Advertisements

બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023, ઓનલાઈન અરજી, ડોક્યુમન્ટ અને સહાય | Ikhedut Portal : Assistence For Potato And Red Onion 2023

Advertisements

બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023, ઓનલાઈન અરજી, ડોક્યુમન્ટ અને સહાય કઈ રીતે મળે છે.સંપૂર્ણ માહિતી (Ikhedut Portal : Assistence For Potato And Red Onion 2023) 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકાર બટાડાને લાલ ડુંગળી વાવતા ખેડૂતો માટે ખુશખબર લાવી છે. જેમાં રાજ્ય સરકાર ખેડૂતલક્ષી ઘણી બધી યોજનાઓનો અમલ કરી રહી છે જેનાથી ખેડૂતોનો ખેતી ક્ષેત્રે ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે.જેમાં વાત કરીએ તો હાલ તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા બટાકા અને લાલ ડુંગળી માટે સહાય બહાર પાડવામાં આવી છે.

અહીંયા આજના આ આર્ટીકલ માં બટાટા અને લાલ ડુંગળી ની સહાય 2023 શું છે, તેમાં ઓનલાઇન અરજી કઈ રીતે કરવાની હોઈ છે, ડોક્યુમેન્ટ્સ ક્યાં રજૂ કરવા અને સહાય કઈ રીતે આપવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ.

બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023, ઓનલાઈન અરજી, ડોક્યુમન્ટ અને સહાય

યોજના નું નામ બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના
સહાયબટાટા અને લાલ ડુંગળી માટે નીચે અલગ અલગ ભાવ આપેલ છે.
રાજ્યગુજરાત
ઉદ્દેશ રાજ્ય નાં ખેડૂતોને તેઓના પાક નું યોગ્ય અને વધુ વળતર આપવા માટે
લાભાર્થીખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કi Khedut portal

લાલ ડુંગળી સહાય યોજના APMC માર્કેટ

લાલ ડુંગળી માટે સહાય યોજના માં રાજ્ય મા સૌરાષ્ટ નાં ખેડૂતો ને  મળશે કે જેઓ લાલ ડુંગળી ની ખેતી કરે છે.આ યોજનાની અંદર ખેડૂતને APMC માં લાલ ડુંગળી વેચતા એક કિલોગ્રામે રૂ.2 મળશે. મોટા ખેડૂત માટે વધુમાં વધુ 500 કટ્ટા (250 ક્વિન્ટલ) સુધીનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ જે ખેડૂત લાભાર્થીઓએ પોતાના ખેતરમાં વાવેલી હોય એમને લાભ મળશે.એટલે કે આનું વેચાણ APMC માર્કેટ માં કરવાનું હોઈ છે.

વધું વાંચો:-પીએમ કિસાન યોજના 14મા હપ્તા માટે નાં લાભાર્થી નું લીસ્ટ જાહેર

બટાટા સહાય યોજના APMC માર્કેટ 

આ યોજના અંતર્ગત બટાકા વેચવા માંગતા ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં 1kg1 રૂપિયો આપવામાં આવશે.એટલે કે એક કટ્ટા દીઠ 50 રૂપિયા આપવામાં આવશે.જેમાં વાત કરીએ તો મોટા ખેડૂતો ને 600 કટ્ટા સુધી લાભ મેળવી શકે છે અને જેમાં હાલ આ સહાય ચાલુ હોઈ જેતે માર્કેટ યાર્ડ મા લાભ મેળવી શકો છો.

બટાટા કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના

બટાટા કોલ્ડ સ્ટોરેજ યોજનામાં ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓને કોલ્ડ સ્ટોરેજ કરવા સહાય આપવામાં આવે છે. જે બટાટા નો ઉપયોગ માત્ર ખાવા માટે કરવામાં આવે છે.જેમાં ખેડૂતને 1કિલો દીઠ રૂ.1/- મળવા પાત્ર છે. ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. 50 મળવા પાત્ર છે. મોટા ખેડૂતને વધુમાં વધુ 600 કટ્ટા સુધીનો લાભ લઈ શકે છે.

વધું વાંચો:- તમારા બેંક ખાતામાં પીએમ કિસાન યોજના નાં 2,000 રૂપિયા જમાં થઈ ગયા? નાં થયા હોઈ તો શું કરશો

બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023 ડોક્યુમેન્ટ લિસ્ટ

આ યોજનાની સહાય મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. જે અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટસ ની જરૂર પડે છે.

  • અરજદાર પટે જાતિ નું પ્રમાણપત્ર. 
  • અરજદાર નાં જમીન નાં 7-12 અને 8/અ.
  • અરજદાર જો વિકલાંગ હોઈ તો તેનું પ્રમાણપત્ર.
  • અરજદાર નું રેશનકાર્ડની નકલ.
  • અરજદાર ખેડૂત જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો.
  • અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય અથવા સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી.
  • અરજદાર નાં બેંક ખાતા પાસબુક નકલ.
  • અરજદાર ખેડૂત જો સયુંક્ત ખાતેદાર હોઈ તો અન્ય હિસ્સેદારો નું સંમતિ પત્રક.

વધું વાંચો:- પીએમ કિસાન યોજના 13મા હપ્તાની સહાય આ લિસ્ટના ખેડૂતોને મળી છે, તમારું નામ અહીંથી ચેક કરો

બટાટા લાલ ડુંગળી સહાય યોજના ઓનલાઈન અરજી પ્રક્રીયા – How To Online Apply Assistence For Potato And Red Onion 2023 

આ યોજના માટે ikhedut portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોય છે. ખેડૂતો તેઓ નાં નજીક નાં CSC (કોમન સર્વિસ સેન્ટર) મા જઈ ને પણ અરજી કરી શકે છે.અથવા તો ખેડૂતો જાતે પણ ઘરે બેઠા આ પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકે છે. અહીંયા ઓનલાઈન અરજી કરવાની ની પ્રક્રીયા સમજાવેલ છે.

ખેડૂતો એ “Google” સર્ચ માં જઈ ને “ikhedut Portal” સર્ચ કરવાનું રહેશે જ્યા તેમની સામે ગુજરાત ખેતીવાડી વિભાગ ની અધિકૃત વેબસાઈટ “ikhedut Portal” આવી જશે.

બટાટા લાલ ડુંગળી સહાય યોજના ઓનલાઈન અરજી પ્રક્રીયા - How To Online Apply Assistence For Potato And Red Onion 2023
Image Source:- Ikhedut Portal Government ofGujarat

જ્યા હોમ્ પેજ પર જ “યોજના” વાળા મેનુ મા ક્લિક કરી ને “અન્ય યોજના” પર જવાનું રહેશે.જ્યા પ્રથમ ક્રમ માં ” બટાટા અને લાલ ડુંગળી માટે સહાય” પર જમણી બાજુ “અરજી કરવા અહી ક્લિક કરો” પર જાવ.

જ્યા એક નવું પેજ ખુલશે.જ્યા જો આપ આ સાઈટ ઉપર પહેલે થી રજીસ્ટર કરાવેલ હોઈ તો “હા” અન્યથા “ના” કરવાનું રહેશે.

બટાટા લાલ ડુંગળી સહાય યોજના ઓનલાઈન અરજી પ્રક્રીયા - How To Online Apply Assistence For Potato And Red Onion 2023
Image Source:- Ikhedut Portal Government ofGujarat

હવે રજિસ્ટ્રેશન કરેલ હોઈ તો અરજદાર એ તેમનુ આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખી ને કેપચા સબમિટ કરી ને લોગીન થવાનું રહેશે. અને જો લાભાર્થી એ તેઓ નું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરેલ નથી તો અહીંયા સૌપ્રથમ “ના” કરી ને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

બટાટા લાલ ડુંગળી સહાય યોજના ઓનલાઈન અરજી પ્રક્રીયા - How To Online Apply Assistence For Potato And Red Onion 2023
Image Source:- Ikhedut Portal Government ofGujarat

હવે ખેડૂતો એ તેઓ ની આ ઓનલાઈન અરજી ચોકસાઈ પૂર્વક ભરવાની રહેશે.યોજના ની તમામ વિગતો જોઈ લેવી અને ત્યાર બાદ જ “Application Confirm” કરવાનું હોઈ છે.

કારણ કે જો લાભાર્થી એક વાર “Application Confirm” કર્યા બાદ બીજી વાર અરજી કરી શકશે નહી.એટલે જોઈ વિચારી ને અરજી Confirm કરવાની રહેશે.હવે લાભાર્થી ને અરજી કર્યા બાદ એક “Application Number” આપવામાં આવશે જે યોગ્ય જગ્યાએ નોંધી લેવો.

વધું વાંચો:- પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન

ઈ ખેડૂત પોર્ટલ હેલ્પલાઈન નંબર 

ખેડૂતોને ખેડૂતલક્ષી ઓનલાઈન યોજનાઓ કરવામાં કોઈપણ જાતની માહિતી મેળવી હોય તો અહીંયા ટોલ ફ્રી નંબર આપેલ છે જેના પર કોલ કરીને આપ યોજનાઓ વિશે અને અરજી પ્રક્રિયા વિશેની તમામ માહિતી મેળવી શકો છો.અહીંયા ક્લિક કરો

Advertisements

અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

આઈ ખેડૂત પોર્ટલ (અધિકૃત વેબસાઈટ) 👉અહીંયા ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું યોજનાઓ :-

PM કિસાન eKYC કેવી રીતે કરવી?

વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના ગુજરાત

ઘરઘંટી સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,15,000 સહાય અને પાત્રતા

“FAQ”

બટાટા અને લાલ ડુંગળી સહાય યોજના ની અરજી ક્યાં કરવાની હોય છે?

બટાટા અને લાલ ડુંગળી સહાય યોજના ની અરજી ikhedut portal પર ઓનલાઈન કરવાની હોય છે.

બટાટા સહાય APMC માર્કેટ મા શું મળશે?

ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં 1kg એ 1 રૂપિયો આપવામાં આવશે.એટલે કે એક કટ્ટા દીઠ 50 રૂપિયા આપવામાં આવશે.જેમાં વાત કરીએ તો મોટા ખેડૂતો ને 600 કટ્ટા સુધી લાભ મેળવી શકે છે.

લાલ ડુંગળી ની સહાય APMC માર્કેટ મા શું મળે છે?

યોજનાની અંદર ખેડૂતને APMC માં લાલ ડુંગળી વેચતા એક કિલોગ્રામે રૂ.2 મળશે. મોટા ખેડૂત માટે વધુમાં વધુ 500 કટ્ટા (250 ક્વિન્ટલ) સુધીનો લાભ લઈ શકે છે

ikhedut portal ની ઑફિસિયલ વેબસાઈટ કઈ છે?

ikhedut portal ની ઑફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે.

Leave a Comment