Advertisements

શેરો પોઝીટીવ ઇલનેસ યોજના ગુજરાત | Shero Positive Illness Scheme, Online Apply

Advertisements

શેરો પોઝીટીવ ઇલનેસ યોજના ગુજરાત માં અનાથ બાળકો ને તમેના અભ્યાસ મુજબ વિદ્યાર્થિઓ ને અલગ અલગ સહાય મળે છે.(Shero Positive Illness Scheme, Online Apply)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

શેરો પોઝીટીવ ઇલનેસ યોજના ગુજરાત દ્વારા રાજ્ય મા વસતા આવી બીમારી વાળા અનાથ બાળકો ને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ સમયમાં બાળક જેટલા ધોરણમાં અભ્યાસ કરતો હોય તે ધોરણ મુજબ અલગ અલગ સહાય આપવામાં આવે છે અને જો કોલેજ અથવા અનુસ્નાતક કરતો હોય તે મુજબની સહાય પણ અલગ હોય છે.

રાજ્ય મા વસવાટ કરતા શેરો પોઝીટીવ ઇલનેસ વાળા લોકો ને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ સહાય માટે લાભાર્થી ને અરજી કરવાની હોય છે. શેરો પોઝિટિવ વેલનેસ યોજનામાં કઈ રીતે અરજી કરવાની હોય છે ક્યાં અરજી કરવાની હોય છે સાહેબ કઈ કઈ રીતે આપવામાં આવે છે જેવી સંપૂર્ણ માહિતી આજે આપણે જાણવાના છીએ.

શેરો પોઝીટીવ ઇલનેસ યોજના ગુજરાત
શેરો પોઝીટીવ ઇલનેસ યોજના ગુજરાત

શેરો પોઝીટીવ ઇલનેસ યોજના ગુજરાત ટુંકી વિગત

Table of Contents

યોજના નું નામશેરો પોઝીટીવ ઇલનેસ યોજના
સહાયઅભ્યાસ મુજબ 500 રૂપિયા થી 20,000 રૂપિયા
રાજ્યગુજરાત
ઉદ્દેશશેરો પોઝીટીવ ઇલનેસ બીમારી વાળા અનાથ બાળકો ને અભ્યાસ માં મદદ માટે
લાભાર્થીશેરો પોઝીટીવ ઇલનેસ બીમારી વાળા વિદ્યાર્થિઓ
અરજી નો પ્રકાર ઑફલાઈન
સંપર્કજિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી

શેરો પોઝીટીવ ઇલનેસ યોજના શુ છે

આ શેરો પોઝીટીવ ઇલનેસ યોજના વર્ષ-2009 થી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના ઠરાવ ક્રમાંક :અનથ/102009/નબા/37/છ તા.2/9/2009 થી અમલમાં આવેલ છે.જેમાં એ બાળકને આ બીમારી હોય તેવો બાળકોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ સહાય તે બાળકના અભ્યાસ મુજબ અલગ અલગ આપવામાં આવે છે જેની અરજી જિલ્લા સામાજિક ન્યાય અને અધિકારી કચેરી પર જઈને કરવાની હોય છે.

શેરો પોઝીટીવ ઇલનેસ યોજના પાત્રતા

આ યોજના મા શેરો ઇલનેસ પોઝીટીવ બાળક હોય અથવા તેના માતા-પિતા બન્ને અથવા માતા-પિતા બન્નેમાંથી કોઈ એક શેરો ઇલનેસ પોઝીટીવ થી પીડાતા હોય તેવા અભ્યાસ કરતાં બાળકને લાભ મળવા પાત્ર છે.

શેરો પોઝીટીવ ઇલનેસ યોજના સહાય

આ યોજનામાં શેરો પોલિટીશ વાળા બાળકને તેઓના અભ્યાસ મુજબ અલગ અલગ સહાય આપવામાં આવે છે જે નીચે મુજબની હોય છે.

ધોરણ 1-5 

રૂ.500/-(માસિક રૂ.૫૦ લેખે દસ માસ માટે) સ્કુલ યુનિફોર્મના ખર્ચપેટે રૂ.૧૫૦૦/- વાર્ષિક ઉચ્ચક લેખે આપવામાં આવે છે.

ધોરણ 6-10

રૂ.1000/- (માસિક રૂ.100 લેખે દસ માસ માટે) સ્કુલ યુનિફોર્મના ખર્ચપેટે રૂ.1500/- વાર્ષિક ઉચ્ચક લેખે આપવામાં આવે છે.

ધોરણ 11-12

રૂા.4,000/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. 400/- પ્રમાણે દશ માસ માટે) આપવામાં આવે છે.

હોસ્ટેલ માં રહેતા વિદ્યાર્થીઓ માટે

રૂા.10,000/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. 400/- પ્રમાણે દશ માસ માટે તથા માસિક રૂ.600/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ ) આપવામાં આવે છે.

બી.એ./બી.કોમ./બીએસી અને સમકક્ષ ડીગ્રી અભ્યાસ ક્રમ માટે ડે સ્કોલર માટે 

રૂા.6,000/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. 600/- પ્રમાણે દસ માસ માટે) આપવામાં આવે છે.

હોસ્ટેલ માં રહેતા વિદ્યાર્થીઓ માટે

રૂા.12,000/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. 600/- પ્રમાણે દશ માસ માટે તથા માસિક રૂ.600/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ ) આપવામાં આવે છે.

તબીબી અને આયુર્વેદિક તથા હોમીયોપેથીક અભ્યાસક્રમમાં ડીગ્રી કોર્સ જેવા કે બી.ઇ., બી.ટેક, એલ.એલ.બી.,એમબીએ તથા સમકક્ષ અભ્યાસક્રમ તેમજ ડીપ્લોમાં અભ્યાસક્રમના ડે સ્કોલર માટે

રૂા.10,000/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. 1,000/- પ્રમાણે દસ માસ માટે) આપવામાં આવે છે.

હોસ્ટેલ માં રહેતા વિદ્યાર્થીઓ માટે 

રૂા.16,000/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. 1,000/- પ્રમાણે દસ માસ માટે તથા માસિક રૂ.600/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ ) આપવામાં આવે છે.

અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ જેવા કે એમએસસી/ એમ.ફીલ/ એલએલએમ/ એમએડ/ એમ.બી.એ. વગેરે. ડે સ્કોલર માટે

રૂા.10,000/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. 1,000/- પ્રમાણે દસ માસ માટે) આપવામાં આવે છે.

હોસ્ટેલ માં રહેતા વિદ્યાર્થીઓ માટે 

રૂા.પુસ્તકો માટે માસિક રૂા. 1,000/- પ્રમાણે દસ માસ માટે તથા માસિક રૂ.600/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ ) આપવામાં આવે છે.

અન્ય યોજના- Rte ના નિયમો 2023 – રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન અરજી, ફોર્મ ડાઉનલોડ,પાત્રતા, શાળા, ડોક્યુમેન્ટ્સ તમામ માહિતી

શેરો પોઝીટીવ ઇલનેસ યોજના અરજી પ્રક્રિયા

આ યોજના માટે તમારે ઓફલાઈન અરજી કરવાની હોય છે જેના માટે તમારે જિલ્લા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કચેરીમાં જઈને ઓફલાઈન અરજી કરવાની હોય છે.

રાજ્ય કક્ષાએથી નિયામક,સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત કરવામાં આવે છે.

Advertisements

દરેક જિલ્લાસ્તરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને રચાયેલ સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા રજુકરેલ અરજીઓની સમીક્ષા કરી સરકારશ્રીના નિયમોનુસાર પાત્રતા ધરાવતાં શેરો પોઝીટીવ ઇલનેસ યોજનાની શિષ્યવૃત્તિ ચુકવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવે છે.

શેરો પોઝીટીવ ઇલનેસ યોજના હેલ્પલાઇન નંબર 

આ યોજનાની સહાય મેળવવાની તેમજ તે અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

સરકારી યોજના વ્હોટસએપ ગ્રુપ

જો તમારે સરકારી યોજના,સહાય,સરકારી લોન અને અન્ય સરકારી માહિતી ની અપડેટ માટે અમારા વ્હોટસએપ અને ટેલીગ્રામ ગ્રુપ સાથે જોડાવ 

વઘુ માહિતી👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ :-

“FAQ”વારંવાર પૂછાતા પ્રશ્નો

શેરો પોઝીટીવ યોજના કોના માટે ની યોજના છે?

શેરો પોઝીટીવ ઈલનેસ બીમારી વાળા વિદ્યાર્થિઓ માટે ની યોજના છે.

શેરો પોઝીટીવ ઇલનેશ યોજના માં કેટલી સહાય આપવામાં આવે છે.

શેરો પોઝીટીવ ઈલનેશ યોજના માં રૂપિયા 500 થી 20 હજાર રૂપિયા સુધી ની સહાય આપવામાં આવે છે.

શેરો પોઝીટીવ યોજના ની અરજી કઈ રીતે કરવાની હોય છે?

શેરો પોઝીટીવ ઈલનેસ યોજના માં ઓફલાઇન અરજી કરવાની હોય છે.

શેરો પોઝીટીવ ઈલનેસ યોજના ની વધુ માહિતી મેળવવા ક્યાં જવું?

શેરો પોઝીટીવ ઈલનેસ યોજના ની વધુ માહિતી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

Leave a Comment