108 સિટીઝન મોબાઈલ એપ્લીકેશન 2023, ડાઉનલોડ,108 કોલ,મેડિકલ કોલ, ફાયર કોલ અને 108 ની અન્ય જરૂરી માહિતી (108 Mobile Application Full Details In Gujarati)
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિઝીટલ ઇન્ડિયાના (Digital India) સપનાને સાકાર કરવા ગુજરાતે દેશને રાહ ચીંધી છે.
ત્યારે આધુનીક ટેકનોલોજીના માધ્યમ દ્વારા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ (108 Emergency Ambulance) સેવા થકી આરોગ્ય સારવાર પુરી પડવાના માટે એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે.
જાણવા મળેલ માહિત મુજબ આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સીટીઝન મોડ્યુલ, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર મોડ્યુલ, પાયલોટ, ઇમરજન્સી મેડીકલ ટેકનીશીયન મોડ્યુલ અને હોસ્પીટલ મોડ્યુલ કાર્યરત કરાયા છે. જેમાં નાગરિકો ને 108 એમ્બ્યુલન્સ ની સેવા જડપી મળશે.
108 સિટીઝન મોબાઈલ એપ્લીકેશન 2023
યોજના નું નામ | 108 સિટીઝન મોબાઈલ એપ્લીકેશન 2023 |
સહાય | —– |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
લાભાર્થી | દેશ નાં તમામ નાગરિકો |
ઉદ્દેશ | |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | 108 પર કોલ કરી ને |
વધું વાંચો- GeM પોર્ટલ પર નોંધણી કરવાની પ્રક્રિયા
108 સિટીઝન મોબાઈલ એપ્લીકેશન 2023
ગુજરાત સરકાર નાં આરોગ્ય વિભાગ દ્વારા આ 108 એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે.જેમ કે 108 ની મદદ માટે તમારે તેમાં કોલ કરવો પડતો હતો પરંતુ તે સેવા ને વધુ વેગ આપવા અને નાગરિકો ને વધુ ને વધુ જડપી સેવા પૂરી પાડવા માટે સરકારે આ એપ્લિકેશન લોન્ચ કરી છે.
GVK- EMRI દ્વારા 108 એ સીટીઝન મોબાઈલ એપ દ્વારા કોલ સેન્ટરમાં કોલ કર્યા વિના આસપાસના વિસ્તારમાં ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી બોલાવી શકાશે.
આ એપ્લિકેશન દ્વારા તમે કોઈપણ ઘરના માટે કોલ કરો એટલે કોલ કરનારનું ચોક્કસ સ્થળ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે તરત જ ગુગલના નકશાના લેટ લિંગ સાથે મળી જશે. જેથી રિસ્પોન્સ સેન્ટરમાં ટેલીફોન ઓપરેટર દ્વારા ઘટના સ્થળ સહિતની માહિતી મેળવવાનો સમય બચશે.
વધું વાંચો- સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત
108 મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ
જો તમારે 108 ની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય તો આપને સૌપ્રથમ “Google Play Store” પર જવાનું રહેશે.
“Google Play Store” માં જઈ ને “108 મોબાઈલ એપ” સર્ચ કરવાનું રહેશે.
હવે તમારી સામે ઘણી એપ્લિકેશન ખુલી જશે જે 108 એપ્લિકેશન જેવી જ હશે.પરંતુ તમારે 108 એપ્લિકેશન જ ડાઉનલોડ કરવાની છે તો નીચે મુજબ નાં લોગો વાળી એપ્લીકેશન ડાઉનલોડ કરો.
હવે જો આ એપ ડાઉનલોડ થઈ ગઈ હોઈ તો તેને ઇન્સ્ટોલ કરી ને ત્યારબાદ તમે આ એપ ની સેવા નો લાભ મેળવી શકશો.
વધું વાંચો- આધાર કાર્ડ માં નામ જન્મ તારીખ એડ્રેસ સુધારો ઘરે બેઠા
108 મોબાઈલ એપ્લિકેશન નો ઉપયોગ
સૌપ્રથમ તમારે 108 એપ્લિકેશન ઓપન કરવાની હોય છે. જ્યાં તમારે આ એપ્લિકેશન ઉપર નોંધણી કરાવવાની હોય છે.
નોંધણી માટે તમારું નામ અટક, ફોન નંબર, ઈમેઈલ આઈડી, જાતિ, બ્લડ ગ્રુપ વગેરે માહિતી દાખલ કરવાની રહેશે.
આ તમામ માહિતી દાખલ કરશો એટલે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે. જે OTP ને તમારે દાખલ કરી ને નોંધણી પૂર્ણ કરવાની રહેશે.
હવે તમે આ 108 એપ્લિકેશન ની સેવા માટે ઉપયોગ કરી શકો છો. આ એપ્લિકેશન માંથી તમે ડાયરેક્ટ 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી શકો છો. એમાં તમારે વધુ માહિતી આપવાની હોતી નથી. એ તમારા લોકેશન મુજબ 108 એમ્બ્યુલન્સ આવી જાય છે.
108 એપ્લિકેશન માં 108 એમ્બ્યુલન્સ ને બોલાવવા માટે લાલ કલરના બટન ઉપર ટેપ કરવાથી સીધો જ તમારા એરિયા મુજબ 108 ને કોલ લાગી જશે. એટલે કે 108 ને એમ્બ્યુલન્સ તુરંત તમારા લોકેશન ના સ્થળ મુજબ ત્યાં હાજર થઈ જશે.
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
અધિકૃત વેબસાઈટ👉 | અહીંયા ક્લિક કરો |
108 એપ ડાઉનલોડ કરો 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો
ઘરે બેઠા ચેક કરો તમારા આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક છે કે નહિ?
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ આ રીતે છેક કરો
ગુજરાત લેન્ડ રેકોર્ડ 7/12 અને 8/અ ના ઉતારા ઓનલાઈન ઘરે બેઠા મેળવો
“FAQ”
108 એપ કયાં થી ડાઉનલોડ કરવાની હોય છે?
108 એપ google play store માં જઈ ને ડાઉનલોડ કરવાની હોય છે
108 એપ નો ઉપયોગ શું હોઈ છે?
108 એપ માંથી મેડિકલ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ સેવા મેળવી શકો છો.
108 એપ માટે નોંધણી કરવા માટે શું શું વીગતો ની જરુર હોઈ છે?
નામ અટક, ફોન નંબર, ઈમેઈલ આઈડી, જાતિ, બ્લડ ગ્રુપ