E Shram Card Benefits 2023, ઇ-શ્રમ કાર્ડ માટે અરજી , ડોક્યુમેન્ટ્સ,પાત્રતા અને ફાયદાઓ શું શું છે. વધુ માં આ કાર્ડ બનાવવા માટે અરજી કેમ કરવી, શ્રમ કાર્ડ ના ફાયદા અને કોણ અરજી કરી શકે છે.
ઈ શ્રમ કાર્ડ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દેશ નાં તમામ શ્રમ જીવીઓ માટે ની એક ખૂબ જ મહત્વ ની યોજના છે.જેમાં આ યોજના થી દેશના તમામ શ્રમિકો નો સર્વાંગી વિકાસ થાય તે હેતુ થી તેઓ ને આ યોજના થકી લાભ આપવામાં આવે છે.અહીંયા મહત્વ નું એ થાય છેકે આ યોજના માં લાભ ખરેખર શું મળે છે ? તો ચાલો જાણીએ E Shram Card Benefits 2022 વિશે વિગતવાર માહિતી.
આમ જોવા જઈએ તો દેશ નાં ઘણા અસંગઠિત કામદારો છે.જેઓ ને આ યોજના થકી સીધો લાભ આપવામાં આવશે.આજ ની આ યોજના માં આપડે ઈશ્રમ કાર્ડ વિશે નાં ફાયદાઓ અને અન્ય શું લાભ મળે છે તેના વિશે વિગતવાર ચર્ચા કરવાનાં છીએ.
E Shram Card Benefits 2023
યોજના નું નામ | ઈ શ્રમકાર્ડ ના ફાયદા અને કોણ અરજી કરી શકે છે ? |
સહાય | પ્રધાનમંત્રી સુરક્ષા BHIM યોજનાનો લાભ આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂ. 2 લાખ ની સહાય આંશિક અપંગતા વાળા કિસ્સા માં એક વર્ષ માટે 1 લાખ ની સહાય આપવામાં આવશે |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | દેશ નાં મજૂરી કામ કરતા અને છૂટક મજૂરી કરતા મજૂરો ને સરકાર શ્રી ની યોજનાઓ નો સીધો લાભ મળી રહે તે હેતુ થી. |
લાભાર્થી | દેશ નાં તમામ અસંગઠિત કામદારો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | Eshram.gov.in.in |
વધું વાંચો :- બ્યૂટી પાર્લર નો વ્યવસાય કરવા સહાય યોજના
ઈ શ્રમ કાર્ડ યોજના 2023
ઈ શ્રમ કાર્ડ યોજના ખરેખર તો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે.જેમાં આપડા દેશ નાં તમામ અસંગઠિત કામદારો નાં તમામ ડેટા ભેગા કરવાનો મુખ્ય હેતુ છે.જેમાં રાષ્ટ્રીય ડેટાબેઝ (National Database of Uncategorized Workers) નો મુખ્ય ભાગ હશે.
હવે E Shram Card Benefits 2022 માં આપને જણાવી દઈએ કે દેશ નાં એવા તમામ અસંગઠિત કામદારો નાં ડેટા લીધા બાદ તેઓ ને શું શું લાભ આપવા અને ભવિષ્ય મા તેઓ ને લક્ષ માં રાખી ને કઈ કઈ યોજનાઓ અમલ મા લાવવી તે પણ કેન્દ્ર સરકાર નો હેતુ છે. અને ત્યારબાદ આ યોજના રાજ્ય સરકાર ની હસ્તક કરી દેવામાં આવશે.એટલે કે રાજ્ય સરકાર તેનું તમામ કામ કરશે.
વધું વાંચો :- દુકાન ની જગ્યા લેવા માટે સરકારી લોન યોજના
E shram Card Benefits Gujarati – ઈ-શ્રમ કાર્ડ નાં ફાયદા
ઈ શ્રમ કાર્ડ નાં લાભો સમજીએ તો સૌપ્રથમ આપને જણાવી દઈએ કે આ કાર્ડ માં NDUW નો મહત્વપૂર્ણ સહભાગ છે. NDUW નું પૂરું નામ “National Database of Uncategorized Workers” છે. જેના દ્વારા કેન્દ્ર સરકાર આવા તમામ અસંગઠિત મજૂરો નો તમામ ડેટા બેઝ લેશે અને તેના પર થી તેઓ અલગ અલગ યોજનાઓ થકી તેઓ ને લાભ મળશે.શ્રમ અને રોજગાર મંત્રાલય અસંગઠિત કામદારોનો રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરી રહ્યું છે, જેના હેઠળ ઈ-શ્રમ Portal વિકસાવવામાં આવ્યું છે અને UAN કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્રના કામદારોના કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે.
- નાના ખેડૂતો
- ખેત મજૂરી કરતા મજૂરો
- બીડી બાંધવા નો વ્યવસાય કરતા મજૂરો
- શેરી પાક કરતા કામદારો
- માછીમારી કરતા મજૂરો
- લેવલીંગ અને પેલિંગ નાં કામદારો
- ચામડા નાં કામદારો
- પશુપાલન વ્યવસાય નાં મજૂરો
- વણકરો
- અગર નું કામ કરનાર કામદારો
- ઈંટ નાં ભઠ્ઠા નાં કામદારો
- પથ્થર ની ખાણ નાં કામદારો
- કાપડ ની મિલ નાં કામદારો
- છૂટક મજૂરી કરતા મજૂરો
- યાર્ડ માં કામ કરતા મજૂરો
- આશા વર્કર
- રિક્ષા ચાલકો
- ઓટો ડ્રાઈવર
- વાળંદ નું કામ કરતા કામદારો
- સુથાર રેશમ ખેતી કામદારો
- હાઉસ મેઇડ્સ
- સ્ટ્રીટ વેન્ડર્સ
વધું વાંચો :- મજૂરીકામ કરતા લોકો માટે મફત છત્રી યોજના
શ્રમયોગી કાર્ડ યોજના લાભ શું છે
E Shram Card Yojana માં કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત કામદારો ને ખુબ જ લાભ મળે છે.જેમાં નીચે મુજબ નાં મુખ્ય લાભ આપવામા આવેલ છે.
- આ યોજના માં National Database of Uncategorized Workers ડેટા બેઝ પર સામાજિક સુરક્ષા યોજનાઓ મંત્રાલયો/ સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે.
- આવા મજૂરો/કામદારો નાં “BHIM” યોજના સૂરક્ષા નું કવચ આપવામાં આવશે.
- આ ડેટા બેઝ મા નોંધાયેલ કામદારો ને પ્રધાનમંત્રી સુરક્ષા BHIM યોજનાનો લાભ લઈ શકે છે અને Registration પછી તેઓને 1 વર્ષ માટે પ્રીમિયમ ચુકવણી પણ માફ કરવામાં આવશે.
- આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂ. 2 લાખ ની સહાય.
- આંશિક અપંગતા વાળા કિસ્સા માં એક વર્ષ માટે 1 લાખ ની સહાય આપવામાં આવશે.
વધું વાંચો :- ગાય સહાય યોજના ગુજરાત 2022
NDUW માં શા માટે નોંધણી કરાવવી જરૂરી છે ?
- અસંગઠિત મજૂરી કામ કરતા કામદારોને કલ્યાણકારી યોજનાઓ અને સામાજિક સુરક્ષા ઓનો બહોળા પ્રમાણમાં લાભ મળેશે.
- જે શ્રમિકો સ્થળાંતરિત થતા રહેતા હોય તેઓને ટ્રેક કરીને તેઓને વધુ ને બધું રોજગાર આપવામાં આવશે.
- આ ડેટાબેઝ દ્વારા કેન્દ્ર સરકારને ભવિષ્યમાં કામદારોની નીતિઓ અને કાર્યક્રમો ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થશે.
- અનૌપચારિક વિભાગો માંથી ઔપચારિક વિભાગો માં મજૂરોની હિલચાલ અને તેનાથી સાવ વિરૂદ્ધ, તેમના વ્યાવસાયિક કૌશલ્ય વિકાસ વગેરે પર સરકાર દ્વારા દેખરેખ રાખવામાં આવશે અને તે મુજબ તેમને સારા મા સારું કાર્ય રોજગારના માધ્યમો પ્રદાન કરવામાં આવશે.
વધું વાંચો :- આયુષ્માન ભારત યોજના
Eligibility Of e-Shram card
NDUW દ્વારા આ કાર્ડ કઢાવવા માટે ક્યાં કામદારો જેની પાત્રતા નીચે મુજબ ની રાખવામા આવેલ છે.
- અરજદાર ની ઉંમર 16 થી 59 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
- અરજદાર ભારતદેશ નાં વતની હોવા જોઈએ.
- અરજદાર EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ.
- અરજદાર Incame Tax ભરતા હોવા નાં જોઈએ.
- અરજદાર અસંગઠિત ક્ષેત્રમાં મા મજૂરી/કામ કરતો હોવો જોઇએ.
વધું વાંચો :- PM કિસાન યોજના નો 11 મો હપ્તો ચેક કરો
Documents Required Of e-Shram card
E shram Card Yojana in Gujarat નો લાભ લેવા માટે કે આ કાર્ડ મેળવવા માટે લાભાર્થી એ નીચે મુજબ ના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.
- અરજદાર નું આધારકાર્ડ
- અરજદાર નું ચૂંટણી કાર્ડ
- અરજદાર નું રેશનિંગ કાર્ડ
- અરજદાર નું વિજળી બિલ ની નકલ
- અરજદાર નું મોબાઈલ નંબર જે આધારકાર્ડ સાથે લિંક કરેલ હોઈ તે.
- અરજદાર ની બેન્ક પાસ બુક ની નકલ
E shram Card Apply Online
ઈ શ્રમ કાર્ડ યોજના માટે આપ ઓનલાઈન અરજી કરી ને આ કાર્ડ મેળવી શકો છો.જેના સ્ટેપ્સ નીચે આપેલ છે.
આ કાર્ડ ની નોંધણી માટે સૌપ્રથમ “ Google” માં સર્ચ કરો કે “Register Eshram” જ્યા ઈ શ્રમ કાર્ડ ની Official Website ખુલી જશે.
Official Website Click Here 👉 www.Register.eshram.gov.in
જ્યા હવે આપને હોમ પેજ પર જ જ્યા હવે રજિસ્ટર લિંક પર જવાનું રહેશે.
જ્યાં ત્યાર બાદ “ Self Registration” નું નવું પેજ ખુલશે.જ્યા તમારે કાર્ડ માં રજિસ્ટર થયેલ મોબાઈલ નંબર નાખી ને “OTP” મેળવવાનો રહેશે.
ત્યાર બાદ જ આપની સામે “Registaration” નું આખું ડેશબોર્ડ ખુલી જશે. જ્યા ઓનલાઈન અરજી કરવાની તમામ માહિતી ભરવાની રહેશે.
જયાં તમારી તમામ માહિતી સંપૂર્ણ સાચી ભરવાની રહેશે અને ત્યાર બાદ આખી અરજી ને સમજી વિચારી ને સફળતા પુર્વક “Sabmit” કરવાની રહેશે.
nduw self registration
આ કાર્ડ કઢાવવા માટે આ પોતે “Self Registration” કરી શકો છો. જેમ આપણા મોબાઈલ દ્વારા “eshram.gov.in” સરકારી પોર્ટલ પર જઇને એકદમ સરળ રીતે રજીસ્ટ્રેશન કરી શકો છો જેનાં માટે ઉપર આપેલ માહિતી પ્રમાણે તમામ વિગતો કરવાની રહેશે.
Eshram Card Helpline Number
જો આપને ઈ શ્રમ કાર્ડ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય અથવા તો આપને આ યોજના સંબંધિત કોઇપણ પ્રકારની ડિટેલમાં માહિતી મેળવી હોય ટોપ નીચે આપેલ ટોલ ફ્રી નંબર પર જઈને કોલ કરીને માહિતી મેળવી શકો છો.
Toll Free Number :- 14434/155372
Eshram Card Official Website | www.eshram.gov.in |
અરજી અહીંયા થી કરો | અહીંયા ક્લિક કરો |
સંપર્ક કયા કરવો ? | અહીંયા ક્લિક કરો |
e-Shram card Application Download | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહિયાં ક્લિક કરો |
જો આપને સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓ ની તમામ અને વિગતવાર માહિતી મેળવવી હોઈ તો આપ અમારા વ્હોટ્સએપ ગૃપ અને Telegram Channel સાથે જોડાઈ શકો છો.
વધું વાંચો :-
યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ યોજના
“FAQ” Of E Shram Card Benefits 2022
ઈ શ્રમ કાર્ડ નાં ફાયદાઓ શું છે ?
સરકારે eSHRAM પોર્ટલ વિકસાવ્યું છે જે આધાર સાથે જોડાયેલા અસંગઠિત કામદારોનો કેન્દ્રિય ડેટાબેઝ હશે. નોંધણી કર્યા પછી, તેને PMSBY હેઠળ 2 લાખનું અકસ્માત વીમા કવર મળશે. ભવિષ્યમાં, અસંગઠિત કામદારોના તમામ સામાજિક સુરક્ષા લાભો આ પોર્ટલ દ્વારા પહોંચાડવામાં આવશે. કટોકટી અને રાષ્ટ્રીય રોગચાળા જેવી પરિસ્થિતિઓમાં, આ ડેટાબેઝનો ઉપયોગ પાત્ર અસંગઠિત કામદારોને જરૂરી સહાય પૂરી પાડવા માટે થઈ શકે છે.
ઈ શ્રમ કાર્ડ કાઢવા માટે ક્યાં ક્યા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે છે ?
ઇશ્રમ કાર્ડ કઢાવવા માટે લાભાર્થી નું આધારકાર્ડ, રેષનિંગ કાર્ડ,ચૂંટણીકાર્ડ, બેન્ક પાસ બુક,ફોટો વગેરે દસ્તાવેજો ની જરૂર પડે છે.
ઈ શ્રમ કાર્ડ ની નોંધણી કઈ રીતે કરવાની હોઈ છે ?
અસંગઠિત કાર્યકર ઈશ્રમ Portal પર જઈને અથવા નજીકના CSCની મુલાકાત લઈને સહાયિત અભિગમ દ્વારા પોતાને/પોતાની નોંધણી કરાવી શકે છે.
ઈ શ્રમ કાર્ડ યોજના માટે Toll Free Number ક્યો છે ?
AToll Free Number :- 14434/155372
ઈ શ્રમ કાર્ડ યોજના માં કાર્ડ કઢાવવા માટે કોઈ પણ પ્રકાર નું ચાર્જ આપવું પડે છે ?
નાં.આ યોજના નું ઈશ્રમ કાર્ડ કઢાવવા માટે કોઈપણ પ્રકાર ની ફી/ચાર્જ આપવું પડતું નથી
ઈ શ્રમ કાર્ડ કોણ કઢાવી શકે છે. ?
આ કાર્ડ ભારત દેશ નાં અસંગઠિત કામદારો કે જેઓ છૂટક કામકાજ કરે છે તેવા તમામ કામદારો આ કાર્ડ કઢાવી શકે છે.
ઈ શ્રમ કાર્ડ કઢાવવા માટે ની ઉંમર મર્યાદા શું છે ?
ઈ શ્રમ કાર્ડ કઢાવવા માટે લાભાર્થી ની ઉંમર 16 વર્ષ થી 59 વર્ષ ની વચ્ચે હોવી જરૂરી છે.
5 thoughts on “E Shram Card Benefits 2023 | ઈ-શ્રમ કાર્ડ ના ફાયદા અને કોણ અરજી કરી શકે છે ?”