Free sewing machine scheme gujarat 2022 | ojas free silai machine | Silai Machine Loan Yojana Gujarat 2022 | free Silai machine yojana gujarat | manav kalyan yojana silai machine | સિલાઈ મશીન યોજના 2022 | Self Employment Scheme
વાચક મિત્રો આપ સૌ જાણો છો કે આ વેબસાઈટ ઉપર ગુજરાત સરકારની તમામ યોજનાઓ મૂકવામાં આવે છે. જેના દ્વારા આપ સરકારી યોજના નો વધુમાં વધુ લાભ ઉઠાવી શકો છો. આ સરકારી યોજનાઓ નો લાભ મેળવીને આપ તમારા ધંધા રોજગાર, અભ્યાસ, ખેતીવાડી ક્ષેત્રે અને બીજા અલગ અલગ ક્ષેત્રે આ પ્રગતિ કરી શકો છો.આજે આપડે આવી એક ધંધો રોજગાર મેળવવા માટેની “Silai Machine Loan Yojana Gujarat 2022” વિશે ચર્ચા કરવાનાં છીએ.
માનવ ગરિમા હેઠળ તો ગુજરાત રાજ્યના ઘણા લાભાર્થીઓને ફ્રી મા સિલાઈ મશીન આપવામાં આવે છે પરંતુ આજની આ યોજના રાજ્યના આદિવાસી વિસ્તારના ST વર્ગ માટે ની ફ્રી સિલાઈ મશીન લોન યોજના છે.જેમાં આ યોજના આદિજાતિ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.જેમાં ST વર્ગ નાં લોકોને દરજી કામ કરવા માટે આ Sarkari Loan Sahay આપવામાં આવે છે. જે નીચે મુજબ આપડે સમજીશું.
યોજના નુ નામ | Silai Machine Loan Yojana Gujarat 2022 |
સહાય | આ યોજના માં લાભાર્થી ને 50,000/- રૂપિયા ની Tailoring Business Loan આપવામાં આવે છે |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | દરજી કામ નાં વ્યવસાય મા પૈસાની જરૂર હોય છે. અનુસુચિત જનજાતિ લોકો ને ધંધા અને રોજગાર માં આગળ આવી શકે અને વિકાસ થાય તે હેતુ થી. |
લાભાર્થી | ગુજરાત રાજ્ય નાં અનુસુચિત જનજાતિ ના લોકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
વેબસાઈટ | www.adijatinigam.gujarat.gov.in |
Silai Machine Loan Yojana Gujarat 2022
ગુજરાત રાજ્યમાં આદિજાતિ નિગમ દ્વારા આદિજાતિના લોકોનું અને યુવાનોનો વિકાસ થાય અને તેઓ રોજગારી મેળવી રહે તે હેતુથી આ યોજના અમલમાં આવેલ છે.આ યોજનામાં જે યુવાનો દરજીકામ શીખીને નવો ધંધો ચાલુ કરવા માંગતા હોય તેઓને Tailoring Business Loan આપવામાં આવે છે. જેનાથી આવા યુવાનો આગળ આવી શકે અને પોતે પગ ભર થઈ શકે અને પ્રગતિ કરી શકે છે.
આ યોજનાનો લાભ મેળવ્યા બાદ એસ.ટી વર્ગના લોકો સિલાઈ મશીન નો વ્યવસાય ચાલુ કરી શકે છે.ને આ સિલાઈ મશીન લેવા માટે સરકાર તરફ થી તેઓ ને ખુબજ મોટી રકમ ની સરકારી લોન સહાય આપવામાં આવે છે.
આમાં છું એવું છે કે માનવ ગરિમા હેઠળ જે ફ્રી સિલાઈ મશીન મળે છે તે યોજના અને અહીંયા આપેલી યોજના બંને યોજનાઓ તદ્દન અલગ છે. બંને યોજનામાં સહાય પણ અલગ મળે છે. માનવ ગરીમા યોજના ફ્રી સિલાઈ મશીનમાં ફ્રીમાં સિલાઈ મશીન મળે છે.જ્યારે આ યોજના માં લોન આપવામાં આવે છે.
જો આપને સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓ ની તમામ અને વિગતવાર માહિતી મેળવવી હોઈ તો આપ અમારી Telegram Channel સાથે જોડાઈ શકો છો.
Silai Machine Loan Sahay Benefits – લાભ
સિલાઈ મશીન સરકારી લોન યોજના હેઠળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિ વર્ગના લોકોને આ લોન આપવામાં આવે છે. એટલે કે જો ST વર્ગ ના લોકો ને Tailoring Business માટે લોન ની જરૂર પડે છે. તેથી આ લોકોને સરકાર તરફથી દરજીકામ માટે તદ્દન નજીવા વ્યાજ પર સરકારી લોન આપવામાં આવે છે.
આ યોજનામાં 50 હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે. જે લોનનું વાર્ષિક વ્યાજ માત્ર 4 % હોય છે. આ વ્યાજ વાર્ષિક વ્યાજ રૂપે ભરવાનુ હોઈ છે.
વધું વાંચો 👉 વનબંધુ કલ્યાણ યોજના
દરજી કામ સરકારી લોન વ્યાજદર અને ફાળો
આ લોન માં લાભાર્થીઓને 50,000 સુધીની લોન આપવામાં આવે છે. અને તેનું વાર્ષિક સાદુ વ્યાજ માત્ર ચાર ટકા હોય છે. વઘુ માં લાભાર્થી એ લોનની કુલ રકમના 10% લેખે 5,000/- રૂપિયાનો પોતે ફાળો આપવાનો રહેશે.
Tailoring Business Sarkari Loan પરત કરવાનો સમય
આ લોન ગુજરાત રાજ્યના આદિવાસી લોકોને આપવામાં આવે છે. આ લોન મેળવ્યા બાદ લાભાર્થીઓને આ લોન કઈ રીતે ચૂકવવાની હોય છે તેની માહિતી નીચે આપેલ છે.
- લાભાર્થીએ લોન મેળવ્યા બાદ 20 હપ્તાઓમાં સંપૂર્ણ લોન ચૂકવવાની રહેશે. જેમાં વ્યાજ પણ સામેલ હશે.
- જો લાભાર્થીઓને પૈસાની સગવડ થઈ જાય તો તેઓ પૂરેપૂરી લોન ના પૈસા એકસાથે ભરી શકે છે.
- જો લાભાર્થી દ્વારા લોન ચૂકવવામાં મોડું થશે તો વધારાનું 2% દંડનીય વ્યાજ ચૂકવવું પડશે.
વધું વાંચો 👉 મહિલા સ્વાવલંબન યોજના
સિલાઈ મશીન યોજના આવક મર્યાદા
આદિજાતિ વિભાગ દ્વારા આ યોજના નો લાભ લેવા માટે નીચે મુજબની વાર્ષિક આવક ધરાવતા લાભાર્થીઓ ને આ લોન આપવામાં આવશે.
- ગ્રામ્ય વિસ્તારમાં વસતા લાભાર્થીઓની વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- કરતા વધુ ન હોવી જોઈએ.
- શહેરી વિસ્તારમાં વસતા લાભાર્થીઓની વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- કરતા વધુ ન હોવી જોઈએ.
Silai Machine Loan Yojana Eligibility – પાત્રતા
ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા દરજી કામ માટે 50,000/- રૂપિયા ની વ્યવસાયિક લોન આપવામાં આવે છે. આ લોન યોજના માટે વિભાગ દ્વારા નીચે મુજબની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ જ પાત્ર ગણવામાં આવશે.
- લાભાર્થીઓ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- લાભાર્થી અનુસૂચિત જનજાતિના હોવો જોઈએ.
- લાભાર્થી પાસે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનીંગ કાર્ડ હોવું જરૂરી છે.
- લાભાર્થીઓની ઉંમર 18 વર્ષ કરતા ઓછી ન હોવું જોઈએ અને 55 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ.
- લાભાર્થી પાસે દરજીકામના વ્યવસાયનો અનુભવ હોવો જોઈએ.
- લાભાર્થી પાસે લાભાર્થીએ જે દરજી કામના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
- લાભાર્થીએ કોઈપણ કપડાની ફેક્ટરીમાં કામ કરેલું હોય તો તેનું વેલીડ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
આ પણ વાંચો 👉 નાના ધંધા માટે જગ્યા લેવા માટે ની યોજના
Documents Required For Tailoring Business Loan Yojana – આધાર પુરાવા
રાજ્યના એસટી વર્ગના લોકોને કામ કરવું હોય તો સરકાર તરફથી આ લોન આપવામાં આવે છે. આ લોન માટે નીચે મુજબના આધાર પુરાવાઓ રજૂ કરવાના રહેશે.
- લાભાર્થીના આધારકાર્ડ ની નકલ.
- લાભાર્થી ના ચૂંટણી કાર્ડ ની નકલ.
- લાભાર્થી ના રેશનીંગ કાર્ડ ની નકલ.
- લાભાર્થી નુ જાતિનું પ્રમાણપત્ર ની નકલ ( ST વર્ગ)
- લાભાર્થી એ કોઈ પણ કાપડની દુકાનમાં કે ફેક્ટરીમાં કામ કરેલ હોય તો તેનું અનુભવના પ્રમાણપત્ર ની નકલ.
- જ્યાં દરજીકામનો વ્યવસાય ચાલુ કરવાના હોય તે દુકાનના આધાર પુરાવા અને જો દુકાન ભાડે હોય તો ભાડા કરાર.
- લાભાર્થીએ રજૂ કરેલ મિલકતનો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું)
- જામીનદાર 1 અને જામીનદાર 2 ના મિલકતના વેલ્યુએશન રિપોર્ટ.
- જામીનદાર 1 અને જામીનદાર 2 નાં રૂપિયા 20 નાં સ્ટેમ્પ ઉપર એફિડેવિટ કરેલ સોગંદનામુ.
- લાભાર્થીના બેન્કની પાસબુક ની નકલ.
- લાભાર્થીના બે પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ.
વધું વાંચો:- માનવ ગરીમા યોજના
Online Apply Silai Machine Loan Yojana 2022
આદિજાતિ નિગમ દ્વારા આ લોન યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ લોન યોજના માટેની અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે.
સૌપ્રથમ “Google” મા જઈ ને Adijati Nigam Gujarat ની વેબસાઈટ પર જવાનું રહેશે.
જ્યા હવે આદિત જાતિ નિગમની ઓફિસિયલ વેબસાઈટના હોમ પેજ પર જ “Apply For Loan” બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
હવે ત્યાં ક્લિક કર્યા બાદ આપની સામે “Gujarat Tribal Development Corporation” એક નવુ જ પેગ ખુલી જશે.
જ્યાં આગળ જો આપ પ્રથમવાર જ આ લોન માટે અરજી કરવાના હોય તો “Register Here”પર ક્લિક કરવાનું રહેશે.અને ત્યાં નવું આઈડી અને પાસવર્ડ બનાવવાનું રહેશે.
ત્યારબાદ apply now પર ક્લિક કર્યા પછી વિવિધ યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “self employment” બટન પર ક્લિક કરો.
જા તમારે “self Employment” પર આપેલી શરતોને બોલીઓને ધ્યાનપૂર્વક વાંચી લેવી અને સમજી લેવી.
હવે હવે જે સ્કૂલે ત્યાં લાભાર્થીની પોતાની તમામ વિગતો,લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
જયાં હવે યોજના ની પસંદગી માં “દરજીકામ માટેની લોન યોજના” પસંદ કરી ને તેનું આગળ ની કોલમ માં લોન ની રકમ ભરવાની રહેશે.
હવે અરજદારે તેમના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જામીનદારોની વિગતો અપલોડ કરવાની રહેશે અને બેંકના ખાતાની વિગતો નાખવાની રહેશે.
હવે લાભાર્થીએ ઓનલાઇન અરજીની તમામ વિગતો એકવાર ફરીથી ચકાસીને તેમની અરજીને સેવ કરવાની રહેશે. જ્યાં અરજી સેવ કર્યા બાદ એપ્લિકેશન નંબર જનરેટ થશે જેને સાચવીને રાખવાનો રહેશે.
વધું વાંચો:- ઈ શ્રમ કાર્ડ નાં ફાયદાઓ
Free tailoring machine application form
આ યોજના માટે કોઈપણ પ્રકારનું એપ્લિકેશન ફોર્મ આપવામાં આવતું નથી. આ યોજના ની અરજી ફક્ત ઓનલાઇન જ કરવામાં આવે છે.
Self Employment Scheme Helpline Number/Contact Office
આ સરકારી લોન Gujarat Tribal Development Corporation, Gujarat State દ્વારા ચલાવવામાં આવે છે.માટે જો આપને આ લોન બાબતે અથવા તો અન્ય કોઈપણ જાણકારી મેળવવી હોય તો નીચે કોન્ટેક્ટ નું સરનામું અને હેલ્પલાઇન નંબર આપવામા આવેલ છે.
કચેરી સરનામું:- Birsa Munda Bhavan, Sector 10-A, Gandhinagar, Gujarat.
ઈ મેઈલ :-gog.gtdc@gmail.com
Helpline Number:- +91 79 23253891, 23256843, 23256846
અગત્ય ની યોજનાઓ :-
આયુષ્માન ભારત કાર્ડ યોજના ફાયદાઓ
Adijati Nigam Website 👉 | Click Here |
Online Apply Here👉 | Click Here |
login Here 👉 | Click Here |
“FAQ” For Silai Machine Loan Yojana Gujarat 2022
આ સિલાઈ મશીન લોન યોજના કોના માટે ની યોજના છે ?
આ લોન યોજના ગુજરાત રાજ્ય ના આદિવાસી લોકો (ST) માટે ની યોજના છે
સિલાઈ મશીન લોન યોજના માં કેટલી લોન આપવામાં આવે છે ?
આ લોન યોજના માં લાભાર્થી ને 50,000/- રૂપિયા ની લોન આપવામાં આવે છે.
સિલાઈ મશીન લોન યોજના માટે નું વ્યાજ દર કેટલું હોઈ છે ?
આ લોન યોજના માટે 50,000 રૂપિયા નું વાર્ષિક વ્યાજદર 4% હોઈ છે.
દરજીકામ નાં વ્યવસાય માટે ની આ લોન આવક મર્યાદા કેટલી હોઈ છે ?
આ યોજના નો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તાર નાં લાભાર્થીઓ માટે વાર્ષીક આવક મર્યાદા 1,20,000/- રૂપિયા ની છે અને શહેરી વિસ્તાર નાં લાભાર્થીઓ માટે વાર્ષીક આવક મર્યાદા 1,50,000/- રૂપિયા ની છે
1 thought on “Silai Machine Loan Yojana Gujarat 2022 | સિલાઈ મશીન યોજના 2022”