લેપટોપ સહાય યોજના 2023-24, કેટલી સહાય,અરજી ફોર્મ,ડોક્યુમેન્ટ અને અરજી પ્રક્રિયા સાવ સરળ ભાષા માં ઘરે બેઠા (Computer Bank Loan Laptop And Computer Sahay Yojana 2023)
નમસ્કાર મિત્રો, આપણા ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા અલગ-અલગ ઘણા વિભાગો તરફથી લોકો માટે ઘણી સરકારી લોનની યોજનાઓ ચાલે છે. જેમાં જે લોકો રોજગારી મેળવવા માંગે છે તેવા લોકોને સરકાર તરફથી રોજગારી માટે તદ્દન ઓછા વ્યાજે લોન મળે છે. જેમાં આજે આપણે આવી જ એક લોન Laptop Computer Sahay Yojana Gujarat 2023 વિશે આપ સૌ મિત્રોને માહિતગાર કરવાના છીએ.
આ યોજના મા રાજ્યમાં અનુસૂચિત જનજાતિ વર્ગના લોકોને જો લેપટોપ અને કોમ્પુટર દ્વારા નવો ધંધો ચાલુ કરી ને રોજગારી મેળવવી હોય તો સરકાર દ્વારા તેમને લેપટોપ અને કમ્પ્યુટર ખરીદવા માટે 1,50,000/- રૂપિયા સુધીની લોન સહાય આપે છે જેનાથી તેઓ નવો વ્યવસાય ચાલુ કરીને પોતાના પગ ઉપર ઊભા રહી શકે છે.
લેપટોપ સહાય યોજના 2023-24, કેટલી સહાય,અરજી ફોર્મ,ડોક્યુમેન્ટ અને અરજી પ્રક્રિયા ટુંકી માહિતી
યોજના નું નામ | લેપટોપ અને કોમ્પ્યુટર ની સરકારી લોન સહાય |
સહાય | 1,50,000/- હજાર |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | રાજ્ય નાં ST વર્ગ ના લોકો ને રોજગારી મળી રહે અને નવો ધંધો ચાલુ કરી શકે તે હેતુ |
લાભાર્થી | ગુજરાત રાજ્ય ના અનુસૂચિત જનજાતિ ના લોકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | અહીંયા ક્લિક કરો |
Laptop Sahay Yojana Gujarat 2023
આ યોજના મુખ્યત્વે ગુજરાત રાજ્ય માં વસતા અનુસુચિત જનજાતિ ના લોકો માટે છ.Gujarat Tribal Devolopment Corporation Gandhinagar દ્વારા આ યોજના માં અનુસૂચિત જનજાતિ ના લોકો ને જો લેપટોપ અને કમ્પ્યુટર દ્વારા કોઈપણ પ્રકારનો વ્યવસાય શરૂ કરવો હોઈ તો સરકાર તેવા લોકો ને લેપટોપ અને કમ્પ્યુટર ખરીદવા માટે Sarkari Loan આપે છે.જેનાથી અનુસૂચિત જનજાતિ ના લોકો નવો વ્યવસાય અથવા ધંધો ચાલુ કરી શકે છે.જેનાથી તેઓ તેમનું ગુજરાન ચલાવી શકે છે.
વધુ વાંચો:- પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના 2023-24, ઓનલાઈન અરજી, ફોર્મ અને ડોક્યુમેન્ટ
Laptop Sahay Yojana 2023 નાં લાભ
આ યોજના માં Tribal Devolopment Corporation દ્વારા ST વર્ગ નાં લોકો ને leptop અથવા કમ્પ્યુટર ની ખરીદી પર Sarkari Loan આપવામાં આવશે.જેના માટે તેઓ ને Aadijati Nigam Gujarat Portal પર Online Application કરવાની હોઈ છે.જો ST વર્ગ ના લોકો ને લેપટોપ કે કોમ્પુટર અને તેની મશીનરી ખરીદવી હોઈ તો સરકાર તેમને એકદમ ઓછા વ્યાજે Sarkari Bank Loan આપશે. આ લોન ટોટલ 1,50,000/- રૂપિયા ની હોઈ છે. એટલે કે લાભાર્થીને કુલ 1.5 લાખ રૂપિયા નું ધિરાણ મળે છે જેમાં લાભાર્થી એ ધિરાણ નાં 10% રકમ ની ફાળો આપવાનો હોઈ છે. જેનાથી ST વર્ગ ના લોકો લેપટોપ કે કોમ્પુટર અને તેની મશીનરી ખરીદી ને નવો વ્યવસાય શરૂ કરી શકે છે અને આગળ વધી શકે છે.
વધું વાંચો : નમો ટેબ્લેટ યોજના ગુજરાત
Leptop Sahay Yojana Gujarat Intrest- વ્યાજ
- આ લોન માં લાભાર્થી ને કુલ 1.5 લાખ રૂપિયા ની લોન મળે છે અને તે લોન નું વ્યાજ 4% નાં સાદા વ્યાજે આપવામાં આવે છે.
- આ લોન ની ચુકવણી માટે 20 ત્રિમાસિક નાં સરળ હપ્તે અને વ્યાજ સાથે ચૂકવવાની રહેશે.
- જો લોન માં લાભાર્થી દ્વારા ચકવવામાં મોડું થશે તો વધારાનું 2% વ્યાજ ચૂકવવું પડશે.
Laptop Sahay Yojana Gujarat 2023 Eligibility- પાત્રતા
આ યોજના Aadijati Vikas Vibhag દ્વારા ચલાવવામાં આવે છે.આ યોજના માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવતા ST વર્ગ ના લોકો ને લાભ મળવાપાત્ર રહેશે.
- લાભાર્થી ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
- લાભાર્થી અનુસૂચિત જનજાતિ ના હોવા જોઈએ.
- લાભાર્થી ની ઉમર 18 થી 55 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
- લાભાર્થી પાસે કોમ્પુટર કોર્સ કરેલ હોઈ તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
- લાભાર્થી પાસે કોઈપણ પ્રકાર નું કોમ્પુટર ની દુકાન/મોલ/કંપની મા કામ કર્યું હોઈ તેનું અનુભવ ધરાવતા હોવા જોઈએ.
વધું વાંચો : સરકારી ભરતીઓ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી માટે કોચિંગ સહાય યોજના
Laptop Sahay Yojana 2023-24 Income Limit- આવક મર્યાદા
આ યોજના માં અનુસુચિત જનજાતિ ના લોકો ને આ યોજના મળવાપાત્ર છે જેમાં ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લોકો માટે 1,20,00/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા રાખેલ છે.અને શહેરી વિસ્તાર માં રહેતા લોકો માટે 1,50,000/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.
30 હજાર સુધી નું લેપટોપ ખરીદવું હોઈ તો નીચે આપેલ લિંક પર જઈ ને ખરીદી શકો છો.
Lenovo IdeaPad A10 Under 30 thousand Laptop
Laptop Sahay Yojana Gujarat 2023 Documents
આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્ય મા વસતા અનુસૂચિત જનજાતિ ના લોકો કે જેઓ બેરોજગાર છે અને લેપટોપ કે કોમ્પુટર દ્વારા નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેવા લોકો માટે આ Loan Sakari Nokri સમાન જ છે.આ યોજના માટે નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.
- લાભાર્થી નું આધારકાર્ડ.
- લાભાર્થી નું રેશનિંગ કાર્ડ.
- લાભાર્થી નું જાતિ નું પ્રમાણપત્ર.
- લાભાર્થી નું કમ્પ્યુટર નાં કોર્સ નું પ્રમાણપત્ર.
- લાભાર્થી નું કમ્પ્યુટર ની દુકાન/મોલ/કંપની મા કામ કરેલ હોઈ તેનું અનુભવ નું પ્રમાણપત્ર.
- લાભાર્થી નાં બેંક ખાતા ની પાસબુક.
- લાભાર્થી એ રજૂ કરેલ મિલ્કત નો પુરાવો.( જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું )
- લાભાર્થી નાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
- લાભાર્થી નાં જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
- જામીનદાર-1 નું મિલ્કત નું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
- જામીનદાર-2 નું મિલ્કત નું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
- લાભાર્થી ને ધંધા માટે જો દુકાન પોતાની હોઈ તો તેના આધાર પુરાવા અથવા ભાડે લીધેલ હોઈ તો ભાડા કરાર.
- બંને જમીનદારો એ 20 રૂપિયા નાં સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુ રજુ કરવાનું રહેશે.
વધું વાંચો : JEE, NEET અને GUJCET ની કોચિંગ સહાય યોજના
Laptop Sahay Yojana Gujarat 2023 Registration
આ લોન સહાય માટે અનુસૂચિત જનજાતિ ના લોકો ને સરકાર ની આદિજાતિ વિકાસ નિગમ ની વેબસાઇટ પર જઈ ને Online અરજી કરવાની હોઈ છે. તો લાભાર્થી મિત્રો ને આ યોજના માટે Online અરજી કઈ રીતે કરવાની હોઈ છે તેની માહિતી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે.જે નીચે મુજબ ની છે.
સૌપ્રથમ “Google Crome” મા જઈ ને “Adijati Vikas Nigam” સર્ચ કરવાનુ રહેશે.જેમાં જે પેલું રિઝલ્ટ આવે તેમાં Tirbal Devolopment Corporation Gandhinagar ની વેબસાઈટ ખુલશે.જ્યા Home Page પર Apply Now લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે.
જો તમે પેલી વાર જ Online અરજી કરો છો તો તમારે ત્યાં Register Here પર જઈ ને નવું Id અને Passward બનાવાનું રહેશે.અને ત્યાર બાદ Login થવાનું રહેશે.
સફળતા પુર્વક Login થયા બાદ આપને My Application પર જઈ ને Apply Now પર ક્લિક કરવાનું રહેશે.જ્યા અલગ અલગ ઘણી યોજનાઓ બતાવશે જ્યા તમારે Self Employment પર ક્લિક કરવાનું રહેશે.
જ્યા Self Employment પર ગયા બાદ તમારે યોજના ની પસંદગી માં Computar Machine Yojana Select કરી ને Loan ની રકમ Select કરવાની રહેશે.
ત્યાં યોજના ને લાગતી તમામ માહિતી કાળજી પુર્વક વાંચી ને અરજી કરવાની રહેશે.જ્યા અરજી ની વિગતો માં લાભાર્થી નું નામ, સરનામું, જન્મ તારીખ,લોન ની વિગતો, જામીનદાર ની વિગતો,બેંક ની વિગતો વગેરે કાળજી પુર્વક વાંચી અને સમજી ને તમામ માહિતી ભરવાની રહેશે.
હવે તમારી અરજી જો Online સંપૂર્ણ ભરાઈ ગઈ હોઈ તો તેને ફરીથી ચકાસણી કરી ને અરજી ને Save કરવાની રહેશે.જ્યા છેલ્લે અરજી નો Registration Number પર Generate થશે જે તમારે સાચવી ને રાખવાનો રહેશે.
હવે અરજી કર્યા બાદ તે અરજી ની Print Application પર જઈ ને અરજી ની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
વધું વાંચો : વિદેશ અભ્યાસ લોન અનુસૂચિત જનજાતિ સ્ટુડન્ટ્સ
Leptop And Computar Sahay Yojana Apply Online Here
જો લાભાર્થી એ આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોઈ તો આપ અહીંયા થી જ Direct link દ્વારા Online અરજી કરી શકો છો જેની લિંક નીચે આપેલ છે.
Adijati Vikas Corporation Gandhinagar Helpline Number
આ યોજના મુખ્યત્વે રાજ્ય નાં અનુસૂચિત જનજાતિ ના લોકો ને સ્વરોજગારી મેળવવા નાં હેતુ થી આપવામાં આવે છે.આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોઈ અને અન્ય કોઈપણ માહિતી સમજાતી ના હોઈ અથવા તો Loan બાબતે અન્ય કોઈ પ્રશ્ન હોઈ તો નીચે આપેલ નંબર પર કોલ કરી ને આપ સંપર્ક કરી શકો છો અને જરૂરી માહીતી મેળવી શકો છો.
Helpline Number : +91 79 23253891, 23256843, 23256846
Laptop Sahay Yojana Gujarat 2023 Official Website
આ યોજના માટે ની ST Nigam ની Official Website નીચે આપેલ છે.જેના પર જઈ ને આપ વધુ માહિતી મેળવી શકો છો.
www.Aadijatinigam.Gujarat.gov.in
Email: gog.gtdc@gmail.com
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
લેપટોપ સહાય યોજના વેબસાઈટ 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધુ વાંચો
નાના વેપારીઓ ને દુકાન કે ઓફિસ લેવા માટે બેંક લોન યોજના
મારૂતિ સુઝુકી ઈકો કાર ખરીદવા સરકારી લોન
“FAQ” For Laptop-Computer Sahay Yojana Gujarat 2022
Laptop-Computer Sahay Yojana Gujarat 2022 કોના માટે છે ?
આ યોજના ગુજરાત રાજ્ય માં વસતા અનુસૂચિત જનજાતિ ના લોકો માટે ની લોન યોજના છે.
Laptop-Computer Sahay Yojana Gujarat 2022 માં શેના માટે લોન મળે છે ?
આ યોજના માં જે લોકો ને લેપટોપ અથવા કમ્પ્યુટર અને તેની મશીનરી ખરીદી ને નવો વ્યવસાય શરૂ કરવો હોઈ તેના માટે આ લોન આપવામાં આવે છે.
Laptop-Computer Sahay Yojana Gujarat 2022 માં કેટલી લોન આપવામાં આવે છે ?
આ લોન માં લાભાર્થી ને 1,50,000/- રૂપિયા ની લોન આપવામાં આવે છે.
Laptop-Computer Sahay Yojana Gujarat 2022 માટે ઓનલાઈન અરજી કયાં કરવાની હોઈ છે ?
આ યોજના માટે Adijati Vikas Nigam ની Official Website પર જઈ ને Online અરજી કરવાની હોઈ છે.
2 thoughts on “લેપટોપ સહાય યોજના 2023-24, કેટલી સહાય,અરજી ફોર્મ,ડોક્યુમેન્ટ અને અરજી પ્રક્રિયા | Laptop Computer Sahay Yojana Gujarat 2023”