Advertisements

તબેલા લોન યોજના ઓનલાઈન 2023 | Tabela Loan Yojana Gujarat 2023  

Advertisements

તબેલા લોન યોજના ઓનલાઈન 2023 | Tabela Loan Yojana Gujarat 2023-24 | Animal Husbandry Loan In Gujarat | Husbandry Loan In Gujarat| તબેલા લોન યોજના ગુજરાત | Tabela loan Gujarat Online Apply

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત રાજ્ય માં સરકાર દ્વારા વખતો વખત નવી નવી સરકારી યોજનાઓ અમલ મા મુકવામાં આવે છે.જેના થકી રાજ્ય નાં ગરીબ,પછાત, ખેડૂત જેવા તમામ વર્ગ નાં આર્થિક રીતે ખુબજ મદદ મળી રહે છે અને તેઓ આ યોજનાઓ થકી તેમના કામો કરી શકે છે.આજે આપડે આવી જ યોજના “તબેલા લોન યોજના ઓનલાઈન 2023” વિશે વિગતવાર વાત કરવાના છીએ.

આમ તો ગુજરાત સરકાર નાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે જેમ કે વિદેશ અભ્યાસ લોન,ખાતર અને બિયારણ સહાય, ટ્રેક્ટર સરકારી લોન,બ્યૂટી પાર્લર સહાય યોજના વગેરે ઘણી યોજનાઓ અમલ છે.આજે આપડે સરકાર તરફ થી આપવામાં આવતી તબેલા બનાવવા માટે ની સરકારી યોજના વિશે વિગતવાર વાત કરવાના છીએ જેમ કે આ યોજના માં શું શું ડોયુમેન્ટ્સ જોઈએ,અરજી ક્યાં કરવાની હોઈ છે અને સહાય કેવી રીતે મળે છે.આ તમામ માહિતી આજ નાં આર્ટિકલ માં આપડે જાણીશું.

તબેલા લોન યોજના ઓનલાઈન 2023

Table of Contents

યોજના નું નામતબેલા માટેની લોન યોજના  
સહાય4 લાખ રૂપિયા ની લોન સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશગુજરાતના અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવન શૈલી ઉંચી આવે અને તેઓ ને પગભર બનાવી શકાય છે.
લાભાર્થીઅનુસૂચિત જનજાતિ ના લોકો(ST)
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઅહીંયા ક્લિક કરો
અરજી ક્યાં કરવી ?અહીંયા થી અરજી કરો

Tabela Loan Yojana Gujarat 2023

આ યોજના આદિજાતિ નિગમ ગુજરાત દ્વારા આદિજાતિ નાં લોકો માટે તબેલા બનાવવા માટે સહાય આપવામાં આવે છે.જેમાં ખેડૂતો ને તેમના માલ અને ઢોર એટલે કે ગાય અને ભેંસ ને રાખવા માટે તબેલા હોઈ છે તે તબેલા બનાવવા માટે સરકાર એવા ખેડૂતો ને સહાય આપે છે.કારણ કે ઘણા ખેડૂતો પાસે ગાય કે ભેંસ હોઈ છે પરંતુ તેમને તેને રાખવામાં કોઈ સારી જગ્યા હોતી નથી એટલા માટે સરકાર તબેલા બનાવવા માટે લોન આપે છે.જે આપ તેમની સરકારી વેબસાઇટ પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકો છો.

તબેલા લોન યોજના 2023 લાભ

આ યોજના માં રાજ્ય નાં અનુસૂચિત જનજાતિ ના ખેડૂતો ને તેમના ગાય ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન સહાય આપવામાં આવે છે.જે અગર જો ખેડૂતો બીજે ક્યાંક થી તબેલા માટે ની લોન મેળવે તો તમને ખુબજ ઊંચું વ્યાજ દેવું પડે છે અને તેઓ ને પોસઇ તેવી લોન હોતી નથી.માટે જ સરકારે તેમના માટે આ સહાય આપવાનું નક્કી કરેલ છે.

આ સહાય માં તબેલા બનાવવા માટે ખેડૂતો ને 4 લાખ રૂપિયા ની સહાય મળે છે.અને તે પણ સાવ નજીવા વ્યાજે.આ સહાય મળ્યા બાદ જ ખેડૂતો એ તબેલા નું બાંધકામ શરૂ કરવાનું હોઈ છે.

વધું વાંચો :- તાડપત્રી સહાય યોજના

તબેલા માટેની લોન યોજના 2023 વ્યાજ દર

આ સરકારી લોન મળ્યા બાદ લાભાર્થી એ આ લોન નું શું વ્યાજ દેવાનું હોઈ છે અને શું ફાળો આપવાનો હોઈ છે તેની માહિતી નીચે મુજબ ની છે.

  • આ યોજના માટે ખેડૂત લાભાર્થી ને 4 લાખ રૂપિયા ની લોન મળે છે.
  • ખેડૂત લાભાર્થી એ આ લોન મળ્યા બાદ લોન નાં ધિરાણ નાં 10% રકમ ફાળા પેટે ભરવાની રહેશે.
  • 4 લાખ ની લોન માટે લાભાર્થી એ 4% નું વાર્ષિક વ્યાજ ભરવાનું હોઈ છે.
  • આ લોન ની ચુકવણી ટોટલ 20 ત્રિમાસિક હપ્તા માં ચુકવણી કરવાની હોઈ છે.
  • વધું માં જો ખેડૂત લાભાર્થી પાસે સગવડતા હોઈ તો તેઓ સમયગાળા પહેલા પણ લોન ની ચુકવણી કરી શકે છે.

અગત્ય ની યોજના :- રોટાવેટર સહાય યોજના

તબેલા લોન યોજના માટે આવક મર્યાદા- Income Limit for Tabela loan Gujarat

આ લોન મેળવવા માટે લાભાર્થી ખેડૂતોને ને નીચે મુજબ ની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

  • ગ્રામ્ય વિસ્તાર નાં લાભાર્થી માટે કુટુંબ ની વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- રૂપિયા થી ઓછી હોવી જોઈએ.
  • શહેરી વિસ્તાર નાં લાભાર્થી માટે કુટુંબ ની વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- રૂપિયા થી ઓછી હોવી જોઈએ.

Tabela Loan Yojana Gujarat 2023  Elegibility- પાત્રતા

તબેલા લોન મેળવવા માટે સરકાર દ્વારા નીચે મુજબની પાત્રતા ધરાવતા ખેડૂત લાભાર્થી મિત્રો ને પાત્ર ગણવામાં આવશે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • ખેડૂત લાભાર્થી અનુસૂચિત જનજાતિ ના હોવા જોઈએ.
  • ખેડૂત લાભાર્થી ને ઉંમર 18 થી 55 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
  • ખેડૂત લાભાર્થી પાસે ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ હોવું જરૂરી છે.
  • ખેડૂત લાભાર્થી ને જે તબેલા માટે તેઓ એ લોન મેળવવાની હોઈ તો તેમને તે તબેલા વિશે જાણકારી હોવી જોઈએ.
  • લાભાર્થી એ તબેલા ચલાવવા માટે ની સારી જાણકારી હોવી જોઈએ.
  • લાભાર્થી પાસે તબેલા માં રાખવાં માટે ઓછા મા ઓછા 2 પશુ હોવા જરૂરી છે.
  • ખેડૂત લાભાર્થી દૂધ મંડળી નાં સભ્ય હોવા જોઈએ.
  • કુટુંબના કોઈ પણ વ્યકિતએ IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થી એ છેલ્લા 12 માસ માં દૂધ ભરેલ હોઈ તેની પાસબુક ની વિગતો રજૂ કરવી પડશે.
  • લાભાર્થી એ આ અંગે ની તાલીમ લીધેલ હોઈ તો તેનુ સર્ટીફીકેટ રજૂ કરવું પડશે.

આ પણ વાંચો :- ઈલેક્ટ્રીક બાઈક ખરીદવા સરકારી લોન સહાય

Document Required Of Tabela loan Yojana Gujarat- આધાર પુરાવા

આ યોજના આદિજાતિ નિગમ દ્વારા સંચાલિત છે જેમાં રાજ્ય નાં અનુસૂચિત જનજાતિ ના લોકો ને તબેલા બનાવવા માટે સહાય આપવામાં આવશે.આ સહાય ની અરજી કરવા માટે નીચે મુજબ ના આધાર પુરાવા રજૂ કરવા પડશે.

  1. લાભાર્થી ના આધારકાર્ડ ની નકલ.
  2. લાભાર્થી ના રેશનીંગ કાર્ડ ની નકલ.
  3. લાભાર્થી નું જાતિ નું પ્રમાણપત્ર ( અનુસુચિત જનજાતિ)
  4. લાભાર્થી ની બેંક પાસબુક ની પ્રથમ પાના ની નકલ.
  5. લાભાર્થી ખેડૂત નો મિલ્કત નો પુરાવો જેમાં મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ જે તાજેતરનો તથા જમીનના 7/12 તથા 8-A અથવા બોજા વગરનો તે રજૂ કરવો.
  6. લાભાર્થી એ 2 જામીનદાર આપવામાં રહેશે.
  7. જામીનદાર-1 નું 7-12 અને 8-અ અથવા મકાન નાં દસ્તાવેજ અને સાથે પ્રોપર્ટી કાર્ડ.
  8. જામીનદાર-1 નો રજૂ કરેલ મિલકત અંગે નો સરકારી વેલ્યુએશન રિપોર્ટ.
  9. જામીનદાર-2 નું 7-12 અને 8-અ અથવા મકાન નાં દસ્તાવેજ અને સાથે પ્રોપર્ટી કાર્ડ.
  10. જામીનદાર-2 નો રજૂ કરેલ મિલકત અંગે નો સરકારી વેલ્યુએશન રિપોર્ટ.
  11. બંને જમીનદારો એ 20/- રૂપિયા નાં સ્ટેમ્પ પેપર પર સોગાંધનામુ રજુ કરવાનું રહેશે.

વધું વાંચો :- મુખ્યમંત્રી બાળ સેવા યોજના

Online Apply Of Tabela loan Gujarat 2023

આ યોજના માટે લાભાર્થી ખેડૂતોએ લોન માટે ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.જે માટે Adijati Nigam ની Official Website પર જઈ ને Online Apply કરવાની પ્રક્રીયા નીચે આપવામા આવેલ છે.

સૌપ્રથમ “Google” પર જઈ ને Adijati Nigam Gujarat સર્ચ કરવાનું રહેશે. જ્યા આદિજાતિ નિગમ ની સરકારી વેબસાઈટ ખુલી જશે.

જ્યા વેબસાઈટ નાં “Home” પેજ પર જ “Apply For Loan”  બટન પર ક્લિક કરવાનું રહેશે.જ્યા આપની સામે “Gujarat Tribal Development Corporation” ની નવી વેબસાઈટ ખુલી જશે.

Tabela Loan Yojana Gujarat 2022
image Source :- Government Official Website (https://adijatinigam.gujarat.gov.in/)

જો આપ પહેલી વાર જ અરજી કરતા હોઈ તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે. જ્યા તમારે તમારું Personal I’d અને Passward બનાવાનું રહેશે.

Online Apply Of Tabela loan Gujarat 2022
image Source :- Government Official Website (https://adijatinigam.gujarat.gov.in/)

જ્યા હવે આઈડી અને પાસવર્ડ બનાવ્યા બાદ તેનાથી આપને લોગીન થવાનું રહેશે.જ્યા લોગીન થયા બાદ “My Application” મા “Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.

Advertisements

હવે “Apply Now” પર ક્લિક કરતા બાદ ઘણી અલગ અલગ યોજનાઓ સામે આવી જશે.જ્યા તમારે “ Self Employment” પર ક્લિક કરવાનું રહેશે.

Online Apply Of Tabela loan Gujarat 2022
image Source :- Government Official Website (https://adijatinigam.gujarat.gov.in/)

જ્યા “Self Employment” પર ક્લિક કર્યા બાદ તમામ નિયમો વાંચી ને “ Apply Now” બટન પર ક્લિક કરો.જ્યા અરજી કરતા સમયે લાભાર્થી ખેડૂતે અરજી માં આવતી તમામ માહિતી આપવાની રહેશે. જેવી કે લાભાર્થી ની વિગતો,લાભાર્થી ની મિલ્કત ની વિગતો,લોન ની વિગતો,જામીનદાર ની માહિતી નાખવાની રહેશે.

Online Apply Of Tabela loan Gujarat 2022
image Source :- Government Official Website (https://adijatinigam.gujarat.gov.in/)

જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.

હવે જામીનદાર ની માહિતી, મિલ્કત ની વિગતો, બેન્ક ની વિગતો અને અન્ય આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે.

હવે અરજી ની તમામ માહિતી ભરી લીધા બાદ અરજી ને એકવાર સંપૂર્ણ ચેક કરી ને “Save” કરવાની રહેશે.જ્યા અરજી ને સફળતા પુર્વક ભર્યા બાદ આપને એક “Application NumberGenerate થશે જે આપે સાચવી ને રાખવાનો રહેશે.

તબેલા લોન યોજના 2023 માટે કોનો સંપર્ક

આ તબેલા બનાવવા માટે ની સહાય યોજના માટે ઓનલાઈન અરજી તો આપે કરી હોઈ છે પરંતુ આપને આ યોજના સંબંધીત કોઈ પણ પ્રકારની જાણકારી મેળવવી હોય અથવા તો કોઈ ઇન્કવાયરી કરવાની હોઈ તો તેના માટે નીચે “HelpLine Number” આપલે છે.જે જોઈ લેવા વિનંતી છે.

Address:- Gujarat Tribal Development CorporationBirsa Munda Bhavan, Sector 10-A,Gandhinagar, Gujarat.

Helpline Number:- +91 79 23253891, 23256843, 23256846

Email:- gog.gtdc@gmail.com

તબેલા લોન યોજના ગુજરાત 2023 વિડિયો માહિતી

તબેલા લોન યોજના ની માહિતી જો તમારે વીડિયોમાં દ્વારા મેળવવી હોય તો અહીંયા તેનો youtube વિડીયો આપેલ છે જે જોવા વિનંતી.

Video Credit:- આપણો નળકાંઠો યુટ્યુબ ચેનલ

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

Adijati Nigam Gujarat અધિકૃત વેબસાઈટ 👉અહીંયા ક્લિક કરો
અહીંયા થી Online Apply 👉અહીંયા ક્લિક કરો
અહિયાં થી Login કરો અહીંયા ક્લિક કરો
નોંધણી કરો👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

ઊપયોગી સરકારી યોજનાઓ-

કુંવરબાઇનું મામેરું યોજના

મહિલાઓ માટે રોજગારી ચાલુ કરવા લોન સહાય

ખેડૂત સ્માર્ટ ફોન યોજના

“FAQ” Of Tabela Loan Yojana Gujarat 2022

તબેલા બનાવવા માટે ની યોજના માં લાભાર્થી ને કેટલી સહાય મળે છે ?

આ યોજના માં લાભાર્થી ને 4 લાખ રૂપિયા ની લોન સહાય આપવામાં આવે છે.

તબેલા બનાવવા લોન યોજના કોના માટે છે ?

આ યોજના ગુજરાત રાજ્ય ના અનુસૂચિત જનજાતિ (ST) ના લોકો માટે ની યોજના છે.

તબેલા બનાવવા લોન યોજના માં લોન ની વ્યાજદર શું હોઈ છે ?

આ યોજના માં 4 લાખ ની લોન આપવામાં આવે છે જેનું વ્યાજદર 4% નાં સાદુ વ્યાજ હોઈ છે.

તબેલા બનાવવા યોજના માં લાભાર્થી ની વાર્ષિક આવક મર્યાદા શું હોઈ છે ?

આ યોજના માં લાભાર્થી નાં કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

આ યોજના કોના દ્વારા ચલાવવામાં આવે છે ?

તબેલા યોજના આદિજાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્ય મા વસતા અનુસુચત જનજાતિ ના લોકો માટે ચલાવવા માં આવે છે.

તબેલા લોન યોજના માટે નું સંપર્ક નંબર શું છે ?

આ યોજના માટે આપને કોઈપણ પ્રકારની માહિતી મેળવવી હોઈ તો આપ +91 79 23253891, 23256843, 23256846 નંબર પર કોલ કરી શકો છો.

2 thoughts on “તબેલા લોન યોજના ઓનલાઈન 2023 | Tabela Loan Yojana Gujarat 2023  ”

Leave a Comment