રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ દેશ નાં નબળા અને ગરીબ બાળકો ને આપવામાં આવશે, અરજી ક્યાં કરવી, ડોક્યુમન્ટ, પાત્રતા, કોણ અરજી કરી શકે, તમામ માહિતી | Reliance Foundation Scholarship 2023 | Reliance Foundation Scholarship login | Jio Foundation Scholarship | Reliance Foundation Scholarship amount | Reliance Foundation scholarship last date | Reliance Foundation Scholarship official website
પ્રિય વાચક મિત્રો રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દેશના વિદ્યાર્થીઓને તેઓના ઉચ્ચતર ભણતર માટે સ્કોલરશીપ ઓફર કરવામાં આવી રહી છે. જેમાં દેશના કુલ 100 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપવામાં આવશે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આ સ્કોલરશીપ માં 60 જેટલા અંડરગ્રેજ્યુએટ અને 40 અનુસ્નાતક વિદ્યાર્થીઓ તેમના શૈક્ષણિક ખર્ચને આવરી લેવા માટે રૂપિયા 6 લાખ સુધીની રકમ મેળવી શકે છે.
તો વાચક મિત્રો આજની આ સ્કોલરશીપમાં આપણે જાણીશું કે આ સ્કોલરશીપ ની અરજી કેવી રીતે કરવાની હોય છે.પરીક્ષા કઈ રીતે લેવાની હોય છે. ડોક્યુમેન્ટ્સ વિદ્યાર્થીએ ક્યાં ક્યાં રજૂ કરવાનો હોય છે. વિદ્યાર્થીની પાત્રતા શું હોય છે જેવી તમામ વિગતોની આજના આર્ટીકલ માં આપણે વાત કરવાના છીએ
રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ
યોજના નું નામ | રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ |
સહાય | 4 લાખ થી લઇ ને 6 લાખ સુધી ની સ્કોલરશીપ |
રાજ્ય | ભારત દેશ ના તમામ રાજ્યો |
ઉદ્દેશ | નબળા અને હોશિયાર વિદ્યાર્થીઓ તેઓ ને આર્થીક મદદ મળી રહે અને તેઓ તેમના અભ્યાસ માં આગળ આવી શકે છે. |
લાભાર્થી | સ્નાતક નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને અનુ સ્નાતક નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ. |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | ઓફિસિયલ વેબસાઈટ – www.scholarships.reliance. Foundation.org |
reliance scholarship – 2023
ભારત દેશમાં reliance ફાઉન્ડેશન દ્વારા સ્નાતક અને અંડર ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીઓ જેમાં કમ્પ્યુટર સાયન્સ ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક, એન્જિનિયરિંગ, વગેરે વિદ્યાર્થીઓ કે જેઓ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે તેઓને પણ આ સ્કોલરશીપ મદદરૂપ થશે. આવા હોશિયાર વિદ્યાર્થીઓને રૂપિયા 6 લાખ સુધીનો પુરસ્કાર આપવામાં આવશે જેથી તેઓ તેમના ખર્ચાઓને કવર કરી શકે અને તેમના ઉજ્જવળ ભવિષ્યને નાણાકીય સમસ્યાઓથી જોખમ માં ન નાખે તેની ખાતરી કરી શકે. રસ ધરાવતા ઉમેદવારોએ અધિકૃત રિલાયન્સ ફાઉન્ડેશન પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરતા પહેલા પાત્રતા માપદંડો અને શરતો બોલીઓ ને વાંચવાની રહેશે.
આ સ્કોલરશીપ વિદ્યાર્થીઓ તેમના ઉચ્ચ અભ્યાસ માટે ઉપયોગમાં લઈ શકે છે. જેથી આર્થિક અને નબળા વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ ખૂબ જ ઉપયોગી બની રહેશે.
જો આપને સરકારી યોજનાઓ અને અર્ધ સરકારી યોજનાઓ વિશે વધુ માહિતી મેળવવી હોઈ અથવા તો અપડેટ્સ મેળવવા હોઈ તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો
આ વાંચો- જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24
રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ લાભો (Benefits)
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને તેઓના ઉચ્ચ શિક્ષણ માટે ઉચ્ચ ડિગ્રી માટે નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ સ્કોલરશીપમાં નાણાકીય સહાય વિદ્યાર્થીઓના શિક્ષણ મુજબ અલગ અલગ આપવામાં આવે છે. એટલે કે તેઓના અભ્યાસના સ્તર મુજબ તેઓને રકમ ચૂકવવામાં આવે છે.
જેમાં અંડર ગ્રેજ્યુએટ કરતા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય માટે ₹4 લાખ આપવામાં આવે છે જ્યારે અનુસ્નાતકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુમાં વધુ લાખ રૂપિયાની સ્કોલરશીપ નાણાકીય આપવામાં આવે છે. આ સ્કોલરશીપ મેળવવા માટે વિદ્યાર્થીઓ પોતાના બેંક ખાતાની વિગતો આપવાની હોય છે જેથી નાણાંની રકમ તેઓના બેન્ક ખાતામાં સીધી ક્રેડીટ કરી શકાય.
વધું વાંચો- ડૉ. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક સ્કોલરશીપ યોજના ગુજરાત
Reliance Foundation Scholarships Slots
આ સ્કોલરશીપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે અને અનુસ્નાતક માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ આપવામાં આવશે જેમાં સ્નાતકમાં 60 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે જ્યારે અનુસ્નાત કરતા 40 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ ઓફર કરે છે. એટલે કે ટોટલ 100 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપવામાં આવશે.
રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ માટે ની પાત્રતા
રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ મેળવવા માટે નીચે મુજબના ઉમેદવારોને પાત્ર ગણવામાં આવશે.
- વિદ્યાર્થી ભારત દેશના વતની હોવો જોઈએ.
- વિદ્યાર્થી સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોવા જોઈએ.
- વિદ્યાર્થી એ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, કોમ્પ્યુટર સાયન્સ, મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટીંગ અથવા ઈલેક્ટ્રીકલ અથવા ઈલેક્ટ્રોનિક્સ એન્જીનીયરીંગમાં ડીગ્રી કરતા હોવા જોઈએ.
- વિદ્યાર્થી એ અંડરગ્રેજ્યુએટ કરતા હોઈ તેઓ એ, JEE Mains પરીક્ષામાં 1 થી 35,000 ની વચ્ચે રેન્ક હોવો જોઈએ.
- અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે, GATE પરીક્ષામાં 550 અને 1000 ની વચ્ચેનો સ્કોર અથવા અંડરગ્રેજ્યુએટ સ્તરે 7.5 કે તેથી વધુનો CGPA હોવો જોઈએ.
- શિષ્યવૃત્તિ માટેની પસંદગી વર્ચ્યુઅલ ઇન્ટરવ્યુમાં સામાન્ય પાત્રતા અને પ્રદર્શન પર આધારિત હશે.
વધું વાંચો – Coaching Treaning Scheme For Compititive Exams for SC
રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ માટે આધાર પુરાવા (Documents)
રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ મેળવવા માટે વિદ્યાર્થીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના હોય છે જેનું લિસ્ટ નીચે આપેલ છે.
- વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ.
- વિદ્યાર્થીની ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ.
- વિદ્યાર્થીનું ધોરણ 10 અને ધોરણ 12 નું પ્રમાણપત્ર.
- વિદ્યાર્થી જો અનુસ્નાતક કરતા હોય તો સ્નાતક અંગેની માર્કશીટ.
- વિદ્યાર્થીઓના રહેણાંક અંગેના આધાર પુરાવા.
- વિદ્યાર્થી જો પણ હોય તો અપંગતાનું પ્રમાણપત્ર.
- વિદ્યાર્થી ઓના વાલીનું વાર્ષીક આવક અંગેનું પ્રમાણપત્ર.
- અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે, JEE મુખ્ય પ્રવેશ પરીક્ષાની માર્કશીટ; અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે, GATE પરીક્ષાની માર્કશીટ.
- વિદ્યાર્થી જે કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય તેનું સત્તાવાર અધિકારીનું પ્રમાણપત્ર કે જે સાબિત કરે છે કે તેઓ ત્યાં અભ્યાસ કરે છે.
- એક શૈક્ષણિક સંદર્ભ પત્ર.
- અક્ષર પ્રમાણપત્ર અથવા સંદર્ભ પત્ર.
- તમારી વર્તમાન સિદ્ધિઓની સૂચિ સહિત તમારું બાયોડેટા.
- વિદ્યાર્થીઓના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ.
- વિદ્યાર્થીઓની ડિજિટલ સ્કેન કરેલી સિગ્નેચર.
વધું વાંચો – Namo Tablet Yojana Gujarat 2023 Registration Form
રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ અરજી પ્રક્રિયા
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જે વિદ્યાર્થીઓને આ છ લાખ રૂપિયાની સ્કોલરશીપ મેળવી હોય તો તેઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે તેની તમામ પ્રક્રિયા નીચે મુજબની રહેશે.
વિદ્યાર્થીઓ સૌપ્રથમ ગૂગલમાં જઈને રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપની સત્તાવાર વેબસાઈટ “Scholarships.reliance.Foundation.org” પર જવાનું રહેશે.
જ્યાં હોમ પેજ ઉપર જ વર્ષ 2023 ની તમામ સ્કોલરશીપ ની માહિતી મળી જશે. જ્યાં મેનુ મા જઈ ને “Apply Now” ઉપર જવાનું રહેશે.
જા હવે રિલાયન્સ ફાઉન્ડેશનની ઓનલાઇન એપ્લિકેશન ખુલી જશે ત્યાં તમારે તમારી તમામ માહિતી ભરવાની રહેશે.
વિદ્યાર્થી તેઓની તમામ માહિતી ઓનલાઈન અરજીમાં ફર્યા બાદ તેઓના તમામ ડોક્યુમેન્ટ્સને સ્કીન કરીને આ અરજીમાં ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.
હવે વિદ્યાર્થીએ તેઓની ઓનલાઈન અરજીને સબમિટ કરવાની રહેશે. અરજી કરવા માટે વિદ્યાર્થીએ કોઈ પણ પ્રકારની ફી આપવાની રહેતી નથી. ઓનલાઇન અરજી કરવા માટે સબમીટ પટેલ પર ક્લિક કરવાનું રહેશે. જેથી તમારી અરજી ઓનલાઇન સબમિટ થઈ જશે.
ઓનલાઇન અરજીના સબમીટ કર્યા બાદ આપને એક અરજી ક્રમાંક આપશે જે આપને નોંધીને રાખવાનો રહેશે.
રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ હેલ્પલાઇન નંબર
હેલ્પલાઇન નંબર – 1800 419 8800
ઈમેઈલ – contactus@reliancefoundation.org
ઓફિસિયલ વેબસાઈટ 👉 | અહીંયા ક્લિક કરો |
પોર્ટલ પર લોગીન કરો 👉 | અહીંયા ક્લિક કરો |
વો્સએપ ગ્રૂપ સાથે જોડાવ 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહિયાં ક્લિક કરો |
વધું વાંચો-
ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ માટે જાણો તમામ પ્રોસેસ
“FAQ” રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ
રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ કોના માટે ની સ્કોલરશીપ યોજના છે ?
આ યોજના ભારત દેશ નાં કોલેજ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને અનુ સ્નાતક માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ની સ્કોલરશીપ યોજના છે.
Reliance Foundation Scholarship amount કેટલી હોઈ છે ?
આ સ્કોલરશીપ ની રકમ 4 લાખ થી 6 લાખ રૂપિયા સુધી ની હોઈ છે.
Reliance Foundation Scholarship official website કઈ છે ?
Reliance Foundation Scholarship official website “scholarships.reliance.Foundation.org” છે.
શિષ્યવૃત્તિ ભંડોળ કેવી રીતે વિતરિત કરવામાં આવશે?
શિષ્યવૃત્તિ ભંડોળના 80% સુધી દરેક શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં, સીધા પ્રાપ્તકર્તાના બેંક ખાતામાં અગાઉથી વિતરિત કરવામાં આવશે. શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસ ખર્ચ અથવા વ્યાવસાયિક કારણોને સમર્થન આપવા માટે પ્રાપ્તકર્તા દ્વારા વધારાના 20% ભંડોળની વિનંતી કરવામાં આવી શકે છે.
રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ માટે નો હેલ્પલાઇન નંબર શું છે ?
રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ માટે નો હેલ્પ લાઈન નંબર 1800 419 8800 છે.