Advertisements

Dr.Vikram Sarabhai Scholership Scheme 2023 | ડૉ. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક સ્કોલરશીપ યોજના ગુજરાત

Advertisements

ડૉ. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક સ્કોલરશીપ યોજના ગુજરાત | Dr.Vikram Sarabhai Scholership Scheme 2023 | વિકાસ ડિજીટલ સ્કોલરશીપ ની તમામ માહિતી | વિકાસ સ્કોલરશીપ યોજના 2023 | વિક્રમ સારાભાઈ સ્કોલરશીપ યોજના અરજી ફોર્મ | Dr. Vikaran Scholarship Scheme | Gujarat Vikas Scholarship Yojana | Dr.Vikram Sarabhai Vikas Scholarship

જો આપ વિદ્યાર્થી મિત્રો વિક્રમ સારાભાઈ સ્કોલરશીપ યોજના વિશેની તમામ માહિતી મેળવવા આવ્યા હોય તો તમે એકદમ સચોટ અને સાચી જગ્યાએ આવ્યા છો અહીંયા Dr. Vikram Sarabhai Scholership Scheme 2023 વિશેની સંપૂર્ણ માહિતી વિગતવાર આપને આપવામાં આવશે.

આજની આ સ્કોલરશીપ યોજના માં વાંચ્યા બાદ આપને કઈ રીતે અરજી કરવી પરીક્ષા કઈ રીતે આપવી કેટલા માર્ક ની પરીક્ષા હોય કેટલી સ્કોલરશીપ મળે તમામ વિગતો મળી જશે અને આપને અન્ય કોઈપણ જગ્યા પર જઈને આ સ્કોલરશીપ વિશે વધુ માહિતી મેળવી પડશે નહીં. તેની ખાતરી આપીએ છીએ.

આપ સર્વે વાચકોને નમ્ર વિનંતી છે કે જો આપ સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓની સચોટ અને સાચી માહિતીના અપડેટ મેળવવા માગતા હોય તો અમારા WhatsApp Group અને Telegram Channel સાથે જોડાઈ શકો છો.

યોજના નું નામ ડો. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક સ્કોલરશીપ યોજના ગુજરાત
સહાય 1 લાખ રૂપિયા ની સ્કોલરશીપ
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે અને તેઓને આર્થિક મદદ મળી રહે તે હતું થી
લાભાર્થી ધોરણ 8 અને ધોરણ 10 નાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ( છોકરા અને છોકરીઓ)
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક www.prl.res.in
Dr. Vikram Sarabhai Scholership Scheme 2023

વધું વાંચો:- શિક્ષણ ગુણવત્તા સહાય યોજના

Dr. Vikram Sarabhai Scholership Scheme 2023

Table of Contents

ગુજરાત રાજ્યના રાજ્ય મ “Vikas” ભૌતિક અનુસંધાન અમદાવાદ દ્વારા આ સ્કોલરશીપ રાજ્યમાં વસતા અને ગ્રામીણ વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓનો આગળ ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે આર્થિક સાથ મળી રહે.

આ સ્કોલરશીપ માં ગ્રામીણ વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓ ધોરણ આઠ થી લઈને ધોરણ 12 સુધીને સ્કોલરશીપ આપવામાં આવે છે. જેની તમામ વિગતો નીચે મુજબની છે.

આ વાંચો:- પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના 2022

Dr. Vikram Sarabhai Scholership Benefits

આ સ્કોલરશીપ મા ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 1 લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ ની સહાય આપવામાં આવે છે. જેથી તેઓ ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હોય તો તેઓને મદદ મળી રહે છે.

પસંદ કરેલા વિદ્યાર્થીઓને 4 વર્ષના સમયગાળામાં  ધોરણ 9 થી ધોરણ 12 સુધીમાં નીચે મુજબની રકમ દર વર્ષે વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ પેટે આપવામાં આવે છે.

  • ધોરણ 9માં ₹20,000/-,
  • ધોરણ 10માં ₹20,000/-
  • ધોરણ 11માં ₹30,000/-
  • ધોરણ 12માં ₹30,000/-

જો વિદ્યાર્થી ધોરણ 10 બાદ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તો તેઓને ધોરણ 11 અને ધોરણ 12 માં શિષ્યવૃતિ મળવાપાત્ર છે.

વધું વાંચો:- ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ માટે જાણો તમામ પ્રોસેસ

ડૉ. વિક્રમ સારાભાઈ સ્કોલરશીપ ની પાત્રતા

આ શિષ્યવૃત્તિ માં અરજી કરવા માંગતા વિદ્યાર્થીઓની પાત્રતા નીચે મુજબની હોય છે.

  • વિદ્યાર્થી ગ્રામીણ ક્ષેત્રમાં રહેતો હોવો જોઈએ.
  • વિદ્યાર્થી ગ્રામ્ય વિસ્તારની શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • વાલી ની આવક 1.5 લાખ કરતા ઓછી હોવી જોઈએ.

વિકાસ સ્કોલરશીપ યોજના ગુજરાત આવક મર્યાદા

  • ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ મેળવવા માટે તેમના વાલીની નીચે મુજબની આવક મર્યાદા હોવી જરૂરી છે.
  • વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓ ની વાલી ની વાર્ષિક આવક મર્યાદા 1.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ.

Dr.Vikram Sarabhai Scholarship Yojana Documents

આ યોજનામાં અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ નીચે મુજબના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  • વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ
  • વિદ્યાર્થીનું રહેઠાણ અંગેનું પુરાવો.
  • વિદ્યાર્થીના વાલી નો વાર્ષિક આવક અંગે નો દાખલો (તહેસીલદાર/મહેસુલ અધિકારી (મામલતદાર)/SDM/તાલુકા મેજિસ્ટ્રેટ/કલેક્ટર/DM/ADM/કોઈપણ સમકક્ષ સત્તા દ્વારા જારી કરવામાં આવે છે. પ્રમાણપત્રમાં કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવકનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ)
  • વિદ્યાર્થી ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તો ધોરણ 7 ની માર્કશીટ.
  • વિદ્યાર્થી ધોરણ 10 માં અભ્યાસ કરતા હોય તો ધોરણ 9 ની માર્કશીટ.
  • વિદ્યાર્થીના પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ
  • અરજદારે શાળાના પ્રધાનઆચાર્યનું લખેલું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેમાં નિચેની વિગતો દર્શાવેલી હોય તે જરૂરી છે.
  • વિદ્યાર્થીનું નામ અને વિદ્યાર્થી શાળાનો નિયમીત વિદ્યાર્થી છે કે નહીં.
  • શાળા જે શૈક્ષિણિક બોર્ડ સાથે જોડાયેલ હોય તેનું નામ.
  • શાળાના બોર્ડના કે ગુજરાત શિક્ષણ વિભાગના નોંધણી ક્રમાંક.
  • શાળા સરકારી, અર્ધસરકારી કે ખાનગી છે તેની વિગતો.
  • શાળાનું ભાષા માધ્યમ.
  • શાળા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે કે નહીં.
  • શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
  • જો પ્રમાણપત્રમાં શાળાનું સરનામું અને શિક્ષણ બોર્ડ સાથે શાળાની નોંધણીની વિગતો શામેલ ના હોય, તો અરજદારે આ વિગતોનો ઉલ્લેખ કરતા શાળાના વડાનું પ્રમાણ-પત્ર પણ રજૂ કરવું જોઈશે.
  • જે શાળાના એક કરતાં વધારે કેમ્પસ હોય, તો પ્રમાણપત્ર અથવા આવેદન-પત્રમાં અરજદાર જ્યાં અભ્યાસ કરે છે તે કેમ્પસનું સરનામું પણ હોવું જોઈએ.

આ પણ વાંચો:- શૈક્ષણિક લોન યોજના ગુજરાત બિનઅનામત વર્ગ

જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચેની વિગતો આપવી જરૂરી રહેશે

  • બેંક એકાઉન્ટ વિગતો (એકાઉન્ટ નંબર, IFSC કોડ). એકાઉન્ટ માતાપિતામાંથી કોઈપણનું હોઈ શકે છે.
  • ખાતાધારકનું આધાર કાર્ડ, જો બેંક ખાતું માતાપિતા અથવા વાલીના નામે હોય.

અન્ય જારૂરી વિગતો નોંધી લો

  • પી.આર.એલ. શિષ્યવૃત્તિ માટે ચયનિત વિદ્યાર્થીઓ દ્વારા અરજી સાથે આપેલા પુરાવાઓની સ્વતંત્ર ચકાસણી કરશે અને જો કોઈ વિગતો ખોટી જણાશે અથવા જરૂરી તથ્યો જાણી જોઇ દબાવ્યા હશે કે અવગણ્યા હશે, તો તે ઉમેદવાર માટે શિષ્યવૃત્તિનો પુરસ્કાર પાછો ખેંચી લેવામાં આવશે.
  • શિષ્યવૃત્તિનું વાર્ષિક નવીકરણ એ હકીકતને આધિન રહેશે કે વિદ્યાર્થી પછીના વર્ષમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે.
  • વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિના સમયગાળા દરમિયાન દરેક શૈક્ષણિક વર્ષના અંતે પરીણામ ની નકલ અને તેમણે શિક્ષણ ચાલુ રાખ્યું છે અને એકંદર તેમનું શૈક્ષણિક પ્રદર્શન સારો છે એવું શાળાના વડાનું પ્રમાણપત્ર મોકલવાનુ રહેશે.
  • શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ ધોરણ 10 પછી તોજ ચાલુ રાખવામાં આવસે જો આ વિદ્યાર્થી ધોરણ ૧૧ માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે. આ હકિ્કત દર્શાવવા વિદ્યાર્થીએ શાળાના વડાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીએ PRL ને એ જણાવવ નું સહેશે કે એણે અન્ય કોઈ શિષ્યવૃત્તિ અથવા નાણાકીય સહાય મેળવી છે. એ જરૂરી નથી કે અન્ય સ્ત્રોતો માંથી નાણાકીય સહાય મેળવનાર અથવા અન્ય શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીને વિકાસ શિષ્યવૃત્તિ મેળવવામાંથી બાકાત રાખવામાં આવે.
  • કોઇપણ સમયે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની અરજીમાં કોઇ વિસંગતતા પી.આર.એલ.ના ધ્યાનમાં આવશે તો તુરંત જ તે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવશે.
  • શિષ્યવૃત્તિ સંબંધી કોઇપણ નિયમો, પસંદગી પ્રક્રિયા કે શરતો માં પૂર્વ સૂચના આપ્યા વિના ફેરફાર કરવા માટે પી.આર.એલ. સ્વતંત્ર છે.

અગત્ય ની યોજના:- Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams

Dr Vikram Sarabhai Scholarship 2023 Online Registration

આ સ્કોલરશીપ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રોએ ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઇન અરજી કરવાની તમામ પ્રક્રિયા નીચે સમજાવેલ છે.

Dr Vikram Sarabhai Scholarship 2023 Online Registration
Images Source:- “VIKAS” Official Website www.prl.res.in

સૌપ્રથમ ગૂગલમાં “Vikas” ની ઓફિસિયલ વેબસાઈટમાં જવાનું રહેશે.

જ્યાં હોમ પેજ ઉપર જ તમામ મેનુ દેખાશે. ત્યાં “વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન” મેનુ માં ક્લિક કરવાનું રહેશે.

Advertisements
Dr Vikram Sarabhai Scholarship 2023 Online Registration
Images Source:- “VIKAS” Official Website www.prl.res.in

ત્યારબાદ ઓનલાઇન અરજી ફોર્મ ખુલી જશે. “શું તમારી શાળા ગ્રામિણ વિસ્તાર મા છે?” લખેલું જોવા મળશે.

આપેલ ઓપ્શન માં “YES” અને “NO” હાસે. જયા તમારે “YES” વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

Dr Vikram Sarabhai Scholarship 2023 Online Registration
Images Source:- “VIKAS” Official Website www.prl.res.in

આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ ઓનલાઇન અરજી ફોર્મ ખૂલી જશે જે શાંતિથી કાળજીપૂર્વક ભરવાનું રહેશે.

છેલ્લે તમારા તમામ ડોક્યુમેન્ટ્સને સ્કેન કરીને આ અરજી ફોર્મ માં ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

વિકાસ સ્કોલરશીપ છેલ્લી તારીખ

આ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2023 છે..ત્યાર બાદ અરજી સ્વીકારશે નહીં જેની નોંધ લેવી.

વધું વાંચો:- સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય-e samaj kalyan

વિકાસ સ્કોલરશીપ પરીક્ષા કેન્દ્રો

વિદ્યાર્થીઓની નીચે મુજબના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજનાર હોય જે જોઈ લેવા વિનંતી.

પરીક્ષા કેન્દ્રો માટે અહીંયા ક્લિક કરો.

વિકાસ સ્કોલરશીપ ની સ્ક્રીનીંગ પરીક્ષા વિશે માહિતી

  • સ્ક્રિનીંગ પરીક્ષા રવિવાર 22 જાન્યુઆરી 2023 ના રોજ તમામ કેન્દ્રો ખાતે યોજવામાં આવશે. સ્ક્રિનિંગ કસોટી નો સમય રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓને યોગ્ય સમયે જણાવવામાં આવશે. સ્ક્રિનીંગ પરીક્ષા ની સમય 1 કલાક નો રહેશે.
  • સ્ક્રિનીંગ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમના સંબધિત પરીક્ષા કેન્દ્ર ખાતે સવારે 10.00 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે.
  • પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ એડમિટ સ્લીપ અને તેમનું ઓળખપત્ર લાવવાનું રહેશે.
  • પ્રશ્નપત્રમાં મૂળભૂત જ્ઞાન અને યોગ્યતાની ચકાસણી કરતા બહુવિકલ્પ પ્રશ્નો હશે.
  • પ્રશ્નપત્ર ઈંગ્લીશ, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં રહેશે અને ઉત્તરપત્ર (OMR sheet) ફકત ઇંગ્લિશ ભાષામાં જ રહેશે.
  • દરેક સાચા જવાબના +3 અને ખોટા જવાબના -1 ગુણ આપવામાં આવશે. અનુત્તરિત પ્રશ્નો ને કોઈ ગુણ આપવામાં આવશે.

વાંચતા રહો:- Namo Tablet Yojana Gujarat 2022 Registration Form

Dr Vikram Sarabhai Scholarship Scheme Helpline Number

વિદ્યાર્થી મિત્રોને આ શિષ્યવૃત્તિ અંગેની કોઈપણ મૂંઝવણ હોય પ્રશ્નોત્તરી હોય તો નીચે આપેલ સરનામમાં અથવા તો ઇ-મેલ આઇડી પર મેલ કરીને વધુ માહિતી મેળવી શકે છે.

સંયોજક, વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના “વિકાસ” શિષ્યવૃત્તિ,ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯

ઈ-મેઈલ: vikas_scholarship AT prl.res.in

Vikas Official Website 👉અહીંયા ક્લિક કરો
નોંધણી કરવા માટે 👉અહિયાં ક્લિક કરો
પરિક્ષા કેન્દ્રો માટે 👉અહિયાં ક્લિક કરો
પોર્ટલ પર લોગીન થવા માટે👉અહિયાં ક્લિક કરો
Important Key Points Of Vikas Scholarship Yojana

વધું વાંચો-

Gujarat NMMS 2022 – 2023 for Class 8 – Application Form, Eligibility Criteria, Exam Pattern| Gujarat NMMS Scholarship

Videsh Abhyas Loan Sahay 2022 For Scheduled Tribes

Treaning Scheme For Competitive Exam Yojana

“FAQ” ડૉ. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક સ્કોલરશીપ યોજના ગુજરાત

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક યોજનામાં 8મા ધોરણના બાળકોને કેટલી રકમ મળે છે?

ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે: રૂ. 1,00,000/- (રૂપિયા એક લાખ) સુધીની શિષ્યવૃત્તિ ચાર વર્ષના સમયગાળામાં આપવામાં આવશે.

ડો. વિક્રમ સારાભાઈ સ્કોલરશીપ ની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

આ યોજના માં અરજી કરવાની છેલ્લી તારીખ 20/01/2023 છે.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક યોજનામાં 10મા ધોરણના બાળકોને કેટલી રકમ મળે છે?

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે: સ્કોલરશિપ બે વર્ષ માટે આપવામાં આવશે જે ધોરણ 11 દરમિયાન રૂ. 30,000/- અને ધોરણ 12 દરમિયાન રૂ. 30,000/- હશે.

વિક્રમ સારાભાઈ સ્કોલરશીપ યોજના હેલ્પલાઇન નંબર શું છે ?

સંયોજક, વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના “વિકાસ” શિષ્યવૃત્તિ,ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯

ઈ-મેઈલ: vikas_scholarship AT prl.res.in

વિક્રમ સારાભાઈ સ્કોલરશીપ માટે ની વાર્ષીક આવક મર્યાદા શું છે ?

ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાં વાલી ની વાર્ષિક આવક મર્યાદા 1.5 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ.

વિક્રમ સારાભાઈ સ્કોલરશીપ યોજના ગુજરાત નો મુખ્ય હેતુ શું છે ?

આ સ્કોલરશીપ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ને ઉચ્ચ અભ્યાસ કરવા મળે અને તેઓ ને આર્થિક રાહત મળી રહે તે હેતુથી.

Leave a Comment