Bal Sakha Yojana Gujarat pdf List | બાળ સખા યોજના 2023,લાભ,સહાય અને અરજી પ્રક્રીયા ની સંપૂર્ણ જાણકારી અને તમામ માહિતી (Bal Sakha Yojana In Gujarati, Documents, Benefits, Online Apply Process)
પ્રિય વાચક મિત્રો આજે આપણે એક એવી યોજના વિશે વાત કરવાની છીએ જે યોજના ની ગુજરાત રાજ્યના લગભગ ખૂબ જ ઓછા લોકોને ખબર છે. આ યોજનાથી ઘણા જ ગરીબ અને પછાત વર્ગના શિશુઓને નવું જીવન આપી શકાય છે. આ યોજનાનું નામ છે “બાળ સખા યોજના” આ યોજના વિશે આપણે આજે વિગતવાર વાત કરવાના છીએ.
ગુજરાત રાજ્યમાં આમ જોવા જઈએ તો સગર્ભાવસ્થા અને બાળજન્મ દરમિયાન માતાઓ અને બાળકોની સંભાળ લેવી એ એક ગંભીર બાબત છે.રાજ્ય મા આશરે વાર્ષિક 12 લાખ બાળકો નાં જન્મ માં માતાઓ ઘણી મૂંઝવણ નો સામનો કરે છે. આ ઉપરાંત, કુપોષણ અને અપૂરતી આરોગ્યસંભાળ માતા અને બાળ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધુ ફાળો આપે છે. આ પડકારોનો સામનો કરવા માટે, ગુજરાત સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, અને આવી જ એક પહેલ બાલ સખા યોજના છે.
બાળ સખા યોજના 2023,લાભ,સહાય અને અરજી પ્રક્રીયા
યોજના નું નામ | બાળ સખા યોજના ગુજરાત |
સહાય | બાળક ને જ્યા સુધી સારવાર ચાલુ હોઈ ત્યાં સુધી રોજ નાં 7,000 રૂપિયા લેખે |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થી | રાજ્ય નાં BPL વાળા પરીવાર |
ઉદ્દેશ | ગુજરાત રાજ્ય માં માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે |
અરજી નો પ્રકાર | ઓફલાઈન |
સંપર્ક | પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગામ ના આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, શહેરી આરોગ્ય કેન્દ્ર. |
Bal Sakha Yojana 2023
આ યોજના ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી યોજના છે. ચિરંજીવી યોજના અમલમાં હતી તે યોજનાથી પ્રેરાય ને ગુજરાત સરકારે આ યોજના શરૂ કરી છે. વધું માં આપને જણાવીએ તો આ યોજના નો મુખ્ય ઉદ્દેશ એ છેકે રાજ્ય મા માતા અને બાળ મરણ ને અટકાવવા.જ્યારે ચિરંજીવી યોજના, બાલ ભોગ યોજના, પૌષ્ટિ આયા યોજના અને કન્યા કેળવણી યાત્રા જેવી યોજનાઓએ પહેલેથી જ નોંધપાત્ર યોગદાન આપ્યું છે, ત્યારે સરકાર વધુ એકીકૃત પ્રયાસોની જરૂરિયાતને સમજે છે.
વધું વાંચો:- આયુષ્માન ભારત કાર્ડ ઘરે બેઠા બનાવો
Bal Sakha Yojana Benefits (લાભ)
રાજ્ય મા ગરીબી રેખા નીચે આવતા પરિવારો ને આ યોજના નો લાભ આપવામાં આવે છે.એટલે કે જે માતા અને બાળકો BPL માં આવે છે તેઓ ને આ યોજના માં લાભ આપવામાં આવે છે.
જેમાં જોવા જઈએ તો નવજાત સંભાળ માટે આ યોજના ની સહાય આપવામાં આવે છે. નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ (લેવલ 2) માં કામ કરતા લોકો સહિત સહભાગી બાળરોગ નિષ્ણાતો, લાભાર્થીઓને કોઈપણ ખર્ચ વિના આ શિશુઓની સંભાળ પૂરી પાડે છે. શરૂઆતમાં, આ યોજના નવજાત સંભાળને આવરી લે છે, પરંતુ એક વર્ષ સુધીના તમામ શિશુઓને સમાવવા માટે કવરેજને વિસ્તારવાની યોજના છે.
માતા અને નવજાત શિશ માટે નાં લાભ
જે બાળકો ને જન્મ થયો હોઈ અને તેઓ નું વજન ઓછું હોય તેવા બાળકો ને જરૂરી સંભાળ માટે આ સહાય આપવામાં આવે છે. જેમા પ્રાઈવેટ હોસ્પિટલો માં બાળરોગ નિષ્ણાતો આ શિશુઓને નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ (NICs) માં રેફર કરે છે.
વધું માં જો બાળકોને રાજ્યની અંદર અથવા તો દેશની બહાર NICU સારવારની જરૂર હોય, તો સરકાર રૂ.નો ખર્ચ ઉઠાવે છે. 7,000 પ્રતિ દિવસ અથવા રૂ. વધુમાં વધુ સાત દિવસ માટે 49,000. વધુમાં, આ યોજના સારવાર દરમિયાન માતા અથવા સંબંધીને બાળક સાથે રહેવાની મંજૂરી આપે છે.
વધું વાંચો:- કૅન્સર તબીબી સહાય યોજના
Bal Sakha Yojana Gujarat Documents list (આધાર પુરાવા)
બાળ સખા યોજનામાં આમ જોવા જઈએ તો વધારે આધાર પુરાવાની જરૂર પડતી નથી પરંતુ નીચે મુજબના આધાર ઉપર પુરાવા સાથે રાખવા જરૂરી છે.
- માતા નું આધારકાર્ડ.
- પિતા નું આધારકાર્ડ.
- બાળક નું જન્મ નો દાખલો.
- BPL નો દાખલો.
- બાળક નું મમતા કાર્ડ.
Bal Sakha Yojana Application Process (અરજી પ્રક્રિયા)
બાળ સખા યોજના માટે કોઈપણ પ્રકારની અરજી કરવાની હોતી નથી પરંતુ જો કોઈ પણ બાળકનો જન્મ થાય અને તેમનું વજન ઓછું હોય અથવા અન્ય જરૂરી નીઓ નેટલ કેર આપવાની હોઈ અથવા અન્ય કોઈપણ ઈમરજન્સી માટે જે તે હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાત દ્વારા એક ફોર્મ ભરવાનું આવે છે. અને તે ફોર્મની સાથે ઉપર મુજબના ડોક્યુમેન્ટ જોડીને તમારા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જઈને મેડિકલ ઓફિસર નાં સહી સિક્કા કરાવીને તે અરજી ફોર્મ સરકારી હોસ્પિટલમાં આપવાનું હોય છે.
વધું વાંચો :- આરોગ્ય શાખા ની 10 યોજનાઓ નું લીસ્ટ
Bal Sakha Yojana Hospital List (પ્રાઈવેટ હોસ્પિટલ ની યાદી)
“Bal Sakha Yojana Hospital List Ahemdabad” અથવા Bal Sakha Yojana Hospital List Rajkot” આમ અલગ અલગ જિલ્લાની બાળસુખા હોસ્પિટલની યાદી મેળવવી હોય તો તમે જે જિલ્લાના હોય તે જિલ્લા આરોગ્ય કચેરી ખાતે જઈને તમારા જિલ્લાની બાળકોની પ્રાઇવેટ હોસ્પિટલ ની યાદી તમને ત્યાંથી મેળવી શકશો.
Bal Sakha Yojana Gujarat Helpline Number (સમ્પર્ક)
બાળ સખા યોજના ની વધુ માહિતી જો મેળવવી હોય તો તમે શહેરી વિસ્તારમાં વસતા હોય તો તમારા નજીકની આંગણવાડી કેન્દ્ર અથવા તો અર્બન હેલ્થ સેન્ટર ખાતે જઈને વધુ માહિતી મેળવી શકો છો.
જો તમે ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા હોય તો તમારા ગામના આરોગ્ય કર્મચારી પાસેથી અથવા તમારા ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે જઈને પણ વધુ માહિતી મેળવી શકો છો.
વધું વાંચો:- PMMVY યોજના માહિતી
અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ
જો તમારે સરકારી યોજનાઓ બાબતે વધુ અગત્ય ની સૂચના,માહિતી,અરજી ફોર્મ અને યોજનાઓ માટે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
વધું માહિતી માટે👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023
“FAQ”
બાળ સખા યોજના કઈ શાખા દ્વારા ચલાવવામા આવે છે?
બાળ સખા યોજના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ ગુજરાત દ્વારા ચલાવવામા આવે છે.
બાળ સખા યોજના માટે ની આવક મર્યાદા શું હોઈ છે?
બાળ સખા યોજના માટે કોઈપણ પ્રકારની આવક મર્યાદા નથી.
બાળ સખા યોજના નો લાભ કોને આપવામાં આવે છે?
બાળ સખા યોજના એ BPL ધારક પરીવાર ની માટે માતા અને શિશુઓ ને આ યોજના નો લાભ આપવામાં આવે છે.
બાળ સખા યોજના માં લાભાર્થી ને કેટલો લાભ આપવામાં આવે છે?
બાળ સખા યોજના માં લાભાર્થી ને દૈનિક રૂ. 7,000/- એમ કુલ 7 દિવસ ના રૂ. 49,000/- સુધીનો ખર્ચ રાજ્ય-સરકાર ભોગવશે.
બાળ સખા યોજના માટે આધાર પુરાવા શું હોઈ છે?
માતા નું આધારકાર્ડ.પિતા નું આધારકાર્ડ.બાળક નું જન્મ નો દાખલો.BPL નો દાખલો.બાળક નું મમતા કાર્ડ.
બાળ સખા યોજના માટે વધુ માહિતી ક્યાંથી મેળવવાની હોઈ છે?
બાળ સખા યોજના માં વધુ માહિતી માટે આપ આરોગ્ય કર્મચારી અથવા આંગણવાડી કાર્યકર અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે થી વધુ માહિતી મેળવી શકો છો.
બાળ સખા યોજના માટે ની સત્તવાર વેબસાઈટ કઈ છે?
બાળ સખા યોજના માટે ની સત્તાવાર વેબસાઈટ www.nhm.gujarat.gov.in/bal-sakha-yojana.htm છે.