Advertisements

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું – ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ,પાત્રતા, વાર્ષીક આવક અને લાભ | How to make Ayushman Card in 2023

Advertisements

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું, કેટલી સહાય, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા, લાભ, અરજી ક્યાં કરવી અને કેટલા સમય માં આયુષ્માન ભારત કાર્ડ બની જાય છે | Ayushman Card Download, Online Apply, Benefits, Eligibility And Documents 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આપડા દેશ નાં માનનીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ આયુષ્માન ભારત યોજના લોન્ચ કરેલ હતી જેમાં આયુષ્માન કાર્ડ દ્વારા દેશ નાં નાગરીકો ને મફત મા મેડીકલ કવચ પૂરું પાડવાનું નકકી કરવામાં આવ્યું છે.

આયુષ્માન કાર્ડ માં 5 લાખ રૂપિયા નું આરોગ્ય સહાય આપવામાં આવતી હતી.પરંતુ હાલ 5 લાખ થી વધારી ને 10 લાખ રૂપિયા ની આરોગ્ય સહાય કરવામાં આવેલ છે.એટલે કે જો ગુજરાત નાં કોઈપણ નાગરિક ને આરોગ્ય બાબતે કોઈપણ મુશ્કિલી થાય(ઑપરેશન આવે કે અન્ય મોટી બીમારી થાય) તો 10 લાખ રૂપિયા સુધી ની સારવાર આ કાર્ડ દ્વારા તેઓ ને મફત મા આપવામાં આવે છે. 

તો ચાલો આ આયુષ્માન ભારત કાર્ડ કઈ રીતે બનાવવાનું હોઈ છે અને તેના ફાયદાઓ શું છે.

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું

યોજના નું નામ આયુષ્માન ભારત કાર્ડ
સહાય 10 લાખ રૂપિયા ની કોઈપણ બિમારી માં મફત સારવાર
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશદેશ નાં નાગરિકો ને સારી અને ઉચ્ચ કક્ષા ની મેડીકલ સુવિધા મળી રહે
લાભાર્થીદેશ નાં તમામ નાગરિકો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્ક ગ્રામ પંચાયત નાં VCE
કોમન સર્વિસ સેન્ટર
આરોગ્ય કર્મચારીઓ

આયુષ્માન કાર્ડ શું હોઈ છે 

આયુષ્માન ભારત કાર્ડ એ આયુષ્માન ભારત યોજના અંતર્ગત લોન્ચ કરવામાં આવેલું કાર્ડ છે. આ કાર્ડ માં આરોગ્ય બાબતે કોઈપણ બીમારી થાય તો ગુજરાત ના કોઈપણ નાગરિકને કોઈપણ પ્રકારની મોટી બીમારી હોય શરીરમાં કોઈ પણ ઓપરેશન કરવાનું હોય અન્ય કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો આ કાર્ડ દ્વારા તેઓને સરકારી અને પ્રાઈવેટ એમ બન્ને પ્રકાર ના દવાખાનાઓ મફત મા સારવાર મળે છે. એટલે કે આ કાર્ડ કઢાવવું ખૂબ જ આવશ્યક છે.

એમ કહેવામાં આવે છે કે જો આપને અડધી રાતે પણ બીમારી નો પ્રશ્ન થયો હોય કે એક્સિડન્ટ થયુ હોય ને તમારી પાસે પૈસા ન હોય તો આ કાર્ડ હોય તો તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી.આ કાર્ડ લઈને તમે કોઈપણ મોટા દવાખાના કે હોસ્પિટલમાં મફતમાં સારવાર મેળવી શકો છો.જે આયુષ્માન કાર્ડ નો ખુબજ મોટો ફાયદો છે.

વધું વાંચો – સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023

આયુષ્માન કાર્ડ નાં ફાયદાઓ

  • આયુષ્માન ભારત કાર્ડના ફાયદાઓ તો સૌ કોઈને ખબર જ છે કે આ કાર્ડ એ તમારા આરોગ્યનું વીમા કવચ છે.જેના ફાયદાઓ નિચે મુજબ નાં છે.
  • આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તમે રાજ્યના કોઈપણ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં મફતમાં સારવાર મેળવી શકો છો.
  • આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તમે 1100 પ્રકારની જુદી-જુદી બીમારીઓ ની તમે મફતમાં સારવાર મેળવી શકો છો.
  • આયુષ્માન ભારત કાર્ડ એક પરિવારમાં દરેક વ્યક્તિને અલગ અલગ કાર્ડ હોય છે.
  • આયુષ્માન ભારત કાર્ડમાં 5 લાખની જગ્યાએ હવે 10 લાખ રૂપિયા ની મફત સારવાર આપવામાં આવે છે.

આયુષ્માન ભારત કાર્ડ ની આવક મર્યાદા

જો આપને આયુષ્માન ભારત કાર્ડ કઢાવવું હોય તો આપને વાર્ષિક આવક મર્યાદા 5 લાખ રૂપિયા કરતા વધુ ન હોવી જોઈએ. કે તમારા કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 5 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ.

વધું વાંચો- નિક્ષય પોષણ 3,000 સહાય યોજના 2023

આયુષ્માન કાર્ડ પાત્રતા ( Ayushman Bharat Card Eligibility)

આયુષ્માન કાર્ડ મેળવવા માટે સરકાર દ્વારા નીચે મુજબની પાત્રતા ધરાવતા દરેક નાગરિકને આગળ મળી શકે છે.

  • નાગરિક ભારતની હોવો જોઈએ.
  • નાગરિકો પાસે આધાર કાર્ડ હોવું જોઈએ.
  • આ કાર્ડ દેશ નાં દરેક નાગરિકો કઢાવી શકે છે.

આયુષ્માન કાર્ડ કઢાવવા માટે નાં ડોક્યુમેન્ટ્સ 

ઓસમાન ભારત કાર્ડ એ તમારા આરોગ્ય બાબતનું વીમા કવચ છે. દસ લાખ સુધી મફત સારવાર આપવામાં આવે છે.

  • લાભાર્થી નું આધારકાર્ડ.
  • લાભાર્થી નું રેશનકાર્ડ.
  • લાભાર્થી ના પરિવારનો વાર્ષિક આવકનો દાખલો.(5 લાખ કરતાં ઓછી આવક) 
  • લાભાર્થી નાં 2 પાસપોર્ટ સાઈઝ ના ફોટો

વધું વાંચો – ઈ-સંજીવની એપ દ્વારા ઘરે બેઠા જ ફ્રીમાં સારવાર કે નિદાન થઈ શકશે, વિડીયો કોલ દ્વારા ડોક્ટર સાથે ઘરે બેઠા વાત કરી શકશો

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું સંપૂર્ણ પ્રક્રિયા 

જો આપણે આયુષ્માન ભારત કાર્ડ કઢાવવું હોય તો તેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબની છે.

સૌપ્રથમ તમારે વાર્ષીક આવક નો દાખલો કઢાવવાનો રહેશે જેમાં વાર્ષિક આવક મર્યાદા 5 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ.

આવકનો દાખલો નીકળી જાય એટલે જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો, ગ્રામ પંચાયત કચેરી ખાતે ના કમ્પ્યુટર ઓપરેટર (VCE) ને મળવાનું રહેશે.

ગ્રામ પંચાયત નાં VCE ને મળી ને તમારે ઉપર જણાવેલ તમામ ડોક્યુમેન્ટ તેને આપવાના રહેશે.VCE દ્વારા તમને ત્યાં જ 10 મિનિટમાં આયુષ્માન ભારત કાર્ડ બનાવી આપવામાં આવશે અને તમને કાર્ડ ની કોપી આપી દેવામાં આવશે.

વધુમાં ઉપર જણાવેલ તમામ ડોક્યુમેન્ટ લઈને તમે તમારા ગામના આરોગ્ય કર્મચારીઓને મુલાકાત લઇ શકો છો. અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા પણ આયુષ્માન ભારત કાર્ડ મેળવી શકો છો.

વધુમાં જવાબ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તો, તમે ઉપર જણાવેલ તમામ ડોક્યુમેન્ટ લઈને નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ખાતે જઈને આયુષ્માન ભારત કાર્ડ મેળવી શકો છો. CSC ખાતે બેઠેલા ઓપરેટરને જરૂરી તમામ ડોક્યુમેન્ટ રજૂ કરો અને તે તમને ત્યાં 15 થી 20 મિનિટમાં તમારું આયુષ્યમાન ભારત કાર્ડ બનાવીને આપી દેશે.

વધું વાંચો- આભા કાર્ડ નું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને ડાઉનલોડ કેમ કરવું ?

Advertisements

આયુષ્માન ભારત કાર્ડ હેલ્પલાઇન નંબર

આયુષ્માન ભારત કાર્ડ માટે જો આપ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય તો ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટર એટલે કે VCE સંપર્ક કરીને જરૂરી માહિતી મેળવી શકો છો. ગામના આરોગ્ય કર્મચારીનો પણ સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો.

શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તો શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે થઈને સંપર્ક કરીને બધું માહિતી મેળવી શકો છો અને સાથે કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે જઈને પણ આપ આ કાર્ડ વિશેની વધુ માહિતી મેળવી.

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

આયુષ્માન ભારત કાર્ડ વેબસાઈટ👉અહીંયા ક્લિક કરો
આયુષ્માન ભારત કાર્ડ લોગ ઈન 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો:-

આયુષ્માન ભારત યોજના લિસ્ટ ગુજરાત 2023

હેલ્થ આઈડી કાર્ડ કેવી રીતે બનાવવું, કયાં વાપરવું

TB Tabibi Sahay Yojana 2023

“FAQ”

આયુષ્માન ભારત કાર્ડ માં કેટલી સહાય આપવામાં આવે છે ?

આયુષ્માન ભારત કાર્ડ માં 10 લાખ રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

આયુષ્માન ભારત કાર્ડ મેળવવા માટે ડોક્યુમેન્ટ લિસ્ટ ?

લાભાર્થી નું આધારકાર્ડ.લાભાર્થી નું રેશનકાર્ડ.લાભાર્થી ના પરિવારનો વાર્ષિક આવકનો દાખલો.(5 લાખ કરતાં ઓછી આવક) લાભાર્થી નાં 2 પાસપોર્ટ સાઈઝ ના ફોટો

આયુષ્માન ભારત કાર્ડ મેળવવા માટે કોનો સંપર્ક કરવાનો હોય છે?

આયુષ્માન ભારત કાર્ડ મેળવવા માટે ગ્રામ પંચાયત ખાતે નાં VCE (કમ્પ્યૂટર ઓપરેટર) નો સંપર્ક કરવાનો હોય છે.

આયુષ્માન ભારત કાર્ડ શહેરી વિસ્તારમાં માટે ક્યાં મેળવવાનુ હોઈ છે?

આયુષ્માન ભારત કાર્ડ શહેરી વિસ્તાર માટે કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે જઈ ને મેળવવાનુ હોઈ છે

Leave a Comment