રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24,અરજી ફોર્મ, ડોક્યુમેન્ટ્સ,પાત્રતા અને સહાય ની વિગતવાર માહિતી (Raman Kant Munjal Scholarship 2023,Apply Online, Eligibility Criteria,Form And Last Date)
પ્રિય વાચક મિત્રો,ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ નો વિકાસ કરવા માટે અને તેજસ્વી વિદ્યાર્થીઓ ને આગળ લાવવા માટે ઘણીબધી સહાય આપવામાં આવે છે.જેમાં શિક્ષણ લાગતી ઘણી બધી શિષ્યવૃત્તિ યોજનાઓ અમલ મા મૂકવામાં આવેલ છે.જેમાં થી તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થીઓ લાભ મેળવી શકે છે અને તેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.
તેજસ્વી વિદ્યાર્થીઓ ને શિક્ષણ મા મદદ મળી રહે તે હેતુ થી રમણકાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 એ હીરો ફિનકોર્પ દ્વારા સમર્થિત રમણકાંત મુંજાલ ફાઉન્ડેશન દ્વારા આ સ્કોલરશીપ યોજના નો અમલ કરવામાં આવેલ છે.આજ ની આ પોસ્ટ મા આપડે આ શિષ્યવૃત્તિ માટે અરજી કેમ કરવી, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને અરજી ની છેલ્લી તારીખ વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.
રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24
યોજના નું નામ | રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24 |
સહાય | 40 હજાર થી 5 લાખ રૂપિયા સુધી |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | ગરીબ અને નબળા તેજસ્વી વિદ્યાર્થીઓ ને શિક્ષણ મા આર્થિક મદદ માટે |
લાભાર્થી | વિદ્યાર્થી કોઈપણ ફાઇનાન્સ કોલેજ નાં અભ્યાસક્રમ નાં પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા હોવા જોઈએ. |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | Buddy4Study.Com 011-430-92248 |
Raman Kant Munjal Scholarship 2023 શું છે?
અમે તમને જણાવી દઈએ છીએ કે શ્રી રમણકાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 એ હીરો ફિનકોર્પ દ્વારા સમર્થિત રમણકાંત મુંજાલ ફાઉન્ડેશન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ ને કોઈપણ ડિગ્રી લેવા માટે ની એક આર્થિક સહાય યોજના છે.જેમાં એવા વિદ્યાર્થિઓ કે જેઓ BBA, Bcom,BFIA, ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (IPM),BA Stream, બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (BMS),બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ (BBI),બિઝનેસ સ્ટડીઝમાં સ્નાતક (BBS), એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં સ્નાતક ( BAF) અને B.Sc. (આંકડા) એટલે કે કોઈપણ ફાઇનાન્સ ને લગતા અભ્યાસ માટે તેઓ નાં અભ્યાસ નાં 3 વર્ષ નાં સમયગાળા માટે રૂપિયા 40 હજાર થી 5 લાખ સુધી ની શિષ્યવૃતિ ની સહાય આપવામાં આવે છે.
વધું વાંચો:- મફત ગણવેશ સહાય યોજના 2023-24
Raman Kant Munjal Scholarship 2023 લાભ
આ સ્કોલરશીપ યોજના માં ફાઇનાન્સ નાં કોઈપણ અભ્યાસક્રમો માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને રૂપિયા 40 હજાર થી 5 લાખ રૂપિયા સુધી ની આર્થિક સહાય શિષ્યવૃતિ પેટે આપવામાં આવે છે.
Raman Kant Munjal Scholarship eligibility criteria (પાત્રતા)
આ સ્કોલરશીપ નો લાભ લેવા માટે અમુક પાત્રતા નક્કી કરવામાં આવેલ છે.જે નીચે મુજબ ની છે.
- વિદ્યાર્થી ભારત દેશ નાં વતની હોવા જોઈએ.
- વિદ્યાર્થી ફાઇનાન્સ નાં કોઈપણ અભ્યાસક્રમો માં અભ્યાસ કરતા હોવા જોઈએ.
- વિદ્યાર્થી કોલેજ નાં પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા હોવા જોઈએ.
- વિદ્યાર્થી ને ધોરણ 10 અને 12 માં 80% કરતા વધુ ટકાવારી હોવી જોઈએ.
- વિદ્યાર્થી BBA, BFIA, B.Com. (H, E), Bachelor of Management Studies (BMS), Integrated Program in Management (IPM), B.A. (Economics), Bachelors in Business Studies (BBS), Bachelors in Banking and Insurance (BBI), Bachelors in Accounting and Finance (BAF) and B.Sc. (Statistics) જેવા અભ્યાસક્રમો માં અભ્યાસ કરતા હોવા જોઈએ.
વધું વાંચો:- પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના 2023-24, ઓનલાઈન અરજી, ફોર્મ અને ડોક્યુમેન્ટ
Raman Kant Munjal Scholarship Income Limit (આવક મર્યાદા)
આ સ્કોલરશીપ નો લાભ લેવા માટે વિદ્યાર્થી નાં વાલી ની વાર્ષિક આવક મર્યાદા 4 લાખ રૂપિયા કરતાં વધુ નાં હોવી જોઈએ.
Raman Kant Munjal Scholarship Requested Documents (ડોક્યુમેન્ટ્સ લીસ્ટ)
આ સ્કોલરશીપ નો લાભ લેવા માટે વિદ્યાર્થી પાસે નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના હોય છે.
- વિદ્યાર્થી નું આધારકાર્ડ.
- વિદ્યાર્થી નું રહેણાંક નો પુરાવો.
- વિદ્યાર્થી ની ધોરણ 10 અને 12 ની માર્કશીટ.
- વિદ્યાર્થી જે કોલેજ માં એડમિશન મેળવેલ હોઈ તે કોલેજ ફી ની રસીદ.
- વિદ્યાર્થી એ કોલેજ નું એડમીશન નું આધાર.
- વિદ્યાર્થી નાં વાલી નું આધારકાર્ડ.
- વિદ્યાર્થી નાં વાલી નું પાનકાર્ડ.
- વિદ્યાર્થી નાં વાલી નું આવાક અંગે નો દાખલો.
- વિદ્યાર્થી નાં વાલી નું બેંક ખાતા ની પાસબુક.
- વિદ્યાર્થી નો મોબાઈલ નંબર.
- વિદ્યાર્થી નાં 2પાસપોર્ટ સાઇઝ ના ફોટોગ્રાફ.
Raman Kant Munjal scholarship Apply online
આ સ્કોલરશીપ માં ભાગ લેવા માટે ની અરજી પ્રક્રિયા નીચે મુજબની હોઈ છે.
આ સ્કોલરશીપ નો લાભ મેળવવા માટે વિદ્યાર્થી એ “Buddy4Study.Com” નામની વેબસાઈટ પર જઈ ને પોતાની નોંધણી કરાવવી પડશે.
Image Credit:- Buddy4Study.Com
જ્યાં હોમ પેગ ઉપર જ “View All Scholarship” મેનુ મા જવાનું રહેશે.
જ્યાં દરેક પ્રકાર ની સ્કોલરશીપ બતાવવા માં આવશે.જેમાં તમારે “Raman Kant Munjal Scholarship” લખેલ હોઈ ત્યાં “View Scholarship” ઉપર ક્લિક કરવાનું રહેશે.
હવે “View Scholarship” ઉપર ક્લિક કર્યા બાદ બાજુ માં “Appy Now” બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
Image Credit:- Buddy4Study.Com
જ્યાં ક્લિક કર્યા બાદ “Start Application” ઓપશન ઉપર ક્લિક કરવાનું રહેશે.જ્યા ઓનલાઈન અરજી નું આખું ફોર્મ ખુલી જશે.
હવે આ ફોર્મ મા ભરવાની દરેક વિગતો જેમ કે નામ,સરનામું,અભ્યાસ ની વિગતો ભરવાની રહેશે.
હવે સંપૂર્ણ ઓનલાઈન અરજી ની વિગતો ભર્યા બાદ તમારા તમામ ડોક્યુમેન્ટ્સ ને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
આ અરજી ને સબમિટ કરવાની રહેશે.હવે અરજી ફોર્મ ભર્યા બાદ વિદ્યાથીઓ નો સંપર્ક કરવામાં આવશે બાદ માં તમે આ સ્કોલરશીપ માટે પાત્ર ગણવામાં આવશે.
વધું વાંચો:- વિદ્યાર્થીઓ ને હવે માત્ર 1,000 રૂપિયા માં ટેબ્લેટ આપવામાં આવશે, સંપૂર્ણ માહિતી અહીંયા
Raman Kant Munjal Scholarship 2023 last date
આ સ્કોલરશીપ ની ઓનલાઈન અરજી કરવા માટે ની છેલ્લી તારીખ 15/09/2023 છે.
RKM Scholarship 2023 application form
આ સ્કોલરશીપ માટે વિદ્યાર્થી એ જાતે ઓનલાઈન અરજી કરવાની હોય છે.જેના માટે તેને Buddy4Study.Com નામની વેબસાઈટ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Raman Kant Munjal Scholarship 2023 પસંદગી પ્રક્રિયા
આ સ્કોલરશીપ યોજના નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કર્યા બાદ વિદ્યાર્થીઓ ને પસંદગી માટે રૂબરૂ અથવા તો ટેલીફોનીક જાણ કરવા માં આવે છે.બાદ વિદ્યાર્થીઓ ને રૂબરૂ બોલાવવા માં આવે છે.
વધું વાંચો:- ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રૂપિયા ની સ્કોલરશીપ,અરજી ફોર્મ, ડોક્યુમેન્ટ અને સહાય
Raman Kant Munjal Scholarship 2023 Helpline Number
આ સ્કોલરશીપ માટે જો કોઈ વિદ્યાર્થીઓ ને અન્ય કોઈપણ પ્રકારની જાણકારી મેળવવી હોય તો “011-430-92248” નંબર પર કોલ કરી ને વધુ માહિતી મેળવી શકે છે.
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
અધિકૃત વેબસાઈટ 👉 | અહીંયા ક્લિક કરો |
ઓનલાઈન અરજી 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય મહત્વ ની યોજનાઓ –
રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન અરજી, ફોર્મ ડાઉનલોડ,પાત્રતા, શાળા, ડોક્યુમેન્ટ્સ તમામ માહિતી
રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24
“FAQ”
રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24 કયાં વિદ્યાર્થિઓ ને લાભ આપવામાં આવે છે?
રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24 એ વિદ્યાર્થી કોઈપણ ફાઇનાન્સ કોલેજ નાં અભ્યાસક્રમ નાં પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા હોવા જોઈએ.
રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24 માં કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે?
રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24 માં 40 હજાર થી 5 લાખ રૂપિયા સુધી ની સ્કોલરશીપ આપવામાં આવે છે.
રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24 માટે અરજી ક્યાં કરવાની હોય છે?
રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24 માટે Buddy4Study.Com વેબસાઈટ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોય છે.
રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24 માટે હેલ્પલાઈન નંબર શું છે?
રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24 માટે હેલ્પલાઈન નંબર 011-430-92248 છે.
રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24 માટે ની આવક મર્યાદા?
રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24 આવક મર્યાદા 4 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ.