Advertisements

Self-Employement Scheme Loan Gujarat 2022 | સ્વરોજગાર લક્ષી લોન યોજના ગુજરાત 2022

Advertisements

Gujarat Loan Yojana | Gujarat Business Loan Yojana | Self-Employement Scheme Loan Gujarat 2022 | Small Business Loan Yojana | Self-employement Scheme Online Apply | Bank Loan Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ કોરોના કાળ ઘણા લોકો ધંધા થી વંચિત થયેલ છે જેના કારણે ઘણા લોકોની રોજગારી પણ છુટી ગયેલ છે. આજે આપણે એક એવી જ યોજના વિશે વાત કરવાના છીએ જેનાથી લોકોને રોજગારી મળી રહે આ યોજનાનું નામ છે Self-Employement Scheme Loan Gujarat 2022. તો ચાલો આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ઠરાવ ક્રમાંક સશપ/૧૨૨૦૧૭/૫૬૮૪૫૧/અ,  તા:૩૦/૯/૨૦૧૭ના મુજબ આપણા રાજ્યમાં બિન અનામત અને શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમની સ્થાપના થયેલ હતી.જેમાં બિનઅનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે સરકારશ્રીના ઠરાવ ક્રમાંક ઈબીસી/૧૦૨૦૧૮/૮૧૪/અ.૧, તા:૧૫/૮/૨૦૧૮ના મુજબ સ્વરોજગારલક્ષી લોન યોજનામાં બિનઅનામત વર્ગના વ્યક્તિઓ જે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તેવા અરજદારો માટે યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેનાથી તેઓ રોજગારી મેળવી શકશે અને પોતાના પગ ઉપર ઊભા થઈ શકશે.

ગુજરાત સરકારની તમામ સરકારી યોજનાઓ ની માહિતી માટે અમારી Telegram Channel સાથે જોડાવ

Self-Employement Scheme Loan Gujarat 2022  

Table of Contents

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજના અમલમાં આવેલ છે. જેમાં રાજ્યના બિન અનામત વર્ગ ના તમામ લોકોને કે જેવો પોતે સ્વરોજગારી મેળવવા ઈચ્છુક હોય તેવા લોકોને સરકાર તરફથી લોન આપવામાં આવશે.આ લોનમાં જેમ કે જેઓને વાહન લોન જોઇતી હોય જેવી કે રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે માટે પણ લોન મળશે.

બીજા વ્યવસાય જેવા કે વ્યવસાય જેવા કે કરીયાણાની દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર વગેરે માટે પણ લોન મળશે.

અને ટ્ર્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ,ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે પણ લોન મળશે.

વધુ વાંચો : મુખ્યમંત્રી બાળ સેવા યોજના ગુજરાત

સ્વરોજગાર લક્ષી યોજના ગુજરાત 2022 મા લાભ – Benefits fo Self scheme Gujarat

રાજ્યના બિન અનામત વર્ગના લોકોને પોતે સ્વરોજગારી મેળવવા માટે ની લોન સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે જેમાં સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા હાલ  આનો અમલ થયેલ છે. આ લોન અલગ-અલગ 3 સ્વરોજગારી માટે આપવામાં આવે છે જે નીચે મુજબની છે.

યોજના નું નામસ્વરોજગાર લક્ષી લોન યોજના
સહાયઆ યોજના માં 3 પ્રકાર ના રોજગાર ચાલુ કરવા માટે લોન આપવામાં આવે છે.
રાજ્યગુજરાત
ઉદ્દેશબિનઅનામત વર્ગ ના લોકો રોજગારી મેળવી શકે અને આગળ આવી શકે.
લાભાર્થીબિનઅનામત વર્ગ ના ગુજરાત રાજ્ય ના લોકો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કHelpline Number: 079-23258688/23258684
સ્વરોજગાર લક્ષી યોજના ગુજરાત 2022

નાના વાહન માટે ની લોન

જો લાભાર્થી ને સ્વરોજગારી માટે કોઈપણ નાના વાહન ની જરૂર હોય જેવા કે રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે માટે તેવા વાહનોની “On Road Cost” જે કિંમત હશે તે કિંમત સરકાર દ્વારા લોન પેટે આપવામાં આવશે.

વધું વાંચો : ફળ અને શાકભાજી ઉછેર માટે ની સહાય યોજના

નાના ધંધા માટે ની લોન

આ યોજના માટે જેઓ નાના ધંધા-રોજગાર શરૂ કરવા માંગે છે જેવા કે દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર વગેરે માટે પણ લોન આપવામાં આવે છે. જેમાં રોજગાર શરૂ કરવા માટે સરકાર તરફથી 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.

મોટા-લોડીંગ વાહનો માટે લોન

આ યોજના માં બિનઅનામત વર્ગ નાં લોકો ને રોજગાર માટે ટ્ર્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ,ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી 6 લાખ રૂપિયા ની લોન મળશે.

નાના પાયા ની સ્વરોજગારી માટે નાણાંકીય સહાય નું વ્યાજ દર

ઉપરોક્ત બતાવ્યાં મુજબ લાભાર્થી ને અલગ અલગ 3 પ્રકારે જે વ્યવસાય શરૂ કરવાનો હોઈ તે મુજબ લોન મળશે અને એ લોન નું વ્યાજ નીચે મુજબ નું રાખવામાં આવેલ છે.

નાના વાહન લોન આ લોન માં વ્યાજ વાર્ષિક 5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે નાના ધંધા માટે ની લોન આ લોન માં વ્યાજ વાર્ષિક 5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે. મોટા-લોડીંગ વાહનો માટે લોન ઉપર દર્શાવ્યા મુજબ વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી રૂ.6 લાખની લીધેલ લોન ઉપર 5 ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

નાના વાહન માટે ની લોન

આ લોન માં વ્યાજ વાર્ષિક 5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે

વધું વાંચો : UWIN કાર્ડ યોજના ગુજરાત

નાના ધંધા માટે ની લોન

આ લોન માં વ્યાજ વાર્ષિક 5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે.

મોટા-લોડીંગ વાહનો માટે લોન

ઉપર દર્શાવ્યા મુજબ વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી રૂ.6 લાખની લીધેલ લોન ઉપર 5 ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

Advertisements

Gujarat Loan Yojana ધિરાણ નાં માપદંડ

  • વાહન માટે ની લોન માટે અરજદાર પાસે લાયસન્સ હોવું જોઈએ.
  • નાના વ્યવસાય માટે ની લોન માટે અરજદાર પાસે નિયમો મુજબ નું જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
  • મેળવેલ વાહન નિયમ મુજબ હાઇપોથીકેશન કરવું જરૂરી છે.
  • વાહન મળી મળી જાય ત્યાર બાદ પાંચ મહિના પછી નિયમિત હપ્તા માં લોન ચૂકવણી કરવાની રહેશે
  • નાના વ્યવસાય લોન મેળવ્યાનાં 3 માસ મા શરૂ કરવાનો રહેશેતથા વ્યવસાય શરૂ કર્યા બાદ 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસૂલાત કરવામાં આવશે.
  • લોનની કુલ રકમ 7.5 લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સંબંધીને સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા 5 બ્લેન્ક ચેક આપવાના રહેશે.

વધું વાંચો : વિધવા સહાય યોજના

Self-Employement Scheme Loan Gujarat Eligibility – પાત્રતા

આ યોજના મુખ્યત્વે બિન અનામત વર્ગના લોકો માટે અમલમાં મુકેલ છે કે જેવો આ લોન મેળવીને પોતે ધંધારોજગાર શરુ કરી અને કમાણી કરી શકે. લોન યોજના માટેની પાત્રતા નીચે મુજબની છે.

  • લાભાર્થી અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • લાભાર્થી અરજદાર બિન અનામત વર્ગ ના હોવા જોઈએ.
  • લાભાર્થી અરજદારની ઉંમર 18 વર્ષ થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • લાભાર્થી ઉમેદવાર પાસે Forwheel અને Heavy Vehicle નું લાયસન્સ હોવું જોઈએ.
  • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક 5% સાદા વ્યાજ અને મહીલાઓ માટે 4% રહેશે.પ્રતિ વર્ષ જેટલું ધિરાણ આપવામાં આવશે તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.

Gujarat Government Subsidy Loan For Small Business Niyamo – શરતો અને નિયમો

  • આ યોજના માટે સરકારના પોર્ટલ પર તારીખ 29/02/2025 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
  • આ યોજનામાં સરકાર શ્રી તરફથી 3500 લાભાર્થીઓ નો લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે.
  • આ યોજનામાં પરિવારના એક જ સભ્યને યોજનાનો લાભ મળી શકશે.
  • લોન યોજના માટે અરજદાર દ્ધારા અરજી કન્ફર્મ થયા ૫છી અત્રેનાં નિગમ દ્ધારા ઓનલાઇન સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા ૫છી સૈધ્ધાંતિક મંજુરી/નામંજૂર/પૂર્તતા ની જાણ સીધી અરજદારને E-Mail/SMS થી લાભાર્થીને મોકલવામાં આવશે.
  • અરજદારે અરજી મંજુર થયેથી બોજાનોંધ/ મોર્ગેજ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
  • નિગમની તરફેણમાં 5 (પ્રિન્ટેડ નામ વાળા)ચેક રજુ કરવાના રહેશે.
  • અરજદારને મળેલ પૂર્તતાની વિગતો પૂર્ણ કરી માંગેલ જરૂરી Documents ઓનલાઇન અ૫લોડ કરવાનાં રહેશે. ત્યારબાદ અરજદારની અરજી જિલ્લા મારફતે આવેલ લોગીન નિગમને ૫રત મળશે.
  • નિગમ દ્ધારા સૈધ્ધાંતિક મંજુરી અપાયેલ અરજદારે મંજૂરીના ૫ત્રથી માંગેલ જરૂરી સાધનિક પુરાવાઓ ઓનલાઇન અ૫લોડ કરી તેનું જે જિલ્લામાં રહેઠાણ હોય તે જિલ્લા મેનેજરની કચેરી એ અરજીની પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવા 30 દિવસમાં જમા કરવાના રહેશે.
  • લોનની રકમ આધાર કાર્ડ સાથે જોડાણ કરેલા Active બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • હવે પછી થી અરજીની વિગતોની જાણ SMS/E-MAIL થી કરવાની હોય આપનો મોબાઇલ નંબર અને E-MAIL બદલાયેલ હોય તો આ અંગે જાણ અત્રેનાં નિગમની કચેરીએ જાણ કરવાની રહેશે.

વધું વાંચો : પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના

Self-Employement Scheme Loan Gujarat 2022 Documents Required – આધાર પુરાવા

આ યોજના માટે નીચે મુજબના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • લાભાર્થીનું રેશનીંગ કાર્ડ
  • લાભાર્થીના શૈક્ષણિક લાયકાત ના પુરાવા
  • લાભાર્થીનાં ઉંમરના પુરાવા
  • લાભાર્થીનું રહેઠાણનો પુરાવો
  • લાભાર્થીનું બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર
  • લાભાર્થી નું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • આઈ.ટી.રીટર્ન, (તમામ- PAGE) ફોર્મ-16
  • જ્યાં વ્યવસાય શરૂ કરવું હોય તે સ્થળ નો આધાર
  • વ્યવસાયના અનુભવનો આધાર
  • પિતા/વાલીની મિલ્કત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિપત્ર ( પરિશિષ્ટ-૩)
  • અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ ( આઈ.એફ.સી કોડ સહિત)

સ્વરોજગારી બેંક લોન માટે વાર્ષિક આવક

આ લોન માટે અરજદારે તેમની વાર્ષિક આવક નું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે જેમાં ઉપરની તમામ લોન યોજનાઓ માટે અડદની વાર્ષિક આવક 6 લાખ કે તેનાથી ઓછી હોવી જરૂરી છે.

વધું વાંચો : આંબેડકર આવાસ યોજના ગુજરાત

Self-Employement Scheme Loan Gujarat 2022 Form Download

અહીંયા નીચે આપને બેંક લોન યોજના માટે ના અરજી પત્રક આપેલા છે જે આપ નીચેની લીંક પર ડાઉનલોડ કરી શકશો.

Gujarat Government Subsidy Loan For Small Business Online Apply

સ્વરોજગારલક્ષી યોજનાઓ માટે લાભાર્થીએ જાતે ઓનલાઇન અરજી કરવાની રહેશે જેના માટે લાભાર્થીએ સરકાર શ્રી ની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને અરજી કરવાની રહેશે જેના સ્ટેપ્સ નીચે મુજબના છે જે ધ્યાનપૂર્વક જોઈ વાંચી સમજી લેવા.

સૌપ્રથમ તો આ યોજના માટે આપ બિન અનામત વર્ગ ની વેબસાઈટ “Gueedc” પર પણ જઈ શકો છો અને ડાયરેક્ટ E-samaj kalyan Portal પર જઇને પણ અરજી કરી શકો છો.

લાભાર્થી એ  સૌપ્રથમ બિન અનામત વર્ગ ની ઓફિશિયલ વેબસાઇટ www.gueedc.gujarat.gov.in પર જવાનું રહેશે.

જ્યા તેઓ એ Home Page પર ડાબી બાજુ મેનું વિભાગમાં Scheme માં જવાનું રહેશે. જ્યાં તમારે  “SELF EMPLOYMENT-SCHEME” મા જવાનુ રહેશે.

image source : Gueedc.Gujarat.gov Portal

જ્યા ક્લિક કરવાથી જે Page ખુલશે જેમાં સ્વરોજગાર લક્ષી યોજના લખેલું હશે.જ્યા નીચે લીલા અક્ષર માં Apply Now લખેલું હશે.જ્યા ક્લિક કરવા થી આપ સીધા જ E-samaj Kalyan Portal પર આવી જશો. જ્યા આપને “Gujarat Unreserved Education and Economical Development Corporation” પર જવાનું રહેશે.

image source : e-samajkalyan.Gujarat.gov Portal

ત્યાર બાદ અરજદાર એ Gujarat Unreserved Education and Economical Development Corporation પર ક્લિક કરવાથી તેઓ સામે સીધી આ યોજના નું Page ખુલશે.જ્યા યોજના સબંધી તમામ માહિતી મેળવી શકાશે.

image source : e-samajkalyan.Gujarat.gov Portal

જ્યા તમારે Login New User પર ક્લિક કરી ને તમારું Registration કરવાનું રહેશે. પછી તમારે તમારું નામ, ઈમેઇલ આઈડી, જાતિ, જન્મતારીખ અને નવો પાસવર્ડ નાખી ને નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

image source : e-samajkalyan.Gujarat.gov Portal

હવે પાસવર્ડ અને આઈડી નાખી ને Login થવાનું રહેશે.Login થાય બાદ જે Page ખુલશે જેમાં સામે જ બિન અનામત શૈક્ષણીક અને આર્થિક વિકાસ નિગમ પર જવાનું રેહેશે.ત્યા તમને આખી ઓનલાઈન અરજી ફોર્મ દેખાશે.

image source : e-samajkalyan.Gujarat.gov Portal

જે તમારે કાળજી પુર્વક ભરવાનું રહેશે જેમાં નામ, સરનામું, જાતિ ની વિગત, મોબાઈલ નંબર, આધારકાર્ડ નંબર વગેરે તમામ વિગતો ભરી ને ફોટો અપલોડ કરવાનો રહેશે.

image source : e-samajkalyan.Gujarat.gov Portal

ત્યાર બાદ મિલ્કતની માહિતી ભરવાની રહેશે.અને ત્યાર બાદ અરજદાર નાં તમામ ડોક્યુમેન્ટ્સ ને Online અપલોડ કરવાના રહેશે.ત્યાર બાદ બાહેંધરી પત્રક ડાઉનલોડ કરવાનું રહેશે.

image source : e-samajkalyan.Gujarat.gov Portal

ત્યાર બાદ અરજી ની સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા બાદ આપને ઓનલાઈન અરજી Sabmit કરવાની રહેશે.Online અરજી Sabmit કર્યાં બાદ આપને એક અરજી નોંધણી નંબર આપવામા આવશે.જે તમારે સાચવી ને રાખવાનો રહેશે.

ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલ વેબસાઈટ પર જાવ www.esamajkalyan.gujarat.gov.in

Self-Employement Scheme Loan Gujarat Contact Number

આ યોજના બિન અનામત શૈક્ષણીક અને આર્થિક વિકાસ નિગમ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે.જેમાં આપ ને યોજના સંબંધિત કોઈપણ પ્રકાર ની માહિતી મેળવવી હોઈ તો આપ અહીંયા આપેલ નંબર પર ફોન કરી શકો છો.અને તેમની વેબસાઈટ પર જઈ શકો છો.

GUEEDC Contact Number:- 079-23258688/23258684

બિનઅનામત આયોગ નિગમ ઓફીસ એડ્રેસ

Block No-2, 7th Floor,D-2 Wing,Karmyogi Bhavan,Sector 10-A,Gandhinagar,Gujarat-382010

વધું વાંચો

મારૂતિ સુઝુકી ઈકો કાર સરકારી લોન યોજના

નમો ટેબ્લટ યોજના 2022

નાના વેપારીઓ ને દુકાન લેવા માટે સરકારી લોન યોજના

“FAQ” for Self-Employement Scheme Loan Gujarat 2022

Self-Employement Scheme Loan Gujarat હેઠળ ક્યા ક્યા ધંધા રોજગાર માટે લોન મળે છે ?

આ યોજના હેઠળ લાભાર્થી ને રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે અને કરીયાણાની દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર વગેરે અને ટ્ર્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ,ફૂડ કોર્ટ માટે અલગ અલગ પ્રકારે લોન મળે છે.

Self-Employement Scheme Loan Gujarat 2022 mar અરજી કયાં કરવાની હોઈ છે ?

આ લોન માટે ગુજરાત સરકાર ની Official Website E-samaj Kalyan પર જઈ ને Online અરજી કરવાની રહેશે.

સ્વરોજગાર લક્ષી યોજના ગુજરાત લોન માં રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી માં કેટલી સહાય મળે છે ?

આ યોજના માં રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી ખરીદવી હોઈ તો વાહન ની જે ઓન રોડ કોસ્ટ હશે તેટલા રકમ ની લોન માળવા પાત્ર રહેશે.

સ્વરોજગાર લક્ષી યોજના ગુજરાત લોન માં દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર માં કેટલી લોન મળે છે ?

આ લોન સહાય માં દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર નો વ્યવસાય ચાલુ કરવા માંગતા લોકો ને 10 લાખ રૂપિયા ની લોન મળે છે અને વાર્ષિક 5 % નું સાદુ વ્યાજ હોઈ છે

સ્વરોજગાર લક્ષી યોજના ગુજરાત લોન મા ટ્ર્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ,ફૂડ કોર્ટ વાહન જરૂરી સ્ટ્રક્ચર માટે કેટલી લોન મળે છે ?

આ સહાય માં જો આપને ટ્ર્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ,ફૂડ કોર્ટ વગેરે નાં જરૂરી સ્ટ્રક્ચર માટે 6 લાખ ની લોન મળે છે. અને વાર્ષિક 5% નાં સાદા વ્યાજે.

Self-Employement Scheme Loan Gujarat 2022 માટે સંપર્ક કચેરી ?

આ યોજના ની માહિતી માટે આપ E-samaj kalyan પોર્ટલ પર જઈ ને વધુ માહિતી લઈ શકો છો અને આ હેલપલાઇન નંબર : 079-23258688/23258684 પર ફોન કરી ને વધુ માહિતી મેળવી શકો છો.

3 thoughts on “Self-Employement Scheme Loan Gujarat 2022 | સ્વરોજગાર લક્ષી લોન યોજના ગુજરાત 2022”

Leave a Comment