Advertisements

PM Svanidhi Yojana In Gujarati | પીએમ સ્વનિધિ યોજના 2023 ઓનલાઈન અરજી

Advertisements

પીએમ સ્વનિધિ યોજના 2023 શું છે ? ક્યારે શરૂ કરવામા આવી હતી | અરજી કેમ કરવાની હોઈ છે,યોજના ની પાત્રતા શું છે | ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં, વેબસાઈટ કઈ છે અને તમામ માહિતી | PM Svanidhi Yojana In Gujarati | (PM SVANidhi Yojana 2023) (Portal, Online Apply, Login, Start Date, Loan, Form PDF, Official Website, Helpline Number)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વાચક મિત્રો આપ સૌને જણાવતા ખુબ જ આનંદ થાય છે કે આજે જે તમે યોજના વાંચવા માટે આવ્યા છો તે યોજનાની સંપૂર્ણ માહિતી તમને મળી જશે. આ PM Svanidhi Yojana In Gujarati ને વાંચ્યા બાદ તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી જશે.

યોજના માં દેશના તમામ નાના-મોટા ધંધાર્થીઓને સરકાર દ્વારા પચાસ હજાર સુધીની લોન આપવામાં આવે છે તો ચાલો જાણીએ આ યોજનામાં શું શું હોય છે કે ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે અરજી ક્યાં કરવાની હોય છે તમામ વિગતો નીચે જાણીએ.

વધું વાંચો:-ઈ શ્રમકાર્ડ ના ફાયદા અને કોણ અરજી કરી શકે છે ?

આપ સર્વે વાચકોને નમ્ર વિનંતી છે કે જો આપ સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓની સચોટ અને સાચી માહિતીના અપડેટ મેળવવા માગતા હોય તો અમારા WhatsApp ગ્રૂપ, Telegram Channel અને Facebook Page સાથે જોડાઈ શકો છો.

PM Svanidhi Yojana In Gujarati (પીએમ સ્વનિધિ યોજના 2023)

યોજના નું નામ પીએમ સ્વનિધિ યોજના 2023
સહાય રૂપિયા 50,000/- સુધી ની ધંધા રોજગાર માટે ની સરકારી લોન
રાજ્ય ભારત દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશ નાના ધંધાર્થીઓ ને લોન મળી રહે અને તેઓ રોજગાર મેળવી શકે
લાભાર્થીશાકભાજી વાળા,મોચી,વાળંદ,સુથાર,લુવાર,ફેરિયો વગેરે તમામ નાના મોટા ધંધાર્થીઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક હેલ્પલાઈન નંબર:- 16756557
Official Website:-www.pmsvanidhi.mohua.gov.in
પીએમ સ્વનિધિ યોજના

પીએમ સ્વનિધિ યોજના નો મુખ્ય હેતુ

આ યોજનાને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વર્ષ 2020 માં શરૂ કરવામાં આવેલ હતી. ત્યારે દેશમાં લોકડાઉનનો સમય ચાલી રહ્યો હતો અને લોકો પોતાના ઘરોમાં જ બેઠા હતા. Lockdown પૂર્ણ થયા બાદ લોકોના ધંધા રોજગાર સૌ ભાંગી પડ્યા હતા. તેથી જ આ યોજના દ્વારા ધંધાર્થી લોકોને સરકાર તરફથી અમુક રકમ આપવામાં આવે છે તેના દ્વારા તે પોતાનો ધંધો અને વ્યવસાય ફરીથી ચાલુ કરીને રોજગારી મેળવી શકે છે. આ મુખ્ય ઉદ્દેશના કારણે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવેલ હતી.

વધું વાંચો:- માનવ કલ્યાણ યોજના ગુજરાત

PM Svanidhi Yojana 2023 Benefits (લાભ)

આ યોજના દેશના પ્રધાનમંત્રી દ્વારા ચાલુ કરવામાં આવેલ હતી એટલે કે ભારત દેશના તમામ રાજ્યોના લોકોને આ યોજનાનો લાભ મળશે.

 • પીએમ સ્વનીધિ યોજના અંતર્ગત દેશના 60 લાખ કરતા વધારે લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
 • આ યોજનામાં જે લોકો લાભ મેળવવા માગતા હોય તેઓને ઓછામાં ઓછા રૂ 10 હજાર ની લોન અને વધુમાં વધુ રૂ 50 હજાર લોન ની  વ્યવસાય લોન આપવામાં આવે છે.
 • આ યોજના નો મોટામાં મોટો ફાયદો એ છે કે જો લાભાર્થી કોઈપણ કારણોસર આ યોજનાની રકમ ન ભરી શકે અથવા તો અશક્ત હોય તો તેઓને કોઈ પણ પ્રકારની સજા આપવામાં આવતી નથી કે દંડ ભરવામાં આવતો નથી.
 • આ યોજનામાં જો તમે દર મહિને સમય મુજબ લોન પરત કરવાના હપ્તાઓ ભરતા રહો છો તો તમને લોન ની રકમ માંથી 7 % થી 9 % સુધીની સબસીડી આપવામાં આવે છે.

વધું વાંચો:- ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત 2022

પીએમ સ્વનિધિ યોજના 2023 પાત્રતા

 • આ યોજના માટે અરજદાર ભારત દેશના વતની હોવા જરૂરી છે.
 • આ યોજનાનો લાભ લેવા માટે મજૂરી કામ કરતા લોકો જેવા કે, શાકભાજી વાળા, વાળંદ,મોચી, સુથાર, ધોબી વગેરે જેવા અલગ અલગ ધંધાર્થીઓ આ લોન મેળવી શકે છે.
 • આ યોજના માટે કોઈ ઉમર મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.
 • આ યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ નાગરિકો માટે 5,000 કરોડનું બજેટ ફક્ત આ યોજનાને ફાળવેલ છે.

આ પણ વાંચો:- બ્યુટી પાર્લર ચાલુ કરવા સરકારી લોન સહાય

પીએમ સ્વનિધિ યોજના 2023 આધાર પુરાવા (Documents)

આ યોજના દ્વારા ₹50,000 ની લોન મળવા પાત્ર છે યોજનાનો લાભ લેવા માટે અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે.

 • અરજદાર નું આધારકાર્ડ
 • અરજદાર નું ચૂંટણીકાર્ડ
 • અરજદાર ની રહેઠાણ અંગે નો પુરાવો/દાખલો
 • અરજદાર નું ડ્રાઈવિંગ લાયસન્સ
 • અરજદાર નું પાનકાર્ડ
 • અરજદાર જો BPL મા આવતા હોઈ તો તેઓ એ BPL નો દાખલો આપવાનો રહેશે.
 • અરજદાર નાં બેન્ક ખાતા ની પાસબુક ની નકલ
 • અરજદાર નાં 2 પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ
 • અરજદાર નો મોબાઈલ નંબર
 • અરજદાર નું ઈમેઈલ આઈડી (હોઈ તો)

વધું વાંચો:- લેપટોપ અને કોમ્પ્યુટર ની સરકારી લોન સહાય

PM Svanidhi Yojana 2023 Online Apply

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં અરજી કરવા માટે આપને ઓનલાઇન અરજી કરવી પડશે જેની પ્રક્રિયા નીચે મુજબ સમજાવેલ છે.

PM Svanidhi Yojana 2023 Online Apply
Image Source:- pm Svanidhi Official Website

સૌપ્રથમ પીએમ પીએમ સ્વનિધિ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.

જહાં પેજ ઉપર જ મોબાઈલ નંબર નાખી ને OTP આવશે એ OTP નાખ્યા બાદ લોગીન બટન પર ક્લિક કરીને લોગીન થવાનું રહેશે.

જ્યાં તમે લોગીન થયા બાદ તમારું એકાઉન્ટ ખૂલે જેમાં આ યોજના વિશેની લીંક આપવામાં આવશે તે લિંક ઉપર જવાનું રહેશે.

આ લિંક ઉપર ક્લિક કર્યા બાદ પીએમ સ્વનિધિ યોજના વિશેની તમામ વિગતો જાણવા મળશે.

જ્યાં યોજના કે તમામ વિગતો કાળજીપૂર્વક વાંચીને આગળ ક્લિક કરશો ત્યારે ઓનલાઈન અરજી નુ ફોર્મ ખુલી જશે.જેને કાળજી પૂર્વક ભરવાનુ રહેશે.

ત્યારબાદ માંગેલા તમામ ડોક્યુમેન્ટ્સ ને સ્કેન કરીને ઓનલાઈન અરજીમાં અપલોડ કરીને સબમીટ કરવાના રહેશે.

Advertisements

ડોક્યુમેન્ટ સબમીટ કર્યા બાદ અરજીને સબમીટ કરવાનો ઓપ્શન આવશે જે સબમીટ કર્યા બાદ આપની અરજી પૂર્ણ થશે.

PM Svanidhi Yojana Gujarat Helpline Number

જો અરજદારોને આ યોજના બાબતે કોઈપણ મદદ મેળવવી હોય અથવા તો યોજનાની વધુ જાણકારી મેળવી હોય તો નીચે આપેલ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને આપ માહિતી મેળવી શકો છો.

Helpline Number:- 16756557

વાંચો:- સ્વરોજગાર લક્ષી લોન યોજના ગુજરાત 2023

ઓફિસિયલ વેબસાઈટ 👉અહીંયા ક્લિક કરો
લોગીન 👉અહીયાં ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો
important Key Points Of pm Svanidhi Yojana Gujarat

વધું વાંચો:-

અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો

ફ્રી સિલાઈ મશીન યોજના 2023

માનવ ગરીમા યોજના 2023

“FAQ” પીએમ સ્વનિધિ યોજના 2023

પીએમ સ્વનિધિ યોજના 2023 કોના દ્વારા સંચાલિત યોજના છે ?

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત યોજના છે.

પીએમ સ્વનિધિ યોજના નુ બજેટ કેટલું રાખવામા આવેલ છે ?

પીએમ સ્વનિધિ યોજના 2023 નું 5 હજાર કરોડ રૂપિયા નું બજેટ નક્કી કરવામાં આવેલ છે.

પીએમ સ્વનિધિ યોજના 2023 મા કેટલી લોન મળે છે ?

પીએમ સ્વનિધિ યોજના માં લાભાર્થી ને 10 હાજર થી લઈ ને 50 હજાર સુધી ની ધંધાકીય લોન મળે છે.

પીએમ સ્વનિધિ યોજના 2023 ક્યાં વર્ષ મા ચાલુ કરવામાં આવી હતી?

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020 માં ચાલુ કરવામાં આવેલ હતી.

પીએમ સ્વનિધિ યોજના મા કોને લાભ આપવામાં આવશે ?

પીએમ સ્વનિધિ યોજના ગરીબ અને ધંધો રોજગાર મેળવવા ઈચ્છતા લોકો ne લાભ આપવામાં આવશે.

પીએમ સ્વનિધિ યોજના માટે નો હેલ્પ લાઈન નંબર શું છે?

આ યોજના નો Helpline Number:- 16756557 છે.

Leave a Comment