ઓનલાઈન અરજી ikhedut portal, તમામ યોજનાઓ, અરજી પ્રક્રિયા,અરજી નું સ્ટેટ્સ,યોજના મુજબ સહાય,ikhedut Portal 2024 યોજનાઓ,અરજી પ્રિન્ટ,અને આઇ ખેડૂત પોર્ટલ વિશે ની અન્ય તમામ માહિતી (ikhedut Portal Online Registration Process)
પ્રિય વાચક મિત્રો, ગુજરાત સરકાર ખેતીવાડી વિભાગ દ્વારા રાજ્ય મા વસતા ખેડૂતો માટે હર હંમેશા તત્પર રહે છે.જેમાં ખેડૂત ને ખેતી માં વિકાસ થાય,ફાયદો થાય તે હેતુ થી તેઓ ની ખેતી લક્ષી યોજનાઓ ને અમલ કરવામાં આવે છે અને તમામ નાના અને મોટા ખેડૂતો ને લાભ આપવામાં આવે છે.
આ તમામ ખેડૂતો માટે ની યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.જેના માટે સરકારે ખાસ આઇ ખેડૂત પોર્ટલ નામની વેબસાઈટ બનાવી છે. આ વેબસાઈટ પર જઈ ને ખેડૂતો આ તમામ યોજનાઓ નો લાભ મેળવવા માટે ત્યાં થી ઓનલાઈન અરજી કરી ને સહાય મળવી શકે છે.
પરંતુ રાજ્ય નાં બધા ખેડૂતો શિક્ષિત હોતા નથી 70% ઉપર નાં ખેડૂતો ને અરજી કઈ રીતે કરવાની હોઈ તેની તેની ખબર પણ હોતી નથી.તેથી અહીંયા આજે આપડે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની હોઈ છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ.
ઓનલાઈન અરજી ikhedut portal
યોજના નું નામ | ઓનલાઈન અરજી ikhedut portal (ખેતી ની તમામ યોજનાઓ) |
સહાય | યોજના મુજબ અલગ અલગ સહાય |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | ખેડૂત કૃષિ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ થી |
લાભાર્થી | રાજ્ય નાં નાના, સીમાંત અને અન્ય તમામ ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | આઇ ખેડૂત પોર્ટલ |
www ikhedut gujarat gov in portal
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ને કૃષિ માટે ની તમામ યોજનાઓ નો ઓનલાઈન અરજી મારફતે લાભ આપવાનો હેતુ હોઈ છે.જેના માટે રાજ્ય સરકારે આ વેબ સાઈટ ચાલુ કરવાનો વિચાર અમલ મા મૂક્યો હતો.જેના થી ખેડૂતો તેઓ ને લાગુ પડતો તમામ યોજનાઓ નો આભ સીધા જ મેળવી શકે છે.અને તેઓ ઘરે બેઠા બેઠા જ યોજના મુજબ તમામ માહિતી પોતાના મોબાઈલ ફોન મા જાણી શકે છે.
આઇ ખેડૂત પોર્ટલ પર ની સેવાઓ
- ખેડૂતો માટેની યોજનાઓની ઓનલાઇન અરજીની સુવિધા
- ડીલરો પાસે ઉપલબ્ધ કૃષિને લગતી તમામ સાધન સામગ્રીની વિગતો
- કૃષિ માટે ધિરાણ આપનાર બેન્ક અને સંસ્થાઓની માહિતી
- અધ્યતન કૃષિ સબંધિત તાંત્રિક મહિતી
- દરેક માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ
- હવામાનની લગતી વિગતો
- ખેતીમાં મંજવતા તમામ પ્રકારના પ્રશ્નોનું ઓનલાઇન નિરાકરણ
- ખેતીની જમીન ખાતાની તમામ વિગતો
આઇ ખેડૂત પોર્ટલ 2023-24 વિભાગો
- બાગાયતી યોજનાઓ
- ખેતીવાડી યોજનાઓ
- પશુપાલન યોજનાઓ
- મત્સ્ય યોજનાઓ
- આત્મા પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
- ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ની યોજનાઓ
- સેન્દ્રીય ખેતી પ્રોત્સાહન યોજનાઓ
- ગોડાઉન સ્કીમ યોજનાઓ
- ગૌચર વિકાસ બોર્ડ ની યોજનાઓ
- ધિરાણ અને સહકારી મંડળીઓ ની યોજનાઓ
આઇ ખેડૂત પોર્ટલ 2023-24 પાત્રતા
- લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ.
- સંયુક્ત ખાતાના કિસ્સામાં ર નથી એકજ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
- ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
આઇ ખેડૂત પોર્ટલ ડોક્યુમેન્ટ લીસ્ટ
- ખેડૂત લાભાર્થી નું આધારકાર્ડ.
- 7/12 8/અ નાં ઉતારા
- ખેડૂત લાભાર્થી નું રેશનિંગ કાર્ડ.
- ખેડૂત ની જમીન માં 7/12 અને 8/અ માં જો સયુંક્ત ખાતેદાર હોઈ તો અન્ય ખાતેદાર નાં સંમતિ પત્રક નકલ.
- ખેડૂત લાભાર્થી આત્મા ની નોંધણી ધરવતા હોઈ તો તેની વિગતો.
- ખેડૂત લાભાર્થી જો દૂધ મંડળી માં સભ્ય હોઈ તો તેના કાગળો.
- ખેડૂત લાભાર્થી જો સહકારી મંડળી નાં સભ્ય હોઈ તો તેના કાગળો.
- ખેડૂત નું બેંક ખાતા ની પાસબુક ની નકલ.
પશુપાલન લોન યોજના 2023 ગુજરાત
રાજ્યમાં લગભગ ઘણા ખરા લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે અને પશુપાલન દ્વારા જ પોતાની રોજગારી ચલાવી રહ્યા છે. કારણકે તેઓને આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે જેથી સરકાર દ્વારા આવા ગરીબ પશુ પાલકોને સરકારી લોન સહાય આપવામાં આવે છે. નહિતર આપશુ તાલુકો પૈસાના અભાવથી પશુઓને પાડી શકતા નથી અને પશુઓને વેચી દે છે અથવા તો છુટા મૂકી દે છે.
તેથી જ રાજ્ય સરકારના કૃષિ વાળી વિભાગ દ્વારા આવા તમામ પશુપાલકોને પશુપાલન કરવા માટે સરકારી લોન ઉપલબ્ધ કરવામાં આવે છે જેથી તેઓ તેમના પશુઓને પાલન કરી શકે અને રોજગારી મેળવી શકે છે.
પશુપાલનની લોન મેળવવા માટે પાત્રતા
- ધરાવતા લોકોને આ લોન બેંક તરફથી આપવામાં આવે છે.
- પશુપાલક ગુજરાત રાજ્યના વતની હોવો જોઈએ.
- પશુપાલક પાસે 10 કરતા વધુ પશુઓ હોવા જોઈએ.
- પશુપાલ પાસે પશુઓને રાખવા માટે તબેલો હોવો જોઈએ.
બાગાયતી યોજનાઓ 2023
- અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો ની સહાય
- અનાનસ (ટીસ્યુ) ની સહાય
- અન્ય સુગંધિત પાકો ની સહાય
- ઉત્પાદન એકમ ની સહાય
- ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય
- કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ સહાય
- કંદ ફૂલો સહાય
- કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ ની સહાય
- કેળ (ટીસ્યુ) ની સહાય
- કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે ની સહાય
- કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ ની સહાય
- કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા માટે ની સહાય
- કોલ્ડ સ્ટોરેજ સહાય (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
- કોલ્ડ્ રૂમ સહાય (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)
- ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે ની એકમ યોજના
- ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ
- છૂટક ફુલો ની સહાય
- જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે
- ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
- ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)
- ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર સહાય (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
- ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર સહાય(૨૦ BHP થી ઓછા)
- દાંડી ફૂલો ની સહાય(કટ ફલાવર્સ)
- નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના સહાય
- નાની નર્સરી સહાય (૧ હે.)
- નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે
- પપૈયા સહાય
- પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા)
- પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા)
- પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા)
- પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે એકમ સહાય
- પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે
- પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે સહાય
- પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય
- પ્રી કૂલીંગ યુનિટ સહાય (ક્ષમતા ૬ ટન)
- પ્લગ નર્સરી સહાય
- પ્લગ નર્સરી સહાય(વનબંધુ)
- પ્લાસ્ટીક આવરણ સહાય(મલ્ચીંગ)
- પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન સહાય
- ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
- ફળપાકના વાવેતર ની સહાય(ડાંગ જિલ્લા માટે- HRT-10)
- ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે ની સહાય
- ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ)
- ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની સહાય (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા )
- બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
- બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય
- બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના માટે ની સહાય
- મહિલા તાલીમાર્થીઓને વૃતીકા ની સહાય (સ્ટાઇપેંડ)
- મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર ની સહાય
- રાઇપનીંગ ચેમ્બર માટે ની સહાય (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)
- રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વિહિકલ માટે ની સહાય
- લીફટીસ્યુ એનાલીસીસ લેબોરેટરીની સ્થા૫ના ની સહાય
- લો કોસ્ટ પ્રિઝર્વેશન યુનિટ માટે ની સહાય
- વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકોની સહાય
- વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો માટે ની સહાય (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે)
- સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ સહાય
- સ્ટ્રોબેરી વાવેતર સહાય
- સ્પાન મેકીંગ યુનિટ59 સ્વયં સંચાલિત બાગાયત મશીનરી ની સહાય
- સ્વયં સંચાલિત બાગાયત મશીનરી ની સહાય
- હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના ની સહાય
આઇ ખેડૂત પોર્ટલ 2023-24 ખેતીવાડી યોજના
- ઘટક 1- કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ (૧૦૦% રાજ્ય પુરસ્કૃત)
- ડ્રોન થી દવા છંટકાવ યોજના
- ઘટક 2 – કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ યોજનાઓ
- એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ યોજના
- ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
- તાડપત્રી સહાય યોજના
- ઘટક 3 – પાક સંરક્ષણ માટે ની યોજનાઓ
- પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત સહાય
- ઘટક 4 – સિંચાઇ સુવિધા માટેની યોજનાઓ
- પમ્પ સેટ્સ સહાય યોજના
- વોટર કેરીંગ પાઇપલાઈન સહાય યોજના
ટેકટર સબસીડી 2023
આમ જોવા જઈએ તો ખેડૂતોને ખેતી માટે ઘણી સાધન સામગ્રીની જરૂર પડતી હોય છે પણ પૈસાના અભાવે તેવો ખરીદી શકતો નથી. એટલે જ “Krushi ane Sahkar Vibhag Gujarat” દ્વારા ટ્રેક્ટર સહાય યોજના માં મોટા પ્રમાણમાં સબસીડી આપવાથી ખેડૂતો ટ્રેક્ટરની ખરીદી કરી શકે છે.
ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા “આઇ-ખેડૂત પોર્ટલ” બનાવવામાં આવેલ છે. આ સરકારી વેબસાઈટ પર જઈને ટ્રેક્ટર સહાય યોજના ની ઓનલાઈન અરજી કરવાની હોય છે. જ્યાં જરૂરી માંગ્યા મુજબ ની માહિતી વાંચીને ઓનલાઈન અરજી કરવાની હોય છે.
એટલે આ સહાય લેવા માટે ખેડૂતો ને ટ્રેક્ટર (20 PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ નાં ખેડૂતો ને ખર્ચ નાં 50% ની સબસીડી અથવા તો 0.60 લાખ/ એકમ સુધી મળવાપાત્ર.
સામાન્ય જાતિ નાં ખેડૂતો જાતિ નાં ખેડૂતો ને ખર્ચ નાં 40% ની સબસીડી અથવા તો 0.45 લાખ/ એકમ સુધી મળવાપાત્ર.
ખેડૂત સહાય યોજના 6000
આ યોજના માં આપડા દેશ ના ખેડૂતો ને ટેકનોલોજી ના ક્ષેત્ર માં આગળ લાવવા માટે નો સરકાર નો પ્રયાસ છે. આજકાલ જમાનો ડિજીટલ થતો જાઈ છે જેમાં બધાજ કામો ડિજીટલી થતાં જાઈ છે તેથી ખેડૂતો તેમના સરકારી કામો ડિજિટલી કરી શકે તે હેતુ થી આ યોજના અમલ મા મુકેલ છે. સરકાર ની ખેડૂતલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેમના ફોર્મ Online હોઈ છે તેથી હવે ખેડૂતો ને પણ ડિજિટલ દુનિયા માં પગ માંડવો પડશે.
ખેડૂતો ને હવામાન વિભાગ ની આગાહી,ખેતી વિષય ના પ્રશ્નો, કીટ નાશક દવાઓ ની જાણકારી વગેરે તેઓ સીધા પોતાના મોબાઈલ માં જ મેળવી શકે છે.જે સીધા તેઓ નાં Smart phone દ્વારા જ તેઓ જાણી શકે છે.તેથી હવે આ સમય માં Smartphone નો વપરાશ વધી રહ્યો છે અને દુનિયા IT technology માં આગળ વધી રહી છે.જેથી સરકાર દ્વારા ખેડૂતો જો 15,000 રૂપિયા સુધી નો Smartphone ખરીદે તો તેઓને 6,000/- ની સહાય આપવામા આવશે અને વધુ કિંમત નો મોબાઈલ હશે તો તેઓ ને મોબાઈલ ની કિંમત ના 40% ની સહાય મળશે.
ઓનલાઈન અરજી ikhedut portal
તમારે આઇ ખેડૂત પોર્ટલ પર તમામ યોજનાઓ નો લાભ લેવા માટે ત્યાં સૌ પ્રથમ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.જેના માટે તમે તમારા નજીક ના કોઈપણ શહેરી વિસ્તાર માં જઈ ને કોમન સર્વિસ સેન્ટર ખાતે થી પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમે જાતે પણ આ પોર્ટલ પર જઈ ને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો શકો છો. જેની માહિતી નીચે આપવામાં આવેલ છે.
સૌ પ્રથમ”Google” માં જઈ ને “iKhedut Portal” સર્ચ કરવાનું રહેશે.
જ્યાં આઇ ખેડૂત પોર્ટલ ની અધિકૃત વેબસાઈટ જોવા મળશે.જ્યા હોમ પેજ પર જવાનું રહેશે.
હવે ત્યાં “યોજનાઓ” નાં મેનુ મા જવાનું રહેશે.જ્યા તમને તમામ યોજનાઓ દેખાશે.
જ્યાં તમારે જે યોજના માં અરજી કરવી હોઈ ત્યાં જમણી બાઘુ “વિગતો“પર ક્લિક કરવાનું રહેશે.
તમને પૂછવામાં આવશે કે, “તમે વ્યકિતગત લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો?” જેમાં તમારે પસંદ કરીને “આગળ વધવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવું.
હવે તમને પૂછવામાં આવશે કે તમે ” રજીસ્ટર ખેડૂત છો” ત્યાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોઈ તો “હા” અને નાં કરેલ હોઈ તો “નાં” કરવાનું રહેશે.
હવે આગળ તમારે જે યોજના નો લાભ મેળવવો હોય તે યોજના નો ઓનલાઈન ફોર્મ ખુલી જશે.
હવે આ અરજી ફોર્મ મા તમારે માંગ્યા મુજબ ની વ્યક્તિગત માહિતી,સરનામું,આધારકાર્ડ અને રેશનકાર્ડ વગેરેની તમામ માહિતી દાખલ કરવાની રહેશે.
હવે આ તમામ માહિતી ભર્યા બાદ કેપચા દાખલ કરો.અને તમે જે માહિતી આપેલ છે તે તમામ ચેક કરી ને “Application Save” કરો.
આ અરજી સેવ કર્યા બાદ એક અરજી નંબર આપવામાં આવશે. આ અરજી નંબર ને કોઈપણ સુરક્ષિત જગ્યા એ સાચવી ને રાખવામાં આવશે.
આઇ ખેડૂત પોર્ટલ 2023-24 અરજી અપડેટ
લાભાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ, એક અરજી નંબર આવશે.
જો અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો આ મેનુ નો ઉપયોગ કરી શકે છે.
ikhedut Portal Status Check Gujarat
ikhedut portal arji status ચેક કરવું હવે ખૂબ જ સરળ બની ગયું છે, હવે ખેડૂતો આ વેબસાઇટની મુલાકાત લઈને તેમના મોબાઇલ ફોન દ્વારા એપ્લિકેશન નું સ્ટેટસ ચકાસી શકે છે, પછી એપ્લિકેશનની રીપ્રિન્ટ/ચેક સ્ટેટસ પર ટેપ કરી શકે છે.
ikhedut Portal નાં હોમ પેજ પર જ તમને સ્ટેટસ તપાસવાનું ઓપ્શન દેખાશે જ્યાં તમારે ક્લિક કરવાનુ રહેશે બાદ માં પછી નવું પૃષ્ઠ ખુલશે, ડ્રોપ-ડાઉન બોક્સમાંથી ઇચ્છિત યોજના પસંદ કરો અને એપ્લિકેશન સ્થિતિનો પ્રકાર (એપ્લિકેશન નંબર અથવા રસીદ નંબર) પસંદ કરો.
હવે જે સ્થિતિ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તમે નીચે આપેલી ફોટો જોઈને તમે તમારી અરજી નું સ્ટેટ્સ જોઈ શકો છો.
iKhedut Portal 2023-24 Helpline Numbar
આ યોજના માટે ખેડૂત લાભાર્થી એ Online અરજી કરી ને પછી તાલુકા કક્ષા એ તે અરજી ની પ્રિન્ટ કાઢી ને જમાં કરવાની રહેશે.જેમાં વધું માહિતી મેળવવા માટે લાભાર્થી તેમના ગામ ના ગ્રામ સેવક નો સંપર્ક કરી શકે છે.
આ યોજના માટે લાભાર્થી વધુ માહિતી માટે તાલુકા કક્ષા એ વિસ્તરણ અધિકારી ની ઓફીસ ની સંપર્ક કરી શકે છે.અને જો વધુ માહિતી જોઈતી હોય તો આપ જિલ્લા કક્ષા એ જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી નો સમ્પર્ક કરી શકો છો.
આઇ ખેડૂત પોર્ટલ👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય યોજના
- Pm Kisan Yojana: રૂપિયા 2,000 મેળવવા માટે આ તારીખ પહેલાં eKYC પૂર્ણ કરો
- એનિમલ IVF સહાય યોજના 2024, પશુપાલકો ને 20,000 રૂપિયા ની સહાય
- મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના લોન્ચ,ગાયો નું હવે સરકાર રાખશે ધ્યાન
- આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની નવી યોજનાઓ કઈ કઈ શરૂ છે
“FAQ” વારંવાર પૂછાતા પ્રશ્નો
આઇ ખેડૂત પોર્ટલ ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
આઇ ખેડૂત પોર્ટલ ની વેબસાઇટ www.ikhedut.gujarat.gov.in
આઇ ખેડૂત પોર્ટલ પર કુલ કેટલા વિભાગો છે?
બાગાયતી યોજનાઓખેતીવાડી યોજનાઓપશુપાલન યોજનાઓમત્સ્ય યોજનાઓઆત્મા પ્રાકૃતિક કૃષિ યોજનાઓગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ની યોજનાઓસેન્દ્રીય ખેતી પ્રોત્સાહન યોજનાઓગોડાઉન સ્કીમ યોજનાઓગૌચર વિકાસ બોર્ડ ની યોજનાઓધિરાણ અને સહકારી મંડળીઓ ની યોજનાઓ
આઇ ખેડૂત પોર્ટલ કોના દ્વારા ચલાવવામાં આવે છે?
આઇ ખેડૂત પોર્ટલ કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.
I khedut arji status કઈ રીતે જાણી શકાય છે?
I khedut arji status હોમ પેજ ઉપર આપેલ “Application Status” મા જઈ ને અરજી ક્રમાંક દાખલ કરવાનું હોઈ છે.
મોબાઈલ સહાય યોજના માં કેટલી સહાય આપવામાં આવે છે?
મોબાઈલ સહાય યોજના માં 15000 સુધી નાં મોબાઈલ ફોન ની ખરીદી પર 6,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.