Advertisements

મફત તબીબી સહાય યોજના 2024 | Gujarat TB Sahay Yojana 2024

Advertisements

મફત તબીબી સહાય યોજના 2024, અરજી ફોર્મ ડાઉનલોડ, ડોક્યુમેન્ટ્સ, સહાય,પાત્રતા અને અરજી ક્યાં કરવાની હોય છે ( Gujarat TB Sahay Yojana 2024 All Datails In Gujarati)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકાર ની આરોગ્ય શાખા દ્વારા ઘણા પ્રકાર ની આરોગ્યલક્ષી યોજનાઓ અમલ માં મુકેલ છે.જેનાથી રાજ્ય નાં નાગરીકો ને આરોગ્યલક્ષી સેવાઓ માં આર્થિક રીતે લાભ મળી રહે.અહીંયા આપડે TB Tabibi Sahay Yojana 2024 વિશે વાત કરવામાં છીએ.જેમાં અરજી ફોર્મ, ડોક્યુમેન્ટ વગેરે વિશે ચર્ચા કરીશું.

ગુજરાત સરકાર હંમેશા કોઈ ને કોઈ યોજનાઓ સમય સમય પર અમલ માં લાવે જ છે.જેના થી રાજ્ય ના નાગરીકો નો આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ થઈ શકે. Health And Famaly Welfare Department Gandhinagar દ્વારા રાજ્ય નાં આરોગ્ય વિભાગ મા આ યોજના ચાલી રહી છે.જેમાં ટીબી રોગથી પીડાતા દર્દીઓ ને આરોગ્ય શાખા તરફથી 6,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.જેમાં 3,000 રૂપિયા PHC સેન્ટર તરફ થી અને 3,000 રૂપિયા ટીબી ના પ્રોગ્રામ તરફ થી આપવામાં આવે છે.

આ પ્રકાર ની બીજી ઘણી યોજનાઓ પણ અમલ માં છે.માં કાર્ડ યોજના, કેન્સર સહાય યોજના, માતૃ વંદના યોજના અને હાલ માંજ અમલ માં આવેલ કોરોના મૃત્યુ સહાય યોજના થકી જરૂરિયાત વાળા લાભાર્થીઓ તેનો લાભ મેળવી શકે અને તેમની આરોગ્યલક્ષી આર્થિક મદદ મળી રહે.

મફત તબીબી સહાય યોજના 2024
TB Tabibi Sahay Yojana 2024

મફત તબીબી સહાય યોજના 2024

યોજના નું નામટીબી તબીબી સહાય
સહાય6,000/- રૂપિયા
રાજ્યગુજરાત
ઉદ્દેશટીબી રોગ ના દર્દીઓ ને પોષ્ટિક ખોરાક માટે
લાભાર્થીટીબી રોગ નાં દર્દીઓ
અરજી નો પ્રકારOffline
સંપર્કPHC સેન્ટર
UHC સેન્ટર

TB Tabibi Sahay Yojana 2024 અને Nikshay Poshan Yojana 2021

આ સહાય ટીબી નાં દર્દીઓ ને 2 પ્રકારે ચૂકવવા માં આવે છે જેમાં એક ટીબી તબીબી સહાય છે અને બીજી નિક્ષય પોષણ સહાય છે જે નીચે મુજબ છે.

Gujarat TB Tabibi Sahay Yojana 2024

જે વ્યક્તિ ને ટીબી રોગ થયો હોય તો તેને ટીબી ની દવા લેવી પડે છે અને સાથે સારો ખોરાક પણ લેવો પડે છે તો સરકાર તરફ થી ટીબી નાં દર્દીઓ જ્યા સુધી તેમને ટીબી રોગ ની દવા ચાલુ હોઈ ત્યાં સુધી દર મહિને 500 રૂપિયા એટલે કે ટીબી રોગ ની દવા 6 મહિના સુધી ચાલે છે તો ટીબી નાં દર્દી ને કુલ 3,000 રૂપિયા ની સહાય મળે છે.જેમાં દર્દી જો ગામડા મા રહેતા હોઈ તો તેઓ નજીક નાં PHC સેન્ટર પર જઈ ને સહાય મેળવી શકે છે અને ગામ ના આરોગ્ય કર્મચારી પાસે થી પણ અરજી કરી શકે છે. અને જો દર્દી શહેરી વિસ્તાર માં રહેતા હોઈ તો તેઓ નજીક નાં અર્બન હેલ્થ સેન્ટર પર જઈને આ સહાય મેળવી શકે છે.

image source- GovernmentNTEP Website

Nikshay Poshan Yojana 2024

આ સહાય પણ ટીબી નાં દર્દી ને સારા ખોરાક માટે ચૂકવવા માં આવે છે જેમાં સરકાર દ્વારા ચાલતા ટીબી રોગ નિર્મૂલન કાર્યક્રમ તરફ થી દર મહિને 500 રૂપિયા એટલે કે 6 મહિના સુધી મા 3,000 ચૂકવવા માં આવે છે.જેમાં NTEP(National Tuberculosis Elemination Program) પ્રોગ્રામ ના સુપરવાઈઝર પાસે થી આની સહાય મેળવવાની હોઈ છે. જેમાં તેઓ જ્યારે ટીબી ની દવા ચાલુ કરે ત્યારે જ આ સહાય માટે દર્દી પાસે થી તેની બેંક ની માહિતી લઈ ને Nikshay Portal પર Online Sabmit કરી આપે છે અને સહાય તરત જ બેંક નાં ખાતા મા DBT દ્વારા જમાં થઈ જાય છે.

એમ કુલ બંને સહાય થકી ટીબી નાં દર્દીઓ ને સરકાર નાં આરોગ્ય વિભાગ તરફ થી ટોટલ 6,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.જે ટીબી નાં દર્દી ને પોષ્ટિક ખોરાક માટે આપવામાં આવે છે.

વઘુ વાંચો – સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે સહાય

ટીબી તબીબી સહાય યોજના 2024 સહાય

આ સહાય 2 પ્રકારે ચૂકવવા માં આવે છે. એક સરકાર દ્વારા ચાલતા ટીબી રોગ નિર્મૂલન કાર્યક્રમ તરફ થી દર મહિને 500 રૂપિયા એટલે કે 6 મહિના સુધી મા 3,000 ચૂકવવા માં આવે છે.જેમાં ટીબી સુપરવાઈઝર જ્યારે દર્દી ની દવા ચાલુ કરે છે ત્યારે જ બેંક ની માહિતી દર્દી પાસે થી લઇ ને Online Upload કરી આપે છે અને દર્દી ને દર મહિને 500 રૂપિયા એટલે કે 6 મહિના સુધી 3,000 રૂપિયા ની સહાય મળે છે.અને બીજા 3,000 રૂપિયા દર્દી ને તે જે ગામ ના હોઈ ત્યાં તેમના નજીક નાં આરોગ્ય કેન્દ્ર પર જઈને તબીબી સહાય માટે ની અરજી કરવાની હોય છે જે તમને ગામના આરોગ્ય કાર્યકર અરજી લખી ને તૈયાર કરી આપે છે. અને પછી તે અરજી ને PHC સેન્ટર પર જઈને જમાં કરવાની હોઈ છે.

TB Tabibi Sahay 2024 ની પાત્રતા

  • ટીબી નાં રોગ મા આ સહાય માટે દર્દી ગુજરાત રાજ્ય નાં વતની હોવા જોઈએ.
  • દર્દી ને ટીબી ની બીમારી થયેલ હોવી જોઈએ.
  • આ સહાય માટે જે વ્યક્તિ ને ટીબી ની બીમારી હોઈ અને તેઓ હાલ ટીબી ની સારવાર સરકારી દવાખાને કરાવી રહ્યા હોઇ તેવા દર્દી ઓ આ સહાય લઈ શકે છે.
  • ટીબી ની સારવાર 6 મહિના ની હોઈ છે માટે દર્દી સરકારી દવાખાના ની સારવાર લેવી જરૂરી છે.
  • 6 મહિના ની ટીબી ની સારવાર પૂર્ણ કરવી ફરજીયાત છે.

વઘુ વાંચો – વિધવા સહાય યોજના

ટીબી તબીબી સહાય યોજના ની આવક મર્યાદા

આ તબીબી સહાય માટે ની આવક મર્યાદા આરોગ્ય શાખા તરફ થી નક્કી કરવામાં આવેલ છે જેમા ગામડા ની અને શહેરી વિસ્તાર ની વાર્ષિક આવક મર્યાદા નીચે મુજબની છે.

ગામડા ના લાભાર્થી માટેની વાર્ષિક આવક મર્યાદા 47,000/- રાખેલ છે.

શહેરી વિસ્તાર ના લાભાર્થી માટે વાર્ષિક આવક મર્યાદા 68,000/- રાખેલ છે.

આ આવક નો દાખલો PHC સેન્ટર ખાતે થી મળતી સહાય માટે આપવાનો રહેશે.બાકી Nikshay Poshan sahay માટે આવક નાં દાખલા ની જરૂર રહેતી નથી.

ટીબી તબીબી સહાય યોજના માટે ના આધાર પૂરાવા

ટીબી સહાય નું ફોર્મ ભરી ને જો આપ ગામડા મા રહેતા હોઈ તો આપના નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જો શહેરી વિસ્તાર માં રહેતા હોઈ તો અર્બન હેલ્થ સેન્ટર પર જઈ ને નીચે મુજબ ના આધાર પુરાવા સાથે રજૂ કરવાનું રહેશે.

  1. લાભાર્થી નું આધાર કાર્ડ ની નકલ
  2. લાભાર્થી ના રેશન કાર્ડ ની નકલ
  3. વાર્ષિક આવક નો દાખલો
  4. અનુસુચિત જાતિ ના લાભાર્થી માટે જાતિ નો દાખલો-Obc જાતિ માટે ઓબીસી. નો દાખલો
  5. અનુસુચિત જાતિ ના લાભાર્થી માટે જાતિ નો દાખલો-Obc જાતિ માટે ઓબીસી. નો દાખલો
  6. લાભાર્થી ની બેંક પાસબુક ની નકલ
  7. ટીબીની સારવાર ચાલુ હોઈ તેના બધા રિપોર્ટ અને આધાર પુરાવા
  8. લાભાર્થી ના 2 ફોટા

TB Tabibi Sahay Yojana માટે અરજી પ્રક્રિયા

આ સહાય માટે લાભાર્થી ને નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરવાનું હોઈ છે અને તેની જોડે ઉપર મુજબ ના બધા આધાર પુરાવાઓ PHC સેન્ટર ખાતે રજૂ કરવાના રહેશે.

સંપૂર્ણ ફોર્મ ભરાઈ ગયા બાદ ગામડા નાં લાભાર્થી ને તેમના નજીક નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) સેન્ટર પર જઈને ત્યાં ના મેડિકલ ઓફિસર પાસે સહી સિક્કા કરવી ને અરજી ફોર્મ ત્યાં આપવાનું હોઈ છે.અને જો દર્દી નાં ગામ માં આરોગ્ય કાર્યકર હોઈ તો તેમને આ સંપૂર્ણ ભરેલી અરજી આપવાની હોઈ છે.

ઉપર મુજબ ની પ્રક્રિયા શહેરી વિસ્તાર ના લાભાર્થી ને તેઓ ના અર્બન હેલ્થ સેન્ટર (UHC) પર જઈ ને ત્યાં અરજી કરવાની હોઈ છે.

Advertisements

નોંધ :- ટીબી તબીબી સહાય યોજના માટે આપને અરજી કરવાની રહેશે જેમાં ઉપર મુજબ ની પ્રક્રિયા કરવાની રહશે અને ઉપર આપેલ બધા ડોક્યુમેન્ટ અરજી સાથે જોડવાના રહેશે.પરંતુ Nikdhay Podhan Sahay માટે આપ અહીંયા ક્લિક કરીને વઘુ માહિતી જાણી શકો છો.

વધુ વાંચો – કુંવરબાઈનું મામેરૂ યોજના

TB Tabibi Sahay Yojana Pdf Form

આ સહાય મેળવવા માટે નિયત નમૂનામાં માં અરજી કરવાની રહેશે જેમાં લાભાર્થી ની નીચે આપેલ ટીબી સહાય ની અરજી Download કરી ને તેની પ્રિન્ટ કાઢવાની રહેશે.નીચે અરજી નો નમૂનો આપેલ છે.

TB Tabibi Sahay Yojana Contact Office

આ યોજના માં ટીબી ના દર્દી ને તેની સારવાર ચાલુ હોઈ ત્યાં સુધી દર મહિને 500 રૂપિયા ની સહાય મળે છે જેમાં ટીબી રોગ ની સારવાર 6 માસ ની હોઈ છે તો દર્દી ને 3,000 રૂપિયા ની સહાય મળે છે. જેમાં માટે આપના નજીક નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને આપ આ વિશે ની વધું માહિતી મેળવી શકો છો.અને જો આપ શહેરી વિસ્તાર માં રહેતા હોઈ તો આપ અર્બન હેલ્થ સેન્ટર (UHC) પર જઈ ને આ સહાય ની માહીતી મેળવી શકો છો.

અને વધુ માં બીજી Nikshay Poshan Yojana અંતર્ગત પણ દર્દી ને 3,000 રૂપિયા ની સહાય મળે છે.જેમ આપ ટીબી નિર્મૂલન કાર્યક્રમ સુપરવાઈઝર પાસે થી વધારે માહિતી મેળવી શકો છો.

વધું માં આપ આપના ગામ ના આરોગ્ય કર્મચારી,Asha Worker અને આંગણવાડી કાર્યકર પાસે થી પણ આ સહાય ની યોગ્ય માહિતી મેળવી શકો છો અને તેના દ્વારા પણ અરજી કરી શકો છો.

વધુ વાંચો

વ્હાલી દીકરી યોજના

ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય

કિસાન વિકાસપત્ર યોજના

મહિલા સ્વાવલંબન યોજના

વધું માહીતી માટે👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

“FAQ”

ટીબી તબીબી સહાય યોજના માં ક્યાં લાભાર્થી માં સહાય આપવામા આવે છે?

ટીબી તબીબી સહાય યોજના માં ટીબી રોગ થી પીડાતા દર્દીઓ ને સહાય આપવામાં આવે છે

ટીબી તબીબી સહાય યોજના માં કેટલી સહાય આપવામાં આવે છે?

ટીબી તબીબી સહાય યોજના ટોટલ 6,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

ટીબી તબીબી સહાય યોજના ની વઘુ માહિતી માટે કોનો સંપર્ક કરવાનો હોય છે?

ટીબી તબીબી સહાય યોજના ની વઘુ માહિતી માટે નજીક નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીઓ નો સંપર્ક કરવાનો હોય છે.

5 thoughts on “મફત તબીબી સહાય યોજના 2024 | Gujarat TB Sahay Yojana 2024”

Leave a Comment