

કુંવરબાઈનું મામેરું યોજના status

કુંવરબાઈ નું મામેરું યોજના ની જો તમે અરજી કરી હોઈ અને તમારે જો તેનું ઓનલાઈન સ્ટેટસ જોવું હોઈ તો તેના માટે અહીંયા થી તમે તમારી અરજી નું ઓનલાઇન સ્ટેટસ જોઈ શકો છો. અહીંયા ક્લિક કરો.

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ

ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા Cast મુજબ ના અરજી ફોર્મ આપવામા આવેલ છે

જે અરજી ફોર્મ ના નમુના નિચે મુજબ ના છે જે આપ Download કરી શકો છો.

Kuvarbai Nu Mameru Yojana Online Application Status Check

ગુજરાત સરકાર ની યોજનાઓ ની Online વેબસાઈટ E-Samaj Kalyan  પર ઘણાં પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેનું લાભાર્થી Online અરજી નું Status પણ જાણી શકે છે. જો તમારે ડાયરેક્ટ અહિયાં થી જ તમારી અરજી નું Online Status જાણવું હોઈ તો નિચે એક Link આપેલી છે જ્યા તમે તમારી અરજી નું Status જાણી શકશો.

Kuvarbai Nu Mameru Sahay Yojana Contact કચેરી

આ યોજના માટે આપને આની E-Samaj Kalyan Portal પર જઈ ને આ યોજના વિશે તમામ માહીતી મેળવી શકો છો.

નિષ્કર્ષ

જો તમને કુંવરબાઇ નું મામેરું યોજના ની માહિતી ઉપયોગી લાગી હોઈ તો તમે આ પોસ્ટ ને તમારા મિત્રો થતાં સગા સંબંધીઓ જોડે શેર કરી શકો છો.

ESamaj Kalyan Portal👉અહીંયા ક્લિક કરો
ઓનલાઈન અરજી 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો

કિશાન વિકાસ પત્ર યોજના

પાલક માતા પિતા યોજના

માં અને વાત્સલ્ય કાર્ડ યોજના

“FAQ”

કુંવરબાઈનું મામેરું યોજના કોના માટે ની યોજના છે?

કુંવરબાઈનું મામેરું યોજના એ પછાત,અનુસૂચિત જાતિ અને ઓબીસી જાતિ ની છોકરીઓ માટે ની યોજના છે.

કુંવરબાઈનું મામેરું યોજના માં કેટલી સહાય મળે છે?

કુંવરબાઈનું મામેરું યોજના માં 12,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજના માટે ની આવક મર્યાદા શું હોઈ છે?

કુંવરબાઈનું મામેરું યોજના માં આવક મર્યાદા ગામડાની લાભાર્થી કન્યાઓ માટે ની વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- નક્કી કરેલ છે. અને શહેરી વિસ્તાર માટે 1,50,000 રૂપિયા હોઈ છે.

કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી કેમ કરવાની હોઈ છે?

કુંવરબાઈનું મામેરું યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.

કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી ક્યાં કરવાની હોઈ છે?

કુંવરબાઈનું મામેરું યોજના માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોય છે.

16 thoughts on “કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ pdf 2024 અને ઓનલાઈન અરજી | Kuvarbai Nu Mameru Yojana 2023-24”

Leave a Comment