Advertisements

પાવર ટિલર સબસીડી યોજના 2023 ગુજરાત | Power Tiller Yojana 2023-24 Ikhedut Portal

Advertisements

પાવર ટિલર સબસીડી યોજના 2023 ગુજરાત, ઓનલાઈન અરજી, પાત્રતા, ડોક્યુમેન્ટ્સ અને અન્ય જરૂરી માહિતી (Power Tiller Yojana 2023-24 Ikhedut Portal)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર ખેડૂત મિત્રો,i khedut Portal પર રાજ્ય સરકાર નાં કૃષિ વિભાગ દ્વારા અનેક ખેડૂત લક્ષી યોજનાઓ ચાલી રહી છે.જેના દ્વારા ખેડૂત કૃષી માં વિકાસ કરી શકે છે અને બમણો પાક નું ઉત્પાદન મેળવી શકે છે.આજે આપડે આવી યોજના ની વાત કરવાના છીએ.જેનું નામ છે _પાવર ટિલર સબસીડી યોજના 2023 ગુજરાત”

પ્રિય ખેડૂત મિત્રો, આજ ની આ પાવર ટિલર યોજના વાંચ્યા બાદ આપને આ યોજના ની સંપૂર્ણ માહિતી મળી જશે. જેમ કે અરજી ક્યાં કરવી, કઈ રીતે કરવી અને ડોક્યુમેન્ટ ક્યા જોડવા વગેરે.તો જાણીશું આ યોજના વિશે ની માહિતી.

આમ તો ગુજરાત સરકાર નાં ikhedut Portal પર ઘણી અલગ અલગ યોજનાઓ અમલ મા મુકેલ છે.જેનો લાભ ખેડૂતો લઈ રહ્યા છે.તો આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ.

પાવર ટિલર સબસીડી યોજના 2023 ગુજરાત

Table of Contents

યોજના નું નામ પાવર ટિલર સહાય યોજના ગુજરાત
સહાય 50,000 રૂપિયા થી લઈ ને 85,000 રૂપિયા સુધી ની સહાય આપવામાં આવે છે
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ ગુજરાત રાજ્યના ખેડૂતો ખેતીમાં ખર્ચ ઘટાડવા, ઝડપથી પાકની ફેરબદલી માટે ટ્રેક્ટર પાવર ટીલર મશીન માટે સબસીડી સહાય આપવાનું નક્કી કરેલું છે.
લાભાર્થી ગુજરાત રાજ્ય ના તમામ ખેડુતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક ikhedut Portal Gujarat
Power Tiller Sahay Yojana 2023 Ikhedut Portal

Power Tiller Sahay Yojana 2023 ikhedut Portal

ગુજરાત રાજ્ય કૃષિ વિભાગ દ્વારા આ યોજના માં રાજ્યના ખેડૂતોને પાવર ટીલર ખરીદવા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં સબસીડી આપવામાં આવે છે. જેમાં લાભાર્થી જો આ “Power Tiller Sahay Yojana 2023 Ikhedut Portal80 BHP કરતા વઘુ અને 80 BHP કરતા ઓછા પાવર ટિલર નો લાભ મેળવવા માંગતા હોઈ તો તેઓ ને Ikhedut Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.

જરૂરી યોજના – દેશી ગાય સહાય યોજના ગુજરાત

Power Tiller Sahay Yojana Benefits- લાભ

આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય ના ખેડૂતો ને પાવર ટિલરખરીદવા ઉપર સહાય સબસિડી આપવામાં આવે છે.જેમાં તેઓ 80 BHP કરતા વઘુ નું પાવર ટિલર ખરીદે અથવા તો તના કરતા ઓછા BHP નું પાવર ટિલર ખરીદે તો તેઓ ને લાભ આપવામાં આવે છે.જેમા અલગ અલગ રીતે પેટા સહાય આપવામાં આવે છે જેની સંપૂર્ણ વિગતવાર જાણકારી નીચે આપેલ છે.

  1. SMAM
  2. AGR 2(FM)
  3. AGR 3(FM)
  4. AGR 4(FM)
  5. આદિવાસી જાતિ નાં ખેડૂતો માટે ની પાવર ટિલર સહાય યોજના

સમાન્ય વર્ગ નાં ખેડૂતો માટે

આ યોજના માં જનરલ કેટેગરીમાં આવતા ખેડુતો ને 80 BHP નાં ટ્રેકટર પાવર ટિલર ની ખરીદી ઉપર ફૂલ ખર્ચ નાં 40% અથવા તો 50,000 રૂપિયા બંને માથી જે ઓછું હોઈ તે મળવા પાત્ર રહેશે.

80 BHP કરતા વઘુ પાવર નાં ટ્રેકટર પાવર ટિલર ની ખરીદી ઉપર ફૂલ ખર્ચ નાં 40% અથવા તો 70,000 રૂપિયા બંને માથી જે ઓછું હોઈ તે મળવા પાત્ર રહેશે.

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને નાના અને સીમાંત ખેડુતો માટે

આ યોજના માં SC,ST અને સમાન્ય વર્ગ માં આવતા ખેડુતો ને 80 BHP નાં ટ્રેકટર પાવર ટિલર ની ખરીદી ઉપર ફૂલ ખર્ચ નાં 50% અથવા તો 65,000 રૂપિયા બંને માથી જે ઓછું હોઈ તે મળવા પાત્ર રહેશે.

80 BHP કરતા વઘુ પાવર નાં ટ્રેકટર પાવર ટિલર ની ખરીદી ઉપર ફૂલ ખર્ચ નાં 50% અથવા તો 85,000 રૂપિયા બંને માથી જે ઓછું હોઈ તે મળવા પાત્ર રહેશે.

આ પણ વાંચો 👉 મફત પશુ ખાણદાણ સહાય યોજના ગુજરાત

પાવર ટિલર સબસીડી યોજના 2023 ગુજરાત ની પાત્રતા

ગુજરાત રાજ્ય કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ યોજના થકી ખેડૂતો આધુનિક ખેતી પધ્ધતિ તરફ વળે અને વધુ ઉત્પાદન મેળવી શકે છે.માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવતા ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે.

  • ખેડૂત લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • ખેડૂત લાભાર્થી નાના સીમાંત અને મોટા જમીન વાળા હોવા જોઈએ.
  • ખેડૂત લાભાર્થી પાસે પોતાની જમીન હોવી જોઈએ.
  • ખેડૂત લાભાર્થી તેઓ ની જમીન નાં 7/12 અને 8/અ ની નકલ ધરાવતા હોવા જોઈએ.
  • આદિવાસી વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પત્ર હોવુ જોઈએ.
  • ખેડૂત લાભાર્થી એ પાવર ટીલર ખરીદી કરવા માટે  ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા જોડે થી પાવર ટિલર ની ખરીદી કરવી જરૂરી છે.

વધું વાંચો:- વનબંધુ કલ્યાણ યોજના ગુજરાત

Documents Required For Power Tiller Sahay Yojana Gujarat- આધાર પુરાવા

આ યોજના નો લાભ મેળવવા માટે ખેડૂત લાભાર્થી પાસે નીચે મુજબ ના તમામ આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  • લાભાર્થી પાસે આધારકાર્ડ.
  • લાભાર્થી પાસે તેઓ ની જાતિ નુ પ્રમાણપત્ર (SC,ST અને OBC)
  • લાભાર્થી નું રેશનીંગ કાર્ડ ની નકલ.
  • લાભાર્થી નાં જમીન ની 7/12 અને 8/અ ની નકલ.
  • ખેડૂતો જો આત્મા પ્રોજેકટ નું રજિસ્ટ્રેશન ધરાવતા હોઈ તો તેનું પ્રમાણપત્ર.
  • ખેડૂત લાભાર્થી જો વિકલાંગ હોઈ તો તેનું પ્રમાણપત્ર.
  • ખેડૂત લાભાર્થી જો સહકારી મંડળીઓ નાં સભ્ય હોઈ તો તેની માહિતી.
  • ખેડૂતો જો દૂધ ઉત્પાદક સહકારી મંડળી નાં સભ્ય હોઈ તો તેની વિગતો.
  • ખેડૂત ને જો સંયુક્ત ખાતેદાર હોઈ તો અન્ય ખાતેદારો નાં સંમતી પત્રક.
  • ખેડુત લાભાર્થી ની બેંક પાસબુક ની નકલ.
  • લાભાર્થી નો મોબાઈલ નંબર.

આ વાંચો – કિસાન ક્રેડિટ કાર્ડ / કેવી રીતે અરજી કરવી, શું છે તેના લાભ, કેટલી લોન મળે છે, જાણો તેના વિશે ડિટેલમાં

How To Online Apply Power Tiller Machine Scheme Gujarat( ઓનલાઈન અરજી ની પ્રક્રિયા)

રાજ્યના ખેડૂતોને ટ્રેક્ટર આધારિત પાવર ટેલર મશીન ચલાવવા માટે આ યોજના દ્વારા સહાય આપવામાં આવશે. આ યોજના ikhedut પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની હોય છે જેને સંપૂર્ણ વિગત નીચે આપેલ છે.

Google સર્ચ બારમાં “ikhedut” ટાઈપ કરવાનું રહેશે. જ્યા ikhedut પોર્ટલને ઓફિસિયલ વેબસાઈટ ખુલે છે.

Power Tiller Sahay Yojana 2022 Ikhedut Portal
Image Source :- Gujarat Government ikhedut Portal

જા હોમપેજ ઉપર આપને યોજના મેનુ પર ક્લિક કરવાનું રહેશે. યોજના પર ક્લિક કર્યા બાદ ક્રમાંક-1 પર આવેલી “ ખેતીવાડી ની યોજનાઓ” પર જવાનું રહેશે.

Advertisements

હવે ખેતીવાડી ની યોજનાઓ ઉપર ગયા બાદ ત્યાં વર્ષ 2023-24 ની ટોટલ 50 યોજનાઓ બતાવવામાં આવશે.

How To Online Apply Power Tiller Machine Scheme Gujarat 2022
Image Source :- Gujarat Government ikhedut Portal

જ્યા ક્રમાંક નંબર-2 ઉપર “ પાવર ટિલર” પર ક્લિક કરવાનું રહેશે. જા ક્લિક કર્યા બાદ “ અરજી કરો” પર જવાનું રહેશે. નવી વેબસાઈટ પર જઈ ને અરજી કરવાની રહેશે.

હવે જો તમે પહેલે થી જ આ પોર્ટલ પર રજિસ્ટર કરેલ હોઈ તો હા કરી ને આગળ જવાનું રહેશે.નહિ તો નાં કરી ને રજીસ્ટર કરવાનું રહેશે.

How To Online Apply Power Tiller Machine Scheme Gujarat 2022
Image Source :- Gujarat Government ikhedut Portal

અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.

હવે લાભાર્થી એ રજિસ્ટર ના હોઈ તો પણ ઓનલાઈન અરજી ખોલી ને અરજી ભરવાની રહેશે. જ્યા લાભાર્થી એ Online Application ને સંપૂર્ણ કાળજી પુર્વક ભરવાની રહેશે.

જ્યા એકવાર અરજી કર્યા બાદ અરજી માં કોઈપણ પ્રકાર નો સુધારો થશે નહિ. જેની નોંધ લેવી.જ્યા અરજી સેવ કર્યા બાદ અરજી ક્રમાંક મેળવી લેવાનો રહેશે.

ikhedut Portal Online Application Status Check Here

જો ખેડૂત લાભાર્થી તેઓ ની ઓનલાઇન કરેલ અરજી નું તમામ પ્રકાર નું સ્ટેટસ જાણવું હોઈ તો તેની સુવિધા પણ આ પોર્ટલ પર કરવામાં આવેલ છે. અરજી નું સ્ટેટ્સ જાણો અને પ્રિન્ટ કાઢો.

વધું વાંચો- પીએમ કિસાન યોજના નો 11 મો હપ્તો અહીંયા થી ચેક કરો

Ikhedut Portal Empanelled Vendors

ગુજરાત રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતનું કલ્યાણ થાય અને ખેડૂત નવી પદ્ધતિ ની ખેતી તરફ પ્રયાણ કરે તે હેતુ થી આ યોજનાઓ ચલાવવા માં આવે છે.જેમાં યોજનાની સહાય બાબતે સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ઘણી વિશેષ માહિતી આ Portal પર આપેલી છે. જેમાં  “Empanelled Vendors” માટેની જે સુવિધા આપેલી છે તે ઘણી બધી સારી સેવા છે. ખેડૂતો એમ્પેનલ્ડ વેન્ડર્સ ઉત્પાદક અને ભાવ પ્રમાણે માહિતી મેળવી શકે છે.

Power Tiller Sahay Yojana 2023 Helpline Number

જો ખેડૂત લાભાર્થીઓને આ યોજના અંતર્ગત અથવા તો આઇ ખેડૂત પોર્ટલ અંતર્ગત કોઈપણ મુશ્કેલ ઊભી થતી હોય તો નીચે આપેલ લિંક ઉપર થી આપ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

અમારા સોશ્યલ મિડિયા એકાઉન્ટ સાથે જોડાવ

મહત્વ ની યોજનાઓ –

મફત છત્રી યોજના

તબેલા માટેની લોન યોજના  

રોટાવેટર ખરીદવા સહાય યોજના

Important Links

ikhedut Portal 👉Click Here
Online Apply 👉Click Here
Status Check 👉Click Here
All Current Khedut Yojana 👉Click Here
important links

“FAQ” પાવર ટિલર સહાય યોજના ગુજરાત

પાવર ટિલર સહાય યોજના ગુજરાત કોના માટે ની યોજના છે ?

આ યોજના રાજ્ય નાં તમામ ખેડૂતો માટે ની યોજના છે.

પાવર ટિલર સહાય યોજના ગુજરાત મા સામાન્ય જ્ઞાતિ ને શું લાભ મળે છે ?

આ યોજના માં જનરલ કેટેગરીમાં આવતા ખેડુતો ને 80 BHP નાં ટ્રેકટર પાવર ટિલર ની ખરીદી ઉપર ફૂલ ખર્ચ નાં 40% અથવા તો 50,000 રૂપિયા બંને માથી જે ઓછું હોઈ તે મળવા પાત્ર રહેશે.80 BHP કરતા વઘુ પાવર નાં ટ્રેકટર પાવર ટિલર ની ખરીદી ઉપર ફૂલ ખર્ચ નાં 40% અથવા તો 70,000 રૂપિયા બંને માથી જે ઓછું હોઈ તે મળવા પાત્ર રહેશે.

પાવર ટિલર સહાય યોજના ગુજરાત મા SC,ST અને અન્ય વર્ગ ને શું લાભ મળે છે ?

આ યોજના માં SC, ST અને અન્ય વર્ગ માં આવતા ખેડુતો ને 80 BHP નાં ટ્રેકટર પાવર ટિલર ની ખરીદી ઉપર ફૂલ ખર્ચ નાં 50% અથવા તો 65,000 રૂપિયા બંને માથી જે ઓછું હોઈ તે મળવા પાત્ર રહેશે.80 BHP કરતા વઘુ પાવર નાં ટ્રેકટર પાવર ટિલર ની ખરીદી ઉપર ફૂલ ખર્ચ નાં 50% અથવા તો 85,000 રૂપિયા બંને માથી જે ઓછું હોઈ તે મળવા પાત્ર રહેશે.

પાવર ટિલર સહાય યોજના ગુજરાત માટે અરજી કયાં કરવાની હોઈ છે ?

ikhedut Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.

પાવર ટિલર સહાય યોજના ગુજરાત માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી 20/09/2022 સુધી અરજી કરી શકે છે. આ તારીખ લંબાઈ પણ શકે છે.

Leave a Comment