Ikhedut Portal 2023 Yojana List: નવી યોજનાઓ 2026 (આઇ ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના લીસ્ટ 2023 | Bagayati Yojana List 2023-24)
રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. આ યોજનાઓ નો લાભ મેળવીને ખેડૂતો કૃષિ ક્ષેત્રે ખૂબ જ મોટાપાયે વિકાસ લાવી શકે છે. આ તમામ યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાનું હાલ ચાલુ છે. જે ખેડૂતો આ યોજનાઓનો લાભ લેવા માગતા હોય તેવો અહીંયા ઓનલાઈન અરજી કરીને લાભ મેળવી શકે છે.
આઇ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી સંબંધિત તમામ યોજનાઓ નું લિસ્ટ આપવામાં આવેલ છે. બાગાયતી યોજના 2023-24 નું લિસ્ટ પણ આપવામાં આવેલ છે. જેમાં તમને લાગુ પડતી યોજના ની ઓનલાઇન અરજી કરીને સહાય મેળવી શકો છો. આજે આપણે બાગાયતી યોજના 2023 વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.
આઇ ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના લીસ્ટ 2023
યોજના નું નામ | બાગાયતી યોજનાઓ 2023 |
સહાય | યોજના મુજબ અલગ અલગ સહાય |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | બાગાયતી ખેતી માં વધુ વાવેતર થાય અને વધુ પાક મેળવાય |
લાભાર્થી | રાજ્ય નાં તમામ ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | i-khedut Portal |
બાગાયતી ખેતી યોજના 2023-24
બાગાયતી યોજનાઓમાં યોજનાઓ દ્વારા કૃષિ માટે સાધન સહાય આપવામાં આવે છે. બાગાયતી ખેતી નો વિકાસ થાય તે હેતુથી આઇ ખેડુત પોર્ટલ ઉપર 60 કરતાં વધારે બાગાયતી યોજનાઓ નું લિસ્ટ આપેલ છે. જેમાં તમે ઓનલાઈન અરજી કરીને ખેતી માટેની સાધન સહાય મેળવી શકો છો. જે સાધન સહાય મેળવીને ખેડૂતો બાગાયતી પાકોનું વધારે વાવેતર કરી શકે છે.
વધું વાંચો:- Pm Kisan Yojana 14મા હપ્તા ની સહાય નાં ખેડૂતો નું લીસ્ટ જાહેર,અહીથી તમારું નામ તપાસો?
બાગાયતી યોજનાઓ પાત્રતા
યોજનામાં સહાય માં ખેડૂતો માટે નવી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાનું ચાલુ છે.જેમા પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે.નીચે આ યોજનાઓની પાત્રતા આપેલ છે.
- ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જરૂરી છે.
- ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.
- આ યોજના નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
- ખેડૂત પાસે પોતાની જમીનના 7/12 અને 8/અ હોવા જોઈએ.
- લાભાર્થી એ આઇ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે.
બાગાયતી યોજનાઓ ડોક્યુમેન્ટ લીસ્ટ
જે ખેડૂતો બાગાયતી યોજનાઓ નો લાભ લેવા માગતા હોય તેને નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.
- ખેડૂત લાભાર્થી નું આધારકાર્ડ.
- 7/12 8/અ નાં ઉતારા
- ખેડૂત લાભાર્થી નું રેશનિંગ કાર્ડ.
- ખેડૂત ની જમીન માં 7/12 અને 8/અ માં જો સયુંક્ત ખાતેદાર હોઈ તો અન્ય ખાતેદાર નાં સંમતિ પત્રક નકલ.
- ખેડૂત લાભાર્થી આત્મા ની નોંધણી ધરવતા હોઈ તો તેની વિગતો.
- ખેડૂત લાભાર્થી જો દૂધ મંડળી માં સભ્ય હોઈ તો તેના કાગળો.
- ખેડૂત લાભાર્થી જો સહકારી મંડળી નાં સભ્ય હોઈ તો તેના કાગળો.
- ખેડૂત નું બેંક ખાતા ની પાસબુક ની નકલ.
વધું વાંચો:- ટ્રેક્ટર સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,પાત્રતા અને ડોક્યુમન્ટ
Bagayati Yojana List 2023-24
આઇ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી યોજનાઓનું કુલ 60 કરતાં વધારે લિસ્ટ આપેલ છે. જેમાં તમે ઓનલાઈન અરજી કરીને ખેતી લગતી સાધન સહાય મેળવી શકો છો. અહીંયા તમામ 60 પ્રકારના બાગાયત યોજનાઓનું લિસ્ટ આપેલ છે.
- અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો ની સહાય
- અનાનસ (ટીસ્યુ) ની સહાય
- અન્ય સુગંધિત પાકો ની સહાય
- ઉત્પાદન એકમ ની સહાય
- ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય
- કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ સહાય
- કંદ ફૂલો સહાય
- કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ ની સહાય
- કેળ (ટીસ્યુ) ની સહાય
- કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે ની સહાય
- કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ ની સહાય
- કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા માટે ની સહાય
- કોલ્ડ સ્ટોરેજ સહાય (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
- કોલ્ડ્ રૂમ સહાય (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)
- ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે ની એકમ યોજના
- ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ
- છૂટક ફુલો ની સહાય
- જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે
- ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
- ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)
- ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર સહાય (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
- ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર સહાય(૨૦ BHP થી ઓછા)
- દાંડી ફૂલો ની સહાય(કટ ફલાવર્સ)
- નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપનાસહાય
- નાની નર્સરી સહાય (૧ હે.)
- નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે
- પપૈયા સહાય
- પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા)
- પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા)
- પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા)
- પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે એકમ સહાય
- પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે
- પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે સહાય
- પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય
- પ્રી કૂલીંગ યુનિટ સહાય (ક્ષમતા ૬ ટન)
- પ્લગ નર્સરી સહાય
- પ્લગ નર્સરી સહાય(વનબંધુ)
- પ્લાસ્ટીક આવરણ સહાય(મલ્ચીંગ)
- પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન સહાય
- ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
- ફળપાકના વાવેતર ની સહાય(ડાંગ જિલ્લા માટે- HRT-10)
- ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે ની સહાય
- ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ)
- ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની સહાય (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા )
- બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
- બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય
- બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના માટે ની સહાય
- મહિલા તાલીમાર્થીઓને વૃતીકા ની સહાય (સ્ટાઇપેંડ)
- મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર ની સહાય
- રાઇપનીંગ ચેમ્બર માટે ની સહાય (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)
- રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વિહિકલ માટે ની સહાય
- લીફટીસ્યુ એનાલીસીસ લેબોરેટરીની સ્થા૫ના ની સહાય
- લો કોસ્ટ પ્રિઝર્વેશન યુનિટ માટે ની સહાય
- વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકોની સહાય
- વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો માટે ની સહાય (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે)
- સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ સહાય
- સ્ટ્રોબેરી વાવેતર સહાય
- સ્પાન મેકીંગ યુનિટ59 સ્વયં સંચાલિત બાગાયત મશીનરી ની સહાય
- સ્વયં સંચાલિત બાગાયત મશીનરી ની સહાય
- હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના ની સહાય
વધું વાંચો:- પાવર ટિલર સબસીડી યોજના 2023 ગુજરાત
બાગાયતી યોજનાઓ 2023 ઓનલાઈન અરજી પ્રક્રિયા
i-Khedut Portal પર આ તમામ ખેતીવાડી સબંધિત યોજનાઓ ની સબસીડી લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોઈ છે. બાગાયતી યોજનાઓનું લીસ્ટ આપેલ હોય તેની સામે અરજી કરો બટન પર જઈને અરજી કરવાની હોય છે.જેમાં માટે નજીક નાં કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે જઈ ને અરજી કરી શકો છો અથવા તો આપ ગ્રામ પંચાયત નાં ઓપરેટર પાસે થી પણ ઓનલાઈન અરજી કરાવી શકો છો.
વધું માં જો તમને જાતે અરજી કરવી હોઈ તો નીચે ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ માહિતી આપેલ છે.
સૌપ્રથમ google માં જઈને આઇ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ ખોલવાની રહેશે જ્યાં “યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં બાગાયતી યોજનાઓનું લીસ્ટ આપની સમક્ષ દેખાશે.
હવે જે યોજના માટે તમારે સબસીડી મેળવવી હોય તેની જમણી બાજુ શરતો અને તમામ માહિતી કાળજીપૂર્વક વાંચવાની રહેશે.
હવે સંપૂર્ણ શરતો વાંચીને ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં તમારે વ્યક્તિગત માહિતી જેમકે, નામ,સરનામું,ઉંમર અને મોબાઈલ નંબર જેવી માહિતી દાખલ કરો.
હવે આગળ નાં ઓપ્શન માં તમે ખાતેદાર ખેડૂત હોવાની તમામ માહિતી દાખલ કરો.
માંગ્યા મુજબ નાં તમામ આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે. અને તમારી સંપૂર્ણ અરજી કાળજીપૂર્વક વાંચીને સબમિટ કરવાની રહેશે.
હવે તમારે તમારી અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે. અરજી ની પ્રિન્ટ અને જરૂર તમામ ડોક્યુમેન્ટ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી ખાતે જમા કરવાનું રહેશે.
વધું વાંચો:- આ ફળ ની ખેતી કરો અને 70 લાખ સુધી નું ઉત્પાદન મેળવો,જાણો સંપૂર્ણ માહિતી
બાગાયતી યોજનાઓ 2023 હેલ્પલાઇન નંબર
જો આઇ ખેડૂત પોર્ટલ ઉપર કૃષિ સંબધિત કોઈપણ યોજનાઓ માટે તમારે અન્ય માહિતી મેળવી હોય તો અહીં આપેલ લિંક પર જઈને તમે કોન્ટેક કરી શકો છો.અહીંયા ક્લિક કરો.
અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
i Khedut Portal 👉 | અહીંયા ક્લિક કરો |
બાગાયતી યોજનાઓ👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો:-
બાગાયતી યોજનાઓ માં કુલ કેટલી યોજના કાર્યરત છે?
બાગાયતી યોજનાઓ માં ટોટલ 60 પ્રકાર ની યોજનાઓ અમલ મા છે.
બાગાયતી યોજનાઓ 2023-24 માટે ડોક્યુમેન્ટ લીસ્ટ?
ખેડૂત લાભાર્થી નું આધારકાર્ડ.
7/12 8/અ નાં ઉતારાખેડૂત લાભાર્થી નું રેશનિંગ કાર્ડ.
ખેડૂત ની જમીન માં 7/12 અને 8/અ માં જો સયુંક્ત ખાતેદાર હોઈ તો અન્ય ખાતેદાર નાં સંમતિ પત્રક નકલ.
ખેડૂત લાભાર્થી આત્મા ની નોંધણી ધરવતા હોઈ તો તેની વિગતો.
ખેડૂત લાભાર્થી જો દૂધ મંડળી માં સભ્ય હોઈ તો તેના કાગળો.
ખેડૂત લાભાર્થી જો સહકારી મંડળી નાં સભ્ય હોઈ તો તેના કાગળો.
ખેડૂત નું બેંક ખાતા ની પાસબુક ની નકલ.
બાગાયતી યોજનાઓ માટે ક્યાં ઓનલાઈન અરજી કરવાની હોય છે?
બાગાયતી યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોય છે.