Advertisements

ટ્રેક્ટર સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,પાત્રતા અને ડોક્યુમન્ટ | Tractor Sahay Yojana Gujarat 2023

Advertisements

60,000 હજાર રૂપિયા ની સબસીડી | ટ્રેક્ટર સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,પાત્રતા અને ડોક્યુમન્ટ ની સંપૂર્ણ વિગત (Tractor Sahay Yojana Gujarat 2023-24, benefits And Eligibility Criteria)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિત્રો ગુજરાત સરકાર ખેતી ક્ષેત્રે અવનવી ટેકનિકો લાવી રહી છે. કૃષિ ક્ષેત્રે ખૂબ જ ઝડપથી વિકાસ થાય છે અને જે પણ પાકો ઊત્પાદન છે તેમાં વધારો આવે છે. ખેતીવાડી માટેની ઘણી બધી યોજનાઓ દ્વારા ખેડૂતોને ખેતી ની સાધન સામગ્રી આપવામાં આવે છે. સાધન સામગ્રી પર ખૂબ મોટા પ્રમાણમાં સબસીડી પણ આપવામાં આવે છે.

જેમાં વાત કરીએ તો ટ્રેકટર એટલે કે ખેતીનું જળ મૂળ ગણાય. લગભગ 50-60% ખેતી હવે ટ્રેક્ટર દ્વારા જ કરવામાં આવે છે. એટલે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર ખૂબ જ મોટા પ્રમાણમાં સહાય આપવામાં આવે છે. ટ્રેક્ટર સહાય યોજના 2023 અંતર્ગત સહાય અને સબસીડી કેટલી મળે છે, ડોક્યુમેન્ટ અને પાત્રતા શું હોય છે, અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવાની હોય છે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ.

ટ્રેક્ટર સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,પાત્રતા અને ડોક્યુમન્ટ

ટ્રેક્ટર સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,પાત્રતા અને ડોક્યુમન્ટ

Table of Contents

યોજના નું નામટ્રેક્ટર સહાય યોજના 2023
સહાયઅનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ નાં ખેડૂતો ને ખર્ચ નાં 50% ની સબસીડી અથવા તો 0.60 લાખ/ એકમ સુધી મળવાપાત્ર.
સામાન્ય જાતિ નાં ખેડૂતો ને ખર્ચ નાં 40% ની સબસીડી અથવા તો 0.45 લાખ/ એકમ સુધી મળવાપાત્ર. 
રાજ્યગુજરાત
ઉદ્દેશખેડૂતો નો કૃષી ક્ષેત્રે વિકાસ થાય
લાભાર્થીગુજરાત રાજ્ય નાં ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કi Khedut Portal

Tractor Sahay Yojana Gujarat 2023

આ યોજના માં ખેડૂતો ને ટ્રેક્ટર ની ખરીદી પર મોટા પ્રમાણમાં સબસીડી આપવામાં આવે છે.જેના દ્વારા રાજ્ય નાં ખેડૂતો સરળતા થી તમને ખેતી માં મદદ માટે ટ્રેક્ટર ની ખરીદી કરી શકે છે.

Tractor Subsidy In Gujarat 2026-24

આમ જોવા જઈએ તો ખેડૂતોને ખેતી માટે ઘણી સાધન સામગ્રીની જરૂર પડતી હોય છે પણ પૈસાના અભાવે તેવો ખરીદી શકતો નથી. એટલે જ “Krushi ane Sahkar Vibhag Gujarat” દ્વારા ટ્રેક્ટર સહાય યોજના માં મોટા પ્રમાણમાં સબસીડી આપવાથી ખેડૂતો ટ્રેક્ટરની ખરીદી કરી શકે છે.

ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા “આઇ-ખેડૂત પોર્ટલ” બનાવવામાં આવેલ છે. આ સરકારી વેબસાઈટ પર જઈને ટ્રેક્ટર સહાય યોજના ની ઓનલાઈન અરજી કરવાની હોય છે. જ્યાં જરૂરી માંગ્યા મુજબ ની માહિતી વાંચીને ઓનલાઈન અરજી કરવાની હોય છે.

એટલે આ સહાય લેવા માટે ખેડૂતો ને ટ્રેક્ટર (20 PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.

આ પણ વાંચો:- આ ફળ ની ખેતી કરો અને 70 લાખ સુધી નું ઉત્પાદન મેળવો

ટ્રેક્ટર ની સબસીડી નું ધોરણ 

ટ્રેક્ટર સહાય યોજના માટે નીચે મુજબનું સબસીડી નું ધોરણ નક્કી કરવામાં આવેલ છે. સબસીડી ખેડૂતોની જાતિ અને તેઓના દરજ્જા મુજબ અલગ અલગ સહાય સબસીડી આપવામાં આવે છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ

આ જાતિ નાં ખેડૂતો ને ખર્ચ નાં 50% ની સબસીડી અથવા તો 0.60 લાખ/ એકમ સુધી મળવાપાત્ર.

સામાન્ય જાતિ નાં ખેડૂતો 

આ જાતિ નાં ખેડૂતો ને ખર્ચ નાં 40% ની સબસીડી અથવા તો 0.45 લાખ/ એકમ સુધી મળવાપાત્ર. 

ટ્રેક્ટર ખરીદી યોજના માટે ની શરતો અને બોલીઓ 

આ યોજના માટે ગુજરાત ના કૃષી વિભાગ દ્વારા ઘણી શરતો અને બોલીઓ નક્કી કરવામાં આવેલ છે.”ikhedut portal tractor” પર આ શરતો ને આધીન ઓનલાઇન અરજી કરવાની હોય છે.

  • ખેડૂત જમીન નું રોકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • ખેડૂત જો જંગલ વિસ્તાર માં હોઈ તો ત્યાં નું ટ્રાઈબલ પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • કૃષિ વિભાગ દ્વારા નક્કી પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલા અધિકૃત વેપારી પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • ટ્રેક્ટર સહાય યોજના માટેના માન્ય વિક્રેતા પાસે થી જ ટ્રેક્ટર ની ખરીદી કરવાની રહેશે.

વધું વાંચો:- ખેડૂત મોબાઈલ યોજના 2023

Tractor Sahay Yojana 2023 Documents List (ટ્રેક્ટર સહાય યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ)

ખેડૂત પોર્ટલ ઉપર “બાગાયતી વિભાગ 2023-24” અંતર્ગત સહાય યોજના માટેની ઓનલાઇન અરજી કરવાની થાય છે. આ અરજી માટેના જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબના હોય છે.

  • ખેડૂત લાભાર્થી નું આધારકાર્ડ.
  • ખેડૂત જમીન ના 7/12 8/અ નાં ઉતારા.
  • ખેડૂત લાભાર્થી નું રેશનિંગ કાર્ડ.
  • ખેડૂત ની જમીન માં 7/12 અને 8/અ માં જો સયુંક્ત ખાતેદાર હોઈ તો અન્ય ખાતેદાર નાં સંમતિ પત્રક નકલ.
  • ખેડૂત લાભાર્થી આત્મા ની નોંધણી ધરવતા હોઈ તો તેની વિગતો.
  • ખેડૂત લાભાર્થી જો દૂધ મંડળી માં સભ્ય હોઈ તો તેના કાગળો.
  • ખેડૂત લાભાર્થી જો સહકારી મંડળી નાં સભ્ય હોઈ તો તેના કાગળો.
  • ખેડૂત નું બેંક ખાતા ની પાસબુક ની નકલ.

How To Online Apply Tractor Sahay Yojana( ઓનલાઈન અરજી પ્રક્રિયા) 

સહાય યોજના 2023 માટે ખેડૂતો એ “ikhedut Portal” પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. ગ્રામ્ય વિસ્તાર માટે ગ્રામ પંચાયત કચેરી પર VCE પાસે જઈને પણ તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો. અથવા જો તમારે જાતે અરજી કરવી હોય તો નીચે તેની સંપૂર્ણ પ્રક્રિયા આપેલ છે.

સૌપ્રથમ google સર્ચમાં જઈને “i-khedut portal” ની વેબસાઈટ ખોલવાની રહેશે.

How To Online Apply Tractor Sahay Yojana( ઓનલાઈન અરજી પ્રક્રિયા)
Image Source:- Ikhedut Portal

હવે “i-khedut portal” વેબસાઈટ ઉપર હોમપેજ ઉપર મેનુમા “યોજનાઓ” મેનુ દેખાશે. જેના પર ક્લિક કરવાનું રહેશે.

યોજનાઓ પર ક્લિક કર્યા બાદ 1 નંબરની “બગાયતી યોજના” ઉપર ક્લિક કરવાનું રહેશે.

How To Online Apply Tractor Sahay Yojana( ઓનલાઈન અરજી પ્રક્રિયા)
Image Source:- Ikhedut Portal

“બાગાયતી યોજના” ખોલ્યા બાદ ત્યાં ક્રમ નંબર 17  “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પર ક્લિક કરવાનું રહેશે.

Advertisements

હવે ત્યાં ટ્રેક્ટર 20 PTO HP યોજના ઉપર અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે.ને આગળ નું પેજ ખુલશે.

આ પેજ પર  તમને પૂછવામાં આવશે કે તમે રજિસ્ટર અરજદાર છો ? જો તમે નોંધણી કરેલ હોઈ તો હા અથવા ના કરો.

હવે લોગીન થવા માટે અરજદાર એ આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર સાથે કેપચા દાખલ કરો.

ખેડૂતે સંપૂર્ણ માહિતી દાખલ કરવાની રહેશે અને ઓનલાઇન અરજી કરીને અરજી ને સબમિટ કરવાની રહેશે.

હવે ઓનલાઇન અરજી સબમીટ કર્યા બાદ અરજી ક્રમાંક જનરેટ થશે આ અરજી નંબરને સુરક્ષિત જગ્યાએ નોંધી લો.

અને જો તમારે અરજી ની પ્રિન્ટ કાઢવી હોઈ  તો તમે અરજી ની પ્રિન્ટ પણ કાઢી શકો છો.

વધું વાંચો:- i-khedut Portal પર ખેતીવાડી સબસીડી યોજનાઓ નું લીસ્ટ 2023-24, ઓનલાઈન અરજી,પાત્રતા અને સહાય ની સંપૂર્ણ માહિતી

Tractor Subsidy In Gujarat 2023 Date

ટ્રેક્ટર સબસિડી સહાય યોજના 2023 ની ઓનલાઇન અરજી કરવા માટેની તારીખ: 22/04/2023 થી 31/05/2023 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.

iKhedut Portal Helpline Number

જો ખેડૂત મિત્રોને આ યોજનાની અથવા તો આઇ ખેડૂત પોર્ટલ પર અન્ય યોજનાની માહિતી મેળવી હોય તો અહીં આપેલ લિંક પર ક્લિક કરીને કોન્ટેક્ટ નંબર પર જઈને વધુ માહિતી મેળવી શકો છો. અહીંયા ક્લિક કરો.

અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

Ikhedut Portal👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો:-

મફત તાડપત્રી સહાય યોજના 2023

પાણી નાં ટાંકા માટે સહાય યોજના

બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023, ઓનલાઈન અરજી, ડોક્યુમન્ટ અને સહાય

“FAQ”

ટ્રેક્ટર સહાય યોજના માં કેટલી સબસીડી આપવામાં આવે છે?

ટ્રેક્ટર સહાય યોજના માં 60 હજાર રૂપિયા સુધી ની સબસીડી આપવામાં આવે છે.

ટ્રેક્ટર સહાય યોજના કેટલી ક્ષમતા વાળા ટ્રેક્ટર ને આપવામાં આવે છે?

ટ્રેક્ટર સહાય યોજના માં 20 PTO HP સુધી ક્ષમતા વાળા ટ્રેક્ટર ને આપવામાં આવે છે.

ટ્રેક્ટર સહાય યોજના માં સામાન્ય જાતિ નાં ખેડૂતો ને કેટલી સહાય આપવામાં આવે છે?

સામાન્ય જાતિ નાં ખેડૂતો ને ખર્ચ નાં 40% ની સબસીડી અથવા તો 0.45 લાખ/ એકમ સુધી મળવાપાત્ર. 

ટ્રેકટર સહાય યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ટ્રેક્ટર સહાય યોજના ની અરજી કરવાની છેલ્લી તારીખ 31/06/2023 છે.

ટ્રેક્ટર સહાય યોજના ઓનલાઈન અરજી કરવા માટે ની વેબસાઇટ કઈ છે?

ટ્રેક્ટર સહાય યોજના ઓનલાઈન અરજી કરવા માટે i-khedut portal પર જઈ ને અરજી કરવાની હોય છે.

Leave a Comment