પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2023, શુ છે? ઓનલાઈન એપ્લીકેશન, અરજી, ફોર્મ, ફાયદાઓ, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા, ક્યારે શરૂ કરવામાં આવી, અધિકૃત વેબસાઈટ, હેલ્પલાઈન નંબર, લાભાર્થી, ક્યારે લાભ મળશે | PM Jeevan Jyoti Bima Yojana in Gujarati (PMJJBY)) (Apply, Age Limit, Claim Form, Status, Benefit, Login, Online Registration, Official Website, Toll free Number)
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે. જે 9 મે 2015 ના રોજ શરુ કરવામાં આવ્યું હતી.આશરે 7 વર્ષથી ચાલી રહેલી આ યોજનાનો મુખ્ય ધ્યેય ભારતીય નાગરિકોને વીમા પોલિસીનો લાભ આપવાનો છે. પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પોલિસી યોજનાના લાભો મેળવવા માટે ભારતીય નાગરિકની લઘુત્તમ ઉંમર અઢાર વર્ષ હોવી જરૂરી છે. જ્યારે મહત્તમ વય 50 વર્ષ હોવી જોઈએ. રસ ધરાવતા નાગરિકો અરજી કર્યા બાદ આ વીમા યોજનાનો લાભ મેળવી શકે છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2020-21ની વચ્ચે કેન્દ્ર સરકારે બે લાખથી વધુ લોકોના મોતના દાવાઓને ની ખરાઈ કરેલ હતી. તે જોઈ શકાય છે કે વર્તમાન પરિસ્થિતિમાં આ યોજના નાગરિકોને મદદ કરવામાં અસરકારક છે. તો ચાલો આજ ની આ સંપૂર્ણ યોજના વાંચીએ અને જાણીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સાથે સંબંધિત તમામ માહિતી.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2023
યોજના નું નામ | પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2023 |
સહાય | લાભાર્થી ને વીમા કવચ માં તેમના મૃત્યુ બાદ વારસદાર ને 2 લાખ ની સહાય |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | નબળા અને ગરીબ લોકો નાં મરણ નાં કિસ્સા માં તેઓ ને આર્થિક મદદ મળી રહે તે ઉદ્દેશ થી |
લાભાર્થી | દેશ નાં 18 વર્ષ થી 50 વર્ષ નાં તમામ નાગરિકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન ઑફલાઈન |
સંપર્ક | દરેક રાષ્ટ્રિયકૃત બેન્કો |
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શું છે?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત યોજના છે. જે વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 18 થી લઈને 50 વર્ષ સુધીના વ્યક્તિઓને જો તેઓનું મૃત્યુ થાય તો તેઓને બે લાખ સુધીની વીમા રકમ ની સહાય આપવામાં આવે છે. એટલે જ આ યોજના ને એવી રીતે બનાવવામાં આવી છે કે દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
આ પણ વાંચો-આ સ્કીમ મા 5 હજાર જમા કરો ને મેળવો 8 લાખ રૂપિયા
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના લાભ (Benefits)
આ યોજના હેઠળ દેશ નાં 18 વર્ષ થી 50 વર્ષ વચ્ચે નાં તમામ નાગરિકો ને લાભ આપવામાં આવશે.
આ યોજના નું દર વર્ષે નવીનીકરણ કરવામા આવે છે.
આ યોજના નો લાભ લેવા માંગતા લાભાર્થીઓ ને દર વર્ષ 330 રૂપિયા નું પ્રીમિયમ ભરવું પડે છે અને જો તેઓ નું મૃત્યુ થાય તો તેમના વારસદાર ને 2 લાખ રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
PM જીવન જ્યોતિ વીમા યોજના નો લાભ કઈ પરિસ્થિતિ માં નથી મળતો
જો લાભાર્થી એ જે બેંક ખાતા ની વિગતો આપેલ છે તે બેંક ખાતું જો બંધ થઈ જાય છે તો તેવા કિસ્સા મા આ યોજના નો લાભ મળવાપાત્ર નથી.
જો લાભાર્થી ની ઉંમર 55 વર્ષ કરતા બધી ગઈ હોઈ તો આ યોજના નો લાભ મળતો બંધ થઈ જાય છે.
લાભાર્થી એ તેમના બેન્ક નાં ખાતા મા 330 રૂપિયા પ્રીમિયમ ચકવી શકે એટલી બેલેન્સ રાખવી ફરજીયાત હોઈ છે.નો બેંક નાં ખાતા મા આટલી બેલેન્સ નાં હોઈ તો પણ આ યોજના નો લાભ બંધ થઈ જાય છે.
વ્યકિત ની કોરોના બીમારી થઈ હોઈ તો તે પરિસ્થિતિ મા આ રીતે યોજના નો લાભ મેળવો
આ યોજનાએ કોરોના સમયગાળા દરમિયાન ઘણી મદદ કરી છે. જે નાગરિકોએ કોરોનામાં પરિવારનો કોઈ સભ્ય ગુમાવ્યો છે અને જો તે સભ્ય આ યોજનામાં નોંધાયેલ છે, તો પરિવારને 2 લાખ રૂપિયા મળશે. 18 થી 50 વર્ષની વયના ભારતીય નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકશે. પાત્રતા માટે, નાગરિકો પાસે બેંક ખાતું હોવું જરૂરી છે.
અન્ય વાંચો- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પોસ્ટ ઓફિસ યોજના
છેલ્લા 5 વર્ષ મા મરણ પામેલ લાભાર્થીઓ માં વારસદાર ને ચૂકવેલ રકમ
વર્ષ | પ્રાપ્ત મૃત્યુ ની સંખ્યા | ટોટલ ધનરાશિ |
2016-17 | 59,118 | 1,182,36 કરોડ રૂપિયા |
2017-18 | 89,708 | 1,794,16 કરોડ રૂપિયા |
2018-19 | 1,35,212 | 2,704,24 કરોડ રૂપિયા |
2019-20 | 1,78,189 | 3563.78 કરોડ રૂપિયા |
2020-21 | 2,34,905 | 4698,10 કરોડ રૂપિયા |
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની વિશેષતાઓ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2023 ની વિશેષતાઓ પણ ઘણી બધી છે જે નીચે મુજબની છે.
આ યોજના વર્ષ 2015માં કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ હતી.
આ યોજનામાં જે વ્યક્તિઓને આ યોજનાની પોલીસી મેળવવી હોય તેઓની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 50 વર્ષ હોવી ફરજીયાત છે.
દર વર્ષે જૂન મહિનાની પહેલી તારીખે પ્રધાનમંત્રી જીવન વીમા યોજના રીન્યુઅલ થાય છે.
દર વર્ષે મે મહિનામાં દરેક લાભાર્થીઓના બેંકના ખાતામાંથી 330 ઓટોમેટિક કાપી લેવામાં આવે છે. જે આખા વર્ષનું વિમાનો પ્રીમિયમ હોય છે જે એક સાથે જ ભરવાનું હોય છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની પોલીસી લેવા માટે ઓટોમેટિક ડેબિટ ફીચર કરાવી ફરજિયાત છે.
આ યોજનાનો લાભ મેળવી રહેલા લાભાર્થીઓના બેન્કના ખાતામાં 330 રૂપિયા બેલેન્સ રાખવી જરૂરી છે.
આ યોજના અંતર્ગત લાભાર્થીઓના નોમિનીને વીમા ના 2 લાખ રૂપિયાની ધન રાશિ આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નો લાભ લેવા માટે તમારું બેન્ક એકાઉન્ટ ખાતું સેવિંગ ખાતું હોવું જરૂરી છે.
કોરોના કાળમાં આ યોજનાનો લાભ મેળવીને ઘણા લોકોને ખૂબજ ફાયદો મળ્યો હતો.
અન્ય વાંચો- GeM પોર્ટલ પર નોંધણી કરવાની પ્રક્રિયા
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની ધનરાશિ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સંબંધિત પ્રીમિયમની રકમ તરીકે વાર્ષિક 330 રૂપિયા ચૂકવવાના રહેશે. તે દર વર્ષે ગ્રાહકોના ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે. આ આર્થિક દરનો લાભ EWS અને BPL દરમાં સમાવિષ્ટ લોકોને આરામથી મળશે.
PM Jivan Vima Yojana 330 રૂપિયા ડેબિટ કેમ થાય છે ?
આ યોજના આમ તો કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ યોજના છે.જેમાં દેશ નાં 18 વર્ષ થી લઇ ને 50 વર્ષ સુધી નાં દરેક લોકો ને વીમા કવચ પૂરું પાડવાનું નકકી કરવામાં આવેલ છે.
આ યોજના અંતર્ગત વર્ષ નાં મે મહિનામાં દરેક લાભાર્થીઓના બેંકના ખાતામાં માંથી 330 રૂપિયા કપાઈ જાય છે.જે ભરવાનાં ખુબજ જરૂરી હોઈ છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના દર વર્ષે જૂનની પહેલી તારીખે નવીકરણ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ લેવા માટે ઓટો ડેબિટ સુવિધા લાગુ કરવી જરૂરી છે. લાભાર્થીઓએ ખાતરી કરવી જરૂરી છે કે તેમની પાસે 330 રૂપિયા છે. એકાઉન્ટ માં આ પૈસા રાખવા જરૂરી છે.
અન્ય વાંચો- ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા ? મુંજાય વગર આ કામ કરો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પાત્રતા
નીચે મુજબ નાં નાગરીકો આ યોજના ની લાભ મેળવવા માટે પાત્ર ગણવામાં આવશે.
- આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી ભારત દેશ નાં વતની હોવા જરૂરી છે.
- આ યોજના નો લાભ મેળવવા માટે નાગરીકો ની ઉમર 18 વર્ષ થી 50 વર્ષ ની વચ્ચે હોવી જરૂરી છે.
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નો લાભ મેળવવા માટે બેન્ક નાં ખાતા મા જરૂરી બેલેન્સ રાખવી ફરજીયાત છે.
- લાભ મેળવવા માટે લાભાર્થીઓ માટે બેંક મા ખાતું હોવું જરૂરી છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા ડોક્યુમેન્ટ્સ
આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થીઓ એ નીચે મુજબ નાં તમામ આધર પુરાવા રજૂ કરવાના હોઈ છે.
- લાભાર્થી નું આધારકાર્ડ.
- લાભાર્થી નું ચૂંટણીકાર્ડ.
- લાભાર્થી નો જન્મ તારીખ નો દાખલો.
- લાભાર્થી નાં બેન્ક ખાતા ની પાસબુક ની નકલ.
- લાભાર્થી નો મોબાઈલ નંબર.
- લાભાર્થી નાં 2 પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ.
અન્ય વાંચો – ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ 2023-24
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની અધિકૃતિ વેબસાઈટ (Official Website)
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની વધુ માહિતી માટે નાગરિકો માટે ઓફિસિયલ વેબસાઈટ પણ બનાવવામાં આવેલ છે. આયોજન અને લગ્ન અન્ય મહત્વપૂર્ણ જાણકારી પણ આ વેબસાઈટ પર આપવામાં આવેલ છે. વેબસાઇટ પર જોવા માટે અહીં ક્લિક કરો.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ઓનલાઈન અરજી (Online Apply)
પ્રથમ તો લાભાર્થીએ તેઓની ઓફિસ વેબસાઈટ પર જવાનું રહેશે. હોમ પેજ ઉપર જઈને તેઓને “પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના” પર જવાનું રહેશે.
આ યોજના ઉપર ક્લિક કર્યા બાદ તેનું Pfd ડાઉનલોડ કરવાનું રહેશે.
ડાઉનલોડ કર્યા બાદ તેને સંપૂર્ણ પણે કાળજી પૂર્વક અરજી ફોર્મ ભરવાનું રહેશે.
અરજી ફોર્મ ભરીને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને. લાભાર્થીનું જે બેંકમાં ખાતું હોય તે બેંકમાં આ ફોર્મ જમા કરવાનું રહેશે.
તમારા બેંકના ખાતામાં 330 રૂપિયા જેટલી રકમ હોવી જરૂરી છે. કારણકે ફોર્મ ભર્યા બાદ 330 નું પ્રીમિયમ કપાઈ જશે.
યોજનાનો લાભ લેવા માટે, પ્રીમિયમની રકમનું સંમતિ પત્ર અને ઓટો ડેબિટ સબમિટ કરવાનું રહેશે. તેમની સાથે અરજીપત્રક પણ જોડવાનું રહેશે.
અન્ય વાંચો- ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માં ક્લેમ કઈ રીતે કરવુ ? (How to Claim Under PMJJB Yojana)
આ યોજનામાં જે લાભાર્થી એ આ યોજનાનો લાભ મેળવેલ હોય તેનું મૃત્યુ થાય તો તેઓના વારસદારને આ યોજનાની સહાય આપવામાં.
વીમા નો ક્લેમ કરવા માટે વારસદારે મૃત્યુ પામેલ લાભાર્થી ના બેંક ની શાખામાં જઈને બેંક મેનેજરને મળવાનું હોય છે.
જ્યાં બેન્ક દ્વારા વારસદાર ને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નો ક્લેમ ફોર્મ આપવામાં આવશે.જે ભરવાનું રહેશે અને સાથે બેંક ડીચાર્જ રસીદ પણ આપવામાં આવશે.
અરજી ફોર્મ ભરી ને તેની સાથે બેંક ડીચાર્જ રસીદ જોડવાની રહેશે અને મારાં પામેલ વ્યકિત નું મરણ નો દાખલો અને તેમના પોસપોર્ટ સાઇઝ ના ફોટો અને એક કેન્સલ ચેક જોડવાનું રહેશે.
આ તમામ ડોક્યુમેન્ટ્સ ને ત્યાં બેંક મા આપવામાં રહેશે.
અન્ય વાંચો- ઈ પીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નું ક્લેમ ક્યારે કરવાનુ હોઈ છે
યોજનાનો લાભ મેળવવા માટે શરૂઆતમાં યોજનામાં જોડાઈ ગયા બાદ 45 દિવસ સુધી આ યોજનાનો લાભ મળતો નથી. 45 દિવસની સમય આવતી પૂર્ણ કર્યા બાદ આ યોજના માટે નું ક્લેમ કરી શકે છે. એટલે કે લાભાર્થીનું જો કોઈ પણ કારણસર મરણ થાય તો તમે આ યોજનાનો ક્લેમ કરી શકો છો.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની સમાપ્તિ (PMJJB Yojana Closing)
લગ્ન બેંકના ખાતામાં પ્રયાપ્ત બેલેન્સ રાખવું જરૂરી છે જો બેલેન્સ ના હોય તો યોજના બંધ થઈ જાય છે.
જો લાભાર્થી ની ઉમર 55 વર્ષ કરતા વધી ગઈ હોય તો આ યોજનાનો લાભ મળતું બંધ થઈ જાય છે.
લાભાર્થી જો એક કરતાં વધુ વખત આ યોજના ની અરજી કરે છે અથવા તો એક કરતાં વધુ બેંકના ખાતાઓમાં આ યોજનાનું અરજી કરે છે તો તેઓ ને આ યોજનાનો લાભ મળતો નથી.
આ યોજનાનો લાભ મેળવવા માટે ફક્ત એક વાર જે અરજી કરવાની હોય છે.અને કોઈપણ એક બેંકના ખાતામાંથી જ અરજી કરવાની હોય છે. અન્યથા લાભ મળતો નથી.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માં અધવચ્ચે થી નીકળી ગયેલ લાભાર્થી
જો આ યોજનામાં લાભાર્થી અધવચ્ચેથી જ એક્ઝિટ થઈ ગયેલ હોઈ તો તેઓ પાછા આ યોજનાનો લાભ લેવા માટે પાત્ર ગણાશે. તેની માટે તેઓને જેટલા પ્રીમિયમ ચૂકવવાના બાકી છે તે ચૂકવવાના રહેશે અને તેના બાબતેની કોઈપણ મેડિકલ સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે.
અન્ય વાંચો- ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ટોલ ફ્રી નંબર
સોલાપુર થી આ યોજના અંતર્ગત વધુ માહિતી મેળવી હોય તો તેઓ જઈને કોન્ટેક્ટ ઉપર ક્લિક કરવાથી તમામ રાજ્યનો કોન્ટેક લિસ્ટ મળી જશે. વધુમાં અહીંયા પણ એક ટોલ ફ્રી નંબર આપ્યો છે જેમાં કોલ કરીને આપ આ યોજના અંગેની તમામ માહિતી વિગતવાર જાણી શકો છો.
ટોલ ફ્રી નંબર – 18000801111/1800110001
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
દરેક રાજ્ય નાં કોન્ટેક્ટ નંબર | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
અન્ય વાંચો
પીએમ સ્વનિધિ યોજના 2023 ઓનલાઈન અરજી
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022
સોલાર રૂફટોપ યોજના ગુજરાત 2023
“FAQ”
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કયારે શરૂ કરવામાં આવી?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 9 મે 2015 નાં રોજ શરુ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના મા કેટલું વિમા કવચ આપવામાં આવે છે?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માં લાભાર્થી ને 2 લાખ રૂપિયા નું વીમા કવચ આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માં લાભાર્થી ના વારસદાર ને કેટલી સહાય આપવામાં આવે છે?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ લાભાર્થી નાં વારસદાર ને 2 લાખ રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની અધિકૃત વેબસાઈટ www.jansuraksha.gov.in છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નું પ્રીમિયમ કેટલું હોઈ છે?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નું પ્રીમિયમ વાર્ષીક 330 રૂપિયા હોઈ છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કેટલી ઉંમર નાં લોકો ને લાભ આપવામાં આવે છે?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માં 18 થી 50 વર્ષ નાં તમામ લોકો ને લાભ આપવામાં આવે છે.
Nice 👍👍