એનિમલ IVF સહાય યોજના 2024, પશુપાલકો ને 20,000 રૂપિયા ની સહાય અને પશુઓ ને IVF કરવા માટે સરકાર તમામ માહિતી મફત મા આપવામાં આવશે.(Animal IVF Assistant Sahay Yojana)
ભારત સરકાર દ્વારા દેશ નાં તમામ ખેડૂતો માટે તેઓ નાં વિકાસ માટે ઘણી બધી મંગળકારી યોજનાઓ ચાલી રહી છે.જેના દ્વારા ખેડૂતો નો વિકાસ થઈ શકે છે.જેમાં કિસાન સમ્માન નિધિ હેઠળ તો ખેડૂતો ને ખુબજ સહાય પૂરી પાડવામાં આવે છે.
જેમ કેન્દ્ર સરકાર ખેડૂતો માટે હંમેશા તત્પર રહે છે તેમજ ગુજરાત સરકાર પણ રાજ્ય નાં તમામ ખેડૂતો માટે કૃષિ ક્ષેત્રે વિકાસ માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે અને તેનાથી ખેડૂતો ને કૃષિ ક્ષેત્રે ઘણો બધો ફાયદો પણ થાય છે.આવી જ એક યોજના “એનિમલ IVF સહાય યોજના 2024”દ્વારા પશુઓમાં આઈવીએફ પદ્ધતિ થી ગર્ભ ધારણ કરવા માટે સરકાર દ્વારા શરૂ કરેલ યોજના વિશે માહિતી આપીશું.
એનિમલ IVF સહાય યોજના 2024 ટુંકી વિગત
યોજના નું નામ | એનિમલ IVF સહાય યોજના |
સહાય | 20,000 રૂપિયા |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થી | રાજ્ય na પશુપાલક ખેડૂતો |
ઉદ્દેશ | પશુપાલન ક્ષેત્રે વિકાસ માટે |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | આઇ ખેડૂત પોર્ટલ |
એનિમલ IVF આસિસ્ટન્ટસ યોજના 2024
આપ સૌ ને જણાવી દઈએ છીએ કે રાજ્ય નાં તમામ ખેડૂતો ને કૃષિ ક્ષેત્રે વિકાસ થાય અને પશુપાલકો ને તેમના દુધાળા પશુઓ નાં દૂધ થી વધુ આવક થાય તે હેતુ થી આ યોજના સરકાર દ્વારા અમલ મા મૂકવામાં આવેલ છે.
વર્તમાન સમયમાં ખેડૂતો પશુપાલનમાં પણ આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરે તે જરૂરી બાબત છે. જો હાલના સમયમાં જે ખેડૂતો પશુપાલન કરે છે અને તેમના ગાય કે ભેંસ તથા અન્ય પશુઓમાં ગર્ભધારણની તકલીફ હોય તો તેનો ઉકેલ મળી ગયો છે. પશુપાલકો તેવા પશુઓની આઇવીએફ ટેકનોલોજી દ્વારા ગર્ભધારણ થઈ શકે છે. અને આ બાબતને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા રાજ્યમાં વસતા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે.
એનિમલ IVF આસિસ્ટન્ટસ યોજના 2024 લાભ
રાજ્ય મા વસતા ખેડૂતો કે જેઓ પશુ પાલન માં વ્યવસાય સાથે જોડાયેલા છે.અને તેઓ ને આ વ્યવસાય દ્વારા રોજી રોટી ચાલે છે.તો આવા ખેડૂતો ને તેમના વ્યવસાય માં વધુ ફાયદો થાય તે હેતુ થી એવા પશુઓ ને પ્રાકૃતિક ગર્ભ ધારણ કરવામાં આવે છે આ પદ્ધતિ માં પશુઓ વધુ દૂધ આપે છે જેના થી ખેડૂતો ને આવક માં વધારો થાય છે.આ યોજના માં દરેક પશુ દીઠ ગર્ભધારણ માટે સરકાર દ્વારા રૂપિયા 20,000 ની સહાય આપવામાં આવે છે.
જેમાં અને આપને જણાવી દઇએ કે આ યોજના માટે ભારત સરકાર દ્વારા રૂપિયા 5,000, ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 5,000, જીસીએમએમએફ GCMMF શાખા દ્વારા રૂપિયા 5,000 અને જે-તે જીલ્લાના દૂધ સંઘ દ્વારા રૂપિયા 5,000 એમ કુલ મળી ને રૂપિયા 20,000 ની સહાય મળવાપાત્ર છે.
અન્ય યોજના- આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની નવી યોજનાઓ કઈ કઈ શરૂ છે
એનિમલ IVF સહાય યોજના 2024 પાત્રતા
આ યોજના નો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા લાભાર્થી ને લાભ આપવામાં આવે છે.
- ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવા જોઈએ.
- ખેડૂત એ પશુધન ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત જો સંયુક્ત ખાતાઓ ના કિસ્સામાં ખેડૂતને Ikhedut 8- A માં દર્શાવવામાં આવેલ ખાતેદાર પૈકી માત્ર એક ને જ લાભ મળશે.
- ખેડૂત પાસે ગર્ભ ધારણ કરેલ હોય તેવા પશુઓ હોવા જોઈએ.
Documents Required for Animal IVF Assistance Scheme
- પશુપાલક નું આધારકાર્ડ
- પશુપાલક નો રદ કરેલ ચેક
- પશુપાલક નું બેંક પાસબુક
- પશુપાલક ને ગ્રામ્ય દૂધ ઉત્પાદક મંડળીમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
- ખેડૂત ને જે તે પશુનુ રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
- ખેડૂત પાસે ગાય/ભેસ માં ઓળખ માટે તેના કાન પર કડી નંબર.
અન્ય યોજના:- પશુપાલન માટે લોન યોજના 2024-25,અરજી, ડોક્યુમેન્ટ અને સહાય
એનિમલ IVF આસિસ્ટન્ટસ યોજના 2024 ઓનલાઈન અરજી પ્રક્રિયા
આ યોજના નો લાભ મેળવવા માટે ખેડૂતો/પશુપાલકો ને આઇ ખેડૂત પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોય છે.જે તમે કોઈપણ નજીક નાં કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે થી કરી શકો છો. અથવા તમે તમારા મોબાઈલ ફોન દ્વારા જાતે પણ ઓનલાઇન અરજી કરી શકો છો જેની માહિતી અહીંયા આપવામાં આવેલ છે.
આ યોજના નો લાભ મેળવવા માટે તમારે સૌપ્રથમ “આઇ ખેડૂત પોર્ટલ” પર જવાનું રહેશે.
જ્યાં હોમ પેજ પર “યોજનાઓ” નાં મેનુ મા જવાનું રહેશે.જ્યાં ક્લિક કર્યા બાદ આપને “પશુપાલન યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં “રાજ્યના પશુઓમાં IVF ગર્ભ ધારણ માટે સહાય યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
હવે આઇ ખેડૂત પોર્ટલ પર જો તમે રજીસ્ટ્રેશન કરેલુ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ કાર્ડ નંબર નાખી કેપ્ચા ઈમેજ નાખી ને લોગીન થશો.
જો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલું ના હોય તો ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે.
અને તે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી અરજી સેવ કરો ના વિકલ્પ પર ક્લિક કરો.તેમાં માહિતી દાખલ કરી એપ્લિકેશન કન્ફોર્મ કરો.
હવે આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો. આમાં તમારી અરજી નો અરજી ક્રમાંક હોઈ છે જેની ભવિષ્ય મા જરૂર પડે છે.
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
આઇ ખેડૂત પોર્ટલ👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહિયા ક્લિક કરો |
અન્ય યોજનાઓ-
- પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના
- Farmer Smartphone Scheme Gujarat ikhedut Portal 2024
- મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના લોન્ચ,ગાયો નું હવે સરકાર રાખશે ધ્યાન
“FAQ” વારંવાર પૂછાતા પ્રશ્નો
એનિમલ IVF આસિસ્ટન્ટસ યોજના 2024 માં કેટલી સહાય મળે છે?
એનિમલ IVF આસિસ્ટન્ટસ યોજના 2024 માં 20,000 રૂપિયા ની સહાય મળે છે.
એનિમલ IVF આસિસ્ટન્ટસ યોજના 2024 માં પશુ દીઠ કેટલી સહાય આપવામાં આવે છે?
એનિમલ IVF આસિસ્ટન્ટસ યોજના 2024 માં પશુ દીઠ 20 હજાર ની સહાય આપવામાં આવે છે.
એનિમલ IVF આસિસ્ટન્ટસ યોજના 2024 માં ઓનલાઈન અરજી ક્યાં કરવાની હોય છે?
એનિમલ IVF આસિસ્ટન્ટસ યોજના 2024 માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.