વાડી ની ફરતે તારફેન્સિંગ કરવા માટે ની સહાય યોજના | Gujarat Solar Fencing Yojana 2022 | Solar Fencing Subsidy In Gujarat | ikhedut Portal Yojana| સોલાર ફેન્સીંગ યોજના અને ઝટકા મશીન માટે રૂપિયા 15000 ની સહાય | Tar Fencing Yojana
મિત્રો આપ સર્વે ને અમે જણાવી દઈએ કે જો આપ ને વાડી અથવા ખેતર હોય અને તેની ફરતે તાર ફેન્સીંગ કરાવવા ઇચ્છતા હોય અને આપને સહાયની જરૂર હોય તો અહીંયા Gujarat Solar Fencing Yojana 2022 યોજના દ્વારા આપને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
એટલે કે આજની આ યોજના વાંચ્યા બાદ આપને કોઈપણ પ્રકારના પ્રશ્નો રહેશે નહીં અને આપ આ સહાય ખૂબ જ સરળતાથી મેળવી શકશો.
પ્રિય વાચક મિત્રો આપને એક હૃદય પૂર્વક રિક્વેસ્ટ છે કે આપજો સરકારી યોજનાઓના વિગતવાર અને સમય સમય પર અપડેટ જાણવા માગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
યોજના નું નામ | સોલાર ફેન્સીંગ યોજના |
સહાય | સોલાર પાવર યુનિટની ખરીદી ઉપર લાભાર્થીને કુલ ખર્ચના 50% રકમ અથવા તો 15000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તેની સહાય |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | જંગલી જાનવરો થી ખેડૂતો નાં પાક ને રક્ષણ પૂરું પાડવા નાં ઉદ્દેશ થી |
લાભાર્થી | ગુજરાત રાજ્ય નાં ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | www.ikhedut.gujarat.gov.in |
Gujarat Solar Fencing Yojana 2022
ગુજરાત સરકારના આઇ ખેડૂત પોર્ટલ ઉપર તમામ પ્રકારની ખેડૂતોને લક્ષી યોજનાઓ ની જાહેરાત કરવામાં આવે છે અને ત્યાંથી જ ઓનલાઇન અરજી પણ થઈ શકે છે.
આજની આ યોજના ગુજરાત ખેતીવાડી વિભાગ દ્વારા અમલમાં આવેલ છે જેમાં ખેડૂતો પોતાના ખેતર અથવા વાડી ફરતે તાર ફેન્સીંગ કરાવવા ઈચ્છતા હોય તો તેઓને સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. જેના દ્વારા ખેડૂતો ખૂબ જ ઓછા પૈસા નો ખર્ચો કરીને તાર ફેન્સીંગ કરાવી શકે છે.
તાર ફેન્સીંગ કરાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે તાર ફેન્સીંગ કરાવ્યા બાદ ખેતર કે વાડીમાં પાકનું રક્ષણ થાય છે અને અન્ય જાનવરોથી પાકને બચાવી શકાય છે.
વધું વાંચો:- પાવર ટિલર સહાય યોજના ગુજરાત
Gujarat Solar Fencing Yojana 2022 લાભ
ગુજરાત રાજ્યના ખેડૂતોને ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ કરવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. જેમાં ખેડૂતોને નીચે મુજબની સહાય આપવામાં આવે છે.
સોલાર પાવર યુનિટની ખરીદી ઉપર લાભાર્થીને કુલ ખર્ચના 50% રકમ અથવા તો 15000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તેની સહાય આપવામાં આવે છે.
આ પણ વાંચો:- પીએમ કિસાન યોજના નો 11 મો હપ્તો અહીંયા થી ચેક કરો
સોલાર તાર ફેન્સિંગ યોજના પાત્રતા
ગુજરાત રાજ્ય ના ખેડૂતોને તાર ફેન્સિંગ કરાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે.જેમાં નીચે મુજબ નાં પાત્રતા ધરાવતા ખેડૂતો પાત્ર ગણવામાં આવશે.
- લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- લાભાર્થી પાસે પોતાની માલિકીની જમીન હોવી જોઈએ.
- ખેડૂત પોતાની જમીન નાં 7/12 અને 8/અ ધરાવતા હોવા જોઈએ.
- પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
- લાભાર્થી નાના, સીમાંત અને મોટા ખેડૂત હોવા જોઈએ.
- ભૂતકાળ માં જે ખેડૂતો એ કાંટાળી તાર ની વાડ બનાવવા નાં હેતુસર લાભ લીધેલ હોઈ તેવા ખેડૂતો ને લાભ મળશે નહિ.
- લાભાર્થી જાતે જ બજાર માં જઈ ને સારી ગુણવત્તા ની તાર ની કિટ ખરીદી શકે છે.
- આ સહાય ની કીટ દર લાભાર્થી ને 10 વર્ષે એકવાર મળવાપાત્ર રહેશે.
- આ યોજના નો લાભ લેવા માટે સરકાર દ્વારા અમુક લક્ષાંક નક્કી કરવામાં આવેલ છે તો વહેલા તે પહેલાં નાં ધોરણે અરજી કરવાની રહેશે.
- આ યોજના નો લાભ મેળવવા માટે ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.
આ વાંચો:- દેશી ગાય સહાય યોજના ગુજરાત
Document Of Solar Fencing Yojana 2022
- ખેડૂત નાં જમીન ની 7/12 અને 8/અ ની નકલ.
- લાભાર્થી નાં રેશનીંગ કાર્ડ ની નકલ.
- લાભાર્થી નાં આધારકાર્ડ ની નકલ.
- લાભાર્થી SC,ST વર્ગ નાં હોઈ તો તેનું જાતિ નું પ્રમાણપત્ર.
- લાભાર્થી વિકલાંગ હોઈ તો તને પ્રમાણપત્ર.
- લાભાર્થી નો મોબાઈલ નંબર.
- લાભાર્થી નાં બેંક ખાતા ની પાસબુક ની નકલ.
- ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક.
વધું વાંચો:- મફત પશુ ખાણદાણ સહાય યોજના ગુજરાત
How To Online Apply Solar Fencing Yojana
આ યોજના માટે લાભાર્થી ખેડૂત પહેલા તો પોતે જાતે અરજી કરી શેક છે.અથવા તો તેઓ પોતાના ગામ માં ગ્રામ પંચાયત કચેરી ખાતે નાં VCE પાસે થી પણ ઓનલાઈન અરજી કરાવી શકે છે.અને વધુ માં નીચે પણ ઓનલાઈન અરજી કરવાની માહીતી આપેલ છે.
સૌ પ્રથમ “Google” મા જઈ ને ikhedut Portal વેબસાઈટ ખોલો.
જ્યાં હોમ પેજ ઉપર જ યોજના મેનુ મા જવાનું રહેશે.
જ્યાં હવે ક્રમ નંબર 1 મા આવેલ “ખેતીવાડી ની યોજનાઓ” ઉપર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં ખેતીવાડી ની યોજનાઓ ખોલ્યા બાદ ત્યાં વર્ષ 2022-23 ની કુલ 51 યોજનાઓ બતાવવામાં આવશે.
જ્યાં હવે ક્રમ નંબર 3 ઉપર “ સોલાર પાવર યુનિટ કિટ” ઉપર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં હવે યોજના ની તમામ વિગતો વાંચ્યા બાદ લાભાર્થી એ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જો તમે અગાઉ થી “Registation” કરેલ હોઈ તો “હા” કરવાનું રહેશે અને “ના” કરેલ હોઈ તો ના કરી ને આગળ જવાનું રહેશે.
હવે રજિસ્ટરેશન કરી ને આપનું આધારકાર્ડ, મોબાઈલ નંબર અને કેપચા નાખી ને આગળ જવાનું રહેશે.
અને જો લાભાર્થી એ ikhedut portal પર Registation કરેલ નથી તો ના કરી ને અરજી ફોર્મ ભરવાનું રહેશે.
હવે અરજી ફોર્મ ભર્યા બાદ તેને સફળતા પુર્વક સબમિટ કરો.
અને જો જે અરજી ક્રમાંક આવેલ છે તેને મેળવી ને કોઈ જગ્યા પર નોંધી લો.અને અરજી ની પ્રીન્ટ મેળવી લો.
વધું વાંચો:- કિસાન ક્રેડિટ કાર્ડ / કેવી રીતે અરજી કરવી, શું છે તેના લાભ, કેટલી લોન મળે છે, જાણો તેના વિશે ડિટેલમાં
Solar Power Unite Kit Contact Office
જો આપને આ યોજના સબંધિત અન્ય કોઈપણ જાણકારી મેળવવી હોઈ અથવા અરજી કરવા બાબતે પ્રશ્ન હોઈ તો આપ નીચે આપેલ લિંક પર જઈ ને માહિતી મેળવી શકો છો.
Official Website 👉 | અહિયાં ક્લિક કરો |
અહીંયા થી અરજી કરો 👉 | અહિયાં ક્લિક કરો |
અરજી નું સ્ટેટ્સ ચેક કરો 👉 | અહિયાં ક્લિક કરો |
વધું વાંચો –
PM Kisan Kyc Mobile દ્વારા કેવી રીતે કરવું ?
“FAQ” સોલાર તાર ફેંન્સિંગ યોજના 2022
સોલાર તાર ફેંસિંગ યોજના કોના માટે ની યોજના છે ?
સોલાર તાર ફેંન્સિંગ યોજના ગુજરાત રાજ્ય નાં ખેડૂતો માટે ની યોજના છે.
સોલાર તાર ફેંન્સિંગ યોજના માં કેટલી સહાય મળે છે ?
તાર ફેંન્સિંગ માં જેટલો ખર્ચો થાય અને 50% રકમ અથવા તો 15,000 રૂપિયા
સોલાર તાર ફેંન્સિંગ યોજના માટે અરજી ક્યાં કરવાની હોઈ છે ?
આ યોજના માટે ikhedut પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.
સોલાર તાર ફેંન્સિંગ યોજના ની અરજી કરવાની છેલ્લી તારીખ કેટલી છે ?
છેલ્લી તારીખ 9/10/2022 છે.
Really good information