Advertisements

ABHA Health Card Download (Benefits, Eligibility, Apply Online) | આભા કાર્ડ નું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને ડાઉનલોડ કેમ કરવું ?

Advertisements

આભા કાર્ડ શું છે ? આ યોજના ક્યારે શરૂ કરવામા આવી હતી | નોંધણી કેમ કરવાની હોઈ છે,યોજના ની પાત્રતા શું છે | ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં, વેબસાઈટ કઈ છે અને તમામ માહિતી | ABHA Health Card Download (Benefits, Eligibility, Apply Online) | ABHA Health Card Download (Benefits, Eligibility, Apply Online)  | Health ID card| ABHA Card Download | ndhm.gov.in login | Ayushman Bharat Health card | National Health Card

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો, ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત દેશના તમામ લોકો માટે આયુષ્માન ભારત પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલ હતો જેમાં લોકોને કોઈપણ પ્રકારની બીમારી હોય તો તેની સારવાર મફતમાં મળી રહે અને તેઓ સારી સારવાર મેળવી શકે. અહીંયા આજે આભા કાર્ડ નું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને ડાઉનલોડ કેમ કરવું ? વગેરે જેવી તમામ માહિતી આજના આર્ટીકલ માં આપણે મેળવવાના છીએ.

National Health Authority દ્વારા ભારત દેશના તમામ નાગરિકોને માટે “ABHA CARD” આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ” એક પ્રયાસ થઈ રહ્યું છે. જેમાં નાગરિકો પોતાની આરોગ્ય બાબતે એની તમામ વિગતો આ કાળમાં રાખી શકશે જેમ કે, દર્દીની સારવાર ની વિગતો, દવાઓ ની વિગતો, જો ડોક્ટર પાસે ગયેલ છે તેની વિગતો, આ તમામ આરોગ્ય બાબતે ની માહિતી આ કાર્ડમાં હવે દર્દીઓ રાખી શકશે અને તેઓને અન્ય દવાખાના બાબતે નાં કાગળો સાથે રાખવા નહિ પડે.

જો આપને સરકારી અને અર્ધસરકારી યોજનાઓની વધું માહિતી મેળવવી હોઈ. અરજી ફોર્મ મેળવવા હોઈ તો આપ અમારા Social Accounts સાથે જોડાવ 🙏

ABHA Health Card Download (Benefits, Eligibility, Apply Online)

Table of Contents

યોજના નું નામ Abha ( આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ)
સહાય આ યોજના માં લાભાર્થી ને એક ડિજીટલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે.જેમાં તેઓ પોતાના નાં આરોગ્ય બાબત નાં તમામ રેકોર્ડ રાખી શકશે.
રાજ્ય ભારત દેશ ના તમામ રાજ્યો
ઉદ્દેશદરેક વ્યક્તિ પોતાની આરોગ્યને લગતા તમામ રેકોર્ડ ડિજીટલ રીતે સાચવી શકે છે જેથી તેઓ ને દવાખાના નાં અન્ય કાગળો સાથે ન રાખવા પડે અને સરળતા રહે.
લાભાર્થી ભારત દેશ નાં તમામ નાગરિકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક નજીક નુ સરકારી દવાખાનું
www.abdm.gov.in
ABHA Health Card Download (Benefits, Eligibility, Apply Online)

આ વાંચો – કેન્સર સહાય યોજના, Pdf ફોર્મ

આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ (ABHA) હેલ્થ આઈડી શું છે?

ભારત સરકારે 27મી સપ્ટેમ્બર, 2021 ના રોજ આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત કરેલ હતી. જેમાં નાગરિકો માટે Ayushman Bharat Health card બનાવવા મા આવલે હતા. આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ માં કુલ 40 થી લઈને 45 સુધીની ડિજીટલ આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે.

ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત આભા કાર્ડ દરેક નાગરિકને આપવાનું ચાલુ થઈ ગયેલ છે જેમાં અત્યાર સુધીમાં 22 કરોડ આભા આઈડી કાર્ડ બનાવી નાખવામાં આવેલ છે.

આ કાર્ડ માં દેશ નાં નાગરિકો નાનક યુનિક 14 આંકડા નો આભા કાર્ડ નંબર આપવામાં આવશે.જેનો ઉપયોગ નાગરિકોના સ્વાથ્ય ની દરેક સેવાઓ માટે કરવામાં આવશે.એટલે કે હવે દરેક નાગરિકો ને  આરોગ્ય નાં તમામ રોકોર્ડ, ફાઈલો રિપોર્ટ તમામ વિગતો આ કાર્ડ માં જ રાખવામાં આવશે એટલે કે હવે દર્દીઓ ને તેમના આરોગ્ય તબીબી બાબતે કોઈપણ પ્રકાર ની દવાખાના ની ફાઈલો સાથે રાખવાની જરૂર રહેશે નહિ.આ કાર્ડ માં જ તમામ વિગતો હવે થી આવી જશે.

વધું વાંચો – પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અરજી ફોર્મ,કોણ લાભ લઇ શકે અને સંપૂર્ણ માહિતી.

ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ શા માટે બનાવવાની જરૂર છે?

જ્યારે પણ તમે કોઈપણ હોસ્પિટલની મુલાકાત લો ત્યારે દર્દી ની સાથે મેડિકલ રિપોર્ટ્સ રાખવાથી મુશ્કેલી ઉપસ્થિત થતી હતી. જેમાં દર્દી ની જૂની મેડિકલ હિસ્ટ્રી યાદ કરવી મુશ્કેલ બની જાય છે. ABHA HEALTH CARD દ્વારા દર્દી ની તમામ તબીબી માહિતીને એક જગ્યાએ સંગ્રહિત કરી શકાય, અને આ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. તમે તમારો આઈડી નંબર ડોક્ટરો અને વીમા કંપનીઓ જેવા તબીબી વ્યાવસાયિકો સાથે શેર કરી શકો છો અને તે તરત જ તમારી તબીબી માહિતી જોઈ શકે છે.અને વધુ માં તમારે અન્ય મેડીકલ ફાઈલો સાથે રાખવી પડશે નહિ. અને જેતે હોસ્પિટલ ના ડોકટરો ને દર્દી ની તપાસ કરવામાં વધુ સરળતા થઈ જશે.

આ વાંચો- મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના” ની માહિતી

ABHA હેલ્થ ID ના લાભો શું શું હોઈ છે

જો આપ આપનું આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ ABHA CARD બનાવો છો તો આપને નીચે મુજબના ફાયદાઓ થવાના છે.

દર્દીઓ પોતાની તમામ તબીબી માહિતી જેવી કે રિપોર્ટ, નિદાન, સારવાર,દવાના પ્રિસ્ક્રિપ્શનો, ઑપરેશન કરાવેલ હોઈ તો તેની માહિતી એકજ જગ્યા એ રાખી શકશે.

દર્દી પોતાના તમામ તબીબી બાબતોના રેકોર્ડ્સ ને તેઓ કોઈપણ જગ્યાએ કોઈ પણ હોસ્પિટલમાં જાય ત્યારે તેના ડોક્ટર સાથે સરળતાથી શેર કરી શકે છે અને ડોક્ટરોને પણ દર્દી ની હિસ્ટ્રી બાબતે સરળતા રહે છે. આમ તમે નવી કોઈ પણ હોસ્પિટલમાં જાઓ ત્યારે ત્યાં તબીબી સંભાળ મેળવી શકો છો.

દર્દી હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી (HPR) નો ઉપયોગ કરી શકો છો જે ભારતના તમામ ડોકટરોની વિગતોનું સંકલન છે.જેમાં ના સરકારી તેમજ પ્રાઇવેટ સેક્ટરના તમામ ડોક્ટરોની હોસ્પિટલો આવરી લેવામાં આવેલ છે.

આભા કાર્ડ માં આયુષ સારવાર સુવિધાઓમાંના રેકોર્ડ પણ રાખી શકાશે. જે સારવારમાં આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી તમામ સેવો નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો- મફત સિલાઈ મશીન યોજનાનો લાભ કેવી રીતે મેળવો,અરજી ક્યાં કરવી,ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં જમા કરાવવું

ABHA નોંધણી માટે જરૂરી દસ્તાવેજો ક્યાં છે

તો આપને આ કાર્ડ મેળવવું હોય તો નીચે મુજબના આધાર પુરાવાની જરૂરિયાત હોય છે. એટલે કે નીચે આપેલ આધાર પુરાવાઓ ની માહિતી ઓનલાઇન દાખલ કરવાની હોય છે ત્યારબાદ જ આભા કાર્ડ જનરેટ થાય છે.

  • નાગરીક નું આધારકાર્ડ નંબર
  • નાગરીક નું ડ્રાઈવિંગ લાયસન્સ
  • નાગરીક નું પાનકાર્ડ નંબર
  • નાગરીક નો મોબાઈલ નંબર (આધારકાર્ડ સાથે લિંક હોઈ તો સરળતા રહે છે)

આભા કાર્ડ કઈ રીતે મેળવવુ ?

જો આપને આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ (Abha Card) મેળવવુ હોઈ તો તેની તમે તેને અલગ અલગ રીતે મેળવી શકો છો.નીચે આ કાર્ડ મેળવવા માટે ની અમુક પ્રક્રિયા આપેલ છે જે જોઈ લેવા વિનંતી છે.

Advertisements

આ પણ વાંચો- મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2023

હેલ્થ વિભાગ પાસે થી આભા કાર્ડ મેળવો

સૌથી સરળ અને સસ્તી રીત આ છે કે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારા ગામના આરોગ્યના કર્મચારીઓ પાસે જ જઈને આ કાર્ડ મેળવી શકાય છે. એના માટે આરોગ્ય  કર્મચારીઓને ફક્ત તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર આપવાનો હોય છે. અને તેઓ તમને આભા કાર્ડ જનરેટ કરીને ડાઉનલોડ કરીને તેની કોપી આપશે.

જો તમે શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તો શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે ના આરોગ્ય કર્મચારી પાસે જઈને આ કાર્ડ તમે મેળવી શકો છો.

ABHA ડિજિટલ હેલ્થ કાર્ડ ઓનલાઈન અરજી 2023

આકડ મેળવવા માટે આપ પોતાની જાતે ઓનલાઈન પણ નોંધણી કરાવી શકો છો અને કાર્ડ મેળવી શકો છો.જેની પ્રોસેસ નીચે આપેલ છે.

આધાર કાર્ડ દ્વારા નોંધણી કરો

ABHA Health Card Download કરવા માટે આપ તમારા આધારકાર્ડ ની મદદ થી ઘરે બેઠા બેઠા પણ મેળવી શકો છો.જેમાં માટે આપને Ayushman Bharat Digital Mission ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.

જ્યા આપની સામે હોમ પેગ પર જ” Creat Abha Number” નો ઓપ્શન આપેલ હશે.જેમાં ક્લિક કરવાનું રહેશે.

આધાર કાર્ડ દ્વારા નોંધણી કરો
Image Source- Government Official Website www.www.abdm.gov.in

હવે નવા પેજ માં તમારી સામે 2 ઓપ્શન આપવામાં આવશે.જેમાં પેલ્લા નંબર નાં ઓપ્શન “Createe ABHA number”  મા જવાનું રહેશે.ત્યાર બાદ આધારકાર્ડ નંબર એડ કરશો એટલે આધારકાર્ડ જોડે લિંક કરેલ મોબાઈલ મા નંબર OTP આવશે.જે OTP ત્યાં એન્ટર કરવાનું રહેશે.

આધાર કાર્ડ દ્વારા નોંધણી કરો
Image Source- Government Official Website www.www.abdm.gov.in

ત્યારબાદ આપની સામે આભા કાર્ડ જનરેટ થઈ જશે.અને જો આપને કાર્ડ ડાઉનલોડ કરવું હોઈ તો પણ ડાઉનલોડ કરી શકશો.

વધું વાંચો- કુંવરબાઈ નું મામેરું યોજના, Pdf ફોર્મ

ડ્રાઇવિંગ લાઇસન્સ દ્વારા નોંધણી કરો

આપને જણાવી દઈએ કે જો આપ તમારા ડ્રાઈવિંગ લાયસન્સ દ્વારા આભા કાર્ડ મેળવવા માંગતા હોય તો તેના માટે ઉપર આધારકાર્ડ વાળી પ્રોસેસ કરવાની રહેશે.જેમાં આધારકાર્ડ ની જગ્યા પર ડ્રાઈવિંગ લાયસન્સ નંબર દાખલ કરવાનો રહેશે.

Abha Card માટે હેલ્પ લાઈન નંબર

જો આ કાર્ડ બનાવવા માટે આપને કોઈપણ મુશ્કેલી જણાતી હોઈ અથવા તો અન્ય કોઈપણ પ્રશ્નોત્તરી હોઈ તો આપ આપના નજીક નાં આરોગ્ય કચેરી મા જઈ ને આરોગ્ય કર્મચારીઓ પાસે થી વધુ માહિતી મેળવી શકો છો અથવા તો આપ નીચે આપેલ આભા ટોલ ફ્રી નંબર પર ફોન કરી ને વઘુ માહિતી જાણી શકો છો.

Toll-Free Number: 1800114477 | 14477

આભા કાર્ડ ઑફિસિયલ વેબસાઈટ 👉અહીંયા ક્લિક કરો
આભા કાર્ડ રજિસ્ટ્રેશન 👉અહીંયા ક્લિક કરો
આભા કાર્ડ એપ્લિકેશન 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ માટે 👉અહીંયા ક્લિક કરો
important Key Points Of ABHA Card

વધું વાંચો-

આયુષ્યમાન ભારત યોજના ગુજરાત 2022

યુનિક હેલ્થ આઈડી કાર્ડ કેવી રીતે બનાવવું, કયાં વાપરવું

TB Tabibi Sahay Yojana 2023

Corona Death Sahay Yojana Gujarat 2022-2023

“FAQ” ABHA (આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ કાર્ડ)

ABHA નું પુરું નામ શું છે ?

ABHA નું પૂરું નામ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ છે.

આભા કાર્ડ માં જે નંબર આપવામાં આવે છે એ શું છે ?

ABHA નંબર એ 14-અંકનો ઓળખ નંબર છે અને તે આધાર કાર્ડ અથવા તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને જનરેટ કરી શકાય છે. તે વપરાશકર્તાઓને તેમના આરોગ્ય રેકોર્ડને હોસ્પિટલો, ક્લિનિક્સ, વીમા પ્રદાતાઓ અને અન્ય લોકો સાથે ડિજિટલ રીતે શેર કરવાની મંજૂરી આપે છે.

આભા કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવાનું હોઈ છે ?

આભા કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે તેની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ને આધારકાર્ડ અને મોબાઈલ દાખલ કરી ને મેળવવાનુ હોઈ છે.

આભા કાર્ડ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જરૂરી છે ?

આ કાર્ડ મેળવવા માટે અરજદાર નું આધારકાર્ડ અને મોબાઈલ નંબર ની જરૂરિયાત હોઈ છે.

આભા કાર્ડ મેળવવા માટે સરકાર નાં ક્યાં વિભાગ મા જવાનું હોઈ છે ?

જો તમને તમારી રીતે આભા કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરતાં ન આવડતું હોય તો તમે તમારા નજીક નાં સરકારી દવાખાના માં જઈ ને પણ મેળવી શકો છો.

આભા કાર્ડ સેના માટે ઉપયોગ મા લેવામાં આવે છે ?

આ કાર્ડ વ્યક્તિ નાં આરોગ્ય નાં તમામ રેકોર્ડ રાખશે.એટલે કે હવે થી તમારે કોઈપણ દવાખાના જાવ તો ત્યાં તમારા જૂના દવખાના નાં કાગળો સાથે રાખવાના નથી.ફક્ત આ કાર્ડ જ સાથે રાખવાનુ જેમાં તમારા આરોગ્ય ની તમામ માહિતી હશે.

Leave a Comment