Advertisements

શ્રવણ તીર્થ દર્શન સહાય યોજના, લાભ,ઓનલાઈન અરજી અને ડોક્યુમેન્ટ્સ લીસ્ટ | Gujarat Shravan Tirth Darshan Yojana 2023

Advertisements

શ્રવણ તીર્થ દર્શન સહાય યોજના, લાભ,ઓનલાઈન અરજી અને ડોક્યુમેન્ટ્સ લીસ્ટ Shravan Tirth Yojana | Gujarat Shravan Tirth Darshan Yojana 2023 | Gujarat Shravan Tirth Darshan Yojana Online Apply

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જો તમે શ્રવણ તીર્થ દર્શન યોજના ની સંપૂર્ણ માહિતી મેળવવા માંગો છો તો તમે એકદમ સાચી જગ્યા પર વાંચવા આવ્યા છો.અહીંયા તમને આ યોજના ની સંપૂર્ણ માહિતી આપવામા આવશે.

આજ ની આ યોજના ને વાંચ્યા બાદ તમને Gujarat Shravan Tirth Darshan Yojana 2023 વિશે સંપૂર્ણ માહિતી મળી જશે.જેમાં તમને કોઈપણ શંકા રહેશે નહિ.તો ચાલો જાણીએ આ યોજના વિશે વિગતવાર માહિતી.

શ્રવણ તીર્થ દર્શન સહાય યોજના, લાભ,ઓનલાઈન અરજી અને ડોક્યુમેન્ટ્સ લીસ્ટ

Table of Contents

યોજના નુ નામ શ્રવણ તીર્થ દર્શન યોજના
સહાય પવિત્ર યાત્રાધામ મા દર્શન કરવા હેતુ થી ટ્રાવેલિંગ નાં 75% કરમ આપવામાં આવે છે
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ 60 વર્ષ કરતા વધારે ઉમર નાં વૃદ્ધો પવિત્ર યાત્રાધામ નાં સાવ નજીવા પૈસા માં દર્શન કરી શકે છે
લાભાર્થીગુજરાત રાજ્ય નાં 60 વર્ષ કરતા વધુ ઉમર નાં વૃદ્ધ વ્યક્તિઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન અને ઓફલાઈન
સંપર્ક આપના જિલ્લા નાં બસડેપો મેનેજર શ્રી
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર ડેપો મેનેજર શ્રી
Gujarat Shravan Tirth Darshan Yojana 2023

Gujarat Shravan Tirth Darshan Yojana 2023

આ યોજના ગુજરાત સરકાર ના ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના માં સિનિયર સીટીઝન લોકો કે જેઓ ની ઉમર 60 વર્ષ કરતા વધુ છે તેવા લોકો ને આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય નાં અલગ અલગ પવિત્ર યાત્રાધામ મા દર્શન કરવા હેતુ થી આ સહાય યોજના આપવામાં આવે છે.

Shravan Tirth Sahay Yojana Benefits- લાભ

આ યોજના માં ગુજરાત રાજ્ય ના સિનિયર સીટીઝન કે જેઓ 60 વર્ષ કરતા ઉપર નાં છે તેઓ ને જો યાત્રાધામ માં ફરવા જવું હોઈ તો તેમને ટ્રાવેલિંગ નું જે ભાડું આવે છે તે ભાડા નાં 75% રકમ સરકાર તરફ થી પરત આપવામા આવે છે.

આ યોજના માં લાભાર્થી એ 30 લોકો નું ગ્રુપ બનાવી ને બસ ભાડે થી કરી ને યાત્રાધામ માં જાય તો જ આ યોજના નો લાભ મળવાપાત્ર છે.આ યોજનાનો લાભ સિનિયર સીટીઝન પોતાના જીવનકાળ દરમિયાન ફકત એક જ વાર લઈ શકે છે.અને આ યોજના હેઠળ કુલ 2 રાત્રિ અને 3 દિવસના પ્રવાસની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.

વધું વાંચો:- વૃદ્ધ મરણોત્તર વિધી સહાય

Eligibility Of Shravan Tirth Darshan Yojana – પાત્રતા

આ યોજના માટે રજ્ય સરકાર દ્વારા નીચે મુજબની ની પાત્રતા ધરાવતા વરિષ્ઠ નાગરિકો લાભ મેળવી શકે છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ
  • લાભાર્થી ની ઉંમર 60 વર્ષ કરતા વધારે હોવી જોઈએ
  • લાભાર્થી સિનિયર સીટીઝન હોવા જોઈએ
  • લાભાર્થી અત ફરજિયાત 30 લોકો અને બસ ભાડે થી લઈ ને જવાનું રહેશે

વધું વાંચો:- ઈશ્રમ કાર્ડ યોજના ફાયદાઓ

Documents Required Of Shravan Tirth Darshan Yojana 2023-24- આધાર પુરાવા

રાજ્ય નાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યોજના નો લાભ આપવામાં આવે છે.લાભાર્થી સિનિયર સીટીઝન ને નીચે મુજબ ના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના હોઈ છે.

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • લાભાર્થી નું ચૂંટણીકાર્ડ
  • લાભાર્થી નું રેશનીંગ કાર્ડ
  • લાભાર્થી નું રહેણાંક નો પુરાવો
  • ગાડી ચલાવવા ની પરવાનગી લેટર
  • લાભાર્થી નાં પાસપોર્ટ સાઇઝ ના ફોટો

વધું વાંચો:- ફ્રી સિલાઈ મશીન લોન યોજના

Shravan Tirth Darshan Yojana Online Apply

આ યોજના માટે લાભાર્થી એ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોઈ છે.જેની સંપૂર્ણ માહિતી માટે સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવેલ છે.

Shravan Tirth Darshan Yojana Online Apply
Image source:- Gujarat Government yatradham.gujarat.gov.in Website

સૌપ્રથમ “Google” મા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ની Official Website સર્ચ કરવાની રહેશે.👉 www.yatradham.gujarat.gov.in

Image source:- Gujarat Government yatradham.gujarat.gov.in Website

હવે હોમ પેગ ઉપર જ “શ્રાવણ તીર્થ માટે બુકિંગ” પર ક્લિક કરો અને ત્યાર બાદ “રજીસ્ટ્રેશન”પર ક્લિક કરો.

Image source:- Gujarat Government yatradham.gujarat.gov.in Website

જ્યા હવે આ યોજના ની ઓનલાઈન અરજી કરવા માટે નું અરજી ફોર્મ ખુલી જશે.જે કાળજીપૂર્વક ભરવાનુ રહેશે.

Image source:- Gujarat Government yatradham.gujarat.gov.in Website

હવે પાસવર્ડ અને આઈડી બનાવવાનું રહેશે.અને તેના દ્વારા લોગીન થવાનું રહેશે.

Image source:- Gujarat Government yatradham.gujarat.gov.in Website

હવે લોગીન થયા બાદ લાભાર્થી સામે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનુ રહેશે.જ્યા તમામ વિગતો વિગતવાર ભરવાની રહેશે.

Image source:- Gujarat Government yatradham.gujarat.gov.in Website

જ્યા અરજી માં યાત્રા પ્રવાસી ની તમામ વિગતો ભરવાની રહેશે અને જરૂરી અન્ય માહિતી ભરવાની રહેશે.

Image source:- Gujarat Government yatradham.gujarat.gov.in Website

વિગતો સચોટ રીતે દાખલ કરો અને પછી નવા પેજમાં, શ્રવણ તીર્થ દર્શન યોજના ખોલવા માટે “Add Pilgrim” લિંક પર જવું.

Advertisements
Image source:- Gujarat Government yatradham.gujarat.gov.in Website

હવે સબમિટ બટન ઉપર ક્લિક કરી ને અરજી ને ઓનલાઈન સબમિટ કરવાની રહેશે.જ્યા હવે લાભાર્થી  ને અરજી પ્રક્રિયા પુર્ણ કરવાની રહેશે.

Image source:- Gujarat Government yatradham.gujarat.gov.in Website

વધું વાંચો:- ટીબી તબીબી સહાય યોજના

શ્રવણ તીર્થ દર્શન યોજના ઓફલાઈન બુકિંગ

આ યોજના માટે યાત્રાળુ ઓફલાઈન અરજી પણ કરી શકે છે.જેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે.

સૌપ્રથમ અહીંયા આપેલ નિયત નમુના મુજબ નું અરજી ફોર્મ ડાઉનલોડ કરી ને તની ભરવાનુ રહેશે.

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર ડેપો મેનેજર શ્રી ને અરજી સાથે તમામ આધાર પુરાવા જોડી ને અરજી કરવાની રહેશે.

આ અરજી યાત્રા શરૂ થાય તે પહેલાં 5-6 દિવસ અગાઉ કરવાની હોઈ છે.

આ અરજી સાથે તમામ આધાર પુરાવા માં પોતાની “સ્વ પ્રમાણિત” કરેલ નકલ જોડવાની હોઈ છે.

ત્યાર બાદ યાત્રાળુ યાત્રા કરી ને પરત આવે તો તમામ ટિકિટ, યાત્રાધામ નાં લેટર પેડ પર અધિકૃત અધિકારી નાં સહી સિક્કા કરેલ હોઈ તેવું, માઈકર ચેક,યાત્રાળુ સાથે બેનર અને બસ ની નંબર દેખાઈ તેવો ફોટોગ્રાફ અને ટોલટેક્સ ની રસીદ અને અન્ય જરૂરી આઘાર પૂરાવા આપવામાં રહેશે.એટલે યાત્રાળુ ને તેમની સહાય નાં નાણાં આપવામાં આવશે.

શ્રવણ તીર્થ દર્શન યોજના Pdf ફોર્મ ડાઉનલોડ

નીચે આ યોજના નું અરજીપત્રક આપેલ છે જે લાભાર્થી એ ડાઉનલોડ કરી ને તેની સાથે જરૂરી તમામ આધાર પુરાવા જોડી ને અરજી કરવાની હોઈ છે.

શ્રવણ તીર્થ દર્શન યાત્રાધામ યોજના સંપર્ક

આ યોજના બાબતે જો યાત્રાળુઓને અન્ય કોઈપણ સહાયતા મેળવી હોય તો અહીં આપેલ નંબર અને સરનામા પર જઈને વધુ માહિતી મેળવી શકે છે

Helpline Number:- +91 79 23252459/23252458

Email:- sectourism@gujarat.gov.in

Adress:- Gujarat Pavitra Yatradham Vikas Board, Block 2 &3, 1st floor, Dr. Jivraj Mehta Bhavan,Gandhinagar

Official Website 👉www.yatradham.gujarat.gov.in
Online Apply 👉Click Here
Login Here 👉Click Here
Key Points Of Shravan Tirth Darshan Yojana

અગત્ય ની યોજનાઓ –

આયુષ્માન ભારત કાર્ડ યોજના લિસ્ટ

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય

Cowid વેક્સિન સર્ટીફીકેટ ડાઉનલોડ કરો

“FAQ” For Gujarat Shravan Tirth Darshan Yojana 2022

શ્રવણ તીર્થ દર્શન યોજના કયા ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે ?

આ યોજના ગુજરાત સરકાર ના ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચલાવવામાં આવે છે

શ્રવણ તીર્થ દર્શન યોજના મા કોને લાભ આપવામાં આવે છે?

આ યોજના માં રાજ્ય નાં 60 વર્ષ કરતા વધુ ઉંમર નાં સિનિયર સીટીઝન ને લાભ આપવામા આવે છે

શ્રવણ તીર્થ દર્શન યોજના મા શું લાભ આપવામાં આવે છે ?

આ યોજના માં પવિત્ર યાત્રાધામ મા દર્શન કરવા હેતુ થી ટ્રાવેલિંગ નાં 75% કરમ આપવામાં આવે છે

શ્રવણ તીર્થ દર્શન યોજના ની અરજી ક્યાં કરવાની હોઈ છે?

આ યોજના માટે ની અરજી www.yatradham.gujarat.gov.in પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.

શ્રવણ તીર્થ દર્શન યોજના હેલ્પ લાઈન નંબર શું છે ?

આ યોજના માટે હેલ્પ લાઈન નંબર +91 79 23252459/23252458 છે.

Leave a Comment