ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના, 2.50 લાખ રૂપિયા ની લગ્ન કરવા માટે સહાય આપવામાં આવે છે.
પ્રિય વાચક મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ સહાનીય યોજના હાલ ચલાવવામાં આવે છે. યોજના ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતર જ્ઞાતિએ લગ્ન સહાય યોજના છે. આપણા સમાજમાં જ્ઞાતિનો વધુ ભેદભાવ ન થાય અને જ્ઞાતિઓમાં સમરસતા જળવાઈ રહે લોકભાવના જળવાઈ રહે તે હેતુથી સરકારશ્રી દ્વારા આ યોજના નો અમલ કરવામાં આવેલ છે.
ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં આવા યુગલો જો લગ્ન કરવા માગતા હોય તો સરકાર તેઓને 2.50 લાખ રૂપિયાની સહાય આપે છે. તો મિત્રો ચાલો જાણીએ કે આ સહાય કઈ રીતે આપવામાં આવે છે અને અરજી કેવી રીતે કરવાની હોય છે અને આધાર પુરાવા શુ શુ જોડવાના હોય છે.
ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના ની ટુંકી વિગત
યોજના નું નામ | ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના |
સહાય | 2.50 લાખ રૂપિયા |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારાઅસ્પૃશ્યતા દુર કરી સામાજીક સમરતા લાવવાનાં ના ઉદ્દેશ |
લાભાર્થી | અનુસૂચિત જાતિ નાં લાભાર્થી |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | e-samaj Kalyan Portal |
ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના 2024
હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારાઅસ્પૃશ્યતા દુર કરી સામાજીક સમરતા લાવવાનાં ભાગરૂપે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મુકેલ છે.જેમાં રૂ.1 લાખ ની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.1.50 લાખ રકમ ઘરવપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ રૂ.2.50 લાખ ની સહાય આપવામાં આવે છે.
પરંતુ આ સહાય મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની હોય છે જેમાં જરૂરી ડોક્યુમેન્ટ અને પાત્રતા પણ હોવી ખૂબ જ જરૂરી છે.
ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના સહાય
આ યોજનામાં કુલ અઢી લાખ રૂપિયાની સહાય પતિ પત્નીને આપવામાં આવે છે જેમાંથી 1 લાખ રૂપિયા પતી પત્ની નાં સંયુક્ત નામે આપવામાં આવે છે. અને ઘર વપરાશ નાં સાધનો ખરીદવા માટે 1.50 લાખ રૂપિયા ની સહાય આપવામાં આવે છે.એમ કુલ 2.50 લાખ રૂપિયા ની સહાય આ યોજના માં આપવામાં આવે છે.
ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે ની પાત્રતા
આ સહાય મેળવવા માટે ગુજરાત રાજ્યના લાભાર્થીને નીચે મુજબની પાત્રતા હોવી ખૂબ જ જરૂરી છે.
- આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યકિત ગુજરાતના મુળ વતની હોવા જોઇએ.
- આ યોજના માં લગ્નની નોંધણી કરાવવાની રહેશે.
- આ યોજના માં લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર આ યોજના માટે સહાય મેળવવા અરજી કરવાની રહેશે.
- આ યોજના માં આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પરપ્રાંતની વ્યકિતના મા-બાપ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ.
- આ યોજના માં અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યકિત પરપ્રાંતની હોયતો તેણે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિંન્દુ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
- વિધુર કે વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુન:લગ્ન કરે તો આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર રહેશે.
- આ યોજના માટે લાભાર્થી ને કોઈપણ પ્રકાર ની આવક મર્યાદા નથી.
વધુ જાણો:- આંબેડકર આવાસ યોજના
Savitaben Ambedkar Marriage Yojana Gujarat 2024 ડોક્યુમેન્ટ લીસ્ટ
- લાભાર્થી અરજદારે છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે અરજદાર પરણિત હોય તો)
- મરણનો દાખલો (લગ્ન સમયે અરજદાર વિધુર/વિધવા હોય તો)
- યુવક/યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે યુવક/યુવતી પરણિત હોય તો)
- મરણનો દાખલો (લગ્ન સમયે યુવક/યુવતી વિધુર/વિધવા હોય તો)
- લાભાર્થીનું આધારકાર્ડ
- લાભાર્થીની જાતિનું પ્રમાણ પત્ર
- લાભાર્થીનો શાળા છોડયાનો દાખલો
- યુવક/યુવતીનું જાતિનું પ્રમાણ પત્ર
- યુવક/યુવતીનો શાળા છોડયાનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- યુગલો નું લગ્ન નોંધણી નુ પ્રમાણ પત્ર
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ લાભાર્થી યુગલ નું ચેક (અરજદારના નામનું)
- લાભાર્થી યુગલ નું એકરારનામું
- લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા સમયે રજુ કરવામાં આવતું ફોર્મ રજૂ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
Dr.Ambedkar Scheme For Intercaste Marriage Form Online: અરજી પ્રક્રિયા
જો તમારે આ યોજના નો લાભ મેળવવો હોય તો તમારે ઓનલાઇન અરજી કરવાની હોય છે જેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલી છે.જેના માટે તમારે ઇ-સમાજ કલ્યાણ ની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.esamaj Kalyan Portal
જે હોમ પેજ ઉપર તમને નીચે તમામ પ્રકારની યોજનાઓ દેખાડવામાં આવશે જેમાં 10 નંબર ની યોજના ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના છે.
હવે તમારે ઉપર “Login” ઓપ્શનમાં જવાનું રહેશે જો તમારી પાસે પહેલાથી જ પાસવર્ડ અને આઈડી હોય તો તે દાખલ કરીને લોગીન થાવ અથવા તો ન્યુ યુઝર પર ક્લિક કરીને જરૂરી માહિતી દાખલ કરીને નવા પાસવર્ડ આઇડી મેળવી લો.
જેવું તમે પાસવર્ડ આઈડી દ્વારા લોગીન થશો એટલે હાલ ચાલુ તમામ યોજનાઓ બતાવવામાં આવશે જેમાં તમારે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના સિલેક્ટ કરી ને તેમાં અરજી કરવાની રહેશે.
આ યોજનામાં અરજી કરતા સમયે તમામ પ્રકારની કાળજી રાખવાની છે. જેમાં તમારી સંપૂર્ણ માહિતી જેમાં તમારી સંપૂર્ણ માહિતી શરતો બોલીઓ અને આધાર પુરાવો અપલોડ કરવાના વગેરે સંપૂર્ણ વિગતો અરજી કરતા સમયે ધ્યાને રાખવાની છે.
હવે ઓનલાઇન અરજી કર્યા બાદ સબમીટ બટન નો ઓપ્શન આવશે જે સબમીટ કર્યા બાદ એક અરજી ક્રમાંક જનરેટ થશે જે તમારે નોંધી લેવાનો રહેશે. કારણ કે આ અરજી ક્રમાંક તમને ભવિષ્યમાં જરૂર પડવાનો હોય છે.
આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના ફોર્મ
આ યોજના માટે કોઈપણ પ્રકારનું ઓફલાઈન ફોર્મ કોઈપણ જગ્યાએ મળતું નથી. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની હોય છે અરજી પત્રક સંપૂર્ણ ઓનલાઇન હોય છે.
ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના સમ્પર્ક નંબર
આ યોજના ની વધુ માહિતી મેળવવા માટે જિલ્લા વાર અહીંયા તમામ નાં સંપર્ક નંબર આપવામાં આવે છે. અહીંયા ક્લિક કરો
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
E- Samaj Kalyan Portal👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય યોજનાઓ
Sukanya Samriddhi Yojana 2025: વિશે માહિતી, ફાયદાઓ,ફોર્મ અને કેલ્ક્યુલેટર ની જાણકારી
વ્હાલી દીકરી યોજના 2023, ફોર્મ Pdf,ડોક્યુમેન્ટ અને પાત્રતા
કુંવરબાઈનું મામેરું યોજના 2023, pdf, ડોક્યુમેન્ટ અને ઓનલાઈન અરજી
“FAQ” વારંવાર પૂછાતા પ્રશ્નો
આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના માં કેટલી સહાય આપવામાં આવે છે?
આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના માં 2.50 લાખ રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
હું અનુચૂચિત જાતિ નો છું મારે અનુચુચિત જાતિ સિવાય બીજી જાતિ માં લગ્ન કરવા હોઈ તો મને આ સહાય મળી શકે?
જીહા, જો તમે અનુચૂચીત જાતિ સિવાય અન્ય જાતિ માં લગ્ન કરો તો તમને આ સહાય મળી શકે છે.
આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના ની અરજી લગ્ન નાં કેટલા વર્ષ સુધી કરી શકાય છે ?
આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના માં લગ્ન નાં 2 વર્ષ ની અંદર અરજી કરવાની હોય છે.
આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે ની અરજી કઈ રીતે અને ક્યાં કરવાની હોય છે?
આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના ની અરજી ઓનલાઈન અને Esamaj Kalyan Portal પર જઈ ને કરવાની હોય છે.
આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂર પડે છે?
આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે નાં જરૂરી ડોક્યુમે્ટ્સ અહીંયા ફોટો માં આપવામાં આવેલ છે.