Advertisements

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના-ભારતીય રાષ્ટ્રીય પોર્ટલ | DDU-GKY 2023-24

Advertisements

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના-ભારતીય રાષ્ટ્રીય પોર્ટલ, અરજી ફોર્મ ડાઉનલોડ, ડોક્યુમેન્ટ્સ, ઓનલાઈન અરજી, કોણ લાભ મેળવી શકે, પાત્રતા,પુરાવા, અભ્યાસ,પગાર તમામ માહિતી | DDU-GKY 2023-24 | Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana | Rojgar Yojana Gujarat 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આજે આપડે ભારત સરકાર દ્વારા ચાલતી એક ખૂબજ મહત્વ ની યોજના “દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના-ભારતીય રાષ્ટ્રીય પોર્ટલ” વિશે વાત કરવાનાં છીએ કે જેનાથી ગામડા માં વસતા બેરોજગારો ને રોજગારી મળી રહેશે.અને તેઓ પોતાના પગ ભર થઈ શકશે.

ભારત સરકાર દ્વારા દેશ નાં ઘણા લોકો માટે ઘણા પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.દેશ માં બેરોજગારો માટે પણ આવી જ ઘણીબધી યોજનાઓ ચાલી રહી છે જેનાથી બેરોજગારો રોજગારી મેળવી શકે છે.

આજ ની આ યોજના “દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના” વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ.

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના-ભારતીય રાષ્ટ્રીય પોર્ટલ

Table of Contents

યોજના નું નામ દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના
સહાયનાગરિકો ને યોગ્ય તાલીમ આપી ને રોજગારી પૂરી પાડવી
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશબેરોજગારો ને તાલીમ આપી ને રોજગારી પૂરી પાડવી
લાભાર્થીદેશ નાં તમામ 15 વર્ષ થી 35 વર્ષ નાં બેરોજગારો
અરજી નો પ્રકાર ઓનલાઇન
સંપર્ક www.ddugky.gov.in

વધું વાંચો:- બ્યુટી પાર્લર ચાલુ કરવા સરકારી લોન સહાય

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના શું છે.

આ યોજના દ્વારા રાજ્ય નાં ગામડાઓ માં વસતા બેરોજગાર લોકો ને રોજગારી આપવાનું નક્કી કરવામાં આવેલ છે.જેનાથી લોકો ને રોજગારી મળી શકે છે.ગામડાઓ માં વસવાટ કરતા નાગરિકો ને સરકાર દ્વારા તાલીમ આપવામાં આવશે અને તે તાલીમ દ્વારા તેઓ ને નવો ધંધો ચાલુ કરી ને રોજગારી મેળવી શકશે. આ નવો ધંધો ચાલુ કરવામાં માટે સરકાર દ્વારા અમુક રકમ પણ આપવામાં આવશે.

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ફાયદાઓ 

 • આ યોજના થકી રાજ્ય નાં લોકો ને રોજગારી મળી શકશે.જેમાં સરકાર તાલીમ આપી ને લોકો ને નવો ધંધો અને વ્યવસાય ચાલુ કરાવશે અને સાથ સાથે ધંધો ચાલુ કરવામાં પૈસા ની પણ મદદ કરશે.
 • લાભાર્થી ને તાલીમ આપવામાં આવશે જેનાથી તેઓ નવો ધંધો શરૂ કરી શકશે.
 • આ તાલીમ મેળવ્યા બાદ ઉમેદવારો ને તાલીમ મળ્યા અંગે નું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
 • આ તાલીમ મેળવ્યા બાદ ઉમેદવાર ને ધંધો ચાલુ કરવા માટે સરકાર તરફથી અમુક રકમ પણ આપવામાં આવશે.
 • આ યોજના માં 200 અલગ અલગ પ્રકાર ની તાલીમ આપવામાં આવશે જેનાથી તેઓ ધંધો ચાલુ કરી શકશે.
 • આ યોજના નો એવો પ્રયાસ રહેશે કે જો કોઈ વ્યક્તિ પોતે કોઈ ઉદ્યોગ સ્થાપવા માંગે છે તો તેને પણ સક્ષમ બનાવવામાં આવશે.

વધું વાંચો:- ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત 2023

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના લાભ કોણ મેળવી શકે છે

SC/ST, મહિલાઓ અને લઘુમતી જાતિ

કેન્દ્ર સરકાર દ્વારા 50% ભંડોળ SC અને ST માટે ફાળવવામાં આવશે અને SC અને ST વચ્ચેના પ્રમાણને MoRD દ્વારા સમયાંતરે નક્કી કરવામાં આવશે. વઘુ માં આ યોજના માં લઘુમતી જૂથોમાંથી લાભાર્થીઓ માટે વધુ 15% ભંડોળ અલગ રાખવામાં આવશે.

રાજ્યોએ એ નકકી કરવાનું રહેશે કે ઓછામાં ઓછા 3% લાભાર્થીઓ વિકલાંગ વ્યક્તિઓમાંથી છે. આવરી લેવામાં આવતી વ્યક્તિઓમાં એક તૃતીયાંશ મહિલાઓ હોવી જોઈએ. આ નિર્ધારણ માત્ર ન્યૂનતમ છે. જો કે, SC અને ST ના લક્ષ્યાંકોને બદલી શકાય છે જો બંનેમાંથી કોઈ લાયક લાભાર્થી ન હોય તેવા નાગરીકો.

વધું વાંચો:- માનવ કલ્યાણ યોજના ગુજરાત

ગ્રામીણ ગરીબ અને ઓછું અભ્યાસ કરેલ યુવાનો

આ યોજના માટે 15 થી 35 વર્ષ નાં ગરીબ ગ્રામીણ યુવાનો ને લાભ આપવામાં આવશે. મહિલા ઉમેદવારો અને ખાસ કરીને નબળા આદિજાતિ જૂથો (PVTGs), પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (PwDs), ટ્રાન્સજેન્ડર અને અન્ય વિશેષ જૂથો જેવા કે પુનર્વસવાટ કરાયેલ બંધુઆ મજૂરી, તસ્કરીનો ભોગ બનેલા, મેન્યુઅલ સફાઈ કામદારો, ટ્રાન્સ-જેન્ડર, સાથે જોડાયેલા ઉમેદવારો માટેની ઉચ્ચ વય મર્યાદા. HIV પોઝીટીવ વ્યક્તિઓ વગેરે 45 વર્ષની હોવી જોઈએ.

ખાસ જૂથ ને લાભ

ખાસ જૂથ માં તસ્કરી નો ભોગ બનેલ, મેન્યુઅલ સ્કેવેન્જર્સ,ટ્રાન્સ-જેન્ડર,PWD,પુનર્વસવાટ કરાયેલ બંધુઆ મજૂરી તમામ લોકો ને આ યોજના થકી રાજ્ય દ્વારા પ્રસ્તાવિત કૌશલ્ય કાર્ય યોજનામાં સમાવિષ્ટ કરવાની જરૂર છે. શ્રવણ અને વાણીની ક્ષતિ, લોકોમોટર અને દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકોના કિસ્સામાં સંભવિત નોકરીદાતાઓને જોબ પ્લેસમેન્ટ મળે તેની ખાતરી કરવા માટે સંવેદનશીલ બનાવવું પણ જરૂરી રહેશે.

વધું વાંચો- ઈ શ્રમકાર્ડ ના ફાયદા અને કોણ અરજી કરી શકે છે ?

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના પાત્રતા

આ યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી એ નીચે મુજબ ની પાત્રતા ધરાવતા નાગરીકો ને લાભ આપવામાં આવશે.

 • લાભાર્થી ભારત દેશના વતની હોવા જરૂરી છે.
 • લાભાર્થી ની ઉંમર 15 વર્ષ થી 35 વર્ષ ની હોવી જરૂરી છે.
 • લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
 • લાભાર્થી પાસે જન્મ નું પ્રમાણપત્ર હોવું જોઈએ.
 • લાભાર્થી બેરોજગાર હોવા જરૂરી છે.

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ડોક્યુમેન્ટ્સ 

આ યોજના માટે પાત્ર નાગરિકો અરજી કરી શકે છે અને નીચે મુજબના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

 • લાભાર્થી નું આધારકાર્ડ.
 • લાભાર્થી નું ચૂંટણીકાર્ડ.
 • લાભાર્થી નું પાન કાર્ડ.(જો હોઈ તો) 
 • લાભાર્થી નાં રહેણાંક અંગે નો દાખલો.
 • લાભાર્થી નો આવક નો દાખલો.
 • લાભાર્થી નાં પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ.
 • લાભાર્થી નું ઈમેઇલ આઈડી.

વધું વાંચો – માનવ ગરીમા યોજના

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા 

જો આપ આ યોજના માટે પાત્ર હોવ તો આપ આ યોજના ની અરજી કરી શકો છો. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપવામાં આવેલ છે.

સૌ પ્રથમ “Google” માં જઈ ને “દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના” ની ઑફિસિયલ”www.ddugky.gov.in” વેબસાઈટ પર જવાની રહેશે.

જ્યાં હોમ પેજ ઉપર તમને તમામ મેનુ દેખાશે.જ્યા ઉમેદવાર નાં ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.જ્યા નવુ પેજ ખુલે જ્યા ” Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.

Advertisements

જ્યાં એક નવું ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે જેમાં ઉમેદવારો એ “Candidate Registration” કરવાનું રહેશે.

જ્યાં ઉમેદવાર ની તમામ માહિતી, આધાર પુરાવા અને તેને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

જ્યાં હવે સબમિટ બટન ઉપર ક્લિક કરી ને ઓનલાઈન અરજી ને સબમિટ કરવાની રહેશે.એટલે કે આવી રીતે અરજદાર પોતાની વ્યક્તિગત અરજી આ યોજના માટે કરી શકે છે.

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેલ્પલાઈન નંબર 

આપે આ યોજના માટે પાત્ર હોવ અને અરજી ફોર્મ ભરી દીધેલ હોઈ અને અન્ય વધુ કોઈ માહીતી મેળવવી હોઈ અથવા તો યોજના માટે જરૂરી વિગતો મેળવવી હોઈ તો આપ અહી આપેલ લીંક પર ક્લિક કરી ને જાણી શકો છો.

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

ઑફિસિયલ વેબસાઈટ 👉અહિયાં ક્લિક કરો
Candidate લોગીન 👉અહિયાં ક્લિક કરો
હોમ પેજ 👉અહિયાં ક્લિક કરો

અન્ય યોજનાઓ:-

પીએમ સ્વનિધિ યોજના 2023 ઓનલાઈન અરજી

અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો

સિલાઈ મશીન યોજના 2022

“FAQ”

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માટે કોણ અરજી કરી શકે છે?

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માટે ગરીબ અને 15 થી 35 વર્ષ નાં નાગરિકો અરજી કરી શકે છે

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માટે ની ઑફિસિયલ વેબસાઈટ કઈ છે?

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માટે ની ઑફિશિયલ વેબસાઈટ www.ddugky.gov.in છે

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માં કેટલા પ્રકાર ની તાલીમ આપવામાં આવે છે?

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માં કુલ 200 પ્રકાર ની તાલીમ આપવામાં આવે છે.

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માટે કઈ રીતે અરજી કરવાની હોય છે?

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.

હું SC જાતિ નો વ્યક્તિ છું શું હું આ યોજના માટે પાત્ર છું?

હા, તમે આ યોજના માટે પાત્ર છો.

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માટેનું આવક મર્યાદા શું છે?

આવક મર્યાદા સ્પષ્ટ કરવામાં આવી નથી પરંતુ ગરીબોની ઓળખ ગરીબોની સહભાગી ઓળખની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે – NRLM વ્યૂહરચના.

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માટે કેવા પ્રકાર નું તાલીમ આપવામાં આવે છે?

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માટે નાગરિકો ની રુચિ અનુસાર તેમને તાલીમ આપવામાં આવે છે.

Leave a Comment