Advertisements

Soil Health Card Yojana Gujarat 2022 | સોઇલ હેલ્થ કાર્ડ યોજના નો હેતુ, ઉદ્દેશો, લાભો, ઓનલાઇન નોંધણી

Advertisements

Soil health card | Soil Healthcard Online Apply | Soil HealthCard Yojana Gujarat 2022 | khedut Yojana Gujarat | khedut Soil yojana | Gujarat khedut Yojana Online Apply | Soil HealthCard Yojana Online Registration

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર પ્રિય વાચકો આજે આપણે એક એવી યોજના વિશે વાત કરવાના છીએ કે જે ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે. જે યોજનાથી રાજ્યના ખેડૂતોને તેમના ખેતર, વાડીઓ માટે ખૂબ જ લાભદાયી છે તો ચાલો આપણે Soil HealthCard Yojana Gujarat 2022 વિશે વિગતવાર માહિતી મેળવીએ.

ભારત સરકારે આ યોજના વર્ષ 2015માં રાજ્ય ના ખેડૂતો માટે શરૂ કરી હતી. જેમાં ખેડૂતોની જમીન ની ફળદ્રુપતા વધારવા માટે તેમને જમીન માટી કાર્ડ આપવામાં આવશે જેનાથી તેઓ તેમની જમીન ની ક્ષમતા ફળદ્રુપતા અને પાકની ઉપજમાં વધારો કરી શકશે.

સોઇલ હેલ્થ કાર્ડ યોજના શું છે

સોઈલ હેલ્થ કાર્ડ એ ખેડૂતો ની જમીન નું એક પ્રકારનું માટી કાર્ડ છે. આ કાર્ડ દ્વારા ખેડૂતો વધારે ઉપજ મેળવવા માટે તેમની જમીન નું અલગ અલગ પ્રકારે ખેતીવિષયક પરીક્ષણ કરાવી શકશે. જેનાથી જમીનની ફળદ્રુપતાની સ્થિતિ અને પાકના ઉત્પાદકતાને અસર કરતા અન્ય મહત્વપૂર્ણ જમીન પરિમાણોની વિગતવાર માહિતી મેળવી શકશે.

આકાર દ્વારા ખેડૂતો તેમની જમીનની ગુણવત્તા સારી કરી શકશે. તેમની જમીનોના વિશ્લેષણ પર માહિતી વિગતવાર મળી શકશે. તેમના જમીનોની માટે ની ગુણવત્તા કેવી છે તેનું પરીક્ષણ કરી શકશે અને વધુ ઉત્પાદન મેળવી શકશે.

ત્યારબાદ ખેડૂતો તેમના રવિ પાક અને ખરીફ પાકોની લણણી થાય ત્યારબાદ તેમની માટીના નમૂનાનું પરીક્ષણ દર વર્ષે થઈ શકશે.

વધું વાંચો : ખેડુત માનધન યોજના

સોઈલ હેલ્થ કાર્ડ યોજના થી શું જાણવા મળશે

જમીનમાં રહેલા પોષક તત્વોના પ્રમાણ પર થી પાક ને જરૂરી પોષક તત્વો પુરા પડવાની ક્ષમતા કેટલી છે તેનું સચોટ ખ્યાલ મળે છે. કેટલા પોષક તત્વો રૂપે આપવામાં આવે છે તેનો ખ્યાલ મળે છે ને કેટલું ખાતર ગયું છે અને ક્યારેય ગુસ્સે તેની સચોટ જાણકારી મળે છે

આગળ દ્વારા જમીનમાં કયો પાક કઈ રીતે વધુ ફાયદાકારક નીવડશે તે પણ નક્કી કરી શકાય છે. ખારાપાટ અને જમીનમાં અક્ષર પ્રતિવરોધક ઘઉં થઈ શકે તેમજ જમીનમાં ડાંગરનો પાક સારો લઇ શકાશે.

ગોરાડું જમીનમાં કેળ, તમાકુ, બાજરી અને ઘઉં ઉગાડી શકાય. કાળી જમીનમાં શેરડી, કપાસ લઈ શકાય. રેતાળ જમીનમાં દિવેલા, રાયડો કરી શકાય. મધ્યમ કાળી જમીનમાં મગફળી, તલ, જીરુનો પાક લઈ શકાય અને પ્રગતિશીલ ખેડૂતો વિસ્તરણ અધિકારી અને વૈજ્ઞાનિક પાસેથી માહિતી મેળવીને પોતાની સચોટ બુદ્ધિથી જૂની પડેલી જમીનમાં ઔષધિય પાક કુંવારપાઠું અથવા સફેદ મૂસળી અથવા બાગાયતી પાકોની ખેતી ખુબજ સારા પ્રમાણ માં કરી શકાય છે.

ગુજરાત સરકાર ની તમામ યોજનાઓ ની માહિતી અને અરજી ફોર્મ વિશે ની વિગતો માટે અમારી Telegram Channel સાથે જોડાવ

આ કાર્ડ માં ની તમામ વિગતો ખેડૂતોને 3 વર્ષ કરતાં વધુ ઉપયોગી હોવાથી તે એકદમ સચોટ અને કાર્ય સફળ પુરવાર થાય છે. માટે જ્યારે ખેડૂતોને તેમની જમીનનો નમૂનો લેવાનો હોય તો તેની નિયત પદ્ધતિ મુજબ જમીનમાં ઉપર નો કચરો સાફ કરીને જિગ્સો થી “વી” આકારનો ખાડો કરીને 10 થી 11 જગ્યાએથી નાના ટુકડા કાળજીપૂર્વક અને ક્વાટરીંગ પદ્ધતિ પ્રમાણે ભેગા કરીને લગભગ અડધો કિલો સેમ્પલ બેગ માં મુકવા.

આ કાર્ડ માં ખેડૂતોના બેઝિક પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જમીન ના તમામ રેકોર્ડ હશે આખા સોઈલ હેલ્થ કાર્ડ ને અઢી પ્રોગ્રામ દ્વારા સજ્જ કરવામાં આવ્યું છે.

વધું વાંચો : કિસાન વિકાસ પત્ર યોજના

સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા ઈ ડેટા મેનુમાં ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે બધી જાતની ખેતી સંબંધિત માહિતી જેમકે બિયારણનો દર, ખાતરનું પ્રમાણ, નીંદણ અને પિયત, રોપણી સમય મર્યાદા, જીવાત અને રોગ નિયંત્રણ, કાપણી અને તેનો સંગ્રહ કરવો. આવા તમામ પ્રકારના ડેટા ભેગા કરીને તેનું એક સોઇલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવે છે.

યોજના નું નામસોઇલ હેલ્થ કાર્ડ યોજના
સહાયઆ યોજના માં ખેડૂતો ને તેમની જમીન માટે હેલ્થ કાર્ડ મળે છે
રાજ્યગુજરાત
ઉદ્દેશરાજ્ય નાં ખેડૂતો ને તેમની જમીન ની ઉપજ વધે અને જમીન ની ફળદ્રુપતા માં વધારો થાય તે હેતુ થી
લાભાર્થીરાજ્ય નાં તમામ ખેડૂત મિત્રો
અરજી નો પ્રકારઓનલાઈન અથવા નજીક નાં CSC પર અરજી કરી શકાશે
સંપર્કજિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી અથવા અહીંયા ક્લિક કરો
Soil HealthCard Yojana Gujarat 2022

Soil HealthCard Yojana Gujarat 2022 Benefits- ફાયદા

આ યોજના થી રાજ્ય નાં અને દેશ બધા જ ખેડૂતો ને ખુબજ લાભ થવાનો છે. કારણ કે ખેડૂત તેમની જમીન નાં કૃષિ બાબતે તમામ પરીક્ષણ કરાવી શકશે.જેમાંથી તેમની જમીન ની ફળદ્રુપતા ખુબજ મોટા પાટે વધી જશે.

  • આ યોજના થી ખેડૂત ને તેમની જમીન ની તંદુરસ્તી અને ઉત્પાદન માં ખબુજ બહોળા પ્રમાણમાં વધારો થશે.
  • ખેડૂતો માત્ર યુરિયા કે યુરિયા અને ડીએપી વાપરે છે જેથી બીજા તત્વોનું પ્રમાણ ઘટે છે
  • આ કાર્ડ દ્વારા ખેડૂતો તેમની જમીન માં કેમિકલ વાળી દવા છંટકાવ નો પ્રમાણ ઓછો કરી દેશે જેનાથી જમીન માં ફળદ્રુપતા વધી જશે.
  • સંકલિત ખાતર વ્યવસ્થા કરવાથી જમીનમાંથી સેન્દ્રિય તત્વોનો થતો ઘટાડો અટકાવી શકાય
  • જમીન ની તમામ પ્રકાર ની માહિતી મળ્યા બાદ પાક મા કેટલા પ્રમાણ માં પાણી ની જરૂરિયાત પડશે તે જાણી શકશે જેનાથી પાણી ની ખપત ઓછી થશે.એટલે કે ઓછા પાણી દ્વારા પણ સારો પાક મેળવી શકાશે.
  • ખેડૂતોને ઇનપુટ અવેજી શોધવામાં પણ મદદ કરી છે.
  • ખેડુતો તેમના ડાંગર અને કપાસ જેવા પાકથી ઓછા સઘન પાક તરફ વૈવિધ્યકરણ કરવામાં મદદ કરી છે.
  • સરકાર દ્વારા આપવામાં આવતી પાક ઉત્પાદન ની દવાઓ ની જરૂર ઓછી પડશે.

વધું વાંચો : ફળ પાકો નાં વાવેતર ની સહાય

સોઈલ હેલ્થ કાર્ડ માં માટી ની જાણકારી

ખરેખર તો આ કાર્ડ દ્વારા જમીન મા શું શું તત્વો છે અને શું શું તત્વો ની ખામી છે અને તે કઈ રીતે જમીન ને આપી શકાય છે તે જાણી શકાશે અને  જમીન એટલે શું જેવી બાબતો જાણી શકાશે. જેનાથી ખેડૂતોને ખૂબ જ સારી જાણકારી મળશે.

  • આલ્મલિય જમીનનું PH હંમેશા 5.5 થી નીચે હોઈ છે. જેનાથી છાણીયું ખાતર અને કંપોસ્ટ અને લીલો પડવાશ આપવામાં આવે છે.
  • સામાન્ય જમીનનો PH 6.5 થી 7.5 વચ્ચે હોય છે અને આ જમીન બધા પાક માટે અનુરુપ હોઈ છે.
  • ભામિક જમીન નો PH 8.5 થી વધુ હોય છે અને  જીપ્સમની ભલામણ છે.

5 થી નીચે અને 8.5 થી ઉપર  PH વાળી જમીનમાં પોષકતત્વોની ઉણપ જોવા મળે છે. ક્ષારિય જમીનો ભેજ સુકાતા જતા ખૂબ જ કઠણ બનતી ખેડ કરી શકાતી નથી તેમજ પોષક તત્વોની લભયતા ખુબજ ઘટી જાય છે. આવી જમીનોને છૂટી અને ભરભરી બનાવવા માટે ચિરોડી (જીપ્સમ )નો ઉપયોગ કરવો જરૂરી છે. આવી જમીનોમાં છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર અને લીલા પડવાશ વડે પણ ખૂબ સારી રીતે સુધારી શકાય છે.

Advertisements
  • ગુજરાત રાજ્ય નો જમીનનો PH  7 થી 8.5 ની આસપાસ હોય છે.
  • PH 8.5 ગોરાડુ જમીન સુધારણા માટે 1 ટન જીપ્સમ હેક્ટરે
  • PH 8.7 ગોરાડુ જમીન સુધારણા માટે 2 ટન જીપ્સમ હેક્ટરે
  • PH 9.0 ગોરાડુ જમીન સુધારણા માટે 3 ટન જીપ્સમ હેકટરે

વધુ વાંચો : કોરોના મૃત્યુ સહાય યોજના

વિવિધ જમીનો માટે PH વેલ્યુ માટે જીપ્સમ નું ટન/હેક્ટર દીઠ નું પ્રમાણ નીચે મુજબ નું હોઈ છે.

  • PH 9.2  રેતાળ જમીન 1.7 મધ્યમ કાળી જમીન 2.4 અને ભારે કાળી જમીન 3.4
  • PH 9.4 રેતાળ જમીન 3.4 મધ્યમ કાળી જમીન 5.0 અને ભારે કાળી જમીન 3.8
  • pH 9.6 રેતાળ જમીન 5.0 મધ્યમ કાળી જમીન 7.5 અને ભારે કાળી જમીન 10.0
  • PH  9.8 રેતાળ જમીન 6.8 મધ્યમ કાળી જમીન 10.0  અને ભારે કાળી જમીન 14.6
  • PH 10.0 રેતાળ જમીન 8.5 મધ્યમ કાળી જમીન 12.5 ભારે કાળી જમીન 15.0
  • PH 10.1 રેતાળ જમીન 10 મધ્યમ કાળી જમીન 15.0  અને ભારે કાળી જમીન 15.0

સોઇલ હેલ્થ કાર્ડ યોજના ની પાત્રતા

આ યોજના માટે રાજ્ય નાં તમામ ખેડૂતો લાભ લઈ શકે છે.એટલે કે જે ખેડૂતો પાસે જમીન હોઈ પછી ભલે 5 વીઘા હોઈ કે 500 વીઘા તમામ ખેડૂતો આ કાર્ડ કઢાવી શકે છે અને તેઓ તેમના પાક નું ઉત્પાદન ખુબજ બહોળા પ્રમાણ માં વધારી શકે છે. માટે ટૂંકમાં કહીએ તો સોઇલ હેલ્થ કાર્ડ યોજના રાજ્યના તમામ ખેડૂતોને પાત્ર છે એટલે કે રાજ્યના તમામ ખેડૂતોને લાભ લઇ શકે છે.

Soil HealthCard Yojana Gujarat 2022 Registration

આ કાર્ડ માટે કેન્દ્ર સરકાર ની Official Website પર જઈ ને ખેડૂત મિત્રો એ Online Apply કરવાનું હોઈ છે.જેમાં આપ આપના નજીક નાં CSC ( કોમન સર્વિસ સેન્ટર) પર જઈ ને આ કાર્ડ માટે અરજી કરી ને કાર્ડ મેળવી શકો છો. જ્યાં તમારે જમીન નાં જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે અને ખેડૂત ની વિગતો આપવાની રહેશે.

વધુ વાંચો : સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે સહાય

Soil Health Card Yojana Online Apply

આ યોજના ની સરકાર ની વેબસાઇટ પર જઈ ને આપ તમામ માહિતી મેળવી શકો છો અને કેટલા કાર્ડ નીકળ્યા છે અને કેટલા કાર્ડ કાઢવાના છે. જેવી તમામ માહિતી આપ આ વેબસાઈટ પર જઈ ને મેળવી શકાય છે.

www.soilhealth.dac.gov.in

સોઈલ હેલ્થ કાર્ડ યોજના ગુજરાત સંપર્ક કચેરી

આ કાર્ડ ની વિગતવાર માહિતી માટે ખેડૂત મિત્રો એ પોતાના તાલુકા મા ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરવાનો હોઈ છે.અને વધુ માં જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી પર જઈ ને વધુ માહિતી મેળવી શકાય છે.નીચે ટોલ ફ્રી નંબર આપેલ છે.જેમાં કોલ કરી ને માહિતી મેળવી શકાય છે.

Toll Free Number :- 011-24305591,24305948

વધું વાંચો

ખેડૂત મોબાઈલ ફોન યોજના

સ્વરોજગાર લક્ષી લોન યોજના

ઈકો કાર સરકારી લોન

Soil Health Card Yojana કોના માટે છે ?

સોઈલ હેલ્થ કાર્ડ યોજના રાજ્ય નાં તમામ ખેડૂતો માટે ની યોજના છે.

Soil Health Card Yojana માં શું લાભ મળે છે ?

સોઈલ હેલ્થ કાર્ડ યોજના માં ખેડૂત ને તેમની જમીન માટે એક કાર્ડ આપવામા આવે છે જેમાં તે તેમની જમીન નાં તમામ પ્રકાર ના પરીક્ષણ કરાવી શકશે.

Soil Health Card Yojana માં કાર્ડ ક્યાં થી કાઢવવાનું હોઈ છે ?

આ યોજના માટે સોઈલ હેલ્થ કાર્ડ આપ નજીક ના CSC ( કોમન સર્વિસ સેન્ટર) પર જઈ ને અથવા તો તાલુકા ખેતીવાડી અધિકારી ની કચેરી ખાતે જઈ ને કાર્ડ કઢાવી શકો છો.

Soil HealthCard Yojana માં વધુ માહિતી મેળવવી હોઈ તો ક્યાં જવું ?

આ સોઈલ હેલ્થ કાર્ડ બાબતે વધારે માહિતી મેળવવી હોઈ તો આપ જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી ખાતે જઈ ને વધુ માહિતી મેળવી શકો છો.

2 thoughts on “Soil Health Card Yojana Gujarat 2022 | સોઇલ હેલ્થ કાર્ડ યોજના નો હેતુ, ઉદ્દેશો, લાભો, ઓનલાઇન નોંધણી”

Leave a Comment