પ્રધાનમંત્રી આવાસ યોજના 2024: લિસ્ટ થયુ જાહેર, ગ્રામીણ અને શહેરી વિસ્તાર ની યાદી જોવા માટે ની સંપુર્ણ માહિતી
પ્રધાનમંત્રી આવાસ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખૂબ જ મહત્વની યોજના છે. આ યોજના દ્વારા લાખો ગરીબ અને મકાનના લોકોને સરકાર તરફથી સહાય આપીને પાકા મકાનો બનાવી શકે છે. આ યોજના વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી. જેમાં આજ સુધી પુરા દેશભરમાં 2.95 કરોડ પક્કા મકાનો ની સહાય આપવામાં આવેલ છે.
આયોજનની ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની હોય તેની માહિતી અહીં અમારી અન્ય પોસ્ટમાં આપેલી છે. અહીંયા ક્લિક કરો.
પરંતુ જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઓનલાઈન અરજી કરેલ છે.અને તમે ગ્રામ્ય વિસ્તારમાં વસવાસ કરતા હોય અથવા તો શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય પરંતુ તમારે તમારું લિસ્ટ યાદીમાં છે કે નહીં તે ઓનલાઇન તપાસવું હોય તો તેની માહિતી અહીંયા આપવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 ટુંકી વિગત
યોજના નું નામ | પ્રધાનમંત્રી આવાસ યોજના |
સહાય | 2.5 લાખ |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | ગરીબ અને મધ્યમ વર્ગ નાં લોકો ને રહેણાક હેતુ પાક્કા મકાન બાંધી અપાવવામાં આવે છે. |
લાભાર્થી | ગરીબ અને મધ્યમ વર્ગ નાં લોકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | પ્રધાનમંત્રી આવાસ યોજના ની વેબસાઇટ |
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2023 લીસ્ટ આ રીતે ચેક કરો
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માં તમારું નામ છે કે નહીં તે કઈ રીતે ઓનલાઇન તપાસવું તેની માહિતી નીચે આપવામાં આવેલ છે.
સૌપ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજના ની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.www.pmaymis.gov.in
જ્યાં હોમ પેજ ના મેનુમાં તમને બતાવવામાં આવેલ તમામ મેનુ માંથી “ સ્ટેક હોલ્ડર્સ” વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
જ્યાં “ઇન્દિરા આવાસ યોજના (IAY)/(PMAYG) નાં લાભાર્થી” વિકલ્પ પસંદ કરી ને ક્લિક કરો.
હવે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમારું નામ છે કે નહીં તે તપાસવા માટે બે રીત દ્વારા તમે ઓનલાઈન ચેક કરી શકો છો. નોંધણી નંબર સાથે તપાસવુ અને નોંધણી નંબર વગર તપાસવુ.
નોંધણી નંબર સાથે તપાસવુ
નોંધ સાથે તપાસવા માટે જરૂરી ઓપ્શનમાં તમે તમારો નોંધ નંબર દાખલ કરો. હવે નીચે સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જા ક્લિક કર્યા બાદ જો તમારું નામ હશે તો તમને તમારું નામ બતાવવામાં આવશે.
નોંધણી નંબર વગર તપાસવુ
હવે જો તમારી પાસે નોંધણી નંબર ન હોય તો પણ તમારે તમારું નામ છે કે નહીં એ તપાસવું હોય તો તમારે ત્યાં જ “એડવાન્સ સર્ચ” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં તમને પૂછવામાં આવશે રાજ્ય,જિલ્લો,તાલુકો અને ગામ જેવી તમામ વિગતો ભરો.
આ તમામ વિગતો આપ્યા બાદ તમને તમારે તમારુ નામ,મજૂરી નો આદેશ,BPL નંબર અને પિતા નું નામ વિગતો દાખલ કરીને સર્ચ વાળા બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે ત્યાં તમામ ગ્રામીણ ની યાદી બતાવવામાં આવશે તેમાં જ્યાં તમારું નામ શોધીને ચકાસવાનું રહેશે.
અન્ય યોજના- આંબેડકર આવાસ યોજના ની સંપૂર્ણ માહિતી
Pradhan Mantri Awas Yojana Gujarat: શહેરી વિસ્તાર લીસ્ટ
જો તમે શેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજી કરેલ હોય અને તમારે તમારું નામ યાદીમાં છે કે નહીં એ ચેક કરવું હોય તો તેની પ્રક્રિયા નીચે મુજબની છે.
સૌપ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજના ની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશ. pmaymis.gov in છે.
જ્યાં હોમ પેજ ઉપર તમામ મેનુ માંથી “લાભાર્થી શોધો” મેનુ મા જવાનું રહેશે. જ્યાં ખુલશે જેમાં “નામ દ્વારા શોધો” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારી અરજીમાં દર્શાવેલ નામ અનુસાર નામના પહેલા ત્રણ અક્ષર દાખલ કરો અને “શોધો” પર ક્લિક કરો.
એટલે શેરી વિસ્તારની યાદી તમારી સમક્ષ આવી જશે જેમાં તમે તમારું નામ શોધીને જોઈ શકશો.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઇન નંબર
પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે જો તમને કોઈપણ પ્રકારની મૂંઝવણ કે પ્રશ્ન અનુભવતું હોય તો નીચે આપેલ ટોલ ફ્રી નંબરમાં ફોન કરીને તમામ પ્રકારની વધુ વિગતો જાણી શકો છો.
- 1800-11-3377
- 1800-11-3388
- 1800-11-6163
- 1800-11-2018
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
પીએમ આવાસ યોજના વેબસાઈટ 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય યોજનાઓ-
વિશ્વકર્મા યોજના ની સંપૂર્ણ માહિતી
“FAQ” વારંવાર પૂછાતા પ્રશ્નો
પ્રધાનમંત્રી આવાસ યોજનાની વેબસાઈટ કઈ છે?
પ્રધાનમંત્રી આવાસ યોજના ની વેબસાઇટ ww.pmaymis.gov.in છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેટલો લાભ આપવામાં આવે છે?
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અઢી લાખ રૂપિયા નો લાભ આપવામાં આવે છે પરંતુ તમારી વાર્ષિક આવક મર્યાદા ઉપર અલગ અલગ સહાય પણ આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના નું શહેરી નું લિસ્ટ ક્યાં જોઈ શકાય?
પ્રધાનમંત્રી આવાસ યોજના નું શહેરી નું લિસ્ટ જોવા માટે તમારે અરજી ક્રમમાં દ્વારા તેનું લિસ્ટ જોઈ શકાય છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના નું હેલ્પલાઇન નંબર શું છે?
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેલ્પલાઇન નંબર 1800-11-3377, 1800-11-HUDCO 1800-11-6163 1800-11-2018