Advertisements

Manav Kalyan Yojana 2022 | માનવ કલ્યાણ યોજના ગુજરાત

Advertisements

Manav kalyan yojana | Manav Kalyan Yojana 2022 | Manav kalyan yojana online application | Manav garib yojana | Manav kalyan yojana online form 2021 | Manav kalyan yojana form | Gujarat Manav Kalyan Yojana 2022-23

નમસ્કાર વાચક મિત્રો, આજે હરેક માણસ ધંધા માટે વલખાં મારે છે.કારણ કે ધંધા રોજગાર થકી જ એનું ઘર ચાલે છે.અને તેઓ તેમના બાળકો નું અને પરિવાર નું ભરણ પોષણ કરી શકે છે.અને પોતે રોજગારી મેળવી શકે તે હેતુ થી આજે આપડે આવી જ એક Manav Kalyan Yojana 2022  વિશે વિગતવાર વાત કરવાના છીએ અને આપને માહિતગાર કરવાના છીએ.

ગુજરાત સરકાર દ્વારા ઘણી અલગ અલગ યોજનાઓ અમલમાં મુકેલ છે.જેમાં કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા ગુજરાત રાજ્યના ખૂબ જ ગરીબ પરિવારો, છેવાડાના ગામોના પરિવાર, પછાત વર્ગના લોકો પોતે હાથશાળ,હસ્તકલા, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા પોતે રોજગારી મેળવી શકે તે હેતુ થી ઘણી યોજનાઓ ચાલી રહી છે.જેમાં આ માનવ કલ્યાણ યોજના 2022 દ્વારા આવા લોકો ને રોજગારી મળી રહે તે હેતુ તેઓ ને સાધન સામગ્રી આપવાનું આ યોજના દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

સરકારી તમામ યોજનાઓ ની માહિતી અને નવા નવા અપડેટ અને નિયમો જોવા માટે આપ અમારી Telegram Channel સાથે જોડાવ.

Manav Kalyan Yojana 2022

Commissioner Of Cottage And Rural Industry આ યોજના ને હાથ ધરવામાં આવેલ છે.જેમાં રાજ્ય નાં આર્થિક રીતે પછાત,નબળા અને અંતરિયાળ વિસ્તાર નાં લોકો ને રોજગારી કરવા માટે ધંધા નાં સાધનો આપવામાં આવે છે.આ યોજના થી ગરીબ પરિવારો નાં લોકો કે જેમને  હસ્તકલા,હાથશાળ જેવા કારીગરી છે તેઓ ને મફત મા સાધનો આપી ને તેઓ તેમનો રોજગાર ચલાવી શકે છે અને પોતે આત્મનિર્ભર બની શકે છે.આ યોજના માં કુલ 27 પ્રકાર ના નાનામોટા ધંધા અને રોજગાર માટે સાધન સહાય આપવામાં આવે છે.જે આપડે આગળ જોઈશું.

વધું વાંચો :- રોટાવેટર સહાય યોજના

યોજના નું નામManav Kalyan Yojana 2022
સહાયકુલ 27 પ્રકાર ના નાનામોટા ધંધા અને રોજગાર માટે 5,000/- થી 50,000/- રૂપિયા સુધીની સાધન સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશરાજ્ય નાં ગરીબ,પછાત અને BPL માં આવતા લોકો ને ધંધો વ્યવસાય મળી રહે અને તેઓ ખૂબ જ સારી રીતે જીવન જીવી શકે
લાભાર્થીગુજરાત રાજ્ય ના પછાત,ગરીબ,BPL અને છેવાડા નાં ગ્રામ્ય વિસ્તાર નાં તમામ લોકો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કClick Here
અરજી ક્યાં કરવી ?Click Here
Manav Kalyan Yojana 2022

Manav Kalyan Yojana Gujarat 2022 Benefits- લાભ

આ યોજના અંતર્ગત રાજ્ય નાં અતિ ગરીબ અને BPL મા આવતા લોકો ને તેઓ નાં ધંધા અનુસાર અલગ અલગ પ્રકાર ની સાધન સામગ્રી જિલ્લા ગ્રામોદ્યોગ દ્વારા આપવામાં આવે છે.જેના માટે તેઓ ને આ યોજના માં અરજી કરવાની હોય છે.

ધંધા રોજગાર ની 27 પ્રકાર ના સાધનો નું લિસ્ટ

આ યોજના થી નબળા વર્ગ નાં લોકો આ ટૂલ કીટ મેળવી ને પોતે પોતાનો ધંધો આગળ લાવી શકે છે અને રોજગાર મેળવી શકે છે.તેથી અહીંયા Manav kalyan Yojana list આપેલ છે.

ક્રમટુલકીટ્સનું નામઅંદાજિત રકમ
1કડીયાકામ14500
2સેન્ટીંગ કામ7000
3વાહન સર્વિસીંગ અને રીપેરીંગ16000
4મોચી કામ5450
5ભરત કામ20500
6દરજી કામ21500
7કુંભારી કામ25000
8વિવિધ પ્રકારની ફેરી13800
9પ્લમ્બર12300
10બ્યુટી પાર્લર11800
11ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ14000
12ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ15000
13સુથારી કામ9300
14ધોબી કામ12500
15સાવરણી સુપડા બનાવનાર11000
16દુધ-દહીં વેચનાર10700
17માછલી વેચનાર10600
18પાપડ બનાવટ13000
19અથાણાં બનાવટ12000
20ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ15000
21પંચર કીટ15000
22ફલોરમીલ15000
23મસાલા મીલ15000
24રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)20000
25મોબાઇલ રીપેરીંગ8600
26પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)48000
27હેર કટીંગ (વાળંદ કામ)14000
ધંધા રોજગાર ની 27 પ્રકાર ના સાધનો નું લિસ્ટ

ટુલકીટ્સ બાબતે અગત્ય ની નોંધ:-

 • ટ્રેડ નંબર-24 માં રૂ ની દીવેટ બનાવવા માટે ટુલકીટ્સ ફક્ત સખી મંડળ ની બહેનો ને j આપવામાં આવશે. જે માટે નિયામકશ્રી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીએ લાભાર્થીઓ પસંદ કરવાના રહેશે. અને તે યાદી જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રને પૂરી પાડવાની રહેશે.
 • ટ્રેડ નંબર-26 માં પેપર કપ અને ડીશ બનાવટ માટે ટુલકીટ્સ ફક્ત સખી મંડળ ની બહેનો ને આપવામાં આવશે.

વધું વાંચો :- તાડપત્રી સહાય યોજના ગુજરાત

Manav Garib Kalyan Yojana 2022 Income Limit- આવક મર્યાદા

અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,20,000/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.1,50,000/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

માનવ કલ્યાણ યોજના ગુજરાત માટે ની પાત્રતા

કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ અને જિલ્લા ઉદ્યોગ દ્વારા આ તમામ યોજનાઓ ચલાવવામા આવે છે.જેમાં લાભાર્થી એ અરજી કરવા માટે અમુક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ ની છે.

 • માનવ કલ્યાણ યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી ની ઉંમર 16 થી 60 વર્ષ ની વચ્ચે હોવી જરૂરી છે.એટલે કે આ ઉંમર નાં લાભાર્થી ને આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.
 • ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ કે જેઓ ગરીબી રેખા (BPL) નીચે આવે છે.તેઓ નો જિલ્લા ગ્રામ વિકાસ દ્વારા પ્રકાશિત ગરીબી રેખા ની યાદી મા સમાવેશ થયેલ હોવો જોઈએ. 0 થી 16 નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.
 • આ યોજના રાજ્ય નાં ગરીબ,પછાત અને છેવાડા નાં તમામ લોકો ને મળવાપાત્ર રહેશે.

વધું વાંચો :- પાણી નાં RCC ટાંકા બનાવવા માટે સહાય યોજના

Manav Kalyan Yojana Documents–આધાર પુરાવા

આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ નિયત નમૂના માં અરજી કરવાની હોય છે.અને Online અરજી પણ કરી શકો છો.આ અરજી સાથે નીચે મુજબ ના આધાર પુરાવા રજૂ કરવાના હોઈ છે.

 • લાભાર્થી નું આધારકાર્ડ ની નકલ.
 • લાભાર્થી ની ચૂંટણીકાર્ડ ની નકલ.
 • લાભાર્થી નાં રેશનિંગ કાર્ડ નાં પ્રથમ અને બીજા પાના ની નકલ.
 • લાભાર્થી નો ઉંમર અંગે નાં આધાર પુરાવા.
 • લાભાર્થી નું જાતિ નું પ્રમાણપત્ર.
 • લાભાર્થી ગ્રામ્ય વિસ્તાર નાં હોઈ તો BPL નો દાખલો અને શહેરી વિસ્તાર નાં હોઈ તો સુવર્ણ કાર્ડ ની નકલ.
 • લાભાર્થી ની વાર્ષિક આવક નો દાખલો.
 • લાભાર્થી એ કોઈપણ ધંધા નો અનુભવ હોઈ તો તેનું પ્રમાણપત્ર.
 • લાભાર્થી નાં 2 પાસપોર્ટ સાઇઝ ના ફોટો.

Manav Kalyan Yojana Online form 2022

આ યોજના માટે કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા લાભાર્થી માટે અરજી ફોર્મ બહાર પાડવામાં આવેલ છે.માટે અહીંયા Manav Kalyan Yojana form pdf જે અરજી નાં નમૂના મુજબ જ લાભાર્થી એ અરજી કરવાની રહેશે.

Manav Kalyan Yojana Apply Online 2022

image source :- e-kutir Portal Government of Gujarat

આ યોજના મુખ્ત્વે કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ થકી ચલાવવામા આવે છે.આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ Online અરજી કરવાની હોઈ છે.Online અરજી કર્યા પહેલા લાભાર્થી એ e-Kutir Portal Online પર જઈ ને પોતાનું Registation કરવાનું હોઈ છે.અને ત્યાર બાદ લોગીન થઈ ને માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોઈ છે. આ E-kutir Registation અને Online અરજી માટે નીચે ક્લિક કરો.

E-Kutir Online Registation Here

હવે જો આપે E-Kutir Portal પર Online રજિસ્ટ્રેશન કરી લીધું હોઈ તો આપ તમારા પાસવર્ડ અને આઈડી દ્વારા આ પોર્ટલ પર Login થાય બાદ આપની સામે માનવ કલ્યાણ યોજના બતાવવા માં આવશે.જ્યા આગળ ક્લિક કરી ને આપને ઓનલાઈન અરજી કરવાની હોય છે.

image source :- e-kutir Portal Government of Gujarat

જ્યા માનવ કલ્યાણ યોજના નું ટોટલ 4 ભાગ વાળુ અરજી પત્રક ખુલી જશે જેમાં સ્ટેપ -1 માં વ્યક્તિગત માહિતી હશે.સ્ટેપ -2 માં અરજી ની વિગતો હશે. સ્ટેપ -3 માં આધાર પુરાવા અપલોડ કરવાના હોઈ છે અને સ્ટેપ -4 માં નિયમો અને શરતો હોઈ છે.જે સંપૂર્ણ વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.

E-Kutir Portal Application For Scheme
image source :- e-kutir Portal Government of Gujarat

Manav Kalyan Yojana 2022 Online Last Date

સરકાર ની Official Website E-Kutir Portal પર જઈ ને આ યોજના માટે Online Application કરવાની હોઈ છે.આ યોજના માં આપને આપના ધંધા મુજબ સાધનો ની સહાય આપવામાં આવે છે.અમાં માટે આપને E-Kutir Portal પર જઈ ને ફરજીયાત Online અરજી કરવાની રહેશે.આ યોજના માટે તારીખ 15/06/2022 થી 15/05/2022 સુધી જ ઓનલાઈન અરજી કરી શકો છો ત્યાર બાદ આપ ઓનલાઈન અરજી કરી શકશો નહિ.

Advertisements

વધું વાંચો :- બ્યૂટી પાર્લર સહાય યોજના

Manav kalyan yojana Helpline Number PDF

જો આપને દરેક જિલ્લા નાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની Pdf ફાઈલ મેળવવી હોઈ તો આપ નીચે ડાઉનલોડ કરી શકો છો.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ગુજરાત સરનામા

કુટીર અને ગ્રામ ઉદ્યોગ માટે વિવિધ યોજના ચલાવામામાં આવે છે. રાજ્ય નાં તમામ જિલ્લાઓ માં આ યોજના અમલ મા મુકવામાં આવેલ છે.નીચે રાજ્ય નાં 33 જિલ્લા નાં નામ અને સરનામા આપેલ છે જે આપે જોઈ લેવા અને તમે જે જિલ્લા નાં હોઈ તો ત્યાં જઈ ને જરૂરી માહિતી પણ મેળવી શકશો.

વધું વાંચો –

લેપટોપ સહાય યોજના

ફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત

પ્રાઈવેટ સ્કુલ માં મફત શિક્ષણ યોજના (RTE 2022-23)

“FAQ” Of Manav Kalyan Yojana Gujarat 2022

Manav Kalyan Yojana Gujarat 2022 ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે ?

આ યોજના મુખત્વે કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ થકી ચલાવવામા આવે છે.

Manav Kalyan Yojana Gujarat 2022 માં કોણે લાભ મળે છે ?

આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય ના પછાત,ગરીબ, ધંધાર્થી,ગ્રામ્ય વર્ગ,BPL મા આવતા તમામ લોકો ને આ યોજના માં લાભ મળે છે.

Manav Kalyan Yojana Gujarat 2022 મા ક્યાં ધંધા માટે સહાય મળે છે ?

આ યોજના અંતર્ગત ટોટલ 27 પ્રકાર ના અલગ અલગ વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે.

Manav Kalyan Yojana Gujarat 2022 માં સાધન સહાય કેટલા રૂપિયા સુધી ની આપવામાં આવે છે ?

આ યોજના માં સાધન સહાય 5,000 રૂપિયા થી લઈ ને 50,000 રૂપિયા સુધી આપવામાં આવે છે.

3 thoughts on “Manav Kalyan Yojana 2022 | માનવ કલ્યાણ યોજના ગુજરાત”

Leave a Comment