Advertisements

Manav Kalyan Yojana 2024: Objective, Eligibility, Application Form, Benefits And Business Types | માનવ કલ્યાણ યોજના 2024

Advertisements

Manav Kalyan Yojana 2024: Objective, Eligibility, Application Form, Benefits And Business Types ( યોજના ની સંપૂર્ણ માહિતી)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય મિત્રો, આજે દરેક માણસ ધંધા માટે વલખાં મારે છે.કારણ કે ધંધા રોજગાર થકી જ એનું ઘર ચાલે છે.અને તેઓ તેમના બાળકો નું અને પરિવાર નું ભરણ પોષણ કરી શકે છે.અને પોતે રોજગારી મેળવી શકે તે હેતુ થી આજે આપડે આવી જ એક “Manav Kalyan Yojana 2024”  વિશે વિગતવાર વાત કરવાના છીએ.

ગુજરાત સરકાર દ્વારા ઘણી અલગ અલગ યોજનાઓ અમલમાં મુકેલ છે.જેમાં કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા ગુજરાત રાજ્યના ખૂબ જ ગરીબ પરિવારો, છેવાડાના ગામોના પરિવાર, પછાત વર્ગના લોકો પોતે

હાથશાળ,હસ્તકલા, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા પોતે રોજગારી મેળવી શકે તે હેતુ થી ઘણી યોજનાઓ ચાલી રહી છે.જેમાં આ માનવ કલ્યાણ યોજના 2022 દ્વારા આવા લોકો ને રોજગારી મળી રહે તે હેતુ તેઓ ને સાધન સામગ્રી આપવાનું આ યોજના દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

યોજના નું નામમાનવ કલ્યાણ યોજના
સહાયધંધા મુજબ અલગ અલગ સહાય છે.
રાજ્યગુજરાત
ઉદ્દેશગરીબ ને પછાત વર્ગ નો વિકાસ માટે
લાભાર્થીરાજ્ય નાં ગરીબ અને પછાત વર્ગ નાં લોકો
અરજી નો પ્રકાર ઑનલાઇન
સંપર્કekutir.gujarat.gov
In

Manav Kalyan Yojana 2024

Commissioner Of Cottage And Rural Industry આ યોજના ને હાથ ધરવામાં આવેલ છે.જેમાં રાજ્ય નાં આર્થિક રીતે પછાત,નબળા અને અંતરિયાળ વિસ્તાર નાં લોકો ને રોજગારી કરવા માટે ધંધા નાં સાધનો આપવામાં આવે છે.આ યોજના થી ગરીબ પરિવારો નાં લોકો કે જેમને  હસ્તકલા,હાથશાળ જેવા કારીગરી છે તેઓ ને મફત મા સાધનો આપી ને તેઓ તેમનો રોજગાર ચલાવી શકે છે અને પોતે આત્મનિર્ભર બની શકે છે.આ યોજના માં કુલ 10 પ્રકાર ના નાનામોટા ધંધા અને રોજગાર માટે સાધન સહાય આપવામાં આવે છે.જે આપડે આગળ જોઈશું.

માનવ કલ્યાણ યોજના સહાય 2024

આ યોજના અંતર્ગત રાજ્ય નાં અતિ ગરીબ અને BPL મા આવતા લોકો ને તેઓ નાં ધંધા અનુસાર અલગ અલગ પ્રકાર ની સાધન સામગ્રી જિલ્લા ગ્રામોદ્યોગ દ્વારા આપવામાં આવે છે.જેના માટે તેઓ ને આ યોજના માં અરજી કરવાની હોય છે.

  • ૧ દૂધ દહીં વેચનાર
  • ર ભરતકામ
  • ૩ બ્યુટી પાર્લર
  • ૪ પાપડ બનાવટ
  • પ વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • ૬ પ્લમ્બર
  • ૭ સેન્ટિંગ કામ
  • ૮ ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ
  • ૯ અથાણા બનાવટ
  • ૧૦ પંચર કિટ

અરજદારોએ ફક્ત અસલ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ જ સબમિટ કરવાની રહેશે.

માનવ કલ્યાણ યોજના ગુજરાત 2023-24 માટે ની પાત્રતા

કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ અને જિલ્લા ઉદ્યોગ દ્વારા આ તમામ યોજનાઓ ચલાવવામા આવે છે.જેમાં લાભાર્થી એ અરજી કરવા માટે અમુક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ ની છે.

માનવ કલ્યાણ યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી ની ઉંમર 16 થી 60 વર્ષ ની વચ્ચે હોવી જરૂરી છે.એટલે કે આ ઉંમર નાં લાભાર્થી ને આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.

ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ કે જેઓ ગરીબી રેખા (BPL) નીચે આવે છે.તેઓ નો જિલ્લા ગ્રામ વિકાસ દ્વારા પ્રકાશિત ગરીબી રેખા ની યાદી મા સમાવેશ થયેલ હોવો જોઈએ. 0 થી 16 નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.

આ યોજના રાજ્ય નાં ગરીબ,પછાત અને છેવાડા નાં તમામ લોકો ને મળવાપાત્ર રહેશે.

માનવ કલ્યાણ યોજના આવક મર્યાદા 

અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કરતાં ઓછી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

વધુ વાંચો:- પીએમ વિશ્વકર્મા લોન 2024,18 પ્રકાર ના કારીગરો ને રૂપિયા 3 લાખ સુધી સરકારી લોન

માનવ કલ્યાણ યોજના આધાર પુરાવા 

આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ નિયત નમૂના માં અરજી કરવાની હોય છે.અને Online અરજી પણ કરી શકો છો.આ અરજી સાથે નીચે મુજબ ના આધાર પુરાવા રજૂ કરવાના હોઈ છે.

  • લાભાર્થી નું આધારકાર્ડ ની નકલ.
  • લાભાર્થી ની ચૂંટણીકાર્ડ ની નકલ.
  • લાભાર્થી નાં રેશનિંગ કાર્ડ નાં પ્રથમ અને બીજા પાના ની નકલ.
  • લાભાર્થી નો ઉંમર અંગે નાં આધાર પુરાવા.
  • લાભાર્થી નું જાતિ નું પ્રમાણપત્ર.
  • લાભાર્થી ગ્રામ્ય વિસ્તાર નાં હોઈ તો BPL નો દાખલો અને શહેરી વિસ્તાર નાં હોઈ તો સુવર્ણ કાર્ડ ની નકલ.
  • લાભાર્થી ની વાર્ષિક આવક નો દાખલો.
  • લાભાર્થી એ કોઈપણ ધંધા નો અનુભવ હોઈ તો તેનું પ્રમાણપત્ર.
  • લાભાર્થી નાં 2 પાસપોર્ટ સાઇઝ ના ફોટો.

માનવ કલ્યાણ યોજના ઑનલાઇન અરજી પ્રકિયા

યોજના મુખ્ત્વે કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ થકી ચલાવવામા આવે છે.આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ Online અરજી કરવાની હોઈ છે.Online અરજી કર્યા પહેલા લાભાર્થી એ e-Kutir Portal Online પર જઈ ને પોતાનું Registation કરવાનું હોઈ છે.અને ત્યાર બાદ લોગીન થઈ ને માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોઈ છે. આ E-kutir Registation અને Online અરજી માટે નીચે ક્લિક કરો.

માનવ કલ્યાણ યોજના ઑનલાઇન અરજી પ્રકિયા

હવે જો આપે E-Kutir Portal પર Online રજિસ્ટ્રેશન કરી લીધું હોઈ તો આપ તમારા પાસવર્ડ અને આઈડી દ્વારા આ પોર્ટલ પર Login થાય બાદ આપની સામે માનવ કલ્યાણ યોજના બતાવવા માં આવશે.જ્યા આગળ ક્લિક કરી ને આપને ઓનલાઈન અરજી કરવાની હોય છે.

માનવ કલ્યાણ યોજના નું ટોટલ 4 ભાગ વાળુ અરજી પત્રક ખુલી જશે જેમાં સ્ટેપ -1 માં વ્યક્તિગત માહિતી હશે.સ્ટેપ -2 માં અરજી ની વિગતો હશે. સ્ટેપ -3 માં આધાર પુરાવા અપલોડ કરવાના હોઈ છે અને સ્ટેપ -4 માં નિયમો અને શરતો હોઈ છે.જે સંપૂર્ણ વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.

આ યોજના માટે સંપર્ક કચેરી

કુટીર અને ગ્રામ ઉદ્યોગ માટે વિવિધ યોજના ચલાવામામાં આવે છે. રાજ્ય નાં તમામ જિલ્લાઓ માં આ યોજના અમલ મા મુકવામાં આવેલ છે.નીચે રાજ્ય નાં 33 જિલ્લા નાં નામ અને સરનામા આપેલ છે જે આપે જોઈ લેવા અને તમે જે જિલ્લા નાં હોઈ તો ત્યાં જઈ ને જરૂરી માહિતી પણ મેળવી શકશો.

આપને માનવ કલ્યાણ યોજના અંતગર્ત કોઇપણ મૂશ્કેલી હોય તો હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી શકો છો. હેલ્પ ડેસ્ક નંબર : ૯૯૦૯૯૨૬૨૮૦ / ૯૯૦૯૯૨૬૧૮૦

Advertisements

નિષ્કર્ષ

જો તમને આ યોજના ખૂબજ ઉપયોગી લાગી હોઈ તો તમે આ યોજના ને વધુ માં વધુ સેર કરજો.જેનાથી કોઈપણ ગરીબ ને ધંધા રોજગાર માટે ઉપયોગ થઈ શકીએ.

E-kutir સરકારી વેબસાઈટઅહીંયા ક્લિક કરો
હોમ પેજઅહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ-

Leave a Comment