Advertisements

વિશ્વકર્મા યોજના ગુજરાત 2024-25, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી | PM Vishwakarma Kaushal Samman Yojana In Gujarati

Advertisements

વિશ્વકર્મા યોજના ગુજરાત 2024-25, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી, કોને લાભ મળશે, અધિકૃત વેબસાઈટ, ફાયદાઓ, ડોક્યુમેન્ટ્સ, હેલ્પલાઈન નંબર (PM Vishwakarma Kaushal Samman Yojana In Gujarati, Online Apply,Official Website, Helpline Number)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારત દેશ નાં નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24 માટે ભારતનું બજેટ રજૂ કર્યું હતું, જે બજેસત્ર માં નાણામંત્રી દ્વારા ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. જે જાહેરાતમાં સરકાર દ્વારા વિશ્વકર્મા સમુદાય ખૂબજ મહત્વ ની કલ્યાણકારી યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. સરકારે આ યોજનાને પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના નામ આપ્યું છે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અંતર્ગત વિશ્વકર્મા (સુથાર)સમાજ હેઠળ આવતી 140 જેટલી જ્ઞાતિઓને પેટા જ્ઞાતિઓ ને આવરી લેવામાં આવશે. જેમાં આ યોજનામાં શું ખાસ લાભ લા,અને આ યોજના હેઠળ સરકારનું લક્ષ્ય શું છે, જેવી તમામ બાબતો ની આજ નાં આ પોસ્ટ મા જાણીએ. આજની આ યોજના મા આપણે જાણીશું કે “પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શું છે” અને “PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં કેવી રીતે અરજી કરવી.” અને શું શું લાભ હશે.

વિશ્વકર્મા યોજના ગુજરાત 2024-25, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી
પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના 2023

વિશ્વકર્મા યોજના ગુજરાત 2024-25, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી ટુંકી માહીતી

Table of Contents

યોજના નું નામ પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના 2024-25
સહાય વિશ્વકર્મા સમાજ ના લોકો ને કામ ની તાલીમ અને ધંધો ચાલુ કરવા માટે સરકારી સહાય 5% નાં સાદા વ્યાજે લોન
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશ વિશ્વકર્મા સમાજ ના લોકો આર્થિક ક્ષેત્ર આગળ આવી શકે અને તેઓ નાં સમાજ માં બેરોજગારી નું પ્રમાણ ઘટાડવું.
લાભાર્થીવિશ્વકર્મા સમાજ ના કુલ140 જાતિઓ
અરજી નો પ્રકાર ઓફલાઈન
સંપર્ક www.sanman.gujarat.gov.in

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના 2024 શું છે (What is PM Vishwakarma Kaushal Samman Yojana)

PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના એટલે કે “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના” હેઠળ દેશ નાં વિશ્વકર્મા સમાજ ના લોકો માટે આપડા નાણા મંત્રી શ્રી નિર્મળા સીતારમણ જી એ વર્ષ 2024-25 માટે ની બજેટ રજૂ કર્યું તેમાં આ યોજના અંગે ની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત એવા લોકો ને ખુબજ મોટાપાયે લાભ આપવા આવશે કે જેઓ સુથારી કામ જોડે સબંધ ધરાવે છે.એટલે જે આ યોજના નું નામ ભગવાન શ્રી વિશ્વકર્મા પર થી રાખવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વકર્મા સમુદાય હેઠળ લગભગ 140 જાતિઓ આવે છે, જેઓ ભારતના વિવિધ વિસ્તારોમાં રહે છે. યોજના હેઠળ, આ સમુદાયોના લોકોને તેમની કુશળતા વધારવાની તક આપવામાં આવશે, તેમને ટેક્નોલોજી શીખવામાં મદદ કરવામાં આવશે અને સરકાર તેમને નાણાકીય સહાય પણ આપશે. આ યોજના હેઠળ પરંપરાગત કારીગર અને ક્રાફ્ટ કાર માટે કેન્દ્રીય બજેટમાં નાણાકીય સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

વધું વાંચો- પીએમ સ્વનિધિ યોજના 2023 ઓનલાઈન અરજી

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ઓનલાઇન અરજી

સરકારના મત મૂજબ કામદાર ગમે તે ક્ષેત્રનો હોય, તેમાં તેનું કૌશલ્ય હોવું જરૂરી છે. ઘણી વાર એવું થાય છે કે કારીગરોને યોગ્ય તાલીમ મળતી નથી અને જની પાસે અનુભવ છે તેઓ ની પાસે પૂરતા પૈસા હોતા નથી. આવી પરિસ્થિતિ માં તેઓ ન તો પોતાનું જીવન નિર્વાહ શકે છે અને ન તો તે સમાજની પ્રગતિનો ભાગ બની શકે છે. તેથી જ સરકાર દ્વારા આવા કારીગરો માટે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શરૂ કરવામાં આવી છે.

કારણ કે આ યોજના અંતર્ગત આવા કારીગરો ને જરૂરી તાલીમ પણ આપવામાં આવશે અને જેમની પાસે પૈસા નથી તેવા લોકોને પણ સરકાર દ્વારા પૈસા આપવામાં આવશે અને તાલીમ આપવામાં આવશે. આ રીતે તાલીમ અને આર્થિક મદદ મેળવ્યા બાદ વિશ્વકર્મા સમાજના લોકો આર્થિક રીતે મજબૂત બનશે અને સમાજ અને દેશની પ્રગતિમાં યોગદાન આપશે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના લાભ

આ યોજના પૂરા દેશ માં લાગુ કરવામાં આવશે.જા દેશ નાં વિશ્વકર્મા સમાજ ના લોકો કેવા કે સુથાર, લુવાર, હસ્તકળા સમાજ,બુધેલ, પંચાલ વગેરે જેવા તમામ સમાજ ને આ યોજના નો લાભ આપવામા આવશે.

નવા ધંધા કે રોજગાર ચાલુ કરવા માટે સરકાર દ્વારા ફક્ત 5% નાં વ્યાજે લોકો ને લોન આપવામાં આવશે.

આ લોન 1 લાખ થી 3 લાખ રૂપિયા સુધી ની લોન આપવામાં આવશે..

ઉપરાંત 15,000 રૂપિયાની ગ્રાન્ટ ટૂલકીટ પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે, એક મહિનામાં 100 જેટલા વ્યવહારો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન માટે 1 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.

આ યોજના અંતર્ગત એવા તમામ કારીગરોને તેઓના કામ અંગેની ટ્રેનિંગ આપવામાં આવશે અને જો તેઓ કામમાં પારંગત થઈ ગયા હોય તો ધંધા માટે સરકારી લોન પણ આપવામાં આવશે.

સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ યોજના દ્વારા વિશ્વકર્મા સમાજના લોકોને રોજગારી મળી રહેશે અને તેઓમાં બેરોજગારીનું પ્રમાણ ઓછું થશે.

આ યોજના દ્વારા વિશ્વકર્મા સમુદાયના લોકોને કામની ટ્રેનિંગ મળશે અને પૈસા મળશે જેથી તેઓની આર્થિક પરિસ્થિતિમાં ઘણો જ સુધાર થશે.

આ યોજના થી દેશના વિશ્વકર્મા સમાજ ની મોટા પ્રમાણમાં આબાદી ને ફાયદો થશે.

યોજના હેઠળ જાહેર કરાયેલ નાણાકીય સહાય પેકેજનો મુખ્ય ઉદ્દેશ્ય તેમને MSME મૂલ્ય સાંકળ સાથે જોડવાનો છે.

સીતારમણજીના જણાવ્યા અનુસાર, હાથથી વસ્તુઓ તૈયાર કરતા લોકોને પણ બેંક પ્રમોશન દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેંકો સાથે જોડવામાં આવશે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના ની પાત્રતા (Eligibility)

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ભારત દેશના નાગરિક હોવા જરૂરી છે

Advertisements

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી વિશ્વકર્મા સમુદાય ની 140 જાતિઓમાંથી એક હોવા જરૂરી છે.

આ યોજનાનો લાભ લેવા માટે જણાવ્યા મુજબના તમામ દસ્તાવેજો હોવો જોઈએ.

અન્ય વાંચો – અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના ડોક્યુમન્ટસ (Documents)

કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હમણાં લોન્ચ કરવામાં આવેલ હતી એટલે આ યોજના માં નીચે મુજબના તમામ આધાર પુરાવા રજૂ કરવાનો હોય છે.

  • લાભાર્થીનું આધાર કાર્ડ.
  • લાભાર્થીનું ચૂંટણી કાર્ડ.
  • લાભાર્થી રેશનકાર્ડ.
  • લાભાર્થીનો રહેણાક અંગે ના પુરાવા.
  • લાભાર્થી ને જરૂર મુજબ છે કામમાં પરંતુ હોય તેના આધાર પુરાવા.
  • લાભાર્થીનો મોબાઈલ નંબર.
  • લાભાર્થી નું ઈમેલ આઇડી.
  • લાભાર્થી ના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ.

વધું વાંચો – સિલાઈ મશીન યોજના 2023

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અરજી પ્રક્રિયા (Application Prosess)

વર્ષ 2023 માં આપણા દેશના નાણામંત્રી નિર્મળા સીતારમણ બજેટ બહાર પાડ્યું હતું. જેમાં દેશના વિશ્વકર્મા સમાજના લોકો માટેની પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના લોન્ચ કરવામાં આવી છે. એટલે કે આજના માટે હાલ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની અરજી પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ નથી કે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ નથી.

આ યોજનાની સહાય મેળવવા માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

“www.sanman.gujarat.gov.in” આ વેબસાઈટ ઉપર જઈને તમારે હોમ પેજ ઉપર જ તમામ તમને લાગતા વળગતા વ્યવસાય માટેની લોન સામે આપેલ છે.

જ્યાં તમારે ક્લિક કરીને સંપૂર્ણ માહિતી વાંચીને જરૂરી આધાર પુરાવા અપલોડ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઇન અરજી કર્યા બાદ તમારું નામ સિલેક્ટ થઈ જાય એટલે તમને તમારા જિલ્લા દ્વારા જાણ કરવામાં આવશે અને તમને તમારા માગે મુજબની લોન તમારા ખાતામાં આપી દેવામાં આવશે.

વિશ્વકર્મા યોજના pdf download

જો તમારે પીએમ વિશ્વકર્મા યોજનાની માહિતી પીડીએફમાં ડાઉનલોડ કરવી હોય તો નીચે અમારે ઓપ્શન આપેલ છે તમે આ યોજનાની પીડીએફ પણ સેવ કરીને તેની પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખી શકો છો.

અન્ય વાંચો – માનવ ગરીમા યોજના

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના હેલ્પલાઈન નંબર (HelpLine Number)

સરનામું : શ્રમયોગી કલ્યાણ ભવન, ‘જી’ કોલોની, પાણીની ટાંકી સામે, સુખરામનગર, અમદાવાદ-૩૮૦૦૨૧, ગુજરાત

 ફોન નં : 18002677777-17923/011-23061574

અધિકૃત વેબસાઈટ અહીંયા ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ અહીંયા ક્લિક કરો

વધું વાંચો-

ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત 2022

બ્યુટી પાર્લર ચાલુ કરવા સરકારી લોન સહાય

લેપટોપ અને કોમ્પ્યુટર ની સરકારી લોન સહાય

સ્વરોજગાર લક્ષી લોન યોજના ગુજરાત 2022

“FAQ”

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના કયા વર્ષ મા લોન્ચ કરવામાં આવી?

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના વર્ષ 2023 માં લોન્ચ કરવામાં આવી છે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના કોના દ્વારા બહાર પાડવામાં આવી છે?

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના ભારત દેશ નાં નાણાં મંત્રી નિર્મળા સીતારમણ દ્વારા વર્ષ 2023 નાં બેજેટ માં બહાર પાડવામાં આવી હતી.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માં કોને લાભ આપવામાં આવશે?

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માં દેશ નાં વિશ્વકર્મા સમાજ ના શિલ્પકારો ને લાભ આપવામાં આવશે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માં કેટલી વિશ્વકર્મા સમાજ ની કેટલી જાતિઓ ને લાભ મળશે?

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માં ટોટલ 140 જેટલી વિશ્વકર્મા સમાજ ની જાતિઓ ને લાભ આપવામાં આવશે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માટે સરકાર દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારની ની અધિકૃત વેબસાઈટ બહાર પાડવામાં આવેલ નથી.

Leave a Comment