બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023-24, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને સહાય ક્યાંથી મળશે અને કઈ રીતે આ સહાય આપવામાં આવે છે (Beauty Parlour Sahay Yojana Gujarat, Documents, Benefits And Eligibility)
બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાતના કુટીર અને ખાદી ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી માનવ કલ્યાણ યોજના ની એક પેટા યોજના છે. આ માનવ કલ્યાણ યોજના માં કુલ 28 પ્રકારના અલગ અલગ ધંધા અને વ્યવસાયો માટે સરકાર દ્વારા સાધનોની સહાય આપવામાં આવે છે. જેમાં ઘરઘંટી સહાય યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના, ગેરેજ સહાય યોજના, ફ્રી સિલાઈ મશીન યોજના વગેરે જેવી ઘણી બધી યોજનાઓ કાર્યરત છે.
માનવ કલ્યાણ યોજનામાં આજે આપણે બ્યુટી પાર્લર કીટ સહાય યોજના વિશે વિગતવાર વાત કરવાના છીએ. આ યોજના થકી ગુજરાતની જે પણ મહિલાઓ બ્યુટી પાર્લર નો વ્યવસાય ચાલુ કરવા માગતી હોય તો તેઓને આ યોજના દ્વારા સહાય આપવામાં આવે છે અને મહિલાઓ પોતાનો બ્યુટી પાર્લરનો વ્યવસાય ચાલુ કરી શકે છે. તો આ યોજનામાં કઈ રીતે અરજી કરવાની હોય છે, સહાય કેટલી મળે છે ડોક્યુમેન્ટ કયા કયા હોય છે, જેવી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023-24, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને સહાય
યોજના નું નામ | બ્યુટી પાર્લર કીટ સહાય યોજના |
સહાય | બ્યુટી પાર્લર માટે 11,800 રૂપિયા ની સહાય |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | રાજ્ય ની યુવતીઓ બ્યુટી પાર્લર નો વ્યવસાય ચાલુ કરી ને પોતાનું અન પરિવાર નું ગુજરાત ચલાવી શકે છે. |
લાભાર્થી | ગુજરાત રાજ્ય ની યુવતીઓ અને મહિલાઓ |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | E-kutir Portal |
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023-24
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના દ્વારા ગુજરાત રાજ્યની એવી મહિલાઓ કે જેવો બ્યુટી પાર્લર નો વ્યવસાય ચાલુ કરવા માંગે છે તેઓને સરકાર દ્વારા બ્યુટી પાર્લર ની કીટ માટે સહાય આપવામાં. એટલે કે બ્યુટી પાર્લર નો વ્યવસાય માટે 11,800 રૂપિયા ની સહાય લાભાર્થીઓને આપવામાં આવે છે. એટલે આ 11,800 રૂપિયાથી મહિલાઓ બ્યુટી પાર્લર ની સાધનોની ખરીદી કરી શકે છે.
વધું વાંચો- ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના પાત્રતા
- આ યોજનાનો લાભ સ્ત્રી ઉમેદવાર ની ઉંમર 16 વર્ષ થી 60 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
- આ યોજનામાં બ્યુટી પાર્લર કીટ સહાય 11,800 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
- ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ કે જેઓ ગરીબી રેખા (BPL) નીચે આવે છે.તેઓ નો જિલ્લા ગ્રામ વિકાસ દ્વારા પ્રકાશિત ગરીબી રેખા ની યાદી મા સમાવેશ થયેલ હોવો જોઈએ. 0 થી 16 નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.
- આ યોજના રાજ્ય નાં ગરીબ,પછાત અને છેવાડા નાં તમામ લોકો ને મળવાપાત્ર રહેશે.અને સાથો સાથ અન્ય બ્યુટી પાર્લર નો વ્યવસાય શરૂ કરવામાં માંગતી મહિલાઓ ને પણ આપવામાં આવશે.
- આ યોજના નો લાભ ફકત એકજ વાર આપવામાં આવશે.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના આવક મર્યાદા
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માટે લાભાર્થી મહીલાઓ ની વાર્ષિક આવકની મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000/- હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે 1,50,000/- કરતા વધુ ન હોવી જોઈએ.
વધું વાંચો- માનવ ગરીમા યોજના 2023, સહાય,અરજી અને ફ્રી ટૂલ કીટ
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ (Beauty Parlour Sahay Yojana Documents)
બ્યુટી પાર્લર યોજના ની સહાય રાજ્ય નાં કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગુજરાત દ્વારા માનવ કલ્યાણ યોજના થકી આપવામાં આવે છે.નીચે આ યોજના માં ક્યાં ક્યાં આધાર પુરાવા રજૂ કરવાના હોય છે તેનું લીસ્ટ આપેલ છે.
- મહિલા ઉમેદવાર નું આધારકાર્ડ ની નકલ.
- મહિલા અરજદાર ની ચૂંટણીકાર્ડ ની નકલ.
- મહિલા અરજદાર નાં રેશનિંગ કાર્ડ નાં પ્રથમ અને બીજા પાના ની નકલ.
- મહિલા અરજદાર નો ઉંમર અંગે નાં આધાર પુરાવા.
- મહિલા અરજદાર નું જાતિ નું પ્રમાણપત્ર.
- મહિલા અરજદાર જો ગ્રામ્ય વિસ્તાર નાં હોઈ તો BPL નો દાખલો અને શહેરી વિસ્તાર નાં હોઈ તો સુવર્ણ કાર્ડ ની નકલ.
- મહિલા અરજદાર ની વાર્ષિક આવક નો દાખલો.
- મહિલા અરજદાર એ કોઈપણ ધંધા નો અનુભવ હોઈ તો તેનું પ્રમાણપત્ર.
- મહિલા ઉમેદવાર નું સ્વ ઘોષણા પત્ર.
- મહિલા ઉમેદવાર નું બેંક પાસબુક ની નકલ.
- અરજદાર નાં 2 પાસપોર્ટ સાઇઝ ના ફોટો.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના ની અરજી ઓનલાઈન કરવાની હોય છે.જેના માટે E-kutir Portal પર જઈને “માનવ કલ્યાણ યોજના” સિલેક્ટ કરી ને ત્યાં કુલ 28 પ્રકાર ની અગલ અલગ સહાય બતાવશે જેમા બ્યુટી પાર્લર સહાય યોજના સિલેક્ટ કરી ને સંપૂર્ણ માહિતી ભરી ને અરજી કરવાની હોય છે.
માનવ કલ્યાણ યોજના દ્વારા જ આ બ્યુટી પાર્લર સહાય યોજના આપવામાં આવે છે.જેમાં મુખ્ત્વે કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ થકી ચલાવવામા આવે છે.
આ યોજના માટે Online અરજી કર્યા પહેલા લાભાર્થી એ “e-Kutir Portal” પર જઈ ને પોતાની વ્યક્તિગત નોંધણી કરવાની હોય છે.જેમાં આ “Registation” ટોટલ 4 ભાગમાં માહિતી ભરીને કરવાની હોઈ છે.
સ્ટેપ-1 માં વ્યક્તિગત માહિતી ભરવાની હોઈ છે.
સ્ટેપ-2 માં અરજી ની વિગતો ની તમામ માહિતી ભરવાની હોઈ છે.
સ્ટેપ-3 માં અરજી માં માગ્યા મુજબ નાં આધાર પુરાવા અપલોડ કરવાના હોઈ છે.
સ્ટેપ-4 માં નિયમો અને શરતો હોઈ છે.જે સંપૂર્ણ વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.
હવે અરજદાર એ ઓનલાઈન સંપૂર્ણ અરજી કરવા માટે આઈડી અને પાસવર્ડ દ્વારા લોગીન થઈને માનવ કલ્યાણ યોજના મા જઈ ને બ્યુટી પાર્લર કીટ સહાય યોજના સિલેક્ટ કરવાનુ હોઈ છે.
અને માંગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરીને ઓનલાઈન અરજી સબમિટ કરી ને સેવ કરવાનું હોઈ છે.
વધું વાંચો- ઘરઘંટી સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,15,000 સહાય અને પાત્રતા
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના છેલ્લી તારીખ
માનવ કલ્યાણ યોજના દ્વારા બ્યુટી પાર્લર સહાય યોજના માં 11,800 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.જેમાં કુલ 28 પ્રકાર ના ધંધા રોજગાર માટે સાધન સહાય આપવામાં આવે છે.જેના માટે 1 એપ્રિલ 2023 થી અરજી કરવાની હોય છે.
Manav Kalyan Yojana Helpline Number
જો તમારે બ્યુટી પાર્લર કીટ સહાય યોજના અથવા માનવ કલ્યાણ યોજના બાબતે અન્ય કોઈપણ પ્રકારની જાણકારી મેળવવી હોય તો આપ અહીંયા ક્લિક કરી નાં વધુ માહિતી મેળવી શકો છો.
અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
E-Kutir સરકારી પોર્ટલ 👉 | અહીંયા ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો👉 | અહીંયા ક્લિક કરો |
લોગ ઈન કરો👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય મહત્વ ની યોજના –
બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023, ઓનલાઈન અરજી, ડોક્યુમન્ટ અને સહાય
મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના,8600 રૂપિયા સહાય, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ અને પાત્રતા
ઈ શ્રમ કાર્ડ બનાવો ફકત 5 મિનિટ માં અને ડાઉનલોડ કરો
“FAQ”
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના કોના માટે ની યોજના છે?
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના એ ગુજરાત ની મહિલાઓ ને બ્યુટી પાર્લર માટે ની યોજના છે.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માં કેટલી સહાય આપવામાં આવે છે?
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માં 11,800 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માં ડોક્યુમેન્ટ શું હોઈ છે?
મહિલા ઉમેદવાર નું આધારકાર્ડ ની નકલ.મહિલા અરજદાર ની ચૂંટણીકાર્ડ ની નકલ.
મહિલા અરજદાર નાં રેશનિંગ કાર્ડ નાં પ્રથમ અને બીજા પાના ની નકલ.
મહિલા અરજદાર નો ઉંમર અંગે નાં આધાર પુરાવા.
મહિલા અરજદાર નું જાતિ નું પ્રમાણપત્ર.
મહિલા અરજદાર જો ગ્રામ્ય વિસ્તાર નાં હોઈ તો BPL નો દાખલો અને શહેરી વિસ્તાર નાં હોઈ તો સુવર્ણ કાર્ડ ની નકલ.
મહિલા અરજદાર ની વાર્ષિક આવક નો દાખલો.
મહિલા અરજદાર એ કોઈપણ ધંધા નો અનુભવ હોઈ તો તેનું પ્રમાણપત્ર.
મહિલા ઉમેદવાર નું સ્વ ઘોષણા પત્ર.
મહિલા ઉમેદવાર નું બેંક પાસબુક ની નકલ.
અરજદાર નાં 2 પાસપોર્ટ સાઇઝ ના ફોટો
બ્યુટી પાર્લર સહાય યોજના માટે ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
બ્યુટી પાર્લર સહાય યોજના માટે ની ઓફિસિયલ વેબસાઈટ “E-Kutir Portal” છે.