Advertisements

Vahali Dikri Yojana Gujrat 2022 | વ્હાલી દીકરી યોજના ફોર્મ

Advertisements

ગુજરાત સરકારમાં અલગ અલગ વિભાગોમાં અલગ-અલગ ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે.  તેમાં પણ Women and child development department of Gujarat દ્વારા બાળકો અને મહિલાઓના વિકાસ માટે અને કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે. B આવી ઘણા પ્રકારની યોજનાઓ છે. 181 અભયમ યોજના, મહિલા સ્વાવલંબન યોજના, સિલાઈ મશીન યોજના, વિધવા પુનર્લગ્ન યોજના આવા કેટકેટલાય પ્રકારની યોજનાઓ થકી મહિલાઓ અને બાળકો પોતાનો વિકાસ કરી શકે છે અને આ સમાજમાં માનભેર જીવન જીવી શકે છે. પણ હજુ સુધી આપણા રાજ્યની મહિલાઓને ઘણી બધી પ્રકારની યોજનાઓ ની માહિતી છે નહીં તો અમો દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યું છે કે આ યોજના આપને જણાવવામાં આવે ને આપ આ યોજનાનો સંપૂર્ણપણે લાભ લઇ શકો.

વ્હાલી દીકરી યોજના માહિતી pdf

આ યોજનામાં સરકાર દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે દીકરીઓને પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં પ્રવેશ મળે ત્યાર પછી તેઓ ૧૮ વર્ષની થઈ ત્યાં સુધીમાં તેમ,1,10,000 રૂપિયા ચૂકવવા જેથી તેને ઉચ્ચ અભ્યાસ મા અને તેમના લગ્ન મા ઉપયોગી થાય શકે અને આ રકમ ત્રણ હપ્તા માં ચૂકવવામાં આવે છે.

વાલી દિકરી યોજના ની પાત્રતા

Women And Child Development Department Gujarat દ્વારા પાત્રતા નક્કી કરેલ છે કે આ યોજનાનો લાભ કોને મળશે અને આમાં કોણ પાત્ર છે તેની તમામ વિગત નીચે મુજબની છે

માતા-પિતાને પ્રથમ ત્રણ સંતાનોને આ લાભ મળી શકે છે અને એ પ્રથમ સંતાનમાં ત્રણ દીકરીઓ હોય તો પણ આ વાલી દિકરી યોજના નો લાભ તેમને મળવાપાત્ર છે.

તારીખ 01/08/2019 બાદ જન્મેલ તમામ દીકરીઓ ને વહાલી દીકરી યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.

માતા-પિતાને બીજી અને ત્રીજી પ્રસુતિમા દીકરીનો જન્મ થશે અને કુટુંબમાં દીકરીઓની સંખ્યા જો ત્રણ કરતા વધારે હોય તો પણ વહાલી દીકરી યોજના નો લાભ કોને મળવા પાત્ર રહેશે.

વહાલી દીકરી યોજના માટેના આધાર પુરાવા.

  • દિકરીનું જન્મનું પ્રમાણપત્ર.
  • દીકરી નું આધારકાર્ડ – જો કઢાવેલ હોય તો
  • પિતાનો આવકનો દાખલો
  • માતા-પિતાનું રેશનીંગ કાર્ડ
  • માતા-પિતાના આધાર કાર્ડ
  • માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
  • માતા-પિતાના તમામ હયાત બાળકોના જન્મના પ્રમાણપત્ર
  • માતા-પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
  • અને નિયત નમૂનામાં વાલી દિકરી યોજના નું સક્ષમ અધિકારી પાસે કરાવેલ માતા-પિતાનું સોગંધનામુ

વધુ વાંચો – મહિલા સ્વાવલંબન યોજના

Vahali Dikari  Yojana Income Limit- આવક મર્યાદા

ગુજરાત સરકાર તરફથી વહાલી દીકરી યોજના ની નિયમોની જોગવાઈ અનુસાર માતા-પિતાની વાર્ષિક આવક રૂપિયા બે લાખ સુધી કે તેના થી ઓછી આવક માન્ય ગણાશે. અને વધુમાં આ આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે એક સમાન રહેશે.

વાલી દિકરી યોજના ની અરજી ક્યાં કરવાની રહેશે

આપના ગામ અથવા શહેરના વોર્ડ વિસ્તારમાં નજીકની આંગણવાડી પર આઇસીડીએસ વિભાગ માં આપ જઇને અરજી ફોર્મ મેળવી શકો છો અને ત્યાં અરજી ફોર્મ આખું ભરીને આધાર પુરાવા રજૂ કરીને Icds વિભાગમાં જમા કરાવી શકો છો.

Vahali Dikari Yojana pdf Form Download

આ યોજના Women and child development department of Gujarat દ્વારા અમલ મા આવેલ છે.જેમાં લાભ લેવા માટે લાભાર્થી એ નિયમ નમૂના માં અરજી કરવાની હોય છે. જે અરજી ફોર્મ નીચે આપેલ છે જે ડાઉનલોડ કરવા વિનંતી છે.

દીકરી યોજના ના લાભ

આ યોજનામાં દીકરીઓને સહાય કુલ ત્રણ હપ્તા માં મળે છે આ માટે દીકરી લાભાર્થીને કુલ ત્રણ સપ્તાહમાં ટોટલ 1,10,000 રૂપિયા મળવાપાત્ર છે જે ત્રણ હપ્તા નીચે મુજબના છે

પ્રથમ હપ્તો

પ્રથમ હપ્તા મા લાભાર્થી દીકરીને તેમના પ્રાથમિક શાળાના પ્રથમ ધોરણ માં પ્રવેશ પછી દીકરીને 4000 ( ચાર હજાર રૂપિયા) મળવા પાત્ર રહેશે

બીજો હપ્તો

બીજા હપ્તામાં લાભાર્થી દીકરીને તેમના માધ્યમિક શાળાના ધોરણ નવમાં પ્રવેશ પછી દીકરી લાભાર્થીને રૂપિયા 6,000 મળવાપાત્ર રહેશે

ત્રીજો હપ્તો

આ ત્રીજા હપ્તામાં દીકરી લાભાર્થીને તેની ઉંમર 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે અથવા તો તેના લગ્ન માટે 1,00,000 (રૂપિયા એક લાખ) મળવા પાત્ર રહેશે

વધુમાં તુ બે હપ્તા લીધા પછી દીકરી નું મૃત્યુ થઈ જાય તો ત્રીજો હપ્તો દીકરીને મળવા પાત્ર રહેશે નહીં.

Vahali Dikari Yojana Help Line Number- સંપર્ક કચેરી

વહાલી દીકરી યોજના ની વધારે માહિતી મેળવવા માટે આપ જિલ્લાની બાળ વિકાસ વિભાગ કચેરી ખાતે સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો.

આ ઉપરાંત આપ તાલુકા કક્ષાએ આઇસીડીએસ વિભાગ ની કચેરીમાં જઈને પણ માહિતી મેળવી શકો છો.

અને ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી વર્કર પાસેથી પણ તમામ માહિતી મેળવી શકો છો.

સરકારશ્રીની અધિકૃત વેબસાઈટ:-  www.wcd.gujrat.gov.in પર જઇને આપ માહિતી મેળવી શકો છો.

Advertisements

Help Line Number- 079-232-57942

Source- @WCDgujarat

વધુ વાંચો

કિશાન વિકાસ પત્ર યોજના

પ્રધામંત્રીશ્રી માતૃ વંદના યોજના

10 thoughts on “Vahali Dikri Yojana Gujrat 2022 | વ્હાલી દીકરી યોજના ફોર્મ”

Leave a Comment