યોજના માં શાળા ને લાભ, પાત્રતા, ઓનલાઈન અરજી અને ફંડ ની માહિતી માટે પીએમ શ્રી યોજના 2023-24, જાણો 14,500 શાળાઓ થશે અપગ્રેડ
નમસ્કાર મિત્રો, ભારત દેશ નાં પ્રધાનમંત્રી શ્રી દ્વારા શિક્ષણ નાં વિકાસ માટે નિરંતર પ્રયાસો કરવામાં આવે છે.વિદ્યાર્થિઓ ને અભ્યાસ માં મદદ મળે તે હેતુ થી શિક્ષણ માટે ઘણી બધી યોજનાઓ અને લોન પણ આપવામાં આવે છે.પરંતુ આપડા દેશ નાં પીએમ દ્વારા હવે શાળાઓ ને અતિ આધુનિક બનાવવા માટે પહેલા કરવામાં આવશે. આ યોજના 2022 નાં શિક્ષક દિન નાં દિવસે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના થકી દેશ ની 15,000 જેટલી શાળાઓ ને અતિ આધુનિક બનાવવા આવશે.અને જરૂરી મુજબ ની તમામ વિશેષતાઓ દ્વારા શાળા ને સજ્જ કરવામાં આવશે.
વધું માં પીએમ શ્રી યોજના કઈ રીતે લાગુ કરવામાં આવશે.શું શું લાભ હશે,કઈ શાળાઓ આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે અને કઈ કઈ રીતે શાળાઓ મા લાભ આપવામાં આવશે જેની તમામ માહિતી આજે આપડે જાણવાના છીએ.
પીએમ શ્રી યોજના 2023-24, જાણો 14,500 શાળાઓ થશે અપગ્રેડ
યોજના નું નામ | પીએમ શ્રી યોજના 2023-24, |
સહાય | શાળા ને અપગ્રેડ કરવા માટે નો તમામ ખર્ચ |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | શાળાઓ ને વિકાસ,આધુનિકતા અને નવી ટેકનોલોજી વાળી શાળાઓ બનાવવી |
લાભાર્થી | દેશ ની 14,500 શાળાઓ |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | —- |
પીએમ શ્રી યોજના 2023-24 શું છે
આ યોજના ગત વર્ષ 2022 નાં શિક્ષક દિન 5 સપ્ટેમ્બર નાં દિવસે અમલ મા આવેલ હતી. આ યોજના માં દેશ ની જે સરકારી શાળાઓ છે તેને આધુનિક બનાવવા મા આવશે.એટલે કે 14,500 જેટલો દેશ ની શાળાઓ ને સમારકામ,આધુનિક,શાળા વિકાસ,નવીનીકરણ અને જરૂરિયાત મુજબ ની તમામ ફેસિલિટી આપવામાં આવશે.
વધું માં તમને જણાવી દઈએ છીએ કે દેશની દરેક બ્લોકમાં ઓછામાં ઓછું એક પ્રધાનમંત્રી શ્રી શાળા સ્થાપવામાં આવનાર છે, અને દેશના દરેક જિલ્લામાં એક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પણ આ યોજનાથી જોડવામાં આવશે.
વધું વાંચો:- રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24
પીએમ શ્રી યોજના 2023 માટે ફંડ
શિક્ષણ ક્ષેત્રે વિકાસ મળે અને વિદ્યાર્થીઓ નો પણ સર્વાંગી વિકાસ થાય તે હેતુ થી સરકાર દ્વારા 14,500 જેટલી સરકારી શાળાઓ મા ફંડ આપવામાં આવશે.જેનાથી વિદ્યાર્થિઓ ને શિક્ષણ મા મજબૂતી મળશે. દેશ નાં પીએમ દ્વારા જાણકારી આપવામાં આવી છેકે 27,360 કરોડ રૂપિયા આ યોજના માં શાળાઓ ને વિકાસ માટે ફાળવવામાં આવશે.
પીએમ શ્રી યોજના 2023 નો મુખ્ય ઉદ્દેશ
અહીંયા ઉલ્લેખનીય છેકે કે મોદી સાહેબ દ્વારા આ યોજના નું લોકાર્પણ કરવામાં આવેલ હતું.સાથે પ્રધાનમંત્રીનો મુખ્ય હેતુ એ છે કે “શાળાઓનું ધ્યેય માત્ર ગુણવત્તાયુક્ત શિક્ષણ, શીખવણી અને જ્ઞાન વિકાસ છે, પરંતુ આવી શતકની કૌશલ્યોને પૂરી રીતે બીજાની જરૂરિયાતોને ધ્યાનમાં લેવું.” પીએમ શ્રી યોજના દ્વારા આર્થિક રૂપે પછાત બાળકોને પણ આધુનિક શાળામાં જોડાવાની તક મળશે, જે ભારતના શિક્ષણના વિભિન્ન આયામ માં વિશેષ પરિચય આપશે.
વધું વાંચો – મફત ગણવેશ સહાય યોજના 2023-24
પીએમ શ્રી યોજના 2023-24 નાં લાભ
આ યોજના શાળાઓ માટે ની યોજના છે. આ યોજના દ્વારા શાળાઓ નાં શિક્ષકો,વિદ્યાર્થિઓ અને શાળા ને ખુબજ ફાયદો થવાનો છે.જેમાં પીએમ શ્રી યોજનાની અમલ કરીને સુધારાયેલી પીએમ શ્રી શાળાઓને આધુનિક ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ અને આધુનિક ભવનસામગ્રીથી સજ્જ કરવામાં આવશે.
- પીએમશ્રી શાળાઓમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી)ના તમામ ઘટકોની ઝલક હશે. આ શાળાઓ આસપાસના બીજી ઘણીબધી શાળાઓને પણ માર્ગદર્શન પૂરું પાડશે.
- આ શાળાઓ મા પ્રાથમિક થી ધોરણ12મી ધોરણ સુધી આપવાનું છે. અત્યુત્તમ પ્રયોગશાળાઓનું સ્થાપન પણ થશે જેથી વિદ્યાર્થીઓ પુસ્તકોથી પરંતુ પ્રયોગ દ્વારા પણ શીખી શકે.
- પ્રાથમિક અને પ્રાથમિક બાળકો માટે ખેલકૂદ પર ધ્યાન આપવામાં આવશો છે જેથી તેમનો શારીરિક વિકાસ થઈ શકે.
- યોજનાની સાથે, પીએમ શ્રી શાળાઓને આધુનિક આવશ્યકતાઓની માન્યતા મળશે, જેથી વિદ્યાર્થીઓની આધુનિક શિક્ષણની આવશ્યકતાઓ પૂરી થશે અને તેમને એક શ્રેષ્ઠ શિક્ષણ મળે.
પીએમ શ્રી યોજના 2023 શાળા ની પાત્રતા
આ યોજના મુખ્યત્વે શાળા માટે ની યોજના છે.જેના માટે ભારત દેશ ની શાળાઓ અને સરકાર શ્રી ની જૂની અને જર્જરિત અવસ્થા વાળી શાળાઓ જ પાત્ર ગણવામાં આવશે.
વધું વાંચો – પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના 2023-24, ઓનલાઈન અરજી, ફોર્મ અને ડોક્યુમેન્ટ
પીએમ શ્રી યોજના 2023 માટે પસંદગી પ્રક્રિયા
આ યોજના માટે શાળાઓ નાં પ્રિસિપલ એ તેની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.અને ત્યાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ વેબસાઈટ ની સ્કીમ પ્રમને પ્રથમ 2 વર્ષ માટે દર ત્રિમાસિક (વર્ષમાં ચાર વખત) એકવાર ખુલશે.આ પછી સરકારી ઓફિસરો ની ટીમ દ્વારા શાળાઓ ની તપાસ કરવામાં આવશે અને શાળાઓના દાવાઓની ચકાસણી કરવામાં આવશે.
યોજના હેઠળ, દરેક બ્લોકમાંથી વધુમાં વધુ 2 શાળાઓ (એક પ્રાથમિક, એક માધ્યમિક અથવા વરિષ્ઠ માધ્યમિક) પસંદ કરવામાં આવશે.આખરી નિર્ણય નિષ્ણાત સમિતિ દ્વારા સંપૂર્ણ નિરીક્ષણ બાદ લેવામાં આવશે. પસંદ કરેલી શાળાઓ તેમની આસપાસની અન્ય શાળાઓને પણ માર્ગદર્શન આપશે.
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
વઘુ માહિતી👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહિયાં ક્લિક કરો |
અન્ય યોજનાઓ –
વિદ્યાર્થીઓ ને હવે માત્ર 1,000 રૂપિયા માં ટેબ્લેટ આપવામાં આવશે
ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રૂપિયા ની સ્કોલરશીપ,અરજી ફોર્મ, ડોક્યુમેન્ટ અને સહાય
ડૉ. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક સ્કોલરશીપ યોજના ગુજરાત
“FAQ”
પીએમ શ્રી યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
પીએમ શ્રી યોજના 5 સપ્ટેમ્બર 2022 નાં રોજ શરૂ કરવામાં આવી હતી.
પીએમ શ્રી યોજના શા માટે લોંચ કરવામાં આવેલ હતી?
પીએમ શ્રી યોજના દેશ ની તમામ સરકારી શાળાઓ ને વિકસિત અને ટેકનોલોજી વાળી બનાવવા માટે લોંચ કરવામાં આવી હતી.
પીએમ શ્રી યોજના માં કેટલી શાળાઓ ને લાભ આપવામાં આવશે?
પીએમ શ્રી યોજના માં 14,500 શાળાઓ ને લાભ આપવામાં આવશે.