Advertisements

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,ડોક્યુમેન્ટ અને સહાય | Divyang Sadhan Sahay Yojana In Gujarati

Advertisements

Gujarat Divyang Sadhan Sahay Yojana 2023 | દિવ્યાંગ સાધન સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,ડોક્યુમેન્ટ અને સહાય | 35 સાધનો ની સહાય યોજના | Divyango Mate Sadhano Ni Sahay Yojana In Gujarati | અપંગ માટે સહાય યોજના 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જો તમે અપંગ લોકો માટેની સાધન સહાય યોજના ની વિગતવાર અને સંપૂર્ણ માહિતી મેળવવા માટે આવ્યા હોય તો તમે સાચી જગ્યા પર આ યોજનાની માહિતી મેળવવા માટે આવ્યા છો. આજે અમે તમને દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી આપવાના છે જેમાં, અરજી કઈ રીતે કરવાની હોય છે, ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોડવા પાત્રતા શું હોય છે, અને સહાય કેટલી અને કઈ કઈ રીતે આપવામાં આવે છે.

આમ તો ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે પરંતુ આ વખતે ગુજરાત સરકારે અપંગ લોકો માટે પણ સાધન સહાય યોજના અમલમાં મુકેલ છે. જેના દ્વારા અપંગ યુવાનો પોતે ધંધો અને વ્યવસાય ચાલુ કરી શકે છે અને પોતે પગભર થઈ શકે છે. ચાલો આ યોજના ની વિગતવાર માહિતી મેળવીએ.

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,ડોક્યુમેન્ટ અને સહાય

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,ડોક્યુમેન્ટ અને સહાય

Table of Contents

યોજના નું નામ દિવ્યાંગ સાધન સહાય યોજના
સહાયધંધાકીય સાધનો ખરીદવા માટે 20 હજાર રૂપિયા ની સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશ અપંગ લોકો ધંધો રોજગાર શરૂ કરી શકે અને પોતાના સ્વમાન થી જીવન જીવી શકે
લાભાર્થીગુજરાત રાજ્ય નાં દિવ્યાંગો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કesamaj kalyan portal

Divyang Sadhan Sahay Yojana 2023 In Gujarati 

દિવ્યાંગ સાધન સહાય યોજના દ્વારા ગુજરાત રાજ્યના અપંગ યુવાઓને રોજગારી મળી રહે તે હતું તે આ યોજના ચાલુ કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા દિવ્યાંગો પોતે ધંધો રોજગાર શરૂ કરી શકે છે જેના માટે સરકાર તેઓને જેતે ધંધા માટે સાધનોની સહાય આપશે. જેના દ્વારા દિવ્યાંગ લોકો નવો વ્યવસાય ચાલુ કરી શકશે.આપને જણાવી દઇએ કે આ યોજના ભૂતપૂર્વ શિક્ષણ અને મજૂર વિભાગના ઠરાવ ક્રમાંકઃ ઇડીબી/૧૦૬૯/ર૧પ૬૦/છ, તા.૧૦-૪-૭૦ થી શરુ કરવામાં આવેલ છે.

દિવ્યાંગ સાધન સહાય યોજનામાં 40 % કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુન:સ્થાપન થાય તે હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે

વધું વાંચો:- ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા 30 હજાર સબસીડી સહાય

દિવ્યાંગ સહાય યોજના લાભ 

દિવ્યાંગ સહાય યોજનામાં ટોટલ 35 પ્રકાર ના ધંધા રોજગાર માટેની સાધન સહાય આપવામાં આવે છે. આ દરેક સાધન સહાય માં કુલ 20,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે. 

  1. કડીયાકામ
  2. સેન્ટીંગ કામ
  3. વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  4. મોચીકામ
  5. દરજીકામ
  6. ભરતકામ
  7. કુંભારી કામ
  8. વિવિધ પ્રકારની ફેરી
  9. પ્લમ્બર
  10. બ્યુટી પાર્લર
  11. ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ
  12. ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  13. સુથારીકામ
  14. ધોબીકામ
  15. સાવરણી સુપડા બનાવનાર
  16. દુધ-દહી વેચનાર
  17. માછલી વેચનાર
  18. પાપડ બનાવટ
  19. અથાણા બનાવટ
  20. ગરમ, ઠંડા પીણા,
  21. અલ્પાહાર વેચાણ
  22. પંચર કીટ
  23. ફ્લોર મીલ
  24. મસાલા મીલ
  25. રૂ ની દીવેટ બનાવવી
  26. મોબાઇલ રીપેરીંગ 
  27. હેર કટીંગ (વાળંદ કામ)
  28. ટ્રાયસીકલફોલ્ડીંગ વ્હીલચેર
  29. હીંયરીંગ એડ – (અ) પોકેટ રેન્જ (બ) કાન પાછળ લગાવવાનું
  30. ફોલ્ડીંગ સ્ટીક
  31. એલ્યુમીનીયમની કાંખ ઘોડી
  32. કેલીપર્સ – (અ)ઘુંટણ માટેના (બ) પોલીયો કેલીપર્સ
  33. બ્રેઇલ કીટ
  34. એમ.આર કીટ (મંદબુધ્ધિના બાળકો માટે)
  35. સંગીતના સાધનો

વધું વાંચો – બિઝનેસ શરૂ કરવા માટે 1 લાખ થી 10 લાખ સુધી લોન મેળવો, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના સંપૂર્ણ માહિતી

દિવ્યાંગ સહાય યોજના દિવ્યાંગતા ની ટકાવારી (Types Of Disabilities)

આ યોજનામાં ટોટલ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

ક્રમ દિવ્યાંગતા નો પ્રકાર દિવ્યાંગતા ની ટકાવારી
1અંધત્વ (Blindness)40 ટકા કે તેથી વધુ
2આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય (Muscular Dystrophy)40 ટકા કે તેથી વધુ
3ઓછી દ્રષ્ટિ (Low Vision)40 ટકા કે તેથી વધુ
4રક્તપિત-સાજા થયેલ (Leprosy Cured Person)40 ટકા કે તેથી વધુ
5એસિડના હુમલાનો ભોગ બનેલા (Acid Attack Victim)40 ટકા કે તેથી વધુ
6હલન-ચલન સાથેની અશકતતા (Locomotors Disability)40 ટકા કે તેથી વધુ
7સેરેબલપાલ્સી (Cerebral Pals) 40 ટકા કે તેથી વધુ
8વામનતા (Dwarfism)40 ટકા કે તેથી વધુ
9બહુવિધ સ્કલેરોસિસ – શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ (Multiple Sclerosis)40 ટકા કે તેથી વધુ
10ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ (Chronic Neurological Condition) 50 ટકા કે તેથી વધુ
11સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ
(Hemophilia)
50 ટકા કે તેથી વધુ
12ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા (Parkinson’s Disease)50 ટકા કે તેથી વધુ
13બૌદ્ધિક અસમર્થતા (Intellectual Disability)50 ટકા કે તેથી વધુ
14હિમોગ્લોબિનની ઘટેલી (Thelassemia)50 ટકા કે તેથી વધુ
15દીર્ઘકાલીન અનેમિયા (Sickle Cell Disease)50 ટકા કે તેથી વધુ
16માનસિક બિમાર
(Mental Illness)
50 ટકા કે તેથી વધુ
17ખાસ અભ્યાસ સંબંધી વિકલાંગતા (Specific Learning Disabilities)50 ટકા કે તેથી વધુ
18વાણી અને ભાષા અશકતતા (Speech and Language Disability)50 ટકા કે તેથી વધુ
19ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ (Autism Spectrum Disorder)50 ટકા કે તેથી વધુ
20મલ્ટીપલ ડિસેબીલીટીઝ (Multiple Disabilities)50 ટકા કે તેથી વધુ
21સાંભળવાની ક્ષતિ (Hearing Impairment)70 ટકા કે તેથી વધુ

દિવ્યાંગ સાધન સહાય યોજના પાત્રતા 

  • દિવ્યાંગ ગુજરાત રાજ્ય નાં વાતની હોવા જોઈએ.
  • લાભાર્થી 40 % કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને યોજનાનો લાભ આપવામાં આવે છે.
  • આ યોજના માં 16 વર્ષથી નીચેની દિવ્યાંગ વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહી.
  • લાભાર્થી પાસે દિવ્યાંગ નું પ્રમાણપત્ર હોવું જોઈએ.

વધું વાંચો – હવે દરેક યુવાઓ આ યોજના નું સર્ટીફીકેટ ડાઉનલોડ કરી ને સરળતાથી નોકરી મેળવી શકશે

Document Required For Divyang Sadhan Sahay Yojana 2023 | દિવ્યાંગ સહાય યોજના માટે ડોક્યુમેન્ટ 

દિવ્યાંગ સહાય યોજના નો લાભ લેવા માટે લાભાર્થીએ નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે.

  • દિવ્યાંગ લાભાર્થી ઓળખકાર્ડ ની ઝેરોક્ષ.
  • દિવ્યાંગ નું સિવિલ સર્જનનાં દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ (Unique Disability ID).
  • લાભાર્થી નું શાળા છોડયાના(LC) પ્રમાણપત્રની નકલ.
  • લાભાર્થી નાં રેશનકાર્ડની પ્રમાણિત નકલ.
  • લાભાર્થી નાં આધારકાર્ડની નકલ.
  • લાભાર્થી નાં ચુંટણીકાર્ડની નકલ.
  • લાભાર્થી એ વ્યવસાય અંગેના અનુભવનું પ્રમાણપત્ર.
  • લાભાર્થી નાં બેંક પાસબુકની નકલ.

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?

દિવ્યાંગો માટેની સાધન સહાય યોજના ની ઓનલાઈન અરજી કરવા માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (SJED) દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ ઓનલાઇન અરજી કર્યા બાદ લાભાર્થી છે તે જિલ્લાના હોય તો તે જિલ્લા ના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા તેઓની અરજીની ચકાસણી કર્યા બાદ સાધન સહાય આપવામાં આવે છે.

અહીંયા લાભાર્થી ઓનલાઈન અરજી કઈ રીતે કરશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે.

આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ “Google” પર જઈને ” Esamaj Kalyan” ની વેબસાઈટ પર જાવ.

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?

Image Source:- Esamaj Kalyan Portal

ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર નવા User હોય તો “New User? Please Register Here”  જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.

હવે નોંધણી થઈ ગયા બાદ “esamaj kalyan  Citizen Login” પર જઈ ને લાભાર્થી એ પોતે Personal Login Page ખોલવાનું રહેશે.

હવે ત્યાં નિયામક સમાજ સુરક્ષા પર ક્લિક કરવાનું રહેશે.જ્યા “દિવ્યાંગ સાધન સહાય યોજના” પર ક્લિક કરવાનું રહેશે.

હવે ત્યાં આ યોજના માટે ની તમામ માંગ્યા મુજબ ની માહિતી ભરી ને તમારી ઓનલાઈન અરજી ને સબમિટ કરવાની રહેશે.જ્યાં છેલ્લે તમારે તમારી અરજી કન્‍ફર્મ થશે, જેની પ્રિંટ સાચવીને રાખવાની રહેશે. 

Advertisements

વધું વાંચો- મારુતિ સુઝુકી ઈકો લોન યોજના 2023, ઓનલાઈન અરજી, પ્રાઇઝ, સરકારી લોન, ડોક્યુમન્ટ્સ

Divyang Sadhan Sahay Yojana Helpline Number 

આ યોજના માટે જો તમારે વધુ માહિતી મેળવી હોય તો તમે જે જિલ્લાના હોવ તે જિલ્લા કક્ષાએ જઈને સમાજ સુરક્ષા અધિકારીની કચેરી પર જઈને વધુ માહિતી મેળવી શકો છો.

અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ 

જો તમારે સરકારી યોજનાઓ બાબતે વધુ અગત્ય ની સૂચના,માહિતી,અરજી ફોર્મ અને યોજનાઓ માટે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

Esamaj kalyan portal 👉અહીંયા ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો

મફત હાથ લારી સહાય યોજના 2023-24,ઓનલાઈન અરજી,પાત્રતા,ડોક્યુમેન્ટ્સ અને સહાય

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023-24, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને સહાય

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના 2023

“FAQ”

દિવ્યાંગ સાધન સહાય યોજના કોના માટે ની યોજના છે ?

દિવ્યાંગ સાધન સહાય યોજના એ અપંગ લોકો માટે ની યોજના છે.

દિવ્યાંગ સાધન સહાય યોજના માં કુલ કેટલા પ્રકાર માં ધંધા માટે સાધન સહાય આપવામાં આવે છે?

દિવ્યાંગ સાધન સહાય યોજના માં કુલ 35 પ્રકાર ના ધંધા માટે સાધન સહાય આપવામાં આવે છે.

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે જિલ્લા કક્ષાએ ક્યાં સંપર્ક કરવાનો હોય છે?

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે જિલ્લા કક્ષાએ એ સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી ખાતે સંપર્ક કરવો.

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી?

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે esamaj kalyan portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોય છે.

Leave a Comment