કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના 2023-24 માટે સરકાર દ્વારા નાગરિકો સહાય આપવામાં આવે છે,અરજી, ડોક્યુમેન્ટ્સ અને અન્ય જરૂરી માહિતી (Kailash Mansarovar Yatra Yojana 2023)
હિન્દુ સમાજ માં મહાદેવ ભગવાન નું ખુબજ જ મહત્વ છે.અને મહાદેવ ભગવાન જ્યા રહેતા હતા તેવું કૈલાશ માનસરોવર ધામ માં જવા માટે કોણ તૈયાર ન હોય? તો આપને અમે જણાવી દઈએ કે કૈલાશ માનસરોવર યાત્રા માં જવા માટે સરકાર હવે સહાય આપે છે.અને જે લોકો આ યાત્રા માં જવા માંગતા હોય તેવા લોકો માટે તો ખુબજ ખુશી નાં સમાચાર છે.
તો મિત્રો આ સહાય કઈ રીતે આપવામાં આવે છે,કેટલી સહાય આપવામાં આવે છે,અરજી કઈ રીતે કરવાની હોય છે અને ડોક્યુમેન્ટ્સ લીસ્ટ શું હોઈ છે તેની સંપૂર્ણ માહિતી આજ આપવામાં છીએ.
કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના 2023-24
યોજના નું નામ | કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના |
સહાય | 50,000 રૂપિયા |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | ગરીબ અને મધ્યમ વર્ગ નાં નાગરિકો કૈલાશ માનસરોવર ની યાત્રા કરી શકે |
લાભાર્થી | ગુજરાત રાજ્ય નાં તમામ નાગરિકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર |
Kailash Mansarovar Yatra 2023 (લાભ)
કૈલાશ માનસરોવર હાલ તિબેટ દેશ માં આવેલ છે.જેમાં ભારત દેશ માંથી આપને તિબેટ દેશ માં જઈ ને કૈલાશ માનસરોવર ની યાત્રા કરવાની હોઈ છે. આ યાત્રા માટે ગુજરાત સરકાર દ્વારા તેમના જે નાગરિકો ને યાત્રા કરવી હોઈ તો 50,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
આ સહાય નો લાભ પહેલા 20 હજાર રૂપિયા આપવામાં આવતો હતો.હવે સરકાર શ્રી દ્વારા આ યોજના નો લાભ 50 હજાર રૂપિયા કરી દેવામાં આવેલ છે.એટલે કે જે લોકો ને કૈલાશ માનસરોવર યાત્રા માં જવું હોઈ તો સરકાર તરફ થી 50 હજાર રૂપિયા વ્યક્તિ દીઠ સહાય આપવામાં આવે છે.
વધું વાંચો:- શ્રવણ તીર્થ દર્શન યોજના 2023
કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના પરિપત્ર
Image Source:- ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર
કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના પાત્રતા
આ સહાય મેળવવા માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા ગુજરાત રાજ્ય નાં નાગરિકો ને આ સહાય આપવામાં આવે છે.
- નાગરિકો ગુજરાત રાજ્ય નો વતની હોવો જોઈએ.
- નાગરિક પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
- સરકાર શ્રી ની વિદેશ મંત્રાલય ની અધિકૃત વેબસાઈટ મારફતે નક્કી થયેલ પસંદગી પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.
- આ સહાય કોઈપણ વ્યક્તિ ને જીવન માં ફક્ત એકવાર જ લાભ આપવામાં આવે છે.
વધું વાંચો:- વૃદ્ધ અંત્યેષ્ટિ યોજના ગુજરાત 2023
કૈલાશ માનસરોવર યાત્રા યોજના 2023 ડોક્યુમેન્ટ
- વ્યક્તિ નું આધારકાર્ડ.
- વ્યક્તિ નું રહેણાંક નો પુરાવો.
- વ્યક્તિ નું બેંક ખાતા ની પાસબુક.
- વ્યક્તિ ની મોબાઈલ નંબર અને ઈમેઇલ આઈડી.
- આ સહાય મેળવવા માટે લાભાર્થી જ્યારે કૈલાશ માનસરોવર ની યાત્રા માં જાય ત્યારે તેમના યાત્રા ટિકિટ, હોટેલ,જમણવાર વગેરે નાં તમામ બિલ રજૂ કરવાના હોય છે.
કૈલાશ માનસરોવર યાત્રા સહાય 2023 માટે અરજી પ્રક્રિયા
આ સહાય નો લાભ મેળવવા માટે લાભાર્થી એ સૌપ્રથમ કૈલાશ માનસરોવર ની યાત્રા પૂર્ણ કર્યા બાદ લાભ આપવામાં આવે છે.
Image Source:- Kmy ઓફિસિયલ વેબસાઈટ
જેમાં જે નાગરિકો કૈલાશ માનસરોવર ની યાત્રા પૂર્ણ કરેલ હોઈ બાદ માં તેઓ એ ઉપર આપેલ જરૂરી તમામ આધાર પુરાવા સાથે નિયત નમૂના નું અરજી પત્રક ને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર અરજી કરવાની હોય છે.
આ આખું ભરેલું અરજી ફોર્મ યાત્રા કર્યા બાદ 60 દિવસ ની અંદર અરજી કરવાની હોય છે.તોજ આ સહાય મળવાપાત્ર છે.નહિ તો બાદ માં આ સહાય આપવામાં આવતી નથી.
આ સહાય ગુજરાત રાજ્ય નાં કોઈપણ નાગરિક ને તેના જીવનકાળ માં ફક્ત એકવાર જ આપવામાં આવે છે.
વધું વાંચો:- સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના
કૈલાશ માનસરોવર યાત્રા સહાય હેલ્પલાઈન નંબર
જો તમારે આ સહાય યોજના બાબતે અન્ય કોઈપણ પ્રકારની જરૂરી માહિતી મેળવવી હોય અથવા તો અન્ય કોઈપણ પ્રકાર નો પ્રશ્ન હોઈ તો આપ નીચે આપેલ નંબર પર કોલ કરી ને જાણી શકો છો.
Helpline Number:- 011-24300655
E-mail ID:- kmyatra.mea.gov.in
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
વધું માહિતી👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય યોજનાઓ –
દિવ્યાંગ સાધન સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,ડોક્યુમેન્ટ અને સહાય
ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા 30 હજાર સબસીડી સહાય
મારુતિ સુઝુકી ઈકો લોન યોજના 2023, ઓનલાઈન અરજી, પ્રાઇઝ, સરકારી લોન, ડોક્યુમન્ટ્સ
“FAQ”
કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના કોના દ્વારા આપવામાં આવે છે?
કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના એ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા આપવામાં આવે છે.
કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના માં કેટલી સહાય આપવામાં આવે છે?
કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના માં વ્યક્તિ દીઠ 50,000 રૂપિયા ની સહાય આપવા આવે છે.
કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના માટે અરજી ક્યાં કરવાની હોય છે?
કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના નો લાભ લેવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર ખાતે અરજી કરવાની હોય છે.
કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના માટે નો હેલ્પ લાઈન નંબર શું છે?
કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના માટે નો હેલ્પ લાઈન નંબર 011-24300655 છે.
કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના માટે ની અધિકૃત વેબસાઈટ www.kmy.gov.in છે.